નવી દિલ્હી, તા.27
એકબાજુ ભાજપના મોવડી મંડળના લોકો વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી સક્ષમ છે, એવા નિવેદનો કરી ચૂક્યા છે ત્યારે એક સર્વેમાં પણ લોકોએ દિલ્હીની ગાદી ઉપર બેસવા માટે રાહુલ ગાંધી કરતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આગળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જાન્યુઆરી-2012માં કરવામાં આવેલા ઇન્ડિયા ટુડે-ઓઆરજી માર્ગ મુડ ઓફ ધ નેશન પોલમાં આગામી વડાપ્રધાનપદની રેસમાં કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીને લોકોએ પસંદ કર્યા હતા અને ભાજપમાંથી નરેન્દ્ર મોદી ઉપર લોકોએ પસંદગી ઉતારી હતી. તેમાં પણ નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી કરતાં 7 ટકાના માર્જીનથી આગળ રહ્યાં છે.
સાથે જ જો અત્યારે ચૂંટણી થાય તો કોંગ્રેસને માત્ર 110 સીટ મળી શકે તેમ છે, જે ગત ચૂંટણીમાં 206 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને ગત ચૂંટણીમાં પ્રાપ્ત 116ની સરખામણીએ 140 બેઠક મળી શકે છે.
આ પોલનું તારણ એમ પણ કહે છે કે બે રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસ અને ભાજપ બંનેમાંથી એક પણ પક્ષનો ઉમેદવાર વડાપ્રધાન ન હોય. તેમાં 1996 જેવી સ્થિતિ થઇ શકે છે પરંતુ વડાપ્રધાન વધુ સમય રહી શકે તેવા હોઇ શકે છે.