
લખનઉ, તા.27
લખનઉ પોલીસે કૃષ્ણાનગર વિસ્તારમાંથી હથિયારોનો જથ્થો પકડી પાડ્યો છે. ચૂંટણીમાં મોટો હુમલો કરવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે લખનઉ ખાતેથી જે હથિયારોનો જથ્થો મળ્યો છે તેમાં કાર્બાઇન, પિસ્તોલ તથા મોટી સંખ્યામાં કારતૂસ મળી આવ્યા છે.
સાથે જ એક લવલી ઉર્ફે રાજેશ તિવારી નામના શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ ઉપર હત્યાનો પણ કેસ છે અને પોલીસને આ વ્યક્તિને ક્યારની શોધતી હતી.