ઇસ્લામાબાદ, તા.26
પાકિસ્તાનનાં એક પક્ષના સાંસદે એવી સલાહ આપી છે કે સંસદ સત્રમાં ઉચ્ચ સદનમાં સભ્યોની સંખ્યા રહે તે માટે વિવાદિત અભિનેત્રી, વીણા મલિકને પણ સભ્ય બનાવવી જોઇએ.
પીએમએલ એન પક્ષના નેતા અને સેનેટ સભ્ય મુશાહીદુલ્લા ખાને સંસદના સદનમાં સભ્યોની ઓછી સંખ્યા ઉપર ગુસ્સો વ્યક્ત કરીને, પાકિસ્તાનની એક ખાનગી ટીવી ચેનલને જણાવ્યું હતું કે જો આગામી ચૂંટણીમાં વીણા મલિકને સભ્ય બનાવાય તો સેનેટરો સત્રમાં ઉપસ્થિત રહે જ.