અમદાવાદ, તારીખ ૨૭
અમદાવાદના પાલડી વિસ્તારમાં દારૂપીને ધમાલ મચાવનાર વડોદરાના પીએસઆઇ સિંઘમને વડોદરા પોલીસ કમિશનરે આજે સસ્પેન્ડ કર્યો છે. અમદાવા ખાડીયાના ખુંખાર આરોપી વિજ્જુ બોડીને બુધવારે સાંજે અમદાવાદથી વડોદરા લઇ જતા હતા ત્યારે નશાખોર પીએસઆઇ એ.કે.પરામારે લોકો સામે રિવોલ્વર તાકીને ધમાલ મચાવી હતી. ચાલુ ફરજ પર નશાકરીને કાયદાનો ભંગ કરવા બદલ તેને આજે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
કેદી સાથે પોલીસે દારૂની પાર્ટી કરી હતી
અમદાવાદમાં દારૂમાં ચૂર બનેલા વડોદરાના એ.કે.પરમાર પીએસઆઇએ જાહેરમાં તમાસો કરીને લોકો સામે રિવોલ્વર તાકી હતી. નશામાં પકાડાયેલ સિંઘમ જામીન પર મુક્ત થયો છે. પોલીસ તપાસમાં પોલીસને વીજુ બોડી નામમા કુખ્યાત કેદીને લઇને સિંઘમ વડોદરા તરફ જતા હતા ત્યારે કેદીએ દારૂની પાર્ટી રાખી હતી ત્યારબાદ નશામાં ચૂર થઇ રાજાપાઠમાં આવેલા પોલીસવાળા રસ્તો ભૂલી ગયા હોવાથી પાલડીમાં અટકાયા હતા અને આ ઘટના બની હતી.