Last Update : 25-Jan-2012,Wednesday
 

ઠંડીમાં ગરમાગરમ સૂપની લહેજત

 

ટોમેટો સૂપ
સામગ્રી ઃ ટામેટા લાલ ૫૦૦ ગ્રામ, તળેલા બ્રેડના પીસ ૧ વાટકી, ક્રીમ ૫૦ ગ્રામ, ઘી ૨ ટે. સ્પૂન, ગાજર ૧ નંગ, તમાલપત્ર ૩ નંગ, લવંિગ ૩ નંગ, ફુદીનો ૧ ડાળખી, ખાંડ ૧ ટે.સ્પૂન, કાંદા ૨ નંગ, કોર્ન ફલોર ૧ ટેબલ સ્પૂન, દૂધ ૧ કપ, મીઠું-મરી પ્રમાણસર, જીરૂ પાવડર ૧ ટેબલ સ્પૂન
રીત ઃ (૧) ટામેટા ધોઈને પીસ કરો. ગાજર છોલીને પીસ કરો. કાંદાના નાના પીસ કરો. ફુદીનો ધોઈને પાન છુટા પાડો.
(૨) એક વાસણમાં ઘી ગરમ કરીને કાંદા સાંતળો તેમાં તમાલપત્ર, લવીંગ નાખો અને ઉપરની સામગ્રી મીક્સ કરો. પાણી નાખીને બાફી લો. બ્રેડના પીસ બાજુ પર રાખો.
(૩) તેમાંથી તમાલપત્ર કાઢી બાકીની સામગ્રી ક્રશ કરીને ગાળી લો. તેને ગરમ કરવા મુકો.
(૪) તેમાં મીઠું-મરી-ખાંડ-શેકેલા જીરૂનો પાવડર નાખો. સૂપ ઉકળે પછી દૂધમાં કોર્નફલોર મીક્સ કરીને નાખો. બે મીનીટ ગરમ કરીને ઉતારો.
(૫) સર્વ કરતી વખતે બાઉલમાં બ્રેડના તળેલા પીસ સૂપ અને ક્રીમ નાખીને આપો.
ચાઈનીઝ વેજીટેબલ સૂપ
સામગ્રી ઃ ફલાવર ૧૦૦ ગ્રામ, ગાજર ૧૦૦ ગ્રામ, કોબી ૨૦૦ ગ્રામ, ફણસી ૧૦૦ ગ્રામ, કાંદા ૨૫૦ ગ્રામ, નૂડલ્સ ૨ વાટકી બાફેલા, તેલ ૨ ટેબલ સ્પૂન, આજીનો મોટો ૦ાા ટી.સ્પૂન, લીલા મરચા પતંગ, વીનેગાર ૧ ટી.સ્પૂન મીઠું પ્રમાણસર, સોયાસોસ ૨ ટેબલ સ્પૂન.
રીત ઃ (૧) બધા વેજીટેબલ્સ સાફ કરીને ધોઈને દોઢ ઇંચ લાંબા પાતળા પીસ કરો. ફલાવરના ફૂલ છૂટા પાડો. કાંદા લાંબી સળી જેવા સમારો.
(૨) એક વાસણમાં તેલ ગરમ કરીને કાંદા સાંતળો ૦ાા મીનીટ પછી બાકીના બધા શાક નાખો. લીલા મરચાના પીસ અર્ધા નાખો અને મીઠું નાખો. આજીનો મોટો નાખો.
(૩) શાક ચડી જવા આવે ત્યારે પાણી નાખો.
(૪) નૂડલ્સ બાફીને નીતારી લો. તેમાં તેલ નાખો. વીનેગારમાં લીલા મરચાના પીસ નાખીને ગરમ કરો. શાક ચડી જાય પછી નૂડલ્સ નાખો. ચીલી ઈન વીનેગાર અને સોયાસોસ સાથે સૂપ સર્વ કરો.
ફ્રૂટસ ચાટ સૂપ
સામગ્રી ઃ સફરજન ૧ નંગ (મોટું), ચીકુ ૧ નંગ, કેળા ૧ નંગ, સંતરા ૧ નંગ, દ્રાક્ષ ૧૦૦ ગ્રામ, લીંબુ ૧ નંગ, પાઈનેપલ ૩ સ્લાઈસ, ચાટ મસાલો ૨ ટેબલ સ્પૂન, મીઠું-મરી પ્રમાણસર.
રીત ઃ (૧) સફરજન-ચીકુ-કેળાની છાલ ઉતારીને પીસ કરો. સંતરા છોલી ને પેશી છુટી પાડો. દ્રાક્ષ ધોઈને છુટી પાડો. પાઈનેપલ સમારો. અર્ધા સંતરાનો રસ કાઢો.
(૨) સફરજન-પાઈનેપલ-કેળા-ચીકુ-દ્રાક્ષ બઘું મીક્સ કરીને બાફી લો.
(૩) તેને ક્રશ કરીને ગાળી લો. તેમાં સંતરાનો રસ પણ મીક્સ કરીને ગરમ મુકો.
(૪) તેમાં મીઠું-મરી-લીંબુનો રસ નાખો. ઉકળે પછી તરત જ નીચે ઉતારો.
(૫) બાઉલમાં કાઢીને અલગ રાખેલા ફ્રુટસ, સંતરાની પેશી તથા ચાટ મસાલો નાખીને ગરમ જ સર્વ કરો. ખાંડ જરૂર પ્રમાણે નાખી શકાય.
દિલબહાર વેજીટેબલ સૂપ
સામગ્રી ઃ મીક્સ શાક બારીક સમારીને બાફેલા ગાજર ૧ ટેબલ સ્પૂન, ફણસી ૧ ટેબલ સ્પૂન, વટાણા ૧ ટેબલ સ્પૂન, સમારેલા કેપ્સીકમ ૧ ટેબલ સ્પૂન, ફુદીનો ૧ ડાળખી, કાંદા ૧ નંગ, માખણ ૧ ટેબલ સ્પૂન, બ્રેડના તળેલા પીસ ૧ કપ, દૂધ ૨ ટેબલ સ્પૂન, કોર્નફલોર ૨ ટી સ્પૂન, ક્રીમ ૧ ટેબલ સ્પૂન, તજ-લવીંગનો પાવડર ૦ા ટી સ્પૂન, તમાલપત્ર ૧ નંગ, ખાંડ ૧ ટેબલ સ્પૂન, કોથમીર ૧ ટેબલ સ્પૂન, ટમેટા ૫૦૦ ગ્રામ.
રીત ઃ (૧) ટમેટા ધોઈને પીસ કરો. કાંદા છોલીને સમારો. એક વાસણમાં માખણ ગરમ કરીને કાંદા સાંતળો. એક મીનીટ પછી તમાલપત્ર-ટમેટાના પીસ-કોથમીર-ફુદીનો નાખો. જરૂર પુરતું પાણી નાખીને ચડવા દો અથવા બાફી લો.
(૨) તમાલપત્ર-ફુદીનો-કોથમીર કાઢીને પછી ક્રશ કરીને ગાળી લો. તેને ગરમ કરવા મુકો. તેમાં મીઠું-મરી-ખાંડ-કેપ્સીકમના પીસ-તજ-લવંિગનો પાવડર નાખો. કોર્નફલોર દૂધમાં મીક્સ કરીને નાખો.
(૩) તેમાં બાફેલા શાક નાખીને એક મીનીટ ગરમ કરો.
(૪) બાઉલમાં સૂપ કાઢો. તેમાં ક્રીમ-ચીઝનું છીણ-બ્રેડના પીસ તથા ફુદીનાની ડાળખી મુકી સર્વ કરો.
કકુંબર વીથ ફલાવરનું સૂપ
સામગ્રી ઃ ફલાવર ૨૫૦ ગ્રામ, કાકડી ૧૦૦ ગ્રામ, ગાજર ૧ નંગ, બટેટા ૧ નંગ, વ્હાઈટસોસ ૧ વાટકી, માખણ ૨ ટેબલ સ્પૂન, ક્રીમ ૨ ટેબલ સ્પૂન, મીઠું મરી પ્રમાણસર.
રીત (૧) ફલાવર ધોઈને ફુલ છૂટા પાડો. કાકડી છીણી લો. ગાજરના પીસ કરો. બટેટાની છાલ ઉતારીને ગરમ કરો.
(૨) ગાજર બટેટા બાફી લો. ફલાવર બહાર બાફીને ચારણીમાં નીતારો.
(૩) બધા વેજીટેબલ મીક્સ કરી ક્રશ કરો. તેને ગાળી લો.
(૪) એક વાસણમાં માખણ ગરમ કરીને ઉપર તૈયાર કરેલ શાકનું મીશ્રણ નાખો.
(૫) તેમાં જરૂર પુરતું પાણી વ્હાઈટસોસ મીઠું મરી નાખીને બે મીનીટ ગરમ કરો.
(૬) નીચે ઉતારીને બાઉલમાં કાઢો. તેમાં ક્રીમ અને ચીઝનું છીણ નાખો.
રેઈનબો સૂપ
સામગ્રી ઃ ગાજર ૧ નંગ, ટમેટા ૧ નંગ, બીટ ૧ નંગ, કાંદા ૧ નંગ, મસુરની દાળ ૧ ટેબલ સ્પૂન, લીલા કાંદા ૧૦૦ ગ્રામ, પનીર ૧૦૦ ગ્રામ, ઘી ૧ ટેબલ સ્પૂન, માખણ ૧ ટેબલ સ્પૂન, પાલક પેસ્ટ ૧ ટેબલ સ્પૂન, કેસર ચપટી, મીઠું મરી પ્રમાણસર.
રીત ઃ (૧) મસુરની દાળ ધોઈ નાખો. ગાજર ટમેટા લીલા કાંદા અર્ઘું બીટ બઘું સાફ કરો. ધોઈને સમારો. દાળ સાથે વેટીજેબલ બાફી લો. તેને ક્રશ કરી ગાળી લો.
(૨) કાંદો છીણી લો. એક વાસણમાં માખણ કરીને કાંદા સાંતળો. ગુલાબી થાય પછી સુપ નાખો. મીઠું મરી નાખો.
(૩) અર્ધા બીટનો રસ કાઢો. પનીર મસળીને ચાર ભાગ કરો. એક ભાગ પનીરમાં બીટનો રસ નાખીને બોલ્સ વાળો. બીજા ભાગના પનીરમાં પાલકની પેસ્ટ નાખીને બોલ્સ કરો. ત્રીજા ભાગના પનીરમાં કેસર અથવા હળદર મીક્સ કરીને બોલ્સ વાળો. ચોથા ભાગના પનીરના સફેદ બોલ્સ વાળો.
(૪) અલગ અલગ કલર નાખીને પણ પનીર બોલ્સ બનાવી શકાય.
(૫) સૂપ ઉકળી જાય પછી પનીર બોલ્સ નાખીને રેઈનબો સૂપ સર્વ કરો.
(૬) લીંબુ અને ચીઝ સાથે સર્વ કરો.
મીનેસ્ટોન સૂપ
સામગ્રી ઃ સમારેલી ફણસી ૧ ટેબલ સ્પૂન, કાંદો ૧ નંગ મોટો, લસણ ૩ કળી, ગાજર ૧ નંગ મોટું, ટમેટા ૧ કિલો, કોબી ૧ કપ, મેક્રોની ૧ ટે.સ્પૂન, બાફેલા વટાણા ૧ ટે.સ્પૂન, કોર્નફલોર ૧ ટે.સ્પૂન.
રીત ઃ (૧) ટમેટાના પીસ કરીને બાફી લો. પાણી કાઢીને પ્યુરી બનાવો.
(૨) એક વાસણમાં તેલ (ઓલીવ ઓઈલ) ૨ ટે.સ્પૂન ગરમ કરો. તેમાં કાંદા લસણ સાંતળો. બે મીનીટ પછી બાકીના શાક સાંતળો. પાણી નાખીને શાક ચઢવા દો. મીઠું મરી નાખો.
(૩) શાક વધારે પડતું ચડી ન જાય તે ઘ્યાન રાખો. તેમાં ટમેટાની પ્યુરી મીક્સ કરો.
(૪) કોર્નફલોર ૨ ટે. સ્પૂન પાણીમાં મીક્સ કરીને નાખો. બાકીની સામગ્રી મીક્સ કરો.
(૫) ચીઝ નાખો. ચીઝ ઓગળે પછી બાઉલમાં કાઢો.
(૬) સર્વ કરતી વખતે સૂપના બાઉલમાં લીંબુની સ્લાઈસ, ફુદીનાની ડાળખી, ચીઝનું છીણ નાખો.
પાલકનો સૂપ
સામગ્રી ઃ બટેટા ૧ નંગ, પાલક ભાજી ૫૦૦ ગ્રામ કાંદા ૨ નંગ, માખણ ૨ ટે.સ્પૂન, ચીઝનું છીણ ૨ ટે. સ્પૂન, દૂધ ૧ વાટકી, મેંદો ૨ ટે.સ્પૂન, લીંબુ ૧ નંગ, મીઠું મરી પ્રમાણસર.
રીત ઃ (૧) પાલકને સાફ કરી ધોઈને સમારો. કાંદા બટેટાના નાના પીસ કરો.
(૨) માખણ ગરમ કરીને કાંદા સાંતળો. એક મીનીટ પછી ભાજી તથા બટેટાના પીસ નાખો. થોડીવાર સાંતળો.
(૩) બરોબર ચડી જાય પછી નીચે ઉતારો. મીક્સરમાં મીક્સ કરો અને ગાળી લો. તેમાં મીઠું મરી નાખીને ફરીથી ગરમ કરો.
(૪) સર્વ કરતી વખતે ચીઝ નાખો. લીંબુ સાથે ગરમા રમ સૂપ સર્વ કરો.
પરવળનો સૂપ
સામગ્રી ઃ પરવર ૨૫૦ ગ્રામ, દૂધ ૨૦૦ ગ્રામ, ચીઝનું છીણ ૨ ટે. સ્પૂન, લીંબુ ૧ નંગ, મીઠું મરી પ્રમાણસર
રીત ઃ (૧) પરવળ બરોબર ધોઈને નાના પીસ કરો. તેમાં દૂધ તથા પાણી અર્ઘું અર્ઘું મીક્સ કરો અને કુકરમાં બાફી લો.
(૨) તેને ક્રશ કરીને ગાળી લો. ગરમ કરવા મૂકો. તેમાં પ્રમામસર મીઠું મરી અને લીંબુનો રસ નાખો. ચીઝનું છીણ અથવા ક્રીમ નાખીને સર્વ કરો. ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ સરળ સૂપ તૈયાર થશે.
ફૂલ ગુલાબી સૂપ
(ગાજર-બીટ)
સામગ્રી ઃ ગાજર ૩ નંગ, બીટ ૧ નંગ, ટમેટા ૩ નંગ, કાંદા ૧ નંગ, મીઠું મરી પ્રમાણસર, કોર્નફલોર ૨ ટી.સ્પૂન, ક્રીમ ૧ ટે.સ્પૂન, માખણ ૨ ટે.સ્પૂન, ખાંડ ૨ ટી.સ્પૂન.
રીત ઃ (૧) ગાજર અને બીટ છોલીને પીસ કરો. તેમાં ડેકોરેશન માટે થોડા નાના પીસ અલગ બાફી લો. ટમેટાના મોટા પીસ કરો. કાંદા છીણી લો.
(૨) એક વાસણમાં માખણ ગરમ કરીને કાંદાનું છીણ સાંતળો. તેમાં વેજીટેબલ્સ નાખીને જરૂર પુરતું પાણી નાખી ગરમ કરો.
(૩) વેજી. બરોબર ચડી જાય પછી લીક્વીડાઈઝ કરી ગાળી લો.
(૪) સૂપ ગરમ કરો તેમાં મીઠું નાખો. પસંદ પડે તો ખાંડ નાંખો.
(૫) કોર્નફલોર બે ટે.સ્પૂન પાણીમાં મીક્સ કરીને નાખો. બરોબર ઉકળી જાય પછી બાઉલમાં કાઢો. તેમાં ક્રીમ નાખો. શાકભાજીના નાના પીસ નાખો.
(૬) વચ્ચે ટમેટાનું ફુલ બનાવીને મુકો. આજુબાજુ ગુલાબની પાંદડી નાખો.
વેજીટેબલ ક્લીયર સૂપ
સામગ્રી ઃ ટમેટા ૨ નંગ, ગાજર ૧ નંગ, કાંદા ૧ નંગ, બટેટા ૧ નંગ, દુધી ૧ ટે.સ્પૂન કોથમીર ૧ ટે.સ્પૂન.
રીત ઃ બધા શાક બાફી લો. તેને નીતારી લો. ગાળીને સૂપ ઉકળવા મૂકો. તેમાં એક બ્રેડની મોટી સ્લાઈસ નાખો. મીઠું મરી નાખો. ૨૦ મીનીટ ઉકળે પછી બ્રેડના નાના પીસ થઈ જાય પછી ચીઝ નાખીને સૂપ સર્વ કરો. (બ્રેડની બોર્ડર કાપી લેવી) તેની સાથે લીંબુ સર્વ કરો. તેમાં કોથમીરની ઝુડી જેવું બાંધીને નાખો. પછી સર્વ કરો અથવા ફુદીનાની ડાળખી નાખો.
નોંધ ઃ પરવરના સૂપની રીત પ્રમાણે દૂધીનો સૂપ બનાવી શકાય.
- મીના મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved