
એડીલેડ ઓવલ, તા.27
ભારતીય ક્રિકેટ ટીમનો ધબડકો ચાલુ જ રહ્યો છે તેમાં પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બીજી ઇનિંગમાં પણ માત્ર 13 રન બનાવીને આઉટ થઇ ગયો છે. આ ચાર ટેસ્ટ મેચમાં એક પણ ઇનિંગમાં તે 100મી સદી નોંધાવી શક્યો નથી.
બીજી તરફ 100મી સદી બાદ સચિન ક્રિકેટ ક્ષેત્રે સંન્યાસ લઇ લે તેવી અટકળો પણ લગાવી રહ્યાં છે.
સચિનની 100મી સદીની રાહ જોઇ રહેલા સેંકડો ચાહકો નિરાશ થયા છે.