(પીટીઆઇ) ઇસ્લામાબાદ,તા.૨૫
વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ એમની સરકાર અને લશ્ક વચ્ચેના ઉકળતા વિવાદને શાંત પાડવાના ઉદ્દેશથી જણાવ્યું છે કે પોતે કેટલાક સંજોગોમાં લશ્કર અને ગુપ્તચર પાંખના વડાઓની કામગીરીની ટીકા કરી હતી કે જેનું હવે કોઇ અસ્તિત્વ નથી.
મેમો કૌભાંડમાં ગેરબંધારણીય વર્તન સામેની ટીકાનુ હવે અસ્તિત્વ નથી ઃ ગિલાની
મેમો કૌભાંડમાં ગેરબંધારણીય અને ગેરકાયદે રીતે વર્તેલા લશ્કર અને આઇએસઆઇ વડાઓ વિષેની પોતાની ટિપ્પણીઓના સંદર્ભે ગિલાનીએ જણાવ્યું હતં કે એ ટીકા જ્યારે અનેક બધા બનાવો બની રહ્યા હતા. ત્યારે ઉપરાછાપરી મુદ્દાઓવાળા અનેક સરકારી અધિકારીઓના સમયગાળામાં કરાઇ હતી.
હવે લશ્કરી વડા અને આઇએસઆઇના ડીજી સામેની ગેરબંધારણીય વર્તન અથવા નિયમ વિરોધી કૃત્યને લગભગ એ ટિપ્પણી અસ્તિત્વમાં નથી.
વિશ્વ આર્થિક મંચની બેઠકમાં હાજરી આપવા જતાં અગાઉ રાવલપીંડીના ચકલાલા હવાઇ મથકે પત્રકારો સાથેની વાતચીતમાં વડાપ્રધાને આમ જણાવીને ઉમેર્યુ હતુ કે દેશની વિવિધ સંસ્થાઓ વચ્ચે ખેંચતાણના સંજોગોમાં દેશ કાર્ય કરી શકે નહી. આથી રાષ્ટ્રીય હિત માટે પણ આપણે એક સાથે હોવું જોઇએ.
મેમો મુદ્દો હાથ ધરવામાં કેટલાક અધિકારીઓ દ્વારા કરાયેલી કેટલીક વિસંગતિઓ સરકારના ધ્યાનમાં આવી હોવાનું એમણે ઉમેર્યું હતુ.
મેં એમની સામે પગલાં લીધા છે, એમ કહીને ગિલાનીએ ઉમેર્યું હતું કે હવે પરિસ્થિતિ સ્પષ્ટ છે અને કોઇ સંદિગ્ધતા નથી. |
|