Last Update : 25-Jan-2012,Wednesday
 

દેવ આનંદને સ્ત્રી ચાહકોએ વઘુ ચાહ્યા છે ?

વામાવિશ્વ- અનુરાધા દેરાસરી

સ્ત્રી ચાહકોમાં દેવઆનંદનો સ્પર્શી જનારો સૌથી વધારે આંતરિક ગુણ, તન અને મનની જવાની
‘નફરત કરનેવાલોં કે સીને મેં પ્યાર ભર દું, અરે મૈં વો પરવાના હું પથ્થર કો મોમ કરદું.’
હજારો ભારતીય પ્રેક્ષકોના હૃદયને મોમ કરનાર, સીને જગતના લીજેન્ડ દેવસાહેબનું તાજેતરમાં જ અવસાન થયું. દસમાંથી આઠ ભારતીયો એવા રહ્યા હશે કે જે દેવઆનંદને ચાહતા હોય, પણ બીજા બે જે દેવઆનંદને કલાકાર તરીકે પસંદ ના કરતા હોય તે પણ નફરત તો નહંિ જ કરતા હોય. તેવા વ્યક્તિત્વ, અને દિલ પર છવાઈ રહેનાર સદાબહાર, એવરગ્રીન, રોમેન્ટિક હીરો દેવ સાહેબ માટે પ્રિન્ટ મિડીયામાં ઘણું લખાઈ ગયું અને ઇલેકટ્રોનિક મીડીયા પર વીઝ્‌યુલાઈઝ થઈ ગયું. આજે આ પાના પર તેમને રજૂ કરવા છે તેમા ફીમેલ ફેન્સ, સ્ત્રીચાહકોના દ્રષ્ટિકોણથી ઃ
એમ કહેવાય છે કે, દેવઆનંદ વોઝ એ ફીમેલ હીરો. એટલે દેવઆનંદના ચાહકોમાં ફીમેલ ફેન્સ, સ્ત્રીચાહકો વધારે રહ્યા છે. તેમના સ્ત્રી ચાહકોની તેમની પર સૌથી વધારે અસર હતી, બાહ્યદેખાવની અને આંતરિક ગુણોની.
દેવસાહેબના ફીમેલ ચાહકો દેવઆનંદની ડ્રેસીંગ સ્ટાઈલ અને તેમના વોર્ડરોબ પર વધારે પ્રભાવીત હતા, પ્રભાવિતતા એટલી હદે રહી ચૂકી હતી કે, કેટલાક એપિસોડમાં તો તે ઘેલછાની હદ પાર કરી ચૂકી હતી.
દેવસાહેબ જ્યારે ૧૯૬૦થી ૧૯૭૦માં કાળો કોટ પહેરી નીકળતા ત્યારે, ખૂબ સ્માર્ટ અને હેન્ડસમ લાગતા. તેમના સ્ત્રીચાહકો એટલે સુધી પ્રભાવિત થઈ ગયા હતા કે જ્યારે જ્યારે દેવઆનંદ કાળોકોટ પહેરી જાહેર જનતા સમક્ષ આવતા ત્યારે ઘણી સ્ત્રીચાહકો એટલી ગાંડી થઈ જતી કે, તેમના શરીરમાંના રક્ત વડે કાગળો લખતી. આ ઘેલછા, ક્રેઝ એટલી બધી વધી ગઈ હતી કે, તેમને કાળો કોટ જાહેરમાં પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
દેવઆનંદના કલર કોમ્બિનેશન માટે એ સમયની અને આજની સ્ત્રીઓ ઉત્સુક રહેતી. એ સમયની સ્ત્રીચાહકો દેવઆનંદ સાહેબના સુટ, અને શર્ટનું મેચીંગ જોઈ સાડીમાં અને આજે પંજાબીમાં કલર કોમ્બીનેશન કરતી અને કરે છે. ગાઈડ, પ્રેમપુજારી, જ્હોની મેરા નામ વગેરે ચલચિત્રોમાં તેમનો પહેરવેશ ખાસ સ્ત્રી ચાહકોને સ્પર્શી જાય તેવો છે. જેના પરથી ઘણા સ્ત્રીચાહકોએ રંગોના કોમ્બીનેશન લીધા છે.
ખાસ પુરૂષોના શર્ટ કે સ્ત્રીઓના ટોપમાં ચેક્સની ડીઝાઈન દેવસાહેબે લોકપ્રિય કરી તેમ કહેવાય છે. ચેક્સનું લુઝ શર્ટ પહેરવું તે દેવસાહેબની સ્ટાઈલ હતી. એ પરથી પહેરવેશમાં ચેસ્કની સ્ટાઈલ વઘુ લોકપ્રિય બનીને ઉમેરાઈ તેમ કહેવામાં આવે છે.
હું એવું માનું છું કે, દેવસાહેબ પોતાની સ્ટાઈલ અને ડ્રેસીંગ માટે મનમાં જે આવ્યું તે કરતા અચકાયા ન હતા. જ્યારે તમને મનમાં લાગે કે આ સ્ટાઈલ કે પહેરવેશ પહેરવા જેવો છે તે કંઈપણ વિચાર્યા વગર મનના વિચારને અમલમાં મૂકતા. જે શરૂઆત પ્રયોગાત્મક અને હંિમતવાળી પણ હોઈ શકતી છતાં તે ગભરાતા નહિ. આ શબ્દો છે જાણીતી સ્ત્રી ડિઝાઈન નીડા મહેમુદના. આજના મનીષ મલ્હોત્રાથી માંડી, સૌ મોટાભાગે બધા જ સ્ત્રી ડિઝાઈનરો સ્ટાઈલ, કલર કોમ્બીનેશન અને ફેશનના દ્રષ્ટિકોણ માટે દેવસાહેબને જરૂર રીફર કરે છે. આ માટેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત મફલર. દેવઆનંદ હંમેશા ગળે મોટેભાગે લાલ, બાકી શર્ટને મેચીંગ સ્કાર્ફ બાંધતા અને ખીસ્સામાં તે જ રંગનો રૂમાલ મૂકતા. સ્કાર્ફ એ લેડીઝ એસેસરી છે, એક વખત દેવસાહેબ કોઈ લેડીઝ ડીઝાઈનરની દુકાનમાં ગયા. સ્ટેચ્યુ પર મુકેલો સ્કાર્ફ તેમને સ્પર્શી ગયો અને નવી સ્ટાઈલ પસંદ કરનાર આઈકોને સ્કાર્ફ પહેરવાની શરૂઆત કરી. તેમણે તે ડીઝાઈનર જોડે શરત મારી કે આ સ્કાર્ફ હું, આખા ભારતમાં ને વિશ્વમાં મારા ચાહકોમાં લોકપ્રિય કરીશ. અને તે વાત સાચી ઠરી. ગળામાં મેચીંગ સ્કાર્ફ ને ખિસ્સામાં રૂમાલ આજે પણ દેવ સાહેબની સ્ટાઈલ ગણાય છે.
ફીમેલ ફેન્સ એકલી તેમના બાહ્ય દેખાવથી પ્રભાવિત ન હતી. તેમના અંદરના ગુણો પણ તેમને પ્રભાવિત કરતા રહ્યા હતા. તેઓની ગતિશીલતાનો ગુણ અને સ્ફૂર્તિલાપણા ઉપર ફીમેલફેન્સ વારી જતી. સદા હસમુખો ચહેરો ને ક્યારેય ના નહિ કહેવાનો ગુણ, ક્યારેય કોઈ નિષ્ફળતાથી ડરવું નહિ, હંમેશા પોતાની શક્તિને યુવાન રાખવી અને તન અને મનથી યુવાન રહેવું. (સૌથી વધારે દેવસાહેબનો સ્ત્રીઓને સ્પર્શતો ગુણ) અને આત્મવિશ્વાસથી જીવનમાં આગળ વધવું. આ ગુણોએ સ્ત્રીઓને આંતરિક સ્પર્શ કરતા રહ્યા.
બીજું દેવસાહેબનું સૌથી અગત્યનું પાસું સ્ત્રી ચાહકોને સ્પર્શતું તે એ કે જ્યારે દેવઆનંદ પરદા પર રોલ નીભાવતા હોય ત્યારે સામે જે સ્ત્રી પાત્રનો રોલ હોય તે એટલો આબેહૂબ કર્યો હોય અને એટલો ખાસ કરીને ભાવનાત્મક હોય કે સિનેમાગૃહમાં બેઠેલ દરેક સ્ત્રી પ્રેક્ષકને તેમાં પોતાનું પરસોનીફીકેશન, પોતાના પાત્રો સાથેની સુસંગતતા લાગે છે. સૌથી અદાકારી રોલમાં, તે રોમાન્સના હીરો ગણાય છે. એટલે પ્રેમગીતો જેવા કે, ‘દિલ કા ભંવર કરે પુકાર’, ‘શૌકિયોં મેં ઘોલા જાયે ફુલો કા શબાબ’, ‘ગાતા રહે ેરા દિલ’ જેવા રોમેન્ટીક ગીતોમાં તેઓ તેમના રોલમાં એટલા ભાવુક રીતે અદાકારી નીભાવે છે કે સામેનો પ્રિયતમાનો રોલ અત્યંત જીવંત બને. સીનેમામાં બેઠેલી હરએક પ્રિયતમાને હીરોઈનમાં પોતાનું પ્રતિબંિબ દેખાય. તેવી જ રીતે ‘હરે રામ હરે કૃષ્ણ’ ચલચિત્રમાં ભાઈનો રોલ એ રીતે નીભાવ્યો હતો કે આજે પણ ભાઈ-બહેનના ગીતો યાદ કરતા. ફૂલોં કા તારોં કા સબકા કહેના હૈ, એક હજારોં મેં મેરી બહના હૈ - સારી ઉંમર હમે સંગ રહના હૈ, એ ગીત આવે ત્યારે દરેક બહેનને જીનત અમાનમાં પોતાનું પ્રતિબંિબ દેખાય. તેવી રીતે ‘તેરે મેરે સપને’માં પતિનો રોલ કરતા દરેક સ્ત્રી પ્રેક્ષકે પત્નીને તેનું પ્રતિબંિબ દેખાય. આમ તેમના રોલની ભાવનાત્મક અદાકારી સ્ત્રી પ્રેક્ષકો, પોતાના રોલનું પ્રતિબંિબ જુએ છે.
જ્યારે જ્વેલથીફ ચલચિત્રના સેટ પર પ્રથમ વખત વૈજ્યંતિમાલાએ દેવ સાહેબને જોયા ત્યારે તેમના પ્રતિભાવ હતા. આવું વાંકું વાંકુ ચાલતા, મારાથી ઊંચા એવા હીરો સાથે કામ કેવી રીતે થાય ? તે સ્ત્રીના સામેના રોલને કેવી રીતે દાદ આપશે ? પણ જ્યારે જ્વેલથીફનું શુટીંગ પૂરું થયું ત્યારે તેમના પ્રતિભાવ હતા, ‘દેવસાહેબ જેવા શિક્ષિત, સંસ્કારી, સ્ટાઈલીશ, સ્માર્ટ બીજો કોઈ એક્ટર હોય નહિ. અમે કામ શરૂ કર્યા પછી, જો એ એકપણ સીનમાં સીઘું ચાલ્યા હોત તો હું ચલચિત્ર બંધ કરી દેત. એટલી હું એમનાથી પ્રભાવિત થઈ ચૂકી હતી.’
જોની મેરા નામથી હેમામાલિનીને સ્ટારડમ મળ્યું. તે અપાવ્યું દેવઆનંદની અદાકારીએ, હેમાજીએ બસ એટલું જ કહ્યું કે જ્યારે મારી જોની મેરા નામ માટે હીરોઈનની પસંદગી થઈ ત્યારે, હીરો તરીકે દેવઆનંદ સાહેબનું નામ સાંભળીને મારા કરતાં મારી માને વધારે આનંદ થયો હતો. આ પિક્ચર પછી હું હંમેશા દેવસાહેબની દરેક નવી ફિલ્મની રીલીઝ વખતે હું ભગવાનને પ્રાર્થના કરું છું. આમ દરેક સ્ત્રી પ્રેક્ષકનું હૃદય દેવઆનંદ માટે બે જ વાક્યો કહેશે ઃ ગાતા રહે મેરા દિલ, કે અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહિ...

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved