Last Update : 26-Jan-2012,Thursday
 

ભગવાન આપણી ઇચ્છા અને ભાવના જોતા રહે છે

ભગવાન આપણી જબાનને નહી આપણી નિયતને જુએ છે, ચંિતનને જુએ છે. દ્રષ્ટિકોણને જુએ છે, ભાવનાઓને જુએ છે. એટલે જ આપણી ભાવનાઓને સુધારવી આપણું ભાગ્ય ફેરવવાની ચાવી છે.
ભૌતિક વસ્તુઓના તોલમાપ બહારની દુનિયામાં થાય છે. એક ગરીબ માણસ એક રૂપિયાનું દાન કરે છે અને એક ધનવાન માણસ રૂપિયા દસ હજારનું દાન કરે છે. બહારની દુનિયા તો પુણ્યનું માપ રૂપિયાની ગણતરી અનુસાર કરે છે. એક રૂપિય ોદાન આપનારની કોઈ નોંધ પણ નહી લે અને દસ હજાર રૂપિયા આપનારની વાહ વાહ ચારે બાજુએ થશે. અંદરની દુનિયામાં આ તોલમાપ ચાલતા નથી. બહારની દુનિયામાં રૂપિયાની ગણતરીથી, તીર્થયાત્રા, કર્મકાંડ જેવી ચીજોથી યશ પ્રતિષ્ઠા ખરીદી શકાય છે. પણ ચિત્રગુપ્તના દેશમાં આવા રૂપિયા ચાલતા નથી. ત્યાં તો ઇચ્છા અને ભાવનાનું તોલ-માપ જ ચાલે છે. તે પ્રમાણે હિસાબ-ઉધાર કરાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સમજાવીને મહાભારતના યુદ્ધમાંલાખો માનવોના સંહાર કરાવ્યો, લોહીની નદીઓ વહેવા લાગી છતાં અર્જુનને કોઈ પાપ ન લાગ્યું. અર્જુનનો ઉદ્દેશ્ય પવિત્ર હતો. તે પાપનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા માગતો હતો. બસ તેની આ ઇચ્છા ચિત્રગુપ્તની ગુપ્ત ડાયરીમાં નોંધાઈ ગઈ. આ રીતે માણસ જે કંઈ કામ કરે છે તે કેવી દાનતથી કરે છે તેની નિયત ભલાઈ, બુરાઈ જે શ્રેણીમાં ગણાતી હશે તેમાં જ ગણતરી થશે.
સદ્‌ભાવથી ફાંસી આપનાર એક જલ્લાદ પણ પુણ્યાત્મા ગણાશે અને દાઢી રાખનાર, કેસરી કપડાં પહેરી ધર્મની ધજા ફરકાવનાર પંડિત પણ ખાનગીમાં વ્યભિચાર આચરતા પાપી ગણાશે. બાહ્ય ઢોંગનો કોઈ અર્થ નથી. ભાવતાલ તો અંદરના મોતીના જ થાય છે. પાપ અને પુણ્યનું મૂળ કેવી ઇચ્છા અને ભાવનાથઈ પ્રેરિત થઈ એ કામ કરવામાં આવ્યું છે તે મૂળ તત્વ છે. એક વ્યક્તિ મોઢું બગાડીને કોઈ રોગીની સેવા કરે જ્યારે બીજી વ્યક્તિ પ્રસન્ન ચિત્તે ઉદારતા, દયા, પ્રેમથી કરે છે તો બહારની દ્રષ્ટિએ ભલે આ બંને કામ એક સરખા રહ્યા પણ પુણ્યની ગણતરી ભાવનાની અનુસાર ઓછી વધતી અંકાશે. આ રીતે એક અભણ, અજ્ઞાની વ્યકિતઓને ઓછું પાપ લાગે છે પરંતુ જ્ઞાન વધવાની સાથે સારા-ખરાબનો ભેદ પારખવાની યોગ્યતા વધી જાય છે. એટલે જ્ઞાનવાન, વિચારશીલ અને ભાવનાશીલ હૃદયવાળી વ્યક્તિ જ્યારે દુષ્કૃત્ય આચરે છે ત્યારે તેમનો ચિત્રગુપ્ત આ કરતૂતોને ઘણી ભારે પાપની કક્ષામાં નોંધે છે. પાપ અને પુણ્યનાં સંબંધ માનવીય મનની ભાવનાઓથી છે. ભગવાન આપણી જબાનને નહી આપણી નિયતને જુએ છે, ચંિતનને જુએ છે. દ્રષ્ટિકોણને જુએ છે, ભાવનાઓને જુએ છે. એટલે જ આપણી ભાવનાઓને સુધારવી આપણું ભાગ્ય ફેરવવાની ચાવી છે.
- જયેન્દ્ર ગોકાણી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

હોંગકોંગ એરપોર્ટના ઘુમ્મસ સામે ગુજરાતી ટેક ઓફ
ફેસબુક પર ફાંકા સિક્યુરીટીમાં બાંખા
સ્કૂલ શિક્ષણની એસેસરીઝ બદલાઈ ગઈ છે
બાળકનો ઉત્સાહ વધારી તેનો ડર ઘટાડતાં રહો
કુમળા શિશુની સંભાળ કેમ લેશો?
પાણીદાર તરબૂચના ફાયદા
શું તમે અંડર એસ્ટિમેશનના શિકાર છો?
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved