Last Update : 25-Jan-2012,Wednesday
 

એક માણસને કેટલા ટીવી જોઈએ?

પ્રાઈમ ટાઈમ

સૂરજ ભલે પૂર્વના દેશોમાંથી પશ્ચિમના દેશો તરફ ગતિ કરતો હોય, પરંતુ ટેકનોલોજીથી ટ્રેન્ડ સુધીની ચીજો પશ્ચિમમાંથી પૂર્વ તરફ ગતિ કરે છે. સૂરજની ગતિ અગાઉ હતી એટલી જ રહી છે, જ્યારે ટેકનોલોજી અને ટ્રેન્ડની ગતિ સાદી પોસ્ટથી વધીને ઈ-મેઈલની ઝડપને આંબી ગઈ છે. હવે પશ્ચિમના દેશોમાં સ્વીકાર્ય બને તે દરેક સર્જન ગણતરીના દિવસોમાં જ ભારતમાં પધારે છે. એ અલગ વાત છે કે ભારતમાં આવ્યા પછી આ સર્જનોની ગતિ થોડી મંદ પડી જાય છે. કારણ કે પશ્ચિમના દેશો જેવી ખરીદશક્તિ અહીં સમાજના દરેક સ્તર પાસે નથી.
ટેલિવીઝનમાં થતી ક્રાંતિ પણ આ નિયમ મુજબ આપણા સુધી પહોંચી છે અને પહોંચી રહી છે. ‘હુ વોન્ટ્‌સ ટુ બી મિલીયોનર’થી ‘સર્વાઈવર’ સુધીના કાર્યક્રમો આપણા ડ્રોઇંગરૂમમાં આવી ચૂક્યા છે અને ભીંતે ચીપકી રહેતા ટેલિવીઝનો કેલેન્ડરથી કેબીનેટની સાઈઝમાં વિસ્તરી રહ્યા છે. ત્યાં છે એ બઘું જ વ્હેલું-મોડું અહીં આવી જતું હોવાનું સ્વીકારી લઈએ તો આગામી વરસોમાં ભારત પણ ટેલિવીઝન ક્ષેત્રે સૌથી મોટું માર્કેટ બની રહેનારું છે.
હમણાં થયેલા એક સર્વે મુજબ અમેરીકામાં દર ત્રણમાંથી એક-મતલબ કે તેત્રીસ ટકા ઘરોમાં ચાર કે વઘુ ટેલિવીઝન છે. ૨૯ કરોડ અમેરીકનો ટેલિવીઝન દ્વારા સંકળાયેલા છે અને આ આંકડો નેટ કનેક્શન ધરાવતા અમેરીકનો કરતાં પચીસ ટકા વધારે છે. લગભગ અગિયાર કરોડ અમેરીકનો મોબાઈલ દ્વારા ઈન્ટરનેટ અને ટેલિવીઝન સાથે સંકળાયેલા છે.
બે વરસથી વઘુ ઉંમર ધરાવતા અમેરીકનો ટીવી-નેટ કે મોબાઈલ પર પોતાના એક અઠવાડીયામાંથી તેત્રીસ કલાક પસાર કરે છે. ૪૦ થી ૪૫ કલાકની જોબ સામે તેત્રીસ કલાક મીડિયાને સમર્પિત કરતા અમેરીકનોની માફક ભારતમાં પણ લોકો પોતાનો મોટાભાગનો સમય ટીવી અને ઈન્ટરનેટને ફાળવવા માંડે એ દિવસો દૂર નથી.
લોકોના ટ્રેન્ડનો અભ્યાસ કરતા લોકો દર્શકોના ટેસ્ટ વિશે પણ સતત જાણકારી રાખે છે. અત્યારે સુપરહીટ ગણાતી સિરીયલો જોઈને લોકો શું પસંદ કરે છે તે જાણકારી મેળવવામાં આવે છે.
અત્યારે સાથિયા સાથ નિભાના, દીયા ઔર બાતી હમ, એક હઝારો મેં મેરી બહેના હૈ, ઈસ પ્યાર કો ક્યા નામ દૂં, બાલીકા વઘૂ, સસુરાલ સિમર કા, એ રિશ્તા ક્યા કહલાતા હૈ, બડે અચ્છે લગતે હૈ, સીઆઈડીનો ક્રમ છે. આ યાદીમાં ‘કુછ તો લોગ કહેંગે’ની ગેરહાજરી જોઈને આ સિરીયલના ચાહકોને આંચકો લાગી શકે છે. કારણ કે આ સિરીયલના ચાહક બનતા વાર લાગે તેમ નથી.
હકીકત એ છે કે આ સિરીયલને ‘બાલિકા વઘૂ’ની મજબૂત હરિફાઈ સૌથી વઘુ નડી રહી છે. બન્ને એક જ સમયે ઓન એર થતી હોવાના કારણે ‘કુછ તો લોગ કહેંગે’ને દર્શકો ખેંચવામાં ખાસ્સી મહેનત પડે છે. આશ્ચર્ય થશે પરંતુ ‘સોની’ની અન્ય સિરીયલો રેટીંગમાં ‘કુછ તો લોગ કહેંગે’થી આગળ છે. જેમ કે, બડે અચ્છે લગતે હૈ, સી.આઈ.ડી., ક્રાઈમ પેટ્રોલ, કોમેડી સર્કસ, અદાલત, સાસ બિના સસુરાલ, પરવરિશ અને દેખા એક ખ્વાબના રેટીંગ ‘કુછ તો લોગ કહેંગે’થી વધારે છે.
આમ છતાં તેના સર્જકો પોતાની પોઝિશનથી ખુશ છે કારણ કે તેમને આ સિરીયલની ક્વોલિટી અંગે પોઝિટીવ રિવ્યૂઝ સતત અને પુષ્કળ મળી રહ્યા છે. એક સમયે આવતી રવિ રાયની ‘સૈલાબ’ અને ‘થોડા હૈ થોડે કી જરૂરત હૈ’ કક્ષાનું મેકીંગ ધરાવતી આ સિરીયલના પ્રોડ્યુસર રવિ રાયને પોતાના ગુરૂ માને છે.
જો કે, આ સિરીયલની પ્રેરણા પાકિસ્તાનની સુપરહીટ સિરીયલ ‘ઘૂપ કિનારે’માંથી લેવામાં આવી છે. પાકિસ્તાનમાં વખણાયેલી આ સિરીયલના લેખિકા હસીના મોઈને પણ આ સિરીયલ જોઈને કહ્યું હતું કે, ‘તમે અમારા કરતાં વઘુ સારી રીતે આ સ્ટોરીને ન્યાય આપી રહ્યા છો.’
દર્શકોને પણ એવું લાગતું જ હશે. પાત્રોની પસંદગીથી માંડીને સંવાદો અને સતત વહેતો રોમાન્સ દર્શકોને તેના પ્રવાહમાં ડૂબાડી શકે છે. આશા રાખીએ કે રેટીંગ વધે કે ના વધે આ સિરીયલ થોડા સમય સુધી ચાલતી રહે!

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved