Last Update : 25-Jan-2012,Wednesday
 
અભિનેતા- દિગ્દર્શક- નિર્માતાઓના પુત્ર- પુત્રીઓ હીરો- હીરોઇન બનવા હારબંધ આવી રહ્યા છે
-મહેશ ભટ્ટની પુત્રી આર્યા, ગોવંિદાની પુત્રી નર્મદા આહુજા, ધર્મેન્દ્ર દેઓલની
પુત્રી આહના ડેવિડ ધવનનો પુત્ર વરુણ, અનિલ કપુરનો પુત્ર હર્ષવર્ધન, નાના પાટેકરનો પુત્ર -મલ્હાર, બોની કપુરનો પુત્ર અર્જુન
-કોણ કોણ કેટલા કેટલા પાણીમાં?

અભિનયને કલા અને અભિનયકારોને કલાકાર કહેવાય છે પણ હકીકતમાં એ હવે વ્યવસાય બની ગયો છે. રાજકારણ અને શિક્ષણ પણ કલા નહીં પણ સેવા ગણાય છે. એને પણ વ્યવસાય બનાવી દીધો છે.
અત્યારના મોટા ભાગના રાજકારણીઓના સંતાનો બાપાએ રાજકારણની પેઢી ખોલી હોય એમ બાપના પગલે રાજકારણની પેઢી સંભાળવા આગળ વધેલા છે.
આજના હિન્દી ફિલ્મોના અભિનયકારો કુટુંબમાં ઉતરી આવેલા અભિનયના વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક કુટુંબો છે પણ હવે જે અભિનય ક્ષેત્રે નવો ફાલ આવી રહ્યો છે એમાં ‘‘કેટલાક’’ કુટુંબો નથી પણ ‘‘ઘણા બધા’’કુટુંબો છે.
આ જે નવો ફાલ આવી રહ્યો છે એમાંના કેટલાક હજી ભણી રહ્યા છે તો કેટલાક અભિનયના પાઠો ભણી રહ્યા છે.
એમને જોકે બધાથી એટલે કે જાહેર જનતાથી દૂર રાખવામાં આવે છે કારણ કે જ્યારે તેઓ પહેલી વાર ફિલ્મમાં ઉતરે ત્યારે એમને ફિલ્મમાં જોવાની ઉત્સુકતાના કારણે એમની પહેલી ફિલ્મને ઉપાડવામાં મુશ્કેલી ન થાય.
બાકી, અભિનયકારોના સંતાનો ફિલ્મોમાં આવે એ કોઇ નવી વાત નથી. તો પણ ૨૧મી સદીના આ બીજા દસકામાં આ જે ફાલ આવી રહ્યો છે એના કારણે કોઇ મોટું પરિવર્તન આવવાનું બની શકે છે. આ જે ફાલ આવી રહ્યો છે એ બેચારનો ફાલ નથી પણ દસ-પંદર કરતા વઘુનો ફાલ છે. દા.ત. જૈકી શ્રોફ, અનિલ કપુર, ગોવંિદા, શાહરૂખખાન, રિતિક રોશન, સની દેઓલ, શ્રીદેવી, નાના પાટેકર જેવા નામી અને સફળ અદાકારોના સંતાનો નવા સિતારાઓ તરીકે ચમકવા બહાર આવશે. એ ચમકારો આકાશમાં ઘૂ્રવ તારા જેવો રહેશે કે ઉલ્કા જેવો રહેશે એ આગામી એક-બે વર્ષમાં દેખાય આવશે.
અભિનેતા ગોવંિદાની વહાલી પુત્રી આ બધા સ્ટાર સંતાનોના ફાલમાં બધા કરતાં આગળ એટલે વહેલી છે. નર્મદા એનું નામ પણ એણે કોટુમ્બિક ઓળખ આહૂજા નર્મદા સાથે જોડેલી રાખી છે એટલે નર્મદા આહૂજા કહેવાય છે. સલમાનખાન એટલે ગોવંિદાનો ખાસંખાસ દોસ્ત. એટલે પાંચ વર્ષ પહેલાં ૨૦૦૭માં એણે પોતાની હાજરીના ટકોરા આઈફા એવોર્ડના કાર્યક્રમમાં સલમાનખાન સાથે વગાડેલા. એ પછી એની પાસે એક પછી એક ફિલ્મોની ઓફરો આવવા લાગેલી. દરમ્યાનમાં નર્મદાએ ત્રણ ફિલ્મોના કરાર પણ કર્યા. જોકે સલમાન એ મિત્રપુત્રીને ઘૂમધડાકા સાથે પ્રોમોટ કરવાનું ગોઠવી રહ્યો છે.
સલમાનના અભિપ્રાય મુજબ નર્મદામાં અભિનયની સુંદરતા ભરેલી છે અને પિતા ગોવંિદાની જેમ એ સારી નૃત્યાંગના પણ છે. એની નવી ફિલ્મનું શુટીંગ ૨૦૧૨માં શરૂ થઇ જશે. મુંબઇની ફિલ્મી દુનિયામાં કામ સિવાય કોઇની પણ સાથે દોસ્તી વધારવાની વિરૂઘ્ધ છે એ. એ માને છે કે પર્સનલ અને પ્રોફેસનલ લાઇફ બિલકુલ અલગ અલગ જ રહેવી જોઇએ. એ કારણે એ પેજ થ્રીની (એટલે ફેશનેબલ પ્રોફેસનલો) પાર્ટીમાં હાજર રહેવા કરતાં એ ઘરઘરાવ અંગત પાર્ટીમાં જવાનું વઘુ પસંદ કરે છે.
બીજી દિકરી નિર્માતા- દિગ્દર્શક મહેશ ભટ્ટ અને એની બીજી વારની પત્ની રાજદાનની પુત્રી આલિયા ભટ્ટ આવી રહી છે. એ કરન જૌહરની ફિલ્મથી ફિલ્મક્ષેત્રમાં પગલાં પાડી રહી છે.
ત્રીજી દિકરી આવી રહી છે શ્રીદેવી અને એના બીજવર બોની કપુરની જાન્હવી.. હજી તો એ ૧૪ જ વર્ષની છે પણ એના પિતાએ એને કહેલું કે એના માટે એક જોરદાર લોન્ચીંગ ફિલ્મ બનાવશે. એટલે જાન્હવીની ફિલ્મ કારકીર્દિ બહુ બવ્ય બની રહેશે એમ કહી શકાય કારણ કે લોન્ચીંગ બાબતમાં બોની કપુરે નામ કાઢેલું છે. જોકે જાન્હવી એની મમ્મી શ્રીદેવીને આંબી શકશે કે નહીં એ તો કોઇ કહી શકે તેમ નથી પણ એટલું ખરું કે જાન્હવી સારી ચિત્રકાર છે જે શોખ અને વિદ્યા એને એની મમ્મી પાસેથી વારસામાં મળ્યા છે.
દેઓલ કુટુંબ એટલે કે ધર્મેન્દ્રના કુટુંબના ઘણા સભ્યો અત્યારે પેલા કપુર કુટુંબની જેમ હિન્દી ફિલ્મોમાં છવાયેલા છે. ધર્મેન્દ્રની બે પત્ની જેમાંની પહેલી પત્નીના બન્ને પુત્રો ફિલ્મોમાં વર્ષોથી જંગ કરી રહ્યા છે અને બીજી પત્ની હેમા માલિની... જેની મોટી દિકરીની કારકીર્દિ ફિલ્મોમાં ઘડવા હેમા માલિની અને ધર્મેન્દ્રએ ધન અને વગ વાપર્યા પણ એ દિકરી કશું ઉકાળી શકી નથી. હવે એ બન્ને માતા-પિતા એમની બીજી પુત્રી આહનાને ફિલ્મી દુનિયામાં પગલા પાડવા લાવી રહ્યા છે.
અત્યારે એ આહના વિક્રમાદિત્ય મોટવાનીએ લખેલી ફિલ્મીકથા વાંચવામાં પડી છે અને વિક્રમાદિત્યને લાગે છે કે આહનાને એ વાર્તા જરૂર ગમી જશે અને એ ફિલ્મમાં કામ કરવા તૈયાર થઇ જશે. વિક્રમાદિત્યે ‘‘ઉડાન’’ જેવી ફિલ્મ બનાવેલી છે.
ઈશા દેઓલની નાની બહેન આહનાને જોકે કેટલાય નિર્માતાઓએ આ પહેલાં ઓફર કરેલી છે પણ એણે દરેકને ઈન્કાર કરી દીધેલો. એ પછી એવા સમાચાર આવેલા કે એ ફિલ્મના દિગ્દર્શનમાં રસ લઇ રહી છે એટલે એ ફિલ્મ દિગ્દર્શક બનશે... પણ એ વાત આગળ ચાલેલી નહીં.
એ આહના હવે અભિનય માટે પોતાને તૈયાર કરી રહી છે.
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલના ૧૯ વર્ષના પુત્ર કરણ સંિહને અત્યારથી જ ભવ્ય રીતે લોન્ચ કરવાની તૈયારીઓ થઇ રહી છે. પોતાના દાદા અને પિતાની જેમ કરણ પણ પોતાને ‘‘એકશન હીરો’’ તરીકે રજૂ કરવા માંગે છે. ખાસ કરીને પોતાના દાદાની કોપી કરવાનું એ બહુ જ ઈચ્છે છે. એને સારી રીતે લોન્ચ કરવા માટે દેઓલ કુટુંબ અત્યારે સારી ફિલ્મીકથાની શોધમાં છે.
જ્યારે કરણ સંિહ અત્યારે રાહુલ રવૈલની ન્યુયોર્કમાં જે એકટીંગ સ્કુલ છે એમાં અભિનયનું શિક્ષણ લઇ રહ્યો છે. એ રાહુલ રવૈલની ફિલ્મ ‘‘બેતાબ’’થી જ સની દેઓલે પોતાની ફિલ્મ કારકીર્દિની શરૂઆત કરેલી.
પેલા નિર્માતા- દિગ્દર્શક બોની કપુર અને શ્રીદેવીની પુત્રી જેમ ફિલ્મોમાં પગ માંડવાની તૈયારી કરી રહી છે એમ બોની કપુરની પહેલી પત્નીનો પુત્ર અર્જુન કપુર પણ યશરાજ ફિલ્મના નેજા નીચે પોતાના અભિનયની કારકીર્દિની શરૂઆત કરી રહ્યો છે. બોની જાતે જ પોતાના પુત્રને લોન્ચ કરશે એવું સંભળાતું હતું પણ એવું ન થયું.
અર્જુને યશરાજ ફિલ્મ્સ સાથે એક સાથે ત્રણ ફિલ્મોના કરાર કર્યા છે. યશરાજ ફિલ્મ્સના માર્કેટીંગ એન્ડ કોમ્યુનિકેશન વાઈસ ચાન્સલર રફીક સિદ્દીકીનું કહેવું છે કે... અર્જુનને અમે હવે પછીની ફિલ્મમાં પહેલીવાર ઉતારીશું. અર્જુનની મમ્મી મોના કપુર છે. એ આ વિષે મૌન છે. મોના કપુર ગોરેગાંવમાં ેએક સ્ટુડિયો સંભાળે છે.
પેલી અનુષ્કા શર્મા રણવીર સંિહ સાથે જોવા મળતી હતી પણ એની સાથે તૂટી ગયા પછી એ અર્જુન કપુર સાથે આજકાલ જોવા મળે છે. એ બન્ને યશરાજ સ્ટુડિયોમાં પોતપોતાની ફિલ્મોમાં શુટીંગ કરતા હોય છે અને નવરાશના સમયમાં બન્ને સાથે મળી જાય છે. એ બન્ને વચ્ચે જે કંઇ રંધાઇ રહ્યું છે એ ત્યાંના સ્ટાફથી છૂપું રહી શકે તેમ નથી.
એ બન્નેને એક ફિલ્મમાં સાથે જ કરારબઘ્ધ કર્યા છે. યશરાજ ફિલ્મસની એ ફિલ્મને ‘‘દો દુની ચાર’’ ફિલ્મવાળા હબીબ કૈસલ દિગ્દર્શિત કરી રહ્યા છે.
અર્જુન અને અનુષ્કા વચ્ચેની નિકટતા જોઇને આદિત્ય ચોપરાએ બન્નેની સાથે મીટીંગ કરીને રીયલ લાઇફ અને રીલ લાઇફનું ટ્યુનીંગ કરવાનો પ્રયત્ન કરેલો. અગાઉ જ્હોન અને બિપાશાના એવા સંબંધોના કારણે ‘‘જિસ્મ’’ નામની સફળ ફિલ્મ બની શકી હતી. એવી જ રીતે કરીના અને શાહીદ કપુરની ફિલ્મ ‘‘જબ વી મેટ’’ પણ એ જ કારણે હીટ રહી હતી.
હૃતિક રોશનનો દિકરો રેહાન છે તો બાર જ વર્ષનો પણ એ પેલા ગાયક માઇકલ જેકસનનો જબરો ચાહક છે. એના કારણે એ અત્યારથી જ એક ડાન્સીંગ હીરો તરીકે ચમકવા ઈચ્છી રહ્યો છે. એના દાદા રાકેશ રોશને એને વચન આપ્યું છે કે એને એ એની પિતાની જેમ ભવ્યતાથી રજૂ કરશે.
ટાઈગર એ જેકી શ્રોફના દિકરાનું નામ છે. ત્રણેક વર્ષ પહેલાં એ ટાઈગરને જોઇને નિર્માતા- દિગ્દર્શક સુભાષ ઘાઈએ કહેલું કે... ‘‘તું મારો હીરો છે...’’
એટલે ટાઈગર સારી રીતે જાણતો હતો કે એ સુભાષ ઘઈની ફિલ્મ ‘‘હીરો’’ પછી જ એના પિતા જેકી શ્રોફના ફિલ્મી દુનિયામાં પગલાં મજબૂત થયા હતા. ટાઈગર પોતાના પિતાની દેખરેખ નીચે અભિનયની જોરદાર તૈયારીઓ કરી રહ્યો છે. બાકી જગુદાદાના આ પુત્રને સંપૂર્ણ કક્ષાનો હીરો બનતા થોડીક વાર લાગે તેવું છે.
મહેશ ભટ્ટની દિકરી આલિયાને કરણ જૌહર જે ફિલ્મમાંથી લાવી રહ્યો છે એ ફિલ્મમાં નિર્માતા- દિગ્દર્શક ડેવિડ ધવનનો દિકરો તરુણને પણ લોન્ચ કરવામાં આવી રહ્યો છે. એ ઉપરાંત સિઘ્ધાર્થ મલ્હોત્રા પણ એ ફિલ્મમાં છે. એટલે એકસાથે ત્રણ નવા અભિનયકારો એક ફિલ્મમાં લોન્ચ થઇ રહ્યા છે.
સૈફ અલી ખાનની પહેલી પત્નીનો પુત્ર ૧૪ વર્ષનો ઈબ્રાહિમ અત્યારે જોકે કોમ્પ્યુટરમાં વઘુ રસ લઇ રહ્યો છે પણ એ એકશન હીરો તરીકે જરૂર ચમકવા માંગે છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
'ટુ નાઈટ શો'માં જય લીનોએ સુવર્ણ મંદિરની મજાક ઉડાવી
પરમાણુ સબમરિન ઓપરેટ કરનાર ભારત છઠ્ઠો દેશ બન્યો
સદ્દામ હુસૈનની કબરની મુલાકાત પર પ્રતિબંધ લદાયો
ભારત અને ચીનના પર્યટકોને આકર્ષવા ઓબામાના પ્રયાસો
અમેરિકી અર્થતંત્ર હરિફાઈમાં પાછળ પડી રહ્યું છે ઃ હાર્વર્ડનો સર્વે
સેન્સેક્ષ સાંકડી વધઘટના અંતે ૧૨ પોઈન્ટ વધ્યોઃ એફએમસીજી શેરો વધ્યા
સેવિંગ્સ એકાઉન્ટ ક્ષેત્રે પોર્ટેબિલિટીનો અમલ અશક્ય ઃ રિઝર્વ બેંક
પૂરતો ગેસ ન મળતા મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા પાવર પ્રોજેક્ટ
ઈલેક્ટ્રોનિક્સ માધ્યમથી કરવામાં આવતા પેમેન્ટમાં બે ગણો વધારો
ઉત્તર અને પશ્ચિમના બજારોમાં માગ ઉઘડતા કંપનીઓને તેમની ઉંચી ઉત્પાદન ક્ષમતાએ કામ કરવામાં મદદ મળી
કમલ હાસનની આગામી ફિલ્મમાં ભ્રષ્ટાચારનો મુદ્દો છેડવામાં આવશે
સ્મિતા પાટિલ સાથેના સંબંધો વિશે રાજ બબ્બર હવે મૌન તોડશે
અસ્વસ્થ તબિયતને કારણે તુષાર કપૂર એવોર્ડસ સમારોહમાં હાજર રહી ન શક્યો
એકતા કપૂરની ગેંગસ્ટર પરની ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૃ થવાની શક્યતા
બિપાશા બસુના જીવનમાં પ્રેમ સર્વોચ્ચ પ્રાથમિકતા છે
ભારતને ૪-૦થી હરાવીને 'વ્હાઇટ વૉશ' કરવા મેદાનમાં ઉતરીશું
રાજસ્થાન રણજી ટ્રોફીમાં સતત બીજી વખત ચેમ્પિયન બન્યું
દિલશાનના સ્થાને શ્રીલંકાના કેપ્ટન તરીકે ફરી જયવર્દને
સોંગા અને સેરેના ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી આઉટઃશારાપોવાનો વિજય
સાનિયા મિર્ઝા ડબલ્સના બે ઈવેન્ટમાં ક્વા. ફાઈનલમાં
ઇન્ટેલિજન્સ બ્યુરોએ એ.ટી.એસ.ને અંધારામાં રાખી ઃ ભટકલ છટકી ગયો
મુંબઈના ૧૩/૭ના સીરિયલ બ્લાસ્ટસ કેસમાં ત્રણની ધરપકડ
દૂધમાં થતી બેફામ મિલાવટખોરીને હાઇકોર્ટમાં પી.આઇ.એલ. દ્વારા પડકાર
અત્યંત જોખમી ટીબીની દહેશત ઃ શિવરી હૉસ્પિટલ છોડી જવાની ડૉક્ટરોની ચેતવણી
પંજાબમાં પોલીસ મથકમાં જ પોલીસે મહિલાને માર માર્યો
ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી ૩૬૦ કિ.મી.નું અંતર ઘટીને માત્ર ૩૧ કિલોમીટર થશે
પ્રાથમિક શાળાનાં ૨૫ બાળકોને ફૂડ પોઈઝનિંગ
જાફરાબાદના વાંઢ ગામે ચોરાઉ પરપ્રાંતીય ટ્રકોનું કટીંગ કરવાનું કૌભાંડ ઝડપાયું
બહેનના પ્રેમીને મારવામાં સાથ ન આપતા હત્યાનું કાવતરૃં
ધરમનાથે શા માટે 'હત્યાકાંડ' આચર્યો? કારણ અંગે ઘેરૃં રહસ્ય
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved