| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
| ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ... |
- નેટ પર તમને કોઇ ગલગલિયા કરાવી મૂકે તેવો વાર્તાલાપ કરેે ત્યારે બી કેરફુલ આ ફેક એકાઉન્ટ તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડનું હોઇ શકે. લાંબી લવસ્ટોરીનો મેરેજ પહેલાં જ અકાળે અંત આવે છે તેનું કારણ સોશ્યલ નેટવર્કંિગ સાઈટ છે. |
હેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી કાજલ અને મુંબઇમાં રહેતા વિશાલ (નામ બદલેલ છે)નાં પરિવારવાળા એકદમ ખુશખુશાલ હતાં. હજુ હમણાં જ તેઓના મેરેજ થવાના હતાં પણ અચાનક એન્ગેજમેન્ટ તૂટ્યાં અને બન્નેએ લગ્ન કરવાનું માંડી વાળતાં પરિવારમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું. પાછળથી ખબર પડી કે તેમનાં લગ્ન ફોક થવામાં સોશ્યલ નેટવર્કંિગ સાઈટનો ફાળો હતો. કાજલે સાઈટ પર એક સાચો અને બીજો ખોટો પ્રોફાઇલ મૂક્યો હતો. ખોટા પ્રોફાઇલ પરથી તેણે વિશાલનું સાચું સ્વરૂપ જાણી લીઘું અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થતાં બન્નેએ અલગ પડવાનો નિર્ણય કર્યો.
ભારત ઈન્ટરનેટનો ઉપયોગ કરનારામાં ત્રીજો દેશ બન્યો છે ત્યારે તેની સાઈડ ઈફેક્ટ અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં પણ જોવા મળી છે. વિનોદ પરીખ કહે છે, નેટવર્કંિગ સાઈટ પર યુઝર્સની સંખ્યામાં પણ આપણે છઠ્ઠા નંબર પર છીએ ત્યારે આ પ્રકારની સાઈટ પર ઓરિજિનલ પ્રોફાઇલની સાથે સાથે રૂપાળા ફોટાવાળા બીજા વધારે ફેક એકાઉન્ટ ખોલીને પોતાના બોયફ્રેન્ડને શરૂઆતમાં ગલગલીયા કરાવી મૂકે તેવો વાર્તાલાપ કરીને તેની અસલીયત બહાર પાડતા સિક્રેટ યુઝર્સ પણ વધી રહ્યાં છે. જોકે કેટલાક આવા ફેક એકાઉન્ટ સામેવાળાને પરેશાન કરવા માટે હોય છે. પણ છેલ્લા કેટલાક સમયથી ઈન્ટેલિજન્ટ યુઝર્સ પોતાનું લાઇફ પાર્ટનર કેવું છે તે લપસી પડ્યો તો નથી ને તે જાણવા માટે આ ફેક એકાઉન્ટની મદદથી પોતાની થનાર ભાવિ પત્ની કે પતિને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. જો આ રિક્વેસ્ટ સ્વીકારાય અને વાત આગળ વધે તો એકાદ મહિનામાં જ સામેવાળું પાર્ટનર કેવું છે તેની ખબર પડી જાય છે. સામે પરીક્ષા લેનાર પણ સ્વીકારે છે કે પોતાનો માણીગર કે જાનેમન જો એક મહિનામાં જ પોતાનું પોત પ્રકાશે તો તે લાઇફ ટાઇમ લગ્નના પવિત્ર તાંતણે કેવી રીતે બંધાઇ રહેશે? બસ આજ કારણોસર પછી બન્ને છૂટા પડે છે.
સોશ્યલ નેટવર્કંિગ સાઇટ એ એવું માઘ્યમ છે જેનાથી ઘર કે ઓફિસના ખૂણામાં બેસીને દુનિયાભરના લોકો સાથે સંપર્કમાં રહી શકાય છે. પ્રકાશ શાહ કહે છે, જે કામ ડિટેક્ટિવ કે ફ્રેન્ડસની મદદથી પણ કરવું મુશ્કેલ હોય તે સોશ્યલ નેટવર્કંિગ સાઇટની મદદ વડે થોડાક જ સમયમાં થઇ જાય છે. જેમ તેના માઇનસ પોઇન્ટ છે તેમ પ્લસ પોઇન્ટ પણ છે. હવે તો પોતાનો ફ્રેન્ડ કે જે હવે દુશ્મન બન્યો કે બની છે તેના ખોટા કે બિભત્સ ફોટા મૂકીને ફેક એકાઉન્ટ ખોલવાનું ચલણ પણ વઘ્યું છે ત્યારે જે તેનો મર્યાદામાં રહીને યુઝ કરે છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|