Last Update : 26-Jan-2012,Thursday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨૬-૧-૨૦૧૨ ગુરૂવાર
માહ સુદ ત્રીજ - પંચક
તિલકુંડ વરદ ચોથ - વિનાયક ચોથ
ભારત પ્રજાસત્તાક દિવસ
દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૨ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૪ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૬ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૧૧ મિ. (સૂ) ૮ ક. ૦૭ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- શતભિષા સાંજના ૫ ક. ૦૫ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મકર, મંગળ- સંિહ, બુધ- મકર, ગુરૂ- મેષ, શુક્ર- કુંભ, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- કુંભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ શિશિર ૠતુ રા.દિ. માઘ / ૬
માસ - તિથિ - વાર ઃ- માહ સુદ ૩ ને ગુરૂવાર.
વિનાયક ચોથ. તીલ કુંડ વરદ ચોથ. ગણેશ જયંતી. પંચક છે. વિષ્ટી ૨૫ ક. ૧૦ મિ.થી શરૂ.
આજે ભારત પ્રજાસત્તાક દિવસ છે. ભારતમાં જાહેર રજા.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રબી ઉલ અવલ માસનો ૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ શહેરેવર માસનો ૧૧ રોજ ખોરશેદ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૨૬ જાન્યુઆરી

મેષ ઃ ભારત પ્રજાસત્તાક દિવસે આજે વ્યવહારિક, સામાજીક, ધાર્મિક કામમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધામાં યશ-સફળતા મળે. આવક થાય.
વૃષભ ઃ આપને ચંિતા- વ્યથામાંથી રાહત મળતાં હળવાશ અનુભવો. નિકટના સગા સંબંધી- મિત્રવર્ગને મળવાનું થાય, બહાર જઇ શકો.
મિથુન ઃ ભારત પ્રજાસત્તાક દિવસે આજે કોઇપણ કામમાં ગાફેલ રહેવું નહીં. મહત્વની મુલાકાત, ચર્ચાવિચારણામાં, વિવાદમાં સંભાળવું પડે.
કર્ક ઃ આજે ભારત પ્રજાસત્તાક દિને આપના હૃદય- મનને શાંતિ જણાય નહીં. સરકારી નોકરી હોય, કામકાજ હોય તેમાં સાવધાની રાખવી.
સંિહ ઃ ભારત પ્રજાસત્તાક દિવસે સગા સંબંધી- મિત્રવર્ગથી આનંદ રહે. આકસ્મિક કોઇને મળવાનું થાય. નવી ઓળખાણ થાય.
કન્યા ઃ આપના વિલંબમાં પડેલા કામને ઉકેલી શકો. ધંધામાં આવક થાય. સગા સંબંધી- મિત્રવર્ગના કામથી આપને બહાર જવાનું થાય.
તુલા ઃ ભારત પ્રજાસત્તાક દિવસે આજે આપ આપના અંગત કામમાં ઘ્યાન આપી શકો. નિકટના સ્વજન- સ્નેહી- મિત્રવર્ગને મળવાનું થાય.
વૃશ્ચિક ઃ વાણીમાં મીઠાસ અને વ્યવહારની નમ્રતા તમારી સફળતા, પ્રગતિમાં વધારો કરાવે. પરંતુ કોઇની વાતોથી પ્રભાવીત થઇ જવું નહીં.
ધન ઃ આપના ઘર-પરિવાર- સંતાનના કે વિવાહ-લગ્નના સામાજીક વ્યવહારિક કામ અંગે, રાજકીય- સરકારી કામ અંગેની મુલાકાત ગોઠવાય.
મકર ઃ ભારત પ્રજાસત્તાક દિવસે વધારાના કામની વ્યસ્તતા- ખર્ચ છતાં આનંદમાં રહો. બહાર જવાનું થાય. ધર્મકાર્ય, શુભકાર્ય થાય.
કુંભ ઃ સગા સંબંધી- મિત્રવર્ગમાં, નોકરી-ધંધાની કામગીરીમાં, વ્યવહારીક, સામાજીક, કૌટુંબીક કામમાં તમે મુશ્કેલીમાં મુકાવ નહીં તેનું ઘ્યાન રાખવું.
મીન ઃ ભારત પ્રજાસત્તાક દિને આનંદ રહે. પરંતુ શારિરીક, માનસિક શ્રમ- થાક- વ્યસ્તતાના કારણે આરામ કરવાની ઈચ્છા રહે.
- પ્રા. અગ્નિદત્ત પદમનાભ
જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૨૬ જાન્યુઆરી
આજથી શરૂ થઇ રહેલ આપનું જન્મવર્ષ વ્યવહારિક, સામાજીક, કૌટુંબીક, રાજકીય, સરકારી કામકાજની વ્યસ્તતાનું રહે. ધર્મકાર્ય, શુભકાર્યનો ખર્ચ થાય, યાત્રા પ્રવાસ થાય. જુના સંબંધો- સંસ્મરણો તાજા થાય. નવી ઓળખાણ- મિત્રતા થાય. નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં વધારે સજાગ રહેવું પડે.
* આપના જન્મના ગ્રહયોગની પ્રબળતા, સંતાન, પત્નીના ગ્રહયોગની પ્રબળતાથી મકાન-વાહનની કે અન્ય ચીજવસ્તુની ખરીદી થાય. પરિવારની સુખ- સંપત્તિમાં વધારો થાય.
* નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં જોખમ કર્યા વગર પોતાના રોજીંદા કામમાં, જવાબદારીમાં ઘ્યાન રાખવું જરૂરી રહેશે. લોભ-લાલચમાં અન્યના દોરવાયા દોરવાઇ જવામાં, ફેરફારી કરવામાં પસ્તાવો કરવો પડે.
* વડીલવર્ગને બિમારી-ચંિતાનું આવરણ આવી જાય. પોતાના આરોગ્યની કાળજી રાખવી. વ્યસની વ્યક્તિને પીડા-ખર્ચ-ચંિતામાં વધારો થાય.
* સ્ત્રીવર્ગને વર્ષ પતિ-સંતાન-પરિવારથી સાનુકૂળતાવાળું રહે. ધર્મકાર્ય-શુભકાર્યથી આનંદ રહે.
* વિદ્યાર્થીવર્ગને વિદ્યાશાખા, સ્થળની ફેરફારી થાય, બહાર જવાનું થાય.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લલ્લુની પરીક્ષા ચાલી રહી હતી અને એના પિતા છગન એને પાસ થવા માટે સખત વાંચવા ઉપર ભાર આપતા હતા. એક દિવસ એણે પોતાની પ્રેમિકા લીલીને ફોન ઉપર કહ્યું, ‘‘ડાર્લંિગ, હું આ વર્ષે ફેલ થવા માંગું છું.’’
‘‘કેમ?’’ લીલી બોલી, ‘‘શા માટે?’’
‘‘જો ને,’’ લલ્લુએ કહ્યું, ‘‘જો હું ફર્સ્ટ ક્લાસ આવીશ તો પપ્પા મને વિજ્ઞાન પ્રવાહમાં મોકલીને ડોકટર બનાવશે અને ડોકટર બનતા પાંચ છ વર્ષ લાગશે અને સેકન્ડ ક્લાસ આવીશ તો પપ્પા મને કોમર્સ પ્રવાહમાં મોકલીને સાત આઠ વર્ષે હું સીએ થાવ એની રાહ જોશે... એ કરતાં જો હું નાપાસ થાઉં તો મને તરત જ તારી સાથે પરણાવી દેશે.’’

[Top]
 

આજ ની રેસીપી

 

જૈન પુલાવ વીથ કબાબ

 

સામગ્રી ઃ (કબાબ માટે) ૧ કપ ચણાની દાળ, ૧૦૦ ગ્રામ જરદાળુ, પ્રમાણસર મીઠું, ૧/૪ ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી મરચાની ચટણી, ૬ પાઉની સ્લાઈસ ( ખુણા કાપેલી), ૧/૨ કપ ખમણેલું નાળિયેર, ૧/૨ કપ બારીક કરેલી કોથમીર, ૨ ચમચા તેલ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ધાણા અને ખસખસનો અધકચરો ભૂકો.
પુલાવ માટે ઃ ૨ કપ બાસમતી ચોખા,૧ નાળિયેરનું જાડું દૂધ, ૧ કપ બારીક કોથમીર, ૧ ચમચો સાકર, ૧/૨ કિલો ટામેટા, ૨ ચમચી ઘી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરચાની ચટણી, પ્રમાણસર મીઠું, ૧ ચમચી જીરું, ૧ ચમચી કોર્નફ્‌લોર, સુકો મસાલો, ૫ લવંિગ, ૧૦ મરીના દાણા, ૭ ઈલાયચી, ૪ તજના કટકા.
રીત ઃ (કબાબની) ચણાની દાળને સાત કલાક ઠંડા પાણીમાં પલાળો. પથ્થર પર વાટવી તેમાં જરદાળું સિવાય ઉપરનો બધો મસાલો નાખવો. પાઉં પાણીમાં પલાળી દબાવી નાખવા. જરદાળુને ૬ કલાક પાણીમાં પલાળવા. બહાર કાઢી લેવી. બદામને બારીક સમારી ભાત પર પાથરવી. દરેક જરદાળુના બે ભાગ કરવા.
ચણાની દાળનું પુરણ લઈ તેની હાથમાં નાની પુરી બનાવવી. તેમાં અડઘું જરદાળું મુકી બંધ કરવું. આ પ્રમાણે બધા કબાબ બનાવી ગરમ તેલમાં તળી બાજુ પર રાખવા.
પુલાવની રીત ઃ ટમેટાના બારીક ટુકડા કરી ઈલેક્ટ્રીક બ્લેન્ડરમાં ચર્ન કરી સૂપના સંચાની બારીક જાળીથી ગાળી લેવું.
૦ ચોખાને ૨ કલાક ભીંજવી છૂટો કરી જરા કડક ભાત બનાવો. તેમાં મીઠુ નાખી બાજુ પર મૂકી દેવું.
૦ નાળિયેરનું દૂધ અને ટમેટાનો રસ ભેગા કરી તેમાં કોર્નફ્‌લોર નાખી બરાબર હલાવવું. મીઠું, મરચું, મરચાની ચટણી અને સાકર નાળિયેરના દૂધમાં ભેગા કરી તે ગ્રેવી બાજુ પર રાખવી.
પુલાવ બનાવવા માટેના વાસણમાં ઘી ગરમ કરવા મુકવું. તેમાં જીરું નાખી બારીક કોથમીર નાખવી. નાળિયેરના દૂધની ગ્રેવી નાખી ભાત ઉમેરવો. સૂકો મસાલો ભેળવી વાસણ ઢાંકીને ધીમે તાપે ૧૦ મિનિટ ગેસ પર ચડવા દેવું.
૦ પીરસતી વખતે ભાત લાંબી પ્લેટમાં પાથરવો. તેના ઉપર તળેલા કબાબ ગોઠવવા. ઉપર બદામ ભભરાવવી.

ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

 

 

[Top]

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latest Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

ભારતનો ૬૩મો પ્રજાસત્તાક દિવસ

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved