| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
| રિઝર્વ બેંક ઃ બજારમાં ગરમાટો |
| |
નવી દિલ્હી, તા.૨૪
રિઝર્વ બેંકે આજે ઠંડા બજારોમાં ગરમાટો ઉભો કર્યો છે. કેશ રિઝર્વ રેશિયોમાં અડધા ટકાનો ઘટાડો કરાતાં નાણા બજારમાં પ્રવાહીતા વધશે. બેંકિંગ સિસ્ટમમાં ૩૨ હજાર કરોડ છૂટા થવાની ધીરાણની માત્રા પણ વધશે. મંગળવારના શેરબજાર પર તેની સીધી અસર વર્તાતી હતી.
ઈન્ડિયન મુજાહીદનું ટેન્સન
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ગુપ્તચર સંસ્થાઓએ ઈન્ડિયન મુજાહીદના કાવત્રાનો પર્દાફાશ કરીને સૌને ચોંકાવી દીધા છે. બાટલા એનકાઉન્ટર પછી ઈન્ડિયન મુજાહીદનું નેટવર્ક વધુ પ્રસર્યું હતું. એવું માનવામાં આવે છે કે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેમનું નેટવર્ક વિસ્તર્યું છે. જોકે તેમાના મોટાભાગના દિલ્હી નજીકમાં રહીને કામકાજ સંભાળે છે. મુંબઈ પરના હુમલા પાછળનો ભેજાબાજ યાસ્મીન ભટકલ અને તેનો ભાઈ ભૂતકાળમાં વિવિધ નામો હેઠળ કામ કરે છે. તેમનું નેટવર્ક ચલાવવા શિક્ષિત યુવકોને તેમણે નિમ્યા હતા. આ બંને ભાઈઓ એવી જગ્યાએ ભાગી ગયા છે કે જ્યાં આપણી પોલીસ પહોંચી શકતી નથી. તેઓ પાકિસ્તાન ભાગી ગયા છે એમ મનાય છે. અને ત્યાં રહીને ઓપરેશન પાર પાડે છે. ગુપ્તચર એજંસીઓના જણાવ્યા પ્રમાણે કેરળમાં ક્રિશ્ચયન ટીચરના હાથ કાપી નાખવા પાછળ જવાબદાર મનાતા પોપ્યુલર ફ્રન્ટે પણ દિલ્હીમાં પોતાની ઓફીસ ખોલી છે.
CRPFમાં જવાનોના મોતના આંકડા
જો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના ડેટાને માનવામાં આવે તો ત્રાસવાદીઓ સામેના એનકાઉન્ટરમાં જેટલા જવાનો મરે છે તેના કરતાં વધુ તો અંદરોઅંદરના હુમલા અને આપઘાતની ઘટનાઓમાં મરે છે. ૨૦૧૦ના વર્ષમાં ૪૨ જવાનોએ આપઘાત કર્યો હતો જ્યારે છ જવાનો અંદરોઅંદરના હૂમલામાં માર્યા ગયા હતા. ૨૦૦૧થી અત્યાર સુધીમાં ૩૩૬ જવાનોએ આપઘાત કર્યો હતો. જ્યારે ૯૭ જવાનો અંદરો અંદરની અથડામણમાં માર્યા ગયા હતા. જ્યારે ૩૫ જવાનો અકસ્માતે થયેલા ફાયરીંગમાં માર્યા ગયા હતા.
ઉત્તર પ્રદેશમાં ભાજપને આંતરિક લડાઈ મારે છે
ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી મોટો ફટકો અંદરો અંદરની લડાઈના કારણે પડી રહ્યો છે. આ સમયે બે મુદ્દા પર ફાઈટીંગ ચાલે છે. એક મુદ્દો મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે ઉમા ભારતી અને બીજો મુદ્દો રાજનાથસિંહના પુત્ર પંકજ સિંહને રાજ્ય એકમનો મહામંત્રી બનાવાયો તે છે. પક્ષ પ્રમુખ નીતિન ગડકરીએ લીધેલા આ નિર્ણયે અંદરો અંદરની ફાઈટ પર પેટ્રોલ છાંટયું છે. પક્ષના વફાદાર કાર્યકરો આ નિર્ણયથી નારાજ છે. તે લોકો માને છે કે ચૂંટણી ટાણે આ નિમણૂકોથી આ વફાદારો માને છે કે ચૂંટણીમાં અમને સાઈડમાં ધકેલી દેવાનો આ પ્લાન છે. ચૂંટણી જંગમાં ટીકીટની ફાળવણી વખતે તેમને પૂછવામાં પણ નથી આવ્યું તે અંગે પણ નારાજગી છે.
ઉત્તરાખંડમાં નિશંક સામે જોખમ
ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રમેશ નિશંકનો સૌથી ખરાબ ગાળો ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ તેમને ટાર્ગેટ કરી રહી છે જ્યારે ભાજપે તો તેમને સાવ છોડી દીધા છે. રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો છે કે યુપીએ સરકારે ત્રણ મહિના લાંબા ચાલેલા કુંભમેળા માટે યુપીએ સરકારે ફાળવેલા રૃ. ૬૨૦ કરોડનો કોઈ હિસાબ નથી. જોકે ભાજપ હાલના મુખ્ય પ્રધાન ખંડુરાઈને જરૃરી સમજે છે. ભાજપ નિશંકને યાદ પણ કરવા તૈયાર નથી.
ઈન્ડિયન ડીપ્લોમસી પર ફીચર ફિલ્મ
વિદેશ મંત્રાલયે ભેગા કરેલા પ્રસંગોના સંગ્રહ પરથી મંત્રાલયના પબ્લીક ડિપ્લોમસી ડિવિઝને 'ઈન્ડિયન ડિપ્લોમસી' નામની ફીચર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. આ ડિવીઝનના વડા નવદીપ સૂરીએ જણાવ્યું હતું કે ભારતની યંગ જનરેશનમાં જાગૃતિ ઉભી કરવાનો અમારો આશય છે. મંત્રાલયના ટ્વીટર પર છે જેના ૨૧ હજાર ફોલોઅર્સ છે જ્યારે ફેસબુક પર ૨૩ હજાર લોકોને તે ગમી છે.
પરેડમાં હેન્ડી ક્રાફ્ટનો ટેબ્લો
પ્રજાસત્તાક દિનની પરેડમાં પ્રથમવાર ઇન્ડિયન હેન્ડી ક્રાફ્ટ પરનો 'ટેબ્લો' જોવા મળશે. જેમાં મેન્યુફેક્ચરીંગ, પ્રોસેસ સોર્સીંગ, એક્સપોર્ટ વગેરે દર્શાવાશે એમ એસ.એસ. ગુપ્તાએ જણાવ્યું છે. આ ટેબ્લો નેશનલ સેન્ટર ફોર ડિઝાઈન એન્ડ પ્રોડક્ટ્ ડેવલોપમેન્ટે તૈયાર કર્યો છે.
હાઉ ટુ અનલોક એવરીથીંગ ઓન નેટ
સરકારે સોશ્યલ નેટવર્કીંગ સાઈટ પર પ્રતિબંધ મુકવાનું ચાલુ કર્યું છે પરંતુ ઘણી કોલેજો અને ઓફીસોમાં કેટલીક સાઈટ બ્લોક કરવામાં આવે છે જેથી ઈન્ટરનેટની મઝા લૂંટાઈ જાય છે. સાયબર સિક્યોરીટી નિષ્ણાંત અંકિત ફડીયાએ 'હાઉ ટુ અનલોક એવરીથીંગ ઓન ધ ઇન્ટરનેટ' નામનું પુસ્તક આજે સાંસદ નવીન જિંદાલના હસ્તે બહાર પડાયું હતું. આ કાર્યક્રમમાં નામાંકિત સાયબર લૉ નિષ્ણાંત પવન દુગ્ગલ અને વિકાસ પબ્લીસીંગ હાઉસના પિયુષ ચાવલા ઉપસ્થિત રહ્યા હતા.
- ઇન્દર સાહની
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|