ઓપ્રાહએ હૃદ્ય અને સમાજ પરિવર્તન કર્યા છે
ઓપ્રાહના શોમાં જેકસન ઃ અઢી કરોડ દર્શકોનો રેકોર્ડ
ઓપ્રાહ ચેરિટીમાં પણ અવ્વલ
ઓપ્રાહ વિનફ્રેની ભારતની સૌપ્રથમ મુલાકાત વખતે તેના માનમાં પાર્ટી યોજીને યજમાન બનતા અમિતાભ બચ્ચન, પરમેશ્વરન ગોદરેજથી માંડી શોભા ડે જેવી સેલિબ્રીટીઓએ ધન્યતા અનુભવી હતી. ફિલ્મ, ફેશન, સાહિત્ય અને કલા જગતના ‘વ્હુ’સ વ્હુ’ તેની નજરમાં ચઢવાના પ્રયત્નમાં એ ભાન પણ ભુલી ગયા હતા કે તેઓ ખુદ એક સેલિબ્રીટી છે.
સલમાન રશ્દી જયપુર સાહિત્ય સંમેલનમાં ઉપસ્થિત ના રહ્યા પણ ઓપ્રાહે તે ખોટ સાલવા ના દીધી. ઓપ્રાહે તેની મુલાકાત દરમ્યાન ગ્લેમર જગતે બતાવેલું ભારત પણ જોયું અને એનજીઓને સાથે રાખીને ‘સ્લમડોગ મિલિઓનર’ ફિલ્મ ફેઈમ ‘ઈનક્રેડિબલ ઇન્ડિયા’ની પણ ઝલક મેળવી.
ભારતના સરેરાશ દર્શકને મન ઓપ્રાહ વિનફ્રે એટલે સીમી ગરેવાલ કે બહુ તો અમિતાભ બચ્ચન, શેખર સુમન જેવી શો, ટોક શૉની લોકપ્રિય એન્કર જ હોઈ શકે. તેમાં પણ છેલ્લાં પાંચેક વર્ષથી તો ટીવી ચેનલોમાં તેમના શો થકી દેખાતા પણ નહીં હોઈ ઘણા દર્શકોને તો તેને એ રીતે પણ પરિચય ના હોય. તો આ ઓપ્રાહ વિનફ્રે કેટલી હદે શક્તિશાળી, પ્રભાવી, સંપત્તિવાન અને હાલતું-ચાલતું જાયન્ટ મીડિયા જગત છે તે પણ જાણી લઈએ.
ચાર દિવસ પછી ઓપ્રાહ ૫૮ વર્ષ પુરા કરશે. એક એન્કર ધારે તો તેના શો વડે કેવો ચમત્કાર સર્જી શકે તે જાણવા માટેનું ઓપ્રાહ બેમિસાલ ઉદાહરણ છે.
તેના ટોક શોની ફી, કાર્યક્રમોમાં તેની હાજરીની ફી, તેણે ખરીદેલી ટીવી કંપની થકી બહુ તો કેટલી આવક થઈ શકે ? વિચારો...દસ કરોડ...વીસ કરોડ ડોલર ? તો જાણી લો. ઓપ્રાહ માત્ર ટીવી કે મીડિયા જગતના જ નહીં પણ આ વિશ્વના સૌથી ધનાઢ્ય અશ્વેત મહિલા છે ! તેની વર્થ ૨.૭ અબજ ડોલરથી વઘુ છે. એટલે કે અંદાજે રૂા. ૧૩,૫૦૦ કરોડથી વઘુ ! ઓપ્રાહની માત્ર ટીવી સ્ટેજ શો થકી એકલા હાથની કમાણી (કંપનીની નહીં) પ્રત્યેક વર્ષના સરેરાશ ૨૬ કરોડ ડોલર અંદાજે ૧૩૦૦ કરોડ રૂપિયા છે. આ કમાણી સાથે સલમાન, આમીર જેવા સૌથી વઘુ કમાણી કરતા સ્ટારની કમાણીની તુલના કરો...કદાચ ભારતના ૧૫ સલમાન, તેંડુલકર, ધોનીની કુલ વાર્ષિક આવક જેટલી તો ઓપ્રાહ એકલા એન્કરંિગમાંથી કમાય છે !
અમેરિકાના ‘ફોર્બ્સ’ મેગેઝિનના ૪૦૦ ધનાઢ્યોમાં ઓપ્રાહ એકમાત્ર આફ્રો-અમેરિકન મહિલા છે.
આ તો થઈ તેના મની પાવરની વાત. જો કે તેની ખરી તાકાત અમેરિકા અને વિશ્વના જનમાનસ પરના પ્રભાવની છે. અને તે કારણે જ તે ઐતિહાસિક હસ્તી છે. તેના શો થકી હૃદય પરિવર્તન કરવા, સમાજમાં ક્રાંતિ લાવવી, પ્રાણ પ્રશ્નોને સહજતાથી ઉકેલવા, એક મંતવ્ય ઉભું કરવું, નવી દિશા આપવા માટેની તેની ભૂમિકા અદ્વિતીય કહી શકાય, અમેરિકાની ન્યૂઝ ચેનલ સીએનએન અને ‘ટાઇમ’ મેગેઝિન તેમને વિશ્વ પર સૌથી પ્રભાવ પાડનારી શક્તિશાળી મહિલા તરીકેનું બિરૂદ પણ આપી ચૂક્યા છે. ૨૦મી સદીના પ્રણેતા અને યુગ પરિવર્તન તરીકેના યોગદાતાઓમાં તેમનું નામ છે. માનવ જગતમાં જે મહાનુભાવોનું પ્રદાન છે તેમાં ૨૦મી સદીની આવી મહિલાઓમાં તે જ એક જીવંત છે.
૨૦૦૩ થી ૨૦૦૭માં અમેરિકાના ૭૩ ટકા પુખ્તોમાં ઓપ્રાહ તેમની ફ્રેન્ડ અને ફિલોસોફર તરીકે ચાહના ધરાવતી હતી. જો કે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં તેમની લોકપ્રિયતા વિશેષ કરીને નવી પેઢીમાં ઘટી છે. આથી જ ઓપ્રાહે સમજી વિચારીને તેના બહોળા અનુભવને નજરમાં રાખીને હાર્પો પ્રોડકશન નામની ટીવી કંપની સ્થાપી છે. આ કંપનીમાં અન્ય કાર્યક્રમોનું તો નિર્માણ થાય જ છે પણ ઓપ્રાહ તેમનાં કાર્યક્રમો પણ વેચે છે. તે માટે ઓપ્રાહ વિનફ્રે નેટવર્ક નામની અલાયદી કંપની ઉભી કરી છે.
૧૯૮૨થી ધછસ્ ભલ્લૈંભછર્ય્ંધ નામનો તેનો ટોક શો સ્થાનિક ધોરણે રજૂ થતો હતો. બ્રોડ કાસ્ટીંગ રેડિયો અને ટીવી ચેનલની આવી પ્રારંભની કારકિર્દી દરમ્યાન તેમની લોકપ્રિયતા અને શૈલી સતત ખીલતી જોવા મળી હતી. ૧૯૮૬થી ‘ઓપ્રાહ’ વિનફ્રે શો સતત ૨૫ સીઝન છવાઈ ગયો, શરૂમાં તે માત્ર મનોરંજક અને સેલિબ્રીટીઓની મુલાકાત આધારિત જ રહ્યો. રેકોર્ડંિગમાં આમંત્રિત દર્શકો પણ ભાગ લેતા હતાં. તે અરસામાં અમેરિકામાં ‘ડોનાહયુ શો’ ખૂબ જ લોકપ્રિય હતા. ભારતમાં પણ ઓપ્રાહ, ડોનાહયુના શો રજુ થતા હતા. ‘ડોનાહયુ’ તેના શોમાં નવી પેઢીના, કુટુંબના અને સમાજના પ્રશ્નોની ચર્ચા કરતા હતા. શૈલી હળવી અને મજાકી રહેતી હતી.
૨૫ વર્ષ, ૪૫૬૧ શો સાથે ‘ઓપ્રાહ વિનફ્રે શો’ વિશ્વનો હજુ સુધીનો સૌથી લાંબા ચાલેલા શો તરીકેનો રેકોર્ડ ધરાવે છે. સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ છેલ્લા શો બાદ ઓપ્રાહે તેની કંપની અને નવા શોમાં ઘ્યાન કેન્દ્રીત કર્યું. હજુ પણ વિશ્વના ૯૦ દેશો ‘‘ઓપ્રાહ વિનફ્રે શો’’ના જૂના હપ્તાઓનું રેકોર્ડંિગ બતાવે છે જેની ટીઆરપી ઘણા નવા બનેલા કાર્યક્રમો કરતા વઘુ છે.
હવે ઓપ્રાહ તેની ટીવી પ્રોડકશન કંપની ‘ઓપ્રાહ વિનફ્રે નેટવર્ક’ ર્(ંઉશ) અંતર્ગત ‘ઓપ્રાહ’સ નેકસ્ટ ચેપ્ટર માટે એપિસોડ તૈયાર કરી રહ્યા છે. તેના ભાગરૂપે જ તે ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતની અંતરંગ દુનિયા, જીવનશૈલી અને ગ્લેમર જગતને નજીકથી જોયા બાદ હવે તે કેટલાંક એપિસોડ બનાવશે. હોલીવુડની જેમ તેના શોમાં ચમકવાથી સેલિબ્રીટી વિશ્વ સ્તરે ઓળખ ઉભી કરી શકતી હોઈ ઓપ્રાહની નજરમાં ચઢવા આપણી સેલિબ્રીટીઓ તેમની આગળ-પાછળ ફરતી હતી. મોટેભાગે તે અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરને તેના શોમાં સ્થાન આપશે તેમ મનાય છે.
સ્વાભાવિકપણે વિશ્વના જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવોને ઓપ્રાહે ૨૦ વર્ષની ટોક શો કારકિર્દી દરમ્યાન આમંત્રણ આપ્યું હોય.
ઓપ્રાહ હંમેશા સેલિબ્રીટીની આંતરિક દુનિયા, પીડા, વ્યથાની આંતરડી દબાવવામાં સફળ થતાં રહ્યા છે. તેના સેટમાં તેની સામે બેઠા પછી એવા પ્રકારનું વાતાવરણ થઈ જતું કે ઘૂરંધરોએ રડી પડતા કંઈકને કંઈક કબુલાત કરી છે. ઓપ્રાહે એલિઝાબેથ ટેલર અને ટોમ ક્રુઝને આમત્રણ આપીને રજુ કરેલા કાર્યક્રમોની ખાસ્સી નોંધ લેવાઈ હતી. ટોમ ક્રુઝે તે કેટી હોલ્મસને પ્રેમ કરે છે તે આ કાર્યક્રમથી જ કહ્યું હતું.
ત્યાર પછી ઓપ્રાહે તેના ટોક શોનો પ્રભાવ પારખી જતા કાર્યક્રમને વર્તમાન જગતના પ્રશ્નો સાથે જોડીને ગંભીર સ્વરૂપ આપ્યું. મદ્યપાન, ડ્રગ્સ, ગર્ભપાત, છૂટાછેડા, લિવ ઇન રીલેશનશીપ, રંગભેદ, ઉપભોક્તા, પાશ્ચાત્ય ફ્રૂડ શૈલી-મેદસ્વીપણું, વ્યક્તિ કે સમાજ પ્રત્યે બંડની ભાવના બાદ નિપજતી વિકૃતિ, ટીનએજની મનોવ્યથા, અસહ્ય બિમારી અને સમાજ, એઇડ્સગ્રસ્તોથી માંડી તનાવ, મનોવિજ્ઞાન, સમાજ જેવા તમે નામ આપો તેવા પ્રશ્નો કે જે ઘર, કુટુંબ, દંપતિ, માતા-પિતા, સમાજ કે દેશને સ્પર્શતા હોય તેનો ચર્ચામાં સમાવેશ થતો હતો.
માત્ર ગમ અને વિષાદ જ નહીં ખુશી, પ્રવાસ, આનંદ પ્રમાદથી તરબોળ કરનારા કાર્યક્રમો પણ રહેતા જ. તત્ત્વજ્ઞાન, મેસેજ અને ક્વોલીટી જીવન જ આખરે તો માનવજગત અંદરખાનેથી ઝંખે છે. નહીં કે પાશ્ચાત્ય વિકૃતિ અને સેક્સ તે જ આ શોની ઐતિહાસિક લોકપ્રિયતાથી પૂરવાર થતું હતું.
શોમાં પીડિતો હાજરી આપે પણ જે તે વ્યક્તિના આત્મગૌરવ અને પ્રાઈવસી પર ઓપ્રાહ જરા પણ તરાપ ના લગાવે. ઓપ્રાહ પોતે જ કહે છે કે, ‘‘ખબર નહીં અમારા સ્ટેજનો જ એવો પ્રભાવ રહેતો કે હું પણ લાગણી અને માનવીય સદ્ભાવનાથી મંત્રમુગ્ધ થઈ જતી. અમે બધા ભાવજગતમાં સરકી જતા હતાં.’’
ઘણા મહાનુભાવો તો જાહેરમાં અંતરંગ દુનિયાની કબુલાત થઈ જાય તે માટે કાર્યક્રમોમાં આવવાનું ટાળતા હતાં.
પાશ્ચાત્ય જીવનશૈલી ઓપ્રાહે બદલી. કુટુંબના બધા સભ્યો હાથમાં હાથ ભરાવીને તેનો કાર્યક્રમ જોતા હતા. તેઓ પણ ઘેર રડતા હતા. પશ્ચાતાપ કરે. નવેસરથી જીવવાનો સંકલ્પ કરે.
ઓપ્રાહ તેના પસંદગી કરેલા દર્શકોને જે તે કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપતા તે તમામને યાદગાર ભેટ આપતા હતા. ૨૦૦૬ની સિઝનના પ્રથમ કાર્યક્રમના તમામ ૩૦૨ આવા પ્રત્યેક આમંત્રિત દર્શકને તેમણે એક-એક કાર ભેટમાં આપી હતી.
એક કાર્યક્રમનું શૂટંિગ ઓસ્ટ્રેલિયા કરાયું તો આમંત્રિત દર્શકોને તેના ખર્ચે ઓસ્ટ્રેલિયા લઈ ગયા હતા. ઓપ્રાહના કાર્યક્રમમાં જે પણ સામાન્ય વ્યક્તિ તેની વ્યથા કે રોગ વગેરેની વાત છેડે તો તેને અમેરિકામાંથી ઉચ્ચસ્તરની મદદ મળી જતી.
અસંખ્ય એનજીઓ અને ચેરીટી પ્રોજેક્ટના જન્મ ઓપ્રાહના શો બાદ જે ચિત્ર ઉપસતું તેના આધારે થયા.
ઓપ્રાહના તમામ શોમાં ૧૯૯૩માં રજુ થયેલો શો કે જેમાં માઈકલ જેકસન મહેમાન બન્યો હતો તેણે સંખ્યાની રીતે રેકોર્ડ બે કરોડ ૪૦ લાખથી વઘુ દર્શકો મેળવ્યા હતા. જેકસન ભાગ્યે જ ટીવી શોમાં હાજરી આપતો હતો. તેણે તેના માટે થતી ઘણી અફવાઓનું ખંડન કર્યું હતું પણ સૌપ્રથમ કબુલાત કરી હતી કે તે ચામડીના રંગસૂત્રોના રોગથી પીડાય છે.
ઓપ્રાહે તેના કાર્યક્રમોમાં વખતોવખત નવા આકર્ષણો ઉમેર્યા છે. તેના શોમાં તે ‘ઓપ્રાહ બુક કલબ’ અંતર્ગત કોઈ તેને સ્પર્શી ગયેલા પુસ્તકનો ટૂંકમાં પરિચય આપતી હતી, બનતું એવું કે આ પુસ્તક માની લો કે ટોપ ટ્વેન્ટીમાં પણ હોય નહીં તો રાતોરાત બેસ્ટ સેલર બની જતું હતું. આ બુક સેકશન મહિનામાં એક વખત જ રહેતું. એવી ચર્ચા થવા માંડી કે પબ્લીશરો હજારો ડોલર આપીને પુસ્તકને ઓપ્રાહ શોમાં સામેલ કરે છે. તેના પગલે ઓપ્રાહે આ સેકશન બંધ કર્યું હતું. ઓપ્રાહના શોના આધારે અમેરિકા અને અન્ય દેશના દર્શકો મનોઘડતર કરવા માંડ્યા કે સંકલ્પ લેવા માંડ્યા. આખા અમેરિકામાં ‘ઓપ્રાહ ઇફેક્ટ’ નામનો રૂઢિપ્રયોગ પ્રચલિત બન્યો છે. લાખો દર્શકોના આધિ-વ્યાધી-ઉપાધીનું સમાધાન થયું હોઈ ઓપ્રાહને ઇસુ ખ્રિસ્તે મોકલેલા દેવી કે ‘ઓપ્રાહ-ધ હિલંિગ ઇફેક્ટ’ના બિરૂદ પણ મળ્યા છે. ‘વોલસ્ટ્રીટ જર્નલ’ એ ઓપ્રાહ ઇફેક્ટ માટે ‘ઓપ્રાહફિકેશન’ જેવો શબ્દ પ્રયોજ્યો છે.
ઓપ્રાહ ચુસ્ત ડેમોક્રેટ છે. મીડિયા વુમન તરીકે કોઈ એક પક્ષના કટ્ટા સમર્થક તરીકે જાહેરમાં પેશ આવવું અને તેના કરોડો દર્શકોને પણ તે માટે પ્રેરિત કરવા બદલ અમેરિકામાં તેને વ્યાપક ટીકાનો ભોગ પણ બનવું પડ્યું છે. છેલ્લી ચૂંટણીમાં તેમણે ખુલ્લેઆમ ઓબામાનો પ્રચાર કર્યો હતો. જેની મતપેટી પર નિર્ણાયક અસર પડી હતી.
ઓપ્રાહે તેના કાર્યક્રમ થકી ‘ઓપ્રાહ એન્જલ નેટવર્ક’ નામની ચેરીટી સંસ્થા પણ સ્થાપી જેમાં તેના ૧૪૯ દેશોના દર્શકો દાન આપી શકે. ઓપ્રાહ તેના જ કાર્યક્રમમાં આ દાનની રકમ કઈ રીતે ખર્ચાય છેે તેની લધુ ફિલ્મ બતાવાતા હતા. અત્યાચાર સુધીમાં તેઓએ ૮ કરોડ ડોલર જેટલું દાન ઉભું કર્યું છે. તે ખાસ ફંડ ઉભું કરવા અમુક શો કરે તે જુદા.
અમેરિકાના ‘બીઝનેસ વીક’ના રીપોર્ટ પ્રમાણે ઓપ્રાહ અમેરિકાના ટોચ ૫૦ દાતાઓમાં સૌથી વઘુ દાન ભેગું કરી આપનાર અશ્વેત મહિલા છે.
અમેરિકામાં કુદરતી આપત્તિ વખતે ઓપ્રાહ તેના ખાસ શો સાથે હંમેશ હાજર હોય છે.
જ્યોર્જીયાના એટલાન્ટામાં મોરહાઉસ કોલેજમાં હંમેશા ૨૫૦ આફ્રો-અમેરિકન વિદ્યાર્થીઓ ઓપ્રાહના ખર્ચે અભ્યાસ કરતા હોય છે.
૨૦૦૬માં ઓપ્રાહ તેના સ્ટાફને સહકુટુંબ (૧૦૬૫ વ્યક્તિઓ) હવાઈ ટાપુમાં વેકેશન માણવા લઈ ગયા હતાં.
ઓપ્રાહ એક વાળંદ પતિએ તેની ત્યજી દીધેલી પત્નીનું સંતાન છે. નવ વર્ષની ઉંમરે તેના પર બળાત્કાર થયેલો ૧૪ વર્ષની વયે તે માતા બની હતી. સંતાનનું જન્મતા જ નિધન થયું હતું. વિનફ્રે ટીનએજથી પુખ્ત બની તે દરમ્યાન તેના જીવનમાં વારાફરતી પુરુષો આવતા ગયા. બે વખત તે ડ્રગના રવાડે પણ ચડી ગયા હતા તેમણે તેમણે કબુલ્યુ છે. ૧૯૮૬થી તે સ્ટેડ ગ્રેહામ જોડે રહે છે.
ઓપ્રાહ ટેલિવિઝન જગતની બહુમુખી જીનિયસ પ્રતિભા કહી શકાય. ‘ઓપ્રાહ ઇફેક્ટ’માં આવ્યા વગર આપણે પણ ના જ રહી શકીએ.
|