Last Update : 26-Jan-2012,Thursday
 
શ્રી વિદ્યા

 

માનવ જીવનમાં શ્રી યંત્ર અને શ્રી સુકતમનો ઉપયોગ કરવામાં ખાસ ઘ્યાન રાખવું જોઈએ - જેવી રીતે તરતા ન આવડતું હોય અને તે માનવી ઊંડા પાણીમાં ડુબી જાય મોતને શરણે થાય છે. આવી રીતે શ્રી વિદ્યાનો લૌકિક ઉપયોગ માનવને કાલ-ચક્રમાં ફસાવે છે. આ સ્વરૂપનો ખાસ ઘ્યાન રાખી શ્રી યંત્રનું તથા શ્રી વિદ્યાનું પૂજન કરવું જોઈએ.
યુગાન્તરથી માનવ જીવનને કલ્યાણ સાથે જોડવા માટેનો છે. આ હેતુ લઈ માનવ જીવનમાં શુદ્ધ વિચારને બલ આપવા ભારતિય સંસ્કૃતિની પૃથ્વી ઉપરની અમુલ્ય ભેટ એટલે જ શ્રી વિદ્યા જે ૠગવેદની ભેટ છે.
માનવ જીવનની નિરંતર સુખ પ્રાપ્તિની દોડ છે. જીવનમાં ઈચ્છાને સુખ ગણી પૃથ્વી ઉપર નિરંતર દોડતો માનવ જીવનની ગતી માત્ર વિચારમાં જ રાખે છે. બુદ્ધિ દ્વારા પ્રકૃતિનું મિલન કરી નિરંતર દોડતો માનવી.
મનુષ્યની સાચી સંપત્તિ મનના વિચાર જ છે. મનના વિચાર જ્યારે શુદ્ધ હોય તો જ જીવન યાત્રા મંગલદાયી બની શકે. દષ્ટ્રા જગતનો નાવિક માનવ હંમેશા ચારે બાજુથી અસત્ય સમાજમાં ઘેરાયેલો છે.
આ સમયે મનુષ્યનાં વિચાર તેની દ્રષ્ટિ જે જોવે છે. તેમનું પૃથ્થકરણ પોતાની પ્રકૃતિ કરે છે. આ પ્રકૃતિ બંિબનું પૃથ્થકરણ જીવનની ઈચ્છામાં પરિવર્તિત કરે છે. અને તે સંસારનાં ચક્ર સ્વરૂપે વિચારે છે.
શ્રી વિદ્યાનું સ્વરૂપ શાસ્ત્રમાં સુવર્ણ અક્ષરે પૃથ્વી લોકના સત્યનું સંિચન કરવાનો સંદેશ છે. અન્યથા જીવનની વૃતિ આસુરી ભાવમાં એક રસ બનાવી કાલ-ચક્ર તમે સ્વયં રચો છો.
માનવ હંમેશા આત્માના કલ્યાણની વૃત્તિ નથી. તેમની વૃત્તિ ઈચ્છાની તૃપ્તિ છે. ઈચ્છા તૃપ્તિ માટે શ્રી વિદ્યાનો ઉપયોગ કરે છે. આ સમયે ક્ષણિક સુખ અર્પણ કરી શરીરને પ્રકૃતિમાં ઓત-પ્રોત બનાવે છે.
પ્રકૃતિ માનવની અનન્ત બની આત્મા સાથે આવે છે. આજ ઈશ્વરનું સ્વરૂપ પૃથ્વી ઉપરનાં માનવ સમાજનું છે આથી, દરેક ધર્મ મનુષ્યને સંસ્કાર સંિચન કરવાનો સંદેશો આપે છે. ત્યારે ભારતિય ધર્મ આથી આગળ કહે છે. સંસ્કાર શુદ્ધ બનાવવા માટે પદ્ધતિ આપે છે. આ દ્વારા જીવન યાત્રા ઈશ્વર સુધી જોડવાનું કહે છે.
આ સમયે માનવનાં વિચારની શુદ્ધિ કરવા બ્રહ્માંડની ગણતરી કરી શ્રી યંત્ર આપ્યું છે. માનવ દેહ જે આત્મા છે તેની ચૈતન્યતા જ જીવનની ઈચ્છા સાથેની પ્રકૃતિનો ભાવ લાવે છે. આ સ્વરૂપ જ્યારે શ્રી વિદ્યાનું આવે ત્યારે માનવ સ્વયં એક જ્ઞાનની કિરતાલ લઈને ઉભો રહે છે.
શ્રી વિદ્યા અતિ ગુપ્ત અને મંગલ દાયક સંદેશો જીવન માટે છે. પરંતુ માનવી હંમેશા સુખની વ્યાખ્યામાં ઓત-પ્રોત બની શ્રી વિદ્યાનું પૂજન કરે છે. ત્યારે ભટકેલ માનવીને ક્યારેય કિનારો મળતો નથી.
પોતાનું જીવન માત્ર ક્ષણીક સુખને સુખ ગણી વિતાવે છે. આ સમયે તેમની દયાજનક સ્થિતિ કુતરાના ભસવા જેવી બને છે. જીવનનું અંતિમ સત્ય પોતાના પિતા સમાન ભૌતિકતાની મઝલ ગણે છે. જે ઈન્દ્રીયોને વિકાર બાજુ લઈ જાય છે.
શ્રી વિદ્યા તમે જે સ્વરૂપે ભજો તે સ્વરૂપે તમને મદદ કરશે. જીવન તમારું ક્ષણિક સુખ પણ આપશે. પરંતુ આત્માને અનંત યાત્રિક બનાવશે. આ સ્વરૂપ શ્રી વિદ્યાનું ખાસ માનવે જોવું જોય. આથી શ્રી સુકતમાં મંત્રમાં કહે છે.
અમારા જીવનમાં મન-બુદ્ધિનાં વિચારમાં અનેક જન્મની મલિનતાને દુર કરો. આ સમયે અમારૂં જીવન જેમ કદમના વૃક્ષમાં પોલાણ છે. તેથી બંસીનો સુર મઘુર જ નિકળે. આવી રીતે અમારા જીવનમાં આત્માની સાથે ઈન્દ્રીયોનાં કલ્યાણ માટે ઈશ્વર તમે જોડાવ આ માટે અમે તમારું કિર્તન કરી ઘ્યાન કરી ઈશ્વર તમને વિનંતી કરીએ છીએ.
જીવન યાત્રા સમાજમાં હંમેશા જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં પ્રપંચ અને મારાની ભાવના છે. આ સંસાર હંમેશા તેમાં ઓત-પ્રોત બનેલ છે. જેમની વાક્ય ચાતુર્યતા સારી તે સમાજને દોરવે છે. ત્યારે સમાજની હાલત સમુદ્રનાં તરંગ જેવી બને છે. જેમ તરંગનું કોઈ અસ્તિત્વ જ નથી. તે સમુદ્રનાં તરંગનો ભાગ છે. આવી રીતે માનવ સ્વયંમ અસ્તિત્વ દુર કરે છે. અને લૌક્કિતામાં જોડાય છે.
આવી રીતે માનવ દેહ માત્ર કર્મ યાત્રા કરવા આવ્યો છે. આ સમયે તેમના જીવનની મુક્તિની યાત્રા શ્રી સુકતમ અને શ્રી વિદ્યા છે.
આથી જ પૃથ્વી ઉપરની અનંત શક્તિ (૧) પરા (૨) પરવન્તી (૩) વૈખરી (૪) મઘ્યના ચાર રૂપે વિસ્તારેલ છે. ૠગવેદે આમની ગણત્તરી કરી જીવનનાં આત્મા સાથે બ્રહ્માંડનું તાદાત્ય કેમ બાંધી શકે તે સ્વરૂપનું સતત ચંિતન કરી શ્રી યંત્ર આપ્યું.
અનંત કોટી-બ્રહ્માંડમાં તણખલું સમાન આત્મા છે. આજ આત્માને અનંત કોટી પાર કરવાની ગણતરી એટલે શ્રી યંત્ર છે. જે ચિતની શક્તિ સાથે જોડવાનું એક વિજ્ઞાન સાથેનું આહવાન છે.
મંત્ર શક્તિ બ્રહ્મ સ્વરૂપની બનાવવા માટે જ ગણતરી આપી છે. આ ગણતરીમાં કાલની ગણતરી અને માનવ જીવનની વૃત્તિ આપી છે. જીવનનો મહાકાલ જ્યારે દુર થાય ત્યારે જ જીવન સત્ય બહાર આવે. મહાકાલનો ભાવ અનેક જન્મનો સાથે છે.
આત્માની બીજ શક્તિ પ્રાપ્ત કરવા માનવને યંત્રનું સ્વરૂપ ૨૫૬ + ૧૬ = ૨૭૨ પ્રકારે આપ્યું છે. આ દરેક રૂપનો પ્રભાવ જીવન સાથે જોડાય છે. જીવનનાં ઉપયોગનાં ભાવ સાથે મંત્રનો પ્રભાવ જોડાય છે. આથી જીવનમાં સાત્વિક વિચારને બલ દેવા જ આત્માની ઉપાસના કરવી જોય.
મનુષ્ય માટે શ્રી સુક્તનાં મંત્રો બીજતા સાથે જોડે છે. આ મંત્ર જ જીવનને મનની યાત્રામાંથી દુર કરે છે. જે દ્રષ્યમાન જગતનો સાક્ષી ભાવ છે. આ સ્વરૂપ જીવનનું દુર થાય ત્યારે જ આંતરિક દવ્ય જે જીવનમાં પડ્યું છે. તે સ્વરૂપ ચાલુ થાય જીવનમાં આ દવ્ય માનવને અનંત કોટી આત્મા સુધી લઈ જાય છે.
માનવ જીવનમાં શ્રી યંત્ર અને શ્રી સુકતમનો ઉપયોગ કરવામાં ખાસ ઘ્યાન રાખવું જોઈએ - જેવી રીતે તરતા ન આવડતું હોય અને તે માનવી ઊંડા પાણીમાં ડુબી જાય મોતને શરણે થાય છે. આવી રીતે શ્રી વિદ્યાનો લૌકિક ઉપયોગ માનવને કાલ-ચક્રમાં ફસાવે છે. આ સ્વરૂપનો ખાસ ઘ્યાન રાખી શ્રી યંત્રનું તથા શ્રી વિદ્યાનું પૂજન કરવું જોઈએ.
આ સ્વરૂપ શ્રી યંત્રના રહસ્યનું ચાલુ થાય છે. આથી અનેક ગણું વિસ્તારથી શ્રી વિદ્યાનું સ્વરૂપ છે. પરંતુ માનવનાં જીવનનાં શુદ્ધ કર્મની સાથે શુદ્ધ વિચાર મજબુત બની જીવન યાત્રા વિકસે તેવી શુભ કામના સાથે સત્યનું ચંિતન તમે કરી શ્રી યંત્રનું પૂજન કરો.
- પ્રદ્યુમ્ન શુકલ

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

હોંગકોંગ એરપોર્ટના ઘુમ્મસ સામે ગુજરાતી ટેક ઓફ
ફેસબુક પર ફાંકા સિક્યુરીટીમાં બાંખા
સ્કૂલ શિક્ષણની એસેસરીઝ બદલાઈ ગઈ છે
બાળકનો ઉત્સાહ વધારી તેનો ડર ઘટાડતાં રહો
કુમળા શિશુની સંભાળ કેમ લેશો?
પાણીદાર તરબૂચના ફાયદા
શું તમે અંડર એસ્ટિમેશનના શિકાર છો?
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved