Last Update : 25-Jan-2012,Wednesday
 

ચાની કીટલીના ‘ટેણિયા’નું ગીત...

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'


ભીતરની સમૃદ્ધિનું, ખુમારીનું ગીત
દુનિયા અમારી
દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી!
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર
બંધ પોપચામાં રંગોની ભાત!
લોચનની સરહદથી છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
ૈવૈભવની દુનિયા અમારી!
ફૂલોના રંગો રિસાઇ ગયા, જાળવતી
નાતો આ સામટી સુગંધ!
સમા સમાના દઇ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ!
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી!
- ભાનુપ્રસાદ પંડ્યા
ગુજરાતી ભાષામાં જે અમર કાવ્યકૃતિઓ છે, જે યાદગાર ગીત- ગઝલ- રચનાઓ છે, જે લોકોના હૈયે અને હોઠે રમતાં કાવ્યો છે, જે સર્વના હૃદયને સ્પર્શેલી કવિતાઓ છે એ બધી જ રચનાઓની ભાષા અટપટી કે અઘરી નથી. હૃદયના સરળ - સહજ ભાવોને અઘરા શબ્દમાં વ્યક્ત કરવા ઘણાં કવિઓ પરિશ્રમ કરતા હોય છે અને ઊંચી કવિતા લખ્યાનો સંતોષ માનતા હોય છે. પણ ના. એમ કરવાથી કશું વિશેષ સિઘ્ધ થતું નથી. ભાવસભર ક્ષણો સરળ જ બની જતી હોય છે. ભાવમય વ્યક્તિ અટપટો કે અઘરો હોય નહીં. ગુજરાતી ભાષામાં સુંદર ભાવવાહી ગીતોની રચના કરનાર થોડાંક વિદ્યમાન ગીતકવિઓ છે તેમાંનું એક નામ ભાનુપ્રસાદ પંડ્યા છે. આ વર્ષે તેમને નરસંિહ મહેતા એવોર્ડ મળ્યો છે.
કાવ્ય સર્જન એ સ્થૂળ અનુભવમાંથી ભલે પ્રગટતું હોય પરંતુ જ્યારે તે કવિતાનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આખી વાત બદલાઇ ગઇ હોય છે. ભાનુપ્રસાદ પંડ્યાનું આ કાવ્ય પણ એક વિશિષ્ઠ પરિસ્થિતિમાંથી પ્રગટેલી કાવ્યરચના છે. કવિ જ્યારે તરૂણ હતા ત્યારે ગામડામાં ચોરે, દુકાનના ઓટલે બેઠેલા વૃઘ્ધો સાથે જેમ ગામડાના છોકરાઓ વાતો કરે એમ વાતોએ વળગતા. ગામમાં દ્રષ્ટિ ગુમાવી ચૂકેલા એક ભગવાન બાપા નામના એક વૃઘ્ધ પણ રહેતા હતા. એક દિવસ કવિથી પૂછાઇ ગયું, ‘‘બાપા, ચાલો સીમ નદીએ ફરવા.’’ પણ અંધ ભગવાન બાપા બોલ્યા, ‘‘ભાઈ એ રખડવાનું હવે ન બને. પણ આ તમારા સૌના પગલા સાંભલવાનીય ક્યાં ઓછી મજા છે! આ ભાવમાં જે વાક્ય બોલાયું હતું તેમાં કવિને આનંદનો ટહૂકો સંભળાયો અને પછી જે લોકો દ્રષ્ટિ ખોઇ બેઠા છે, જે અંધ છે તે લોકોની દુનિયામાં કેવું હશે એ લોકો કેવું અનુભવતા હશે! એ વિચારોમાં ખોવાઇ ગયા.
કવિના દાદીમા અંધ હતા. તેઓ ધોળ-ભજન ગાતા. કવિને લાગ્યું કે જે દ્રષ્ટિવિહીન હોય છે એમને પણ પોતાની મસ્તી હોય છે. ભલે એમણે આંક ગુમાવી હોય પરંતુ શ્રવણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયની દુનિયાની સમૃઘ્દિઓ એમની પાસે હોય છે જ. કવિને અંધ ઓશિયાળો નહીં પણ ખુમારીવાળો રજૂ કરવાનું મન થયું અને આ કવિતાની રચના થઇ.
કવિતાની શરૂઆત થાય છે કે હે નાથ, હે પ્રભુ તમે દેખ્યાનો દેશ ભલે લઇ લીધો હોય પણ આ કલરવની દુનિયા, શ્રવણેન્દ્રિયની દુનિયા કાનથી સાંભળીને આ તારા જગતને જોવાની દુનિયા એ દુનિયા અમારી છે એમ વાત કરવામાં આવી છે. આ પંક્તિમાં ભલે શબ્દ મૂકીને કંઇક ખોયું છે પરંતુ જે પ્રાપ્ત છે એમાં સંતોષ છે, પ્રસન્નતા છે એનો અણસાર આપણને આવી જાય છે. આપણી આંખમાંથી શરીરની ૮૦% ઉર્જા બ્હાર જતી હોય છે અને તેનો ઉપયોગ કરતા હોઇએ છીએ. પણ જ્યારે એ જ ઉર્જા વહેતી બંધ થઇ જાય છે ત્યારે કાન, સ્પર્શ, કંઠ એ બધા દ્વારા એ ઉર્જા વધારે એકાગ્ર થઇને પ્રગટ થાય છે. જે અંધ હોય છે તે સાંભળવામાં, સૂરમાં ઘણાં પાકા હોય છે. જોઇ નથી શકતા પણ સ્પર્શીને કોઇ પણ વસ્તુને આત્મસાત કરી શકે છે. ‘બ્રેઈલ લિપિ’ સ્પર્શની લિપિ છે. હે ભગવાન, ભલે તેં મારી રસ્તે રખડવાની મોજ છીનવી લધી હોય પરંતુ એ રસ્તા પર પડતા પગલાંના અવાજની પગરવની દુનિયા એ અમારી છે. અંધની દુનિયા એ પગરવ અને કલરવનું વિશ્વ છે.
વહેલી સવાર પડે અંધારું થઇ ગયું હોય, અજવાળું થતું જતું હોય ત્યારે સૌથી પહેલી ખબર પક્ષીઓ તેમના અવાજથી, તેમના કલરવથી આપે છે. રાત હું જોઇ નથી શક્યો પણ અમે એ રાતનું રણઝણતું રૂપ તો જોઇ શકીએ છીએ. હે ભગવાન રૂપની દુનિયા ભલે ચાલી ગઇ પણ અવાજના પ્રત્યેક લહેકાનો જે વૈભવ છે એ વૈભવની દુનિયા અમારી છે.
ફૂલોના રંગો હવે આંખથી રિસાઇ ગયા છે. હવે આંખના ભાગ્યમાં એ રંગો જોવાનું નથી. પણ એ ફૂલો સાથેનો સંબંધ એની સુગંધે, ખૂશ્બુએ જાળવી રાખ્યો છે. ક્યારેક આપણે આંખને લીધે ફૂલના રૂપ અને રંગ જોવામાં તેની સુગંધ માણવાનું ભૂલી જ જતા હોઇએ છીએ. છતી આંખે પણ પેલી અદ્રશ્ય સુગંધ તો અદ્રશ્ય જ રહે છે. અહીં એ અદ્રશ્ય સુગંધ સાથે એટલે સ્થૂળને બદલે સૂક્ષ્મનો નાતો જળવાયાની વાત કવિએ અદ્‌ભૂત રીતે કરી છે. દરેક સમયનો સંદેશો, પવનની લહેર સ્પર્શીને જાણે સંબંધ સાચવે છે. આ ઉનાળાની લૂ, આ વરસાદની ઠંડી, મીઠ્ઠી સુગંધ, દરેક સમયની લહેર હવે અડકીને સંબંધ સાચવે છે. આપણે છતી આંખે યંત્રવત જીવી રહ્યા છીએ. બઘુંય સ્પર્શતું હોય છે પણ જ્યારે ટેરવાને આંખ ફૂટેને ત્યારે ખુમારીથી કહી શકાય કે અનુભવની દુનિયા એ અમારી છે. જોયેલું કદાચ ખોટું હોય પણ અહીં તો અનુભવ એ જ પ્રત્યક્ષ પ્રમાણ બની જાય છે. હવે આંખથી નહીં, ટેરવા ઉપર ફૂટેલી સ્પર્શની નજરથી આ દુનિયાને અનુભવવાની છે અને એ અનુભવની દુનિયા હે પ્રભુ અમારી છે.
ભગવાનની પાસે લાચાર, પરવશ થઇને કરેલી ફરિયાદો કે દયાની ભીખની આ વાત નથી. આ તો જે છે એના સ્વિકાર સાથે પરમ પ્રસન્નતાથી જીવાતી ખુમારીનું ગીત છે. અંધની દુનિયામાં ખુમારી સભર ડોકિયું કરાવતું આ ગીત ભાનુભાઇનું એક ઉત્તમ ગીત છે. તેમનું જ એક બીજું ગીત જોઇએ.
અજવાળાં ઝકોર
આવી અષાઢની એવી વાછંટ
ગઇ ભીંજાવી ચૂંદડીની કોર,
એકાએક શ્રાવણની ધરતીની જેમ
હું તો લીલીછમ થૈ ચારેકોર!
ઉંબરમાં અકળાતી જાઉં મને ખેંચે આ
સીમતણી ભીની સુગંધ
સૂસવતા વાયરામાં ઘરનાં કમાડ હવે
કેમે ના થાય હુંથી બંધ!
સ્હેજે રહેવાય નહીં આઘેરા ખેતરમાં
ઝંિગોરા કરી રહ્યો મોર!
શેરીના ધસમસતા વ્હેણ ભેળી સરકીને
સીમાડે ખળખળતી ભાગું?
નદિયુંના પૂર બધાં ઉભરાતાં અંગ અંગ
‘હું’માં કાં ‘હું’ જ બૂડી લાગું?
બારણાં ઉઘાડી પાસ આવ્યો જ્યાં વાલમ ત્યાં
અજવાળાં ઝળઝળ ઝકોર!

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved