| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
|
 |
|
| ફોટો સ્ટોરી ઃ ઝવેરીલાલ મહેતા |
|

બાલ્યાવસ્થાથી કિશોર અવસ્થા સુધી શાળામાં ભણનારાઓને ભણતરનો ભાર રહે છે. ફી ભરનારા બાપાનું પણ ઘ્યાન રાખવું પડે છે. શાળા-મહાશાળામાંથી છૂટકારા બાદ કૉલેજમાં ‘‘બાપુ જલ્સા કર’’ જેવું વાતાવરણ મળે છે. આમાં કેટલીક કૉલેજો કડક હોય છે. પરંતુ બી.એ.-કે બી.કોમમાં ગ્રેજ્યુએટ થવાને બદલે બુદ્ધિશાળી યુવક-યુવતીઓ શૈંઘ યા તો આર્કિટેક થવા સ્કૂલ ઓફ આર્કિટેકચરમાં મોંઘી ફી ભરીને પ્રવેશ મેળવે છે. આ પ્રવેશ લોઢાના ચણા ચાવવા જેટલો કઠણ હોય છે. એની પણ પરીક્ષા આપવી પડે છે. એકવાર અહીં એન્ટ્રી મળી ગયા પછી દિમાગવાળા વિદ્યાર્થીઓ ઘ્યાનથી અભ્યાસ કરે છે. પરંતુ અહીં માથું નીચું ઘાલીને સતત ભણવાનું હોતું નથી. ક્રિએટીવ કામમાં વિદ્યાર્થીઓ મશગૂલ રહે છે. ૧૯૬૨માં સ્કૂલ ઓફ આર્કિટેકચર શરૂ થયેલી તે આજની તારીખે એના વિકાસની ઉજવણી થઈ રહી છે. ‘સેપ્ટ’ના વિદ્યાર્થીઓ એની તૈયારીઓમાં વ્યસ્ત છે. ૨૪મી જાન્યુ. થીએટરમાં ‘સ્પાગ’ નાટક ભજવશે. ૨૫મીએ ‘‘ઓરીજીનલ મ્યુઝીક’’ સ્પર્ધા થશે, ૨૬મીએ હીપ્નોટ્રાઈબ....૨૭મીએ ટ્રેઝર હન્ટ આ તો બધા મનોરંજનના કાર્યક્રમો થયા. પરંતુ આજકાલ વિદ્યાર્થીઓ વાયરમાંથી આકૃતિઓ બનાવવી તથા સિરેમીક તથા કોરૂગેટેડ ફર્નિચર આ ઉપરાંત સર્જનાત્મક કામોમાં કાર્યશીલ છે. પરંતુ સાથોસાથ શાળાના ભણતર કરતાં અહીં આઝાદી વધારે છે. બપોરના ત્રણ વાગે સ્કૂલ ઓફ આર્કીટેકચરના પ્રવેશદ્વારની અંદર દિવાળની પાળે બેઠેલી વિદ્યાર્થીની ટીફીન ખોલીને એકલી જમી રહી હતી. જ્યારે ગ્રીન ટેકરી પર વિદ્યાર્થીઓ તડકો ખાવા આડા પડ્યા હતા. ક્યાંક લેકચર ચાલતું હતું. તો કમ્પાઉન્ડમાં આવેલી કેન્ટીનમાં ચા-નાસ્તા માટે ભીડ હતી. જ્યારે કન્યાઓ એમની બહેનપણીઓ સાથે આરામથી ગપ્પા મારતી હતી. કોઈ દિવાલ પર બ્લેક કલરથી પેઇન્ટીંગનો શુભારંભ કરી રહ્યા હતા. તો કોઈ દોસ્તો નીચે ટેનીસ રમી રહ્યા હતા આમ માહોલ ઉજવણીનો શરૂ થઈ ગયો છે. પરંતુ એક ખાસ વાત નોંધવા જેવી એ છે કે વર્ષોથી અહીં આર્ટીસ્ટ તરીકે સહુને પ્રેરણા આપી રહેલા પીરાજી સાગરા જ્યાં રોજ બેસે છે તે જગ્યાએ ઉછન્ન્ર્ ંખ ર્ઉંઇણજી થી કામનું ઉદ્ધાટન થશે. અમદાવાદમાં આવી ઘણી સંસ્થાઓમાં ભઇઈછ્ૈંફઈ કામમાં વિદ્યાર્થીઓએ કાઠું કાઢ્યું છે. અહીં છબીમાં પણ એવું રચનાત્મક કામ જોવામાં તલ્લીન વિદ્યાર્થીઓની આંખોમાં આવતી કાલની આશા દેખાય છે. જે શ્રદ્ધાથી ભરપૂર છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|