મુંબઇ, તા.26
હવે ઐશ્વર્યા અભિષેક બચ્ચનને લીડ આપશે.
હા, આ અભિષેકની પત્ની ઐશ્વર્યા બચ્ચનની વાત નથી પરંતુ રજનીકાંતની દીકરી ઐશ્વર્યાની વાત છે.
તે ધનુષની એક ફિલ્મ ડાયરેક્ટ કરવા જઇ રહી છે, જેમાં તે અભિષેક બચ્ચનને લીડ રોલ આપવાની વિચારણા કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે મુંબઇમાં જ એક બેઠક થઇ હતી અને તેમાં બોલીવુડમાં હિંદી ફિલ્મ બનાવવા અંગે ચર્ચા કરી હતી.