મેષ (અ.લ.ઈ.)
માઘ નવરાત્રિ, માહ મહિનો તા. ૨૪ જાન્યુઆરીથી શરૂ થતાં ધર્મકાર્ય, શુભકાર્યથી વ્યવહારિક, સામાજીક કામથી આપની વ્યસ્તતામાં વધારો થાય. હૃદય-મનની પ્રસન્નતા રહે. પત્ની-સંતાન, પરિવારથી આનંદમાં રહો. ભૂતકાળનાં સંસ્મરણો તાજા થાય. યાત્રા પ્રવાસ થાય. બહાર જવાનું થાય. પત્નીના સહકારથી સાનુકૂળતા રહે. તે સિવાય બજારોની વધઘટમાં ધંધો થાય, આવક સારી થાય પરંતુ આઠમા રાહુના ચક્કરમાં અટવાયેલા છો તે ઘ્યાનમાં રાખી, નુકસાન થાય તેવો કોઈ નિર્ણય કરવો નહીં. તા. ૨૨ જાન્યુ. રવિ બહારના કે યાત્રા પ્રવાસનાં કામકાજમાં, આયોજનમાં સંભાળવું પડે. ૨૩ સોમ નોકરી-ધંધામાં સાવધાની રાખવી. ૨૪ મંગળ માહ નવરાત્રીના પ્રારંભે ધર્મકાર્ય, શુભકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. ૨૫ બુધ કામકાજમાં સફળતા લાભ. ૨૬ ગુરુ ઘર-પરિવાર-મિત્રવર્ગથી આનંદ, ખર્ચ-ખરીદી થાય. ૨૭ શુક્ર વ્યવહારિક, સામાજીક કે નોકરી-ધંધાના કામ અંગે ચંિતાખર્ચ થાય. બહાર જવાનું થાય. ૨૮ શનિ રસ્તામાં આવતાં જતાં તેમજ વાહન ચલાવવામાં સંભાળવું પડે.
વૃષભ (બ.વ.ઉ.)
પોષની સમાપ્તિએ યાત્રા પ્રવાસ મુલાકાતમાં તેમજ વેપાર-ધંધામાં સંભાળવું પડે. તે સિવાય માહ નવરાત્રિમાં ધર્મકાર્ય, પત્ની પરિવાર, સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં વધારો થાય, આવક થાય. નોકરીમાં યશ-સફળતા મેળવી શકો. અવિવાહીતને વિવાહ-લગ્નની વાતચીતમાં પ્રગતિ થાય. મીલન-મુલાકાત ગોઠવાય. પુત્ર-પૌત્રાદિકથી આનંદ રહે. મકાન-જમીન-વાહનના વેપાર-ધંધામાં ધંધો થાય, નાણાં છુટા થાય. તા. ૨૨ જાન્યુ. રવિ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૨૩ સોમ યાત્રા પ્રવાસ, મુલાકાતમાં નોકરીધંધાના કામકાજમાં સંભાળવું પડે. ૨૪ મંગળ માહ મહિનાના પ્રારંભે ધર્મકાર્ય, શુભકાર્યથી આનંદ રહે. ૨૫ બુધ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા. ૨૬ ગુરુ હળવાશ, રાહત આનંદ અનુભવો. બહાર જવાનું થાય. ૨૭ શુક્ર વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ૨૮ આનંદ-ઉત્સાહ રહે. યાત્રાપ્રવાસ મીલન-મુલાકાત ખર્ચ થાય.
મિથુન (ક.છ.ઘ.)
આપને પોષની સમાપ્તિ અને માહના પ્રારંભે શારીરિક, માનસિક અસ્વસ્થતા, ચંિતા-ખર્ચના કારણે તકલીફ જણાય. ઇચ્છા-અનિચ્છાએ બહારગામ જવાનું થાય. નોકરચાકર, કારીગર, ઉપરીવર્ગ, ભાઈભાંડુના પ્રશ્ને નોકરી-ધંધાના કામકાજમાં વિલંબ થાય, મુશ્કેલી અનુભવાય. ઇન્કમટેક્ષ, સેલટેક્ષને લગતા કે અન્ય સરકારી, કાનૂની પ્રશ્નમાં, બેંક હપ્તાની ચૂકવણીમાં, પુત્રપૌત્રાદિકના વિદ્યાભણતર, વિવાહ-લગ્નના પ્રશ્નમાં ચંિતા-વિચારોમાં-મુશ્કેલીમાં અટવાયેલા રહો. તા. ૨૨ જાન્યુ. રવિ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ અન્યની ચંિતા-વિચારોમાં વધારો થવાથી ઊંઘ આવે નહીં. ૨૩ સોમ નોકરી-ધંધામાં અશાંતિ ઉદ્વેગ, આરોગ્યની કાળજી રાખવી, વાહનથી પડવાવાગવાથી સંભાળવું. ૨૪ મંગળ માહ પ્રારંભે નોકરી-ધંધામાં જોખમ કરવું નહીં. ૨૫ બુધ ચંિતા-વ્યથા હળવી થાય. ૨૬ ગુરુ યાત્રા પ્રવાસ-મુલાકાત, કામમાં સાનુકૂળતા રહે. ૨૭ શુક્ર અન્યના કામમાં સહયોગ આપવો પડે, બહાર જવાનું થાય. ૨૮ શનિ વ્યવહારિક-સામાજીક-ધાર્મિક કામ થાય. આનંદ રહે.
કર્ક (ડ.હ.)
આપના સાંસારિક પ્રશ્નમાં, પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં, સાસરી પક્ષના વ્યવહાર-સંબંધમાં માનસિક પરિતાપ-ચંિતા, વિવાદ, ઉશ્કેરાટ અનુભવાય. માહ મહિનાના પ્રારંભે ખાવાપીવામાં, હરવા ફરવામાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે. સીઝનલ ધંધામાં તેમજ અન્ય ધંધામાં માનસિક વ્યગ્રતા-બેચેની છતાં ધંધો-આવક થવાથી રાહત રહે, તમારી નાણાંકીય વ્યવસ્થા સાચવી શકો.મિત્રવર્ગના, નોકરી-ધંધાના વ્યવહાર, સંબંધમાં ખર્ચ થાય. તા. ૨૨ જાન્યુ. રવિ વિલંબમાં પડેલ કામ અંગે ચંિતા રહે. ૨૩ સોમ પોતાના તેમજ સગા-સંબંધી-મિત્રવર્ગના આરોગ્યના પ્રશ્ને ચંિતા-તકલીફ અનુભવાય. ૨૪ મંગળ માહ પ્રારંભે માનસિક પરિતાપ. ૨૫ બુધ નોકરી-ધંધાના કામકાજમાં નાણાંકીય વ્યવહારનાં પ્રશ્ને, જવાબદારીવાળા કામના પ્રશ્ને ચંિતા-મુશ્કેલી. ૨૬ ગુરુ જવાબદારીવાળા કામમાં ગાફેલ રહેવું નહીં. આળસ-બેકાળજી રાખવી નહીં. ૨૭ શુક્ર શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૨૮ શનિ ધર્મકાર્ય-વ્યવહારિક-સામાજીક કામની વ્યસ્તતા રહે, પરંતુ આનંદ અનુભવાય.
સંિહ (મ.ટ.)
તા. ૨૪ જાન્યુઆરીથી માહ નવરાત્રિ, માહ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે તેથી તમારા નોકરી ધંધાના, ઘર, પરિવારના, પુત્રપૌત્રાદિકના કામકાજમાં, ધર્મકાર્ય, શુભકાર્યમાં વ્યસ્ત રહેવાનું થાય, યાત્રા પ્રવાસ થાય. જુના સંબંધો તાજા થાય. નવી ઓળખાણ, મિત્રતા થાય. ધર્મકાર્યથી, આત્મસ્ફૂરણાથી હૃદય-મનની પ્રસન્નતામાં, આત્મવિશ્વાસમાં વધારો થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાવાથી હળવાશ, રાહત અનુભવો. તા. ૨૨ જાન્યુ. રવિ ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહી. ૨૩ સોમ શારીરિક, માનસિક અસ્વસ્થતા. ૨૪ મંગળ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો, કામ ઉકેલાય. ૨૫ બુધ નોકરી-ધંધાના કામકાજમાં સાનુકૂળતા. ૨૬ ગુરુ હૃદય-મનની પ્રસન્નતા રહે, આનંદમાં રહી શકો. ૨૭ શુક્ર નોકરી ધંધાના કે વ્યવહારિક, સામાજીક કામમાં બપોર પછી સંભાળવું પડે. ૨૮ શનિ પૈસા-પાકીટ-મોબાઈલ-વાહનનું તેમજ આરોગ્યનું ઘ્યાન રાખવું પડે.
કન્યા (પ.ઠ.ણ.)
પોષની સમાપ્તિ અને માહ મહિનાનો પ્રારંભ, માહનવરાત્રીનો પ્રારંભ ધર્મકાર્ય શુભકાર્યથી વ્યવહારિક, સામાજીક તેમજ ઘર-પરિવાર, સગાં-સંબંધી, મિત્રવર્ગથી આનંદનો રહે. નોકરી, ધંધાના કામકાજમાં પ્રગતિ જણાય. ધંધો, આવક વધે. જુના સંબંધો તાજા થાય. નવી ઓળખાણ થાય. કાગળ, કાપડના ધંધામાં, સોના-ચાંદીના વેપારમાં, છુટક ધંધામાં સાનુકૂળતા રહે. પરંતુ જથ્થાબંધ વેપારમાં જોખમ વધારવું નહીં. માલનો ભરાવો કરવો નહીં.તા. ૨૨ જાન્યુ. રવિ સગાં-સંબંધી મિત્રવર્ગના કારણે ખર્ચ-ચંિતા. ૨૩ સોમ નોકરી ધંધાના કામમાં, પુત્રપૌત્રાદિકના કામમાં સંભાળવું પડે, ચંિતા રહે. ૨૪ મંગળ માહ નવરાત્રિના પ્રારંભે આનંદ રહે, કામની વ્યસ્તતા રહે. ૨૫ બુધ વિલંબમાં પડેલ કામ ઉકેલાય, હળવાશ જણાય. ૨૬ ગુરુ નોકરી ધંધાના કામકાજમાં સાનુકૂળતા થતી જાય, સીઝનલ ધંધામાં આવક થાય. ૨૭ શુક્ર વ્યવહારિક, સામાજીક કે ઘર પરિવારના કામમાં ઘ્યાન આપવું પડે. ૨૮ શનિ વ્યવહારિક, સામાજિક, કામકાજમાં આનંદ રહે. બહાર કે બહારગામ જવાનું થાય.
તુલા (ર.ત.)
પોષ મહિનાની સમાપ્તિએ આપના હૃદય-મનને શાંતિ જણાય નહીં. સગાં-સંબંધી, મિત્રવર્ગના કારણે આપ મુશ્કેલી અનુભવો. વાદવિવાદ, અપયશ, બિમારીથી સંભાળવું પડે. સારા સંબંધ હોય તેમની સાથે તકલીફ થાય, ચંિતાનું આવરણ આવી જાય. માહ મહિનાના પ્રારંભે ધર્મકાર્ય, વ્યવહારિક, સામાજીક કામકાજમાં વ્યસ્તતા છતાં ચંિતા-ઉચાટ, વિચારોમાં, ખર્ચામાં અટવાયેલા રહો. ઇચ્છા-અનિચ્છાએ સબંધ સાચવવા, વ્યવહાર સાચવવા પ્રયત્નશીલ રહેવું પડે. તા. ૨૨ જાન્યુ. રવિ યાત્રા પ્રવાસમાં, રસ્તામાં આવતા જતાં સંભાળવું. ૨૩ સોમ અન્યના કારણે ચંિતા-ઉદ્વેગ, બહાર જવાનું થાય. ૨૪ મંગળ માહ નવરાત્રિના પ્રારંભે ઘર-પરિવાર-મિત્રવર્ગના સગાંસંબંધીના પ્રશ્ને ચંિતા-ઉચાટ રહે. ૨૫ બુધ નોકરી-ધંધામાં જોખમ કરવું નહી. ૨૬ ગુરુ હળવાશ, રાહત અનુભવો, વધારાનું કામ થાય. ૨૭ શુક્ર કામકાજની વ્યસ્તતા રહે. ૨૮ શનિ પિતૃપક્ષના સગાં સંબંધી કે અન્યના કારણે ચંિતા-ખર્ચ-બહાર જવાનું થાય.
વૃશ્ચિક (ન.ય.)
તા. ૨૪મીથી માહ મહિનાનો, માહ નવરાત્રિનો પ્રારંભ થતાં આપના રોજીંદા કામકાજમાં, નોકરી-ધંધાના કામકાજમાં વ્યસ્તતા વદે. પુત્રપૌત્રાદિકના કામમાં ઘ્યાન આપવું પડે. સરકારી, રાજકીય, ખાતાકીય કામમાં, બેંકના, ઇન્કમટેક્ષના-સેલટેક્ષના કામમાં માણસોની ગેરહાજરીના કારણે તમારું કામ વિલંબમાં પડે. પરદેશના, બહારગામના કામકાજમાં, નોકરી-ધંધાના પ્રવાસમાં સંભાળવું પડે. તે સિવાય જુના સંબંધોથી ફાયદો-લાભ થાય, તમારા કામમાં ચંિતા હળવી થતી જાય. તા. ૨૨ જાન્યુ. રવિ કૌટુંબિક કામમાં ચંિતા-મુશ્કેલી. ૨૩ સોમ યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, વિવાદમાં સંભાળવું પડે. ૨૪ મંગળ માહ નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય થાય, નોકરી ધંધાનાં કામમાં વ્યસ્તતા રહે. ૨૫ બુધ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ૨૬ ગુરુ રાજકીય,, સરકારી કામમાં વિવાદ, ટીકાટીપ્પણ, આક્ષેપ-અપયશથી સંભાળવું. ૨૭ શુક્ર જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા હળવી થતી જાય. ૨૮ શનિ આનંદ-ઉત્સાહ રહે, કામમાં સફળતા, પ્રગતિ જણાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)
પોષની સમાપ્તિએ માનસિક પરિતાપ-ચંિતા રહે. પરંતુ તા. ૨૪ જાન્યુઆરીથી માહ મહિનો શરૂ થતાં આપના નોકરી-ધંધાના કામકાજમાં, વ્યવહારિક, સામાજીક કામમાં વેગ આવતો જાય, આપના આનંદ ઉત્સાહ, આત્મવિશ્વાસમાં વધારો થતો જાય. સપ્તાહરંભે માનસિક પરિતાપ રહે પરંતુ જેમ જેમ દિવસો પસાર થાય તેમ તેમ તમારા કામકાજમાં વ્યસ્તતા વધતી જાય. તા. ૨૨ જાન્યુ. રવિ માનસિક પરિતાપ. ૨૩ સોમ કૌટુંબિક પ્રશ્નમાં ચંિતા રહે. ૨૪ મંગળ માહ નવરાત્રિના પ્રારંભે કામકાજમાં પ્રગતિ, સાનુકૂળતા જણાય. ૨૫ બુધ નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૨૬ ગુરુ બહાર કે બહારગામ જવાનું થાય. ૨૭ શુક્ર વધારાના કામમાં તેમજ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપવું પડે. ૨૮ શનિ સગા સંબંધી મિત્રવર્ગથી ચંિતા-ખર્ચ વ્યસ્તતા.
મકર (ખ.જ.)
પોષ મહિનાની સમાપ્તિએ શાંતિથી દિવસ પસાર કરવા. ઉતાવળ, ઉશ્કેરાટ, ગુસ્સો કરવામાં વિવાદ, અશાંતિમાં વધારો થાય. સગાં-સંબંધી મિત્રવર્ગના, વ્યવહારિક, સામાજીક કૌટુંબિક કામમાં આપે ધીરજ-શાંતિ રાખવી. મૌન રાખવું હિતાવહ રહેશે. પરંતુ તા. ૨૪મીથી માહ નવરાત્રિનો પ્રારંભ થતાં આપની શાંતિ, સ્વસ્થતા-આનંદ ઉત્સાહ ધર્મકાર્યથી અનુભવાય. નોકરી-ધંધાના, સગા-સંબંધી-મિત્રવર્ગના કામમાં સાનુકૂળતા રહે. ૨૨ જાન્યુ. રવિ. ચંિતા-ઉચા-ઉદ્વેગ રહે. વિવાદ-ગુસ્સો કરવો નહીં. ૨૩ સોમ શાંતિ રાખવી, શારીરિક માનસિક સ્વસ્થતા જાળવવી. ૨૪ મંગળ માહ નવરાત્રિના પ્રારંભે હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય. ૨૫ બુધ નોકરી-ધંધાના, ઘર-પરિવાર-કુટુંબના કામકાજમાં સાનુકૂળતા. ૨૬ ગુરુ આનંદ ઉત્સાહ સાથે હળવાશ રાહત અનુભવો. ૨૭ શુક્ર કામકાજની વ્યસ્તતા રહે. ૨૮ શનિ વ્યવહારિક, સામાજીક, કૌટુંબિક કે નોકરીધંધાના સંબંધો તાજા થાય, પ્રવાસ મુલાકાતથી આનંદ રહે.
કુંભ (ગ.શ.સ.ષ.)
આપને પોષ મહિનાની સમાપ્તિ અને માહ મહિનાના પ્રારંભમાં ખર્ચ-ચંિતા-માનસિક અસ્વસ્થતા અન્યના કારણે અનુભવાય. પોતાના કામમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં ચંિતા રહે. હરો ફરો, કામકાજ કરો પરંતુ કંઈ ગમે નહીં. સરકારી, કાનૂની વિવાદ પ્રશ્નમાં ફસામણી થાય નહીં તેની તકેદારી રાખવી. નાણાંકીય લેવડ-દેવડના પ્રશ્ને, બેંક હપ્તાની ચૂકવણીના પ્રશ્ને, ઈન્કમટેક્ષને લગતા કામકાજ અંગે આપ ચંિતા-મુંઝવણમાં રહો.તા. ૨૨ જાન્યુ. રવિ જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ચંિતા-બેચેની. ૨૩ સોમ આકસ્મિક ચંિતા-ઉપાધિ-ખર્ચ-મુંઝવણ. ૨૪ મંગળ માનસિક પરિતાપ, વિચારોની દ્વિધા રહે. ૨૫ બુધ નોકરી-ધંધાના કામમાં એકાગ્રતા જળવાય નહીં. ૨૬ ગુરુ ચંિતા પછી હળવાશ, રાહત અનુભવતા જાવ. ૨૭ શુક્ર નોકરી-ધંધાના, ઘર, પરિવારના કામમાં ઘ્યાન આપી શકો. ૨૮ શનિ સગા સંબંધી-મિત્રવર્ગના, નોકરી-ધંધાના કામ માટે બહાર કે બહારગામ જવાનું થાય.
મીન (દ.ચ.ઝ.થ.)
આપના રોજીંદા કામમાં ફેરફારી-વ્યસ્તતા જણાય. સગા-સંબંધી-મિત્રવર્ગના વ્યવહાર-સબંધમાં ચંિતા, ખર્ચ અનુભવો. ઘર-પરિવારના, પુત્ર પૌત્રાદિકના કામમાં વ્યસ્તતા છતાં શાંતિ, આનંદ જણાય નહીં. કામ કરવા ખાતર કરી રહ્યા હોય તેમ લાગે. ધર્મકાર્ય થાય, અન્યને મદદરૂપ થવું પડે. શારીરિક-માનસિક શ્રમ-થાક અનુભવતા હોય તેમ લાગે. પોતાની વ્યગ્રતા-મુંઝવણ મનમાં ને મનમાં અટવાયા કરે. નોકરી-ધંધાના કામમાં, ધાતુના, રસકસના, અનાજ કરિયાણાના વેપાર-ધંધામાં, પેટ્રોલ, ગેસ-કેરોસીનના-ઈલેકટ્રીકના ધંધામાં લોભ-લાલચથી ધંધો કરવો નહીં.તા. ૨૨ જાન્યુ. રવિ ઘર-પરિવારના કામની વ્યસ્તતા રહે. ૨૩ સોમ સંતાનના, શેરોના, નોકરી ધંધાના કામમાં સંભાળવું પડે. ૅૅ ૨૪ મંગળ માહ નવરાત્રિના પ્રારંભે ધર્મકાર્ય-વ્યવહારિક-સામાજીક, કૌટુંબીક કામની વ્યસ્તતા રહે. ૨૫ બુધ ચંિતા-ઉચાટ રહે. ૨૬ ગુરુ શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. ૨૭ શુક્ર સગા સંબંધી-મિત્રવર્ગના કારણે ચંિતા-બેચેની-વ્યગ્રતા રહે. ૨૮ શનિ માનસિક પરિતાપમાં પણ શાંતિ-ધીરજ રાખવી પડે.
|