Last Update : 25-Jan-2012,Wednesday
 

સુતો છું શ્વાસને ઓઢીને બાણશય્યા પર
છે કર્ણમૂલોમાં અશ્વોનો હણહણાટ હજી...

સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી

હજી તો રાબેતા મુજબ કેબિનમાં વહેલાં આવી જઈ તમારું કામ શરૂ કર્યે તમને દસ મિનિટ પણ નહોતી થઈ મિ. અર્થ મોહન, ત્યાં જ પરચેઝ મેનેજર મિ. પરીખની ચેમ્બરમાંથી પ્યૂન તમને બોલાવવા આવી ગયો. કંપનીની બાર મહિનાની પરચેઝ-ઑફિસર તરીકેની તમારી ટૂંકી કારકિર્દી દરમ્યાન પહેલીવાર પરીખ સાહેબે તમને આટલા વહેલા એમની ચેમ્બરમાં બોલાવ્યા, નહીં તો પહેલાં તો પરીખ સાહેબ પોતે જ બાર વાગ્યા પહેલાં ક્યારેય ઑફિસમાં નહોતા આવતા. તમે ફર્સ્ટ ફલોર પર આવેલી પરીખ સાહેબની ચેમ્બરમાં જવા માટે પગથિયાં ચઢતા હતાં, ત્યારે તો તમને અંદાજ સરખોય નહોતો અર્થ મોહન કે ગઈકાલનું તમારું પગલું આવું અકલ્પનીય પરિણામ લાવશે...
.... ત્રેવીસ વર્ષની તેજ તર્રાર તરવરતી વયે એમ.બી.એ. થઇને તુરંત તમે આ કંપનીમાં પરચેઝ ઓફિસર તરીકે જોડાયા ત્યારે તમારી ઈમાનદારીભરી કાર્યદક્ષતાથી આખી કંપનીની કાયાપલટ કરી નાંખવાની મહત્ત્વાકાંક્ષા તમારા જવાન મજબુત હાથોમાં હણહણતી હતી. પણ ત્રણ જ મહિનામાં તમે નિહાળ્યું મિ. એ. મોહન કે કંપનીની પ્રોડકટનું બજારમાં સારું એવું નામ હોવા છતાં, ને કંપની એડવર્ટાઇઝ પાછળ સારો એવો ખર્ચ કરતી હોવા છતાં, વેચાણ જોઈએ એવું વધતું નહોતું ને વેચાણ પર નફાનો ગાળો ખૂબ સાંકડો રહેતો હતો.
પરચેઝ ઑફિસર તરીકે તમે બજારનો અને અન્ય કંપનીઓની સિમીલર પ્રોડકટસનો અભ્યાસ કરી એ તારણ પર આવ્યા અર્થ મોહન કે, તમારી કંપની પ્રોડકશન માટે જે કાચો માલ ખરીદે છે એ ગુણવત્તામાં નબળો ને ભાવમાં વઘુ છે, એટલે વેચાણ ઝડપથી વધતું નથી. બજારના અને અન્ય કંપનીઓના આંકડા મૂકી આ હકીકત તમે પરચેઝ મેનેજર મિ. પરીખ આગળ રજુ કરી. પણ જવાબમાં મિ. પરીખનો ઠંડો પ્રતિભાવ સાંભળી તમે સમસમી ગયા અર્થ મોહન. મિ. પરીખે કહ્યું,
‘મિ. એ. મોહન ! આઈ એપ્રીસીયેટ યોર એફર્ટસ ! પણ કંપની માટે કાચો માલ ખરીદવામાં આપણે માત્ર બજાર જ નહીં, આપણાં વર્ષો જુના સપ્લાયરો સાથેના સંબંધો (!) ને પણ ઘ્યાનમાં રાખવાના હોય છે, જેઓ કાચા માલની અછતના સમયે પણ એમના પુરવઠાનો સપ્લાય જાળવી રાખે છે.’
તમે દલીલ કરવા જતા હતાં એ. મોહન કે, ‘સર ! આપણાં કાચા માલની બજારમાં ક્યારેય અછત નથી હોતી’, પણ એ પહેલાં જ મિ. પરીખે ઠંડા સખ્ત સ્વરે તમને કહી દીઘું, ‘મિ. એ. મોહન ! પરચેઝ ઓફિસર તરીકે તમારું કાર્ય માત્ર સૂચન કરવાનું છે, અને પરચેઝ મેનેજરે લીધેલ નિર્ણયોનો અમલ કરવાનું ! આઇ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ !’
... અને એ જ ક્ષણે તમે સમજી ગયેલા મિ. અર્થ મોહન કે પરચેઝ મેનેજર મિ. પરીખ સપ્લાયરોના હાથે ‘પરચેઝ’ થઇ ગયેલા મેનેજર છે. ત્યારથી થતી ગુંગળામણ તમારા મનમાં જ ઘુંધવાતી હતી એ. મોહન, ને પરમ દિવસે જ કંપનીના એકઝીકયુટીવ્ઝ અને ઑફિસરોની એક મિટીંગમાં મેનેજંિગ ડાયરેકટર મિ. મહેરાએ જયારે કંપનીના વેચાણ અને નફો ઘટવા અંગે ચંિતા દર્શાવી કર્મચારીઓને એ સુધારવાની દિશામાં ગંભીર પ્રયત્નો કરવાનો લાગણીભર્યા સ્વરે અનુરોધ કર્યો ત્યારે જાણે કે તમારા માટે એક દિશા ખુલી ગઈ અર્થ મોહન.
બીજા દિવસે રવીવારની સવારે જ તમે મેનેજંિગ ડાયરેકટર મિ. મહેરાના બંગલે પહોંચી ગયા એ. મોહન ને તમારી ઓળખાણ આપી.
‘વેલકમ યંગમેન ! બોલો શું કહેવું છે ?’ મિ. મહેરો ઉમળકાભર્યું હસ્તઘૂનન કરી તમને આવકાર્યા, ને તમારા ઉત્સાહમાં ભરતી આવી ગઈ મિ. મોહન. બધા આંકડાઓ અને હકીકતો રજુ કર્યા પછી છેલ્લે તમે ઉમેર્યું,
‘આઈ એમ સોરી ટૂ સે મહેરા સાહેબ, પણ કંપનીની પરચેઝમાં પરીખ સાહેબને સપ્લાયરો પાસેથી કમિશન મળતું હોવું જોઈએ. નહીં તો આ હકીકતોનું મૂલ્યાંકન કરવા જેટલાં તો એ બુદ્ધિશાળી છે જ સર !’
‘મારા ઘ્યાન પર આ વાત લાવવા બદલ આભાર મિ. મોહન ! આ આંકડા મારી પાસે મૂકતા જાવ. હું મિ. પરીખ સાથે ડિસ્કસ કરી લઇશ’ કહી ફરી એકવાર ઉષ્માભર્યું હસ્તઘૂનન કરી મહેરા સાહેબે તમને વિદાય આપેલી.
... અને આજે સોમવારની સવારે જ મિ. પરીખે તમને એમની ચેમ્બરમાં બોલાવ્યા અને... અને .....
‘મિ. એ. મોહન ! કંપનીની પરચેઝ પોલિસી અંગે ગઇકાલે તમે મેનેજંિગ ડાયરેકટર સાહેબને મળ્યા હતા, તે અંગે એમનો આદેશ છે કે, તમને બિનકાર્યક્ષમ ગણી નોકરીમાંથી ડિસમીસ કરવા યા તો તમે સ્વેચ્છાએ રાજીનામું આપો અને એ સ્વીકારવામાં આવશે.’ મિ. પરીખે ફાઇલમાં જ ચહેરો ખૂંપાવેલો રાખી કડક સૂક્કા સ્વરે કહ્યું. તમને એ સાંભળી સ્તબ્ધ થઇ ગયેલા નિહાળી મિ. પરીખે જાડા કાચના ચશ્માંમાંથી ચુંચી લૂચ્ચી આંખે તમારી સામે ધુરતાં કહ્યું,
‘મિ. અર્થ મોહન ! શું તમે એમ માનો છો કે કંપનીની પરચેઝમાં એકલા મિ. પરીખને જ પર્સન્ટેજ મળે છે ? પર્સન્ટેજનો સૌથી મોટો હિસ્સો તો મહેરા સાહેબના ભાગે જ આવે છે. ત્યાર પછી બીજા ડાયરેકટરોને ભાગ મળ્યા બાદ માત્ર વઘ્યુ-ઘટયું જ મારા સુધી પહોંચે છે. અને એટલે જ મહેરા સાહેબે ગઇકાલે સાંજે એમનાં બંગલે મને બોલાવીને કહ્યું કે, ‘આ મિ. એ. મોહન પરચેઝ થઇ શકે એવો આદમી નથી લાગતો પરીખ, ને જે આપણાંથી પરચેઝ ન થઇ શકે એવા પરચેઝ ઑફિસરનું આપણી કંપનીમાં કામ નથી. કાલે ઊઠીને શેરહોલ્ડરોની મિટીંગમાં એ આપણને મુશ્કેલીમાં મૂકી શકે.’
‘એટલે સારું થયું મિ. મોહન તમે મહેરા સાહેબને સીધા જ મળ્યા, ને એમણે જ આ પ્રોબ્લેમ સોલ્વ કરી નાંખ્યો. નહીં તો હું તો આ બાબત અંગે એમને મળવા વિચારી જ રહ્યો હતો...’
- મિ. પરીખના આ શબ્દો સાંભળી આમ ક્ષુબ્ધ ન થાવ અર્થ મોહન ! પરીખો અને મહેરાઓની બહેરાં અસત્યોની દુનિયામાં ‘મોહન’નું સત્ય કામ નથી આવતું મિ. એ. મોહન. તમારો તો જીવનમાં આ હજી પહેલો પરાજય છે. એટલે ક્ષુબ્ધ થયા સિવાય અસત્યોનું એક સનાતન સત્ય જાણી લો મિ. એ. મોહન કે ખોટા સિક્કાઓની આ દુનિયમાં સાચા સિક્કાએ યા તો ચલણમાંથી ફેંકાઈ જવું પડે છે, અથવા ચલણમાં ચાલુ રહેવા પોતાનું વલણ બદલી નાંખવું પડે છે.
એટલે ઈમાનદારીના અશ્વોનો હણહણાટ સાંભળતાં બેઈમાનોની બાણશય્યા પર સૂતેલાં તમે હવે શું કરશો અર્થ મોહન ? મોહના દાસોથી ભરેલી આ દુનિયાનાં દરિયામાં ‘મોહનદાસ’ બની, પરાજયની દરેક દરેક ગોળી સામે અડિખમ રહીને ઊભા રહેવાનું પસંદ કરશો, કે પછી, તમારામાંના ‘મોહન’ને તૂટી પડતા વિમાનની જેમ કટકે કટકા થવા દઈ જઈ અર્થદાસોથી ગંધાતી દુનિયાના દરિયામાં ભળી જવાનું અર્થ મોહન ?
(શીર્ષક સંવેદના ઃ ડૉ. રશીદ મીર - વડોદરા)

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved