
વોશિંગટન, તા.27
માઇક્રો બ્લોગીંગ સાઇટ, ટ્વીટરે શુક્રવારે કેટલીક શરતો સાથે ભડકાઉજનક ટ્વીટ્સને સેન્સર કરવાની ઘોષણા કરી છે.
બીજી તરફ ગૂગલે કહ્યું છે કે તે ઇન્ટરનેટ ઉપર સેન્સર ન કરી શકે.
આ મુદ્દે ટ્વીટરે જણાવ્યું છે કે કેટલીક શરતો સાથે ટ્વીટ્સને સેન્સર કરવા માટે તેમની સાઇટ તૈયાર છે.
સાઇટે જણાવ્યું છે કે અલગ-અલગ દેશોમાં જુદા-જદા કાયદાઓ અનુસાર ટ્વીટ્સ ઉપર પ્રતિબંધ મૂકવા તૈયાર છે.
ટ્વીટ મસ્ટ ફોલોમાં ટ્વીટરે જણાવ્યું છે કે દેશોના કાયદાઓ અનુસાર પોતાની સાઇટના કેટલાક કન્ટેન્ટ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અલીએ પોતાના એક નવા આલબમ માટે ગીત ગાવા માટે ચીકની ચમેલી, કેટરિનાએ હા પાડી દીધી છે.
જેને કારણે એક્ટીંગ, ડાન્સીંગ બાદ હવે કેટરિના પોતાનો જાદુ સિંગીંગમાં પણ દેખાડે તો નવાઇ નહીં.
ઉલ્લેખનીય છે કે અલીએ બોલીવુડની ફિલ્મોમાં એક્ટીંગ કરી ચૂક્યો છે પરંતુ તે મૂળરૂપથી તો પોપ સિંગર જ છે.
શરૂઆતમાં અલીએ જ્યારે આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે કેટરિનાએ હા નહોતી પાડી પરંતુ વારંવારના અનુરોધ પછી ચીકની ચમેલીએ હા પાડી છે.