| Last Update : 27-Jan-2012,Friday |
|
|
| |
|
|
|
|
| ઉમા એન્ડ મોદી નામના બાણનો વિવાદ |
| |
ભાજપના પ્રમુખ નીતિન ગડકરીનું 'ઉમા એન્ડ મોદી' કાર્ડ બહુ આગળ વધે એમ લાગતું નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર અને મહત્વની એવી ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં ઉમા ભારતીને ઉતારવાના નિર્ણયના પક્ષમાં બહુ હકારાત્મક પ્રતિભાવ પડયા નથી. ઉમા ભારતીને ઉત્તર પ્રદેશ ભાજપમાંથી જ ઓછો ટેકો મળી રહ્યો છે. ભાજપના ભૂતપૂર્વ વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાજનાથ સિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન પદ માટે કોઇ ઉમેદવાર જાહેર થયા નથી, અન્ય એક નેતા કલરાજ મિશ્રાએ ઉમા ભારતીને આઉટ સાઇડર કહ્યા છે.
ગડકરી, અડવાણીને ભૂલી ગયા
હજુ સામાન્ય ચૂંટણીઓ દુર છે છતાં ગડકરીએ નરેન્દ્ર મોદીને ટેકો આપવો શરૃ કરતાં ઘણાંને આશ્ચર્ય થયું છે. અહીં યાદ આપવું જોઈએ કે ગડકરીએ એમ કહ્યું હતું કે ભાજપ કોઇને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર નહીં કરે. ચૂંટણીઓ પછી જે સૌથી યોગ્ય હશે તેની પસંદગી કરાશે. માત્ર આટલું જ નહીં પણ ગડકરી તેમના પક્ષના ટોચના નેતા એલ. કે. અડવાણીને ભૂલી ગયા છે કે જે હજુ વડાપ્રધાન પદની રેસમાંથી પાછા હટયા નથી. ગડકરીની આ વ્યૂહ રચના પક્ષને જ મૂંઝવણમાં મુકી રહી છે.
મોદી, જયલલિથાને કેમ ના મળ્યા ?
અહેવાલો એવા છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં ચેન્નાઇની મુલાકાતે ગયા ત્યારે મુખ્ય પ્રધાન જયલલિથાને મળી શકયા નહોતા. જયલલિથાના પોલીટીકલ એડવાઇઝર ઓ રામસ્વામીના તંત્રી પદ હેઠળ નીકળતા તઘલક મેગેઝીનના સમારંભમાં નરેન્દ્ર મોદી હાજરી આપવા ગયા હતા. રાજકીય ગુફતેગુ એમ કહે છે કે ગયા મહિને વડાપ્રધાન સાથેની જયલલિથાની મુલાકાત સફળ રહી હોવાથી તેમણે નરેન્દ્ર મોદીને મળવાનું ટાળ્યું હતું.
ચિદમ્બરમ અને સિબ્બલને નો એન્ટ્રી
કોંગ્રેસના સુત્રોનું સાચું માનીએ તો ચૂંટણીના રાજયોમાં બે મહત્વના કેન્દ્રીય પ્રધાનો પી. ચિદમ્બરમ અને કપિલ સિબ્બલ ચૂંટણી પ્રચાર નહીં કરે. તેનું કારણ એ છે કે આ બંને અણ્ણા હજારેની ગુડ બુક્સમાં નથી. આ બંનેની મુલાકાતથી કોંગ્રેસની આશાઓ પર નેગેટીવ અસર પડી શકે છે. કપિલ સિબ્બલને ભલે પ્રચારથી દૂર રખાયા હોય પણ તેમના રાજય કક્ષાના પ્રધાન સચીન પાયલોટની મોટી ડીમાન્ડ છે. એવું જ જયોતિરાદિત્ય સિંધીયા માટે છે.
વીઆઈપીઓ સામે ફેંકાતા બુટ...
વીઆઈપીઓ પર ફેંકાતા બૂટ જેવી ઘટનાઓથી દિલ્હી પોલીસની સિકયોરીટી બ્રાંચે પોલીસોને ખાસ તાલિમ આપશે. સ્પેશ્યલ પોલીસ કમિશનર વિમલા મહેરાએ જણાવ્યું છે કે કાર્યક્રમોમાં શંકાસ્પદ હિલચાલ કરતી વ્યકિતઓને ઓળખી કાઢવાની તાલીમ અપાસે. વીઆઈપીઓ તરફ ફેંકાતા ચંપ્પલ કે બૂટ તેમને વાગે નહીં તેની પણ તકેદારી રખાશે. ચિદમ્બરમ જનાર્દન ત્રિવેદી, નવીન જિંદાલ, બાબારામદેવ શરદ પવાર અને રાહુલ ગાંધી પરના હુમલા બાદ આ નિર્ણય લેવાયો છે.
ઓબામાના ૧૨ મીલીયન ફોલોઅર્સ
ઇન્ટરનેશનલ સ્તરની બહુ ઓછી સેલિબ્રીટીએ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાની ટવીટર પર બરોબરી કરી છે. બરાક ઓબામાના ટવીટર પર ૧૨ મીલીયન ફોલોઅર છે. વડાપ્રધાન મનમોહન સિંહના નવા મીડીયા સલાહકાર પંકજ પંચોરીને થેંકસ કહેવું જોઈએ. કેમકે તેમણે વડાપ્રધાન મન મોહનસિંહને ટવીટ કરતા કર્યા છે. હાલમાં તો વડાપ્રધાનની મીડીયા અને કોમ્યુનિકેશન ટીમ ટવીટર મેનેજ કરશે પરંતુ ટૂંક સમયમાં તે પોતે જ ટવીટ પર પોતાના વ્યુઝ રજૂ કરતા થશે.
ઉડ્ડયન પ્રધાન સમયમાં કડક
નવા નાગરિક ઉડ્ડયન પ્રધાન અન આર એલડીના નેતા અજીત સિંહે તેમના રાજીવ ગાંધી ભવન ખાતેના મંત્રાલયમાં ખળભળાટ મચાવી દીધો છે. તે સવારે ૯ વાગે ઓફીસ પહોંચી જાય છે. તેમના સંયુકત સચિવો ૯.૪૫ સુધી ઓફીસમાં ના આવતા હોવાથી તે અપસેટ થઇ ગયા હતા. તેમણે સચિવોને બોલાવીને સૂચના આપી હતી કે બધો ૯ વાગે આવી જવું. જો કે સચિવો ગલ્લાં- તલ્લાં કરે છે. તેમની રજૂઆત એવ ી છે કે અમે રોજ મોડા ઘરે જઈએ છીએ તેની નોંધ નથી લેવાતી. તે કહે છે કે અમે રોજ મોડા ઘેર પહોંચીએ છીએ કેમ કે કામનું ભારણ વધારે છે. |
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|