| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
|
 |
|
સચ બોલે બુલબુલ ચુમે |
| ખબરે પાકિસ્તાન |
| |
જુઠ બોલવાથી કૌવા હરકતમાં આવે છે. બોલે તો કાટવાનું કષ્ટ ઉઠાવે છે. કાશ આવી કદર સચ બોલવાની થતી હોત. બોલે તો સચ બોલનાર/નારીને બુલબુલ બકી ભરતી હોત! મહોર્તમા આયેશા જલાલે જબાન ચલાવી છે કે તાલીબાનના આંટા આવી ગયા છે. આપને ન તો કૌવાએ કાટ્યું ન બુલબુલે કિસ કરી. આથી ઈતિ-સિદ્ધમ્ થાય છે કે કૌવા અને બુલબુલને અનુક્રમે જુઠ અને સચ સાથે કોઈ સંબંધ નથી. દરઅસલ જુઠ-સચ યા એનાથી ઉલટું ફુરસદ મેં સોચવાની ચીજ છે. મહોર્તમા આયેશા જલાલ પાસે ફુરસદ હી ફુરસદ છે. આપ એક અમરિકન યુનિ.ના પ્રોફેસર છે. બેકગ્રાઉન્ડમાં પૈસા પડી ગયાનો અવાજ ન સંભળાયો હોય તો તમારી તોંદનો ઈલાજ કરાવો. નાસમજે વો અક્કલમંદ હય! મહોર્તમા આયેશા જલાલે પાકિસ્તાનની બુનિયાદી સમસ્યાઓનો ડીપ (ઊંડો) અભ્યાસ કર્યો છે. કઈ ખુશીમાં? વેલ, આપની રગોમાં પાક ખૂબ હડિયાપટ્ટી કરે છે. રગો મેં દોડને ફીરને કે હમ નહીં કાયલ, જબાન સે ટપકા જુઠ તો લહુ ક્યા હૈ ! મતલબ કે બુલબુલ ચુમે એની પરવા કર્યા બિના આપે સચ કહી નાખ્યું. દડો હવે તાલીબાનના દરબારમાં છે. મોહર્તમા આયેશા જલાલને ટપકાવી નાખીને તાલીબાન જુઠને સચ સાબીત કરી શકે છે. બોલે તો કૌવાનો રોલ અદા કરીને તાલીબાન એક ટુણિયાત પ્રોફેસરીકાને પાઠ ભણાવે તો મકસદ-એ-અમરિકા બર આવે એવો રાયચીક મામલો છે. મગર વો દિન કહાં કે મીંયા કે પાંવ મેં જુતી. વાયા પાક ફોજ સીઆઈએ તાલીબાનની તાકાત તોડી ચૂક્યું છે.
સચ તો યહ હૈ કે મુલ્કમાં એન્ટી અમ્રિકા આંધી આવી છે. એના સીધા અનુપાતમાં તાલીબાનનો પ્રભાવ વઘ્યો હોત તો ચપટી મીટ્ટી નાખી. મગર તકદીર ગાંડુ તો ક્યા કરે બાંડુ ! તાલીબાનને બદલે પાક ફોજના પ્રભાવમાં ઈજાફો થયો છે. આ ભાવમાં વકરો એટલો નફો ગણીને ફોજ ‘આન્ટી અમ્રિકા સાન્ટીમેન્ટ’ને હવા આપે છે. કૈસે નાદાન હૈ જો શોલો કો હવા દેતે હૈ! લોક લાગણીને ઉષ્કરવાનું કામ ફોજનું નથી. સવાલ ફાવટનો નહીં રુતબાનો (વટનો) છે. તીસમારખાં ધમણ ચલાવે તો લ્યાનત છે લુહારના હુન્નરને. લિહાજા લોક લાગણી ઉષ્કેરવાનું કામ આઉટસોર્સ કરવામાં આવ્યું. બોલે તો મજહબી પક્ષો અને મુલ્લાઓને ધંધે લગાડવામાં આવ્યા. કબુલ કે બન્ને પાર્ટીઓ (રાજકારણીઓ અને પાક દાઢી)ને લોકોને ભડકાવાનો અમિતાભી અનુભવ છે. મગર જાહેર આક્રોશ અમેરિકાનું કશું જ બગાડી શકે તેમ નથી. ટૂંકમાં ‘આન્ટી અમરિકન સાન્ટીમેન્ટ’થી અંકલ સેમ હલી નથી ગયા. બલ્કે અબ આયેગા મજાના મૂડમાં આવી ગયા છે. શિકાર કરવાની મઝા તો પ્રતિકુળ સંજોગમાં જ આવે. પડકાર ઉપાડી લેવામાં જે મજા છે તે બાથટબના મોજામાં નથી. સીઆઈએને દોડવું હતું ને ઢાળ મળ્યો થયું છે. પાક ફોજ અને તાલીબાનને આપસમાં ભીડાવી દેવામાં આવ્યા છે. પ્રભાવ ક્ષેત્ર વધે તે વાસ્તે બન્ને બલિયા બાથે વળગ્યા છે.
ખામખા! કારણ કે પાક જનાક્રોશ ફર્જી છે. બલ્કે સીઆઈએની મરજીથી પ્રગટ થયો છે. એમ તો મીસર, લિબિયા અને અન્ય આરબ મુલ્કોમાં થયેલી ક્રાંતિ બી પ્રાયોજીત (સ્પોન્સર્ડ) છે. પણ ખુદાના આ પસંદીદા મુલ્કની બાત અલગ છે. બલ્કે બિલકુલ હટ કે હય. અહીં મારી-મચડીને મુસલમાન બનાવવાની ભવ્ય પરંપરા બરકરાર છે. નતીજન એન્ટી અમેરિકન દેખાવો મહજ દીખાવા કે લિયે થતા દમ વગરના તમાસા સે જ્યાદા કુછ બનતા નથી. જ્યાદા સે જ્યાદા એનો અંજામ નાગરિક સરકારના અંતમાં આવશે. લીખ લો. યાની કી એન્ટી અમેરિકન જુવાળ પાક સરકારનો જ ભોગ લે એવો તંતોતંત બંદોબસ્ત તીસમાર ખાંએ કર્યો છે. કારણ કે આસિફ મીંયાની સરકાર અમ્રિકા તરફી છે. તો શું પાક ફોજ તાલીબાન તરફી છે? અલ્લા, અલ્લા કરો. તીસમારખાં ખુદ ડોલરના દાસ છે. અબ સમઝ મેં આયા કે અમરિકાએ ડોલરના દામ વધારવાનું તીકડમ કઈ ખુશીમાં કર્યું છે?
- અને તાલીબાન અને અમ્રિકા બીચ સોદો થયો હોય તો કહેવાય નહીં. શયતાનના પીલ્લા જેવા સેમ ચાચુ અને તાલીબાન બીચ છત્રીસનો આંકડો છે એ સાચું. અમ્રિકા કાફીર છે એ બી સચ. પન તાલીબાનનું દુશ્મન નંબર વન ઈરાન છે. વજહ? વેલ, ઈરાન શીયા પંથી છે. એટલું જ નહીં, પણ સઉદી અરેબિયાને ખતમ કરવાના અરમાન પાળીને બેઠું છે. આ કોઈ સાધારણ બેસાણાની બાત નથી. બલ્કે ટાંપીને બેસવાનો જીક્ર છે. સુન્ની સઉદી અરેબિયાએ વહાબી પંથની કંઠી પહેરી છે. - અને તાલીબાનની જાન સઉદી મુરગી છે. સોનાના અંડા દેતી મુર્ગી ! ઈરાનની હસ્તી મીટાવી દેવા સઉદી અરેબિયા જાની દુશ્મન ઈઝરાયલને મદદ કરવા રેડી હોય તો સઉદી બગલબચ્ચુ તાલીબાન અમ્રિકા સાથે સોદાબાજી કેમ ન કરે? હૈ કોઈ જવાબ? હજુર, જવાબ હાજીર છે - ખુદ સાઉદી અરેબિયા જ અમેરિકાનું ગુલામ છે. નામુરાદ અમ્રિકાએ ઈઝરાયલનો ડારો દેખાડીને સઉદી વફાદારી અંકે કરી લીધી છે. હવે ઈરાનની દેહશત બતાવીને તાલીબાનનો સપોર્ટ બી ગઝવે કર્યો છે. ટૂંકમાં સચ-જુઠના સાંધાં ક્યાં ક્યાં અડે છે એની પાક આવામને જાણ છે. નતીજન ‘આન્ટી અમરિકન સાન્ટીમેન્ટ’ નીહાયત ઉભરો બનીને ઈતરાય છે. લશ્કર ક્યાં લડી રહ્યું છે ેમની જાનકારી મહોર્તમા આયેશ જલાલને નથી.
પ્રોફેસર હોવાનું આ સુખ. અપને આપને સર્વજ્ઞ તરીકે પ્રસ્થાપિત કરી નાખવા ! મહોર્તમાએ એક રીઢી પ્રોફેસરીકા તરીકે ડબલ ઢોલકી બજાવી છે. એક તરફ આપે પ્રતિપાદન (!) કર્યુ કે પાકિસ્તાનમાં તાલીબાનનો પ્રભાવ વઘ્યો નથી. બીજી બાજુ આપે તાલીબાનને એક ગંભીર ખતરા તરીકે માન્યતા ય બક્ષી છે! સુશ્રી આયેશા જલાલના અભ્યાસ (!) અનુસાર તાલીબાને સુફી સંતોની મજાર પર કાતિલાના હમલા કરીને અપની જ કબર ખોદી છે. કેમ જાણે પાકિસ્તાન સુફી પરંપરાને વરેલો મુલ્ક હોય. આપે પાક સરકારને અમેરિકા સાથે સારા સંબંધો બનાય રખવાની વણ માંગી સલ્લા આપી છે. કેમ જાણે પાક સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ હોય. ચીન પર ભરોસો રાખવો એટલે કુહાડાને પગ પર પડવાનું લેખીત નિમંત્રણ આપવું. ઈન્ડિયા પર એતબાર રાખી શકાય એમ છે. મગર બદલાની ભાવના દફનાવાથી સ્વયં પાકિસ્તાનીયત ખતમ થઈ જવાનો ખતરો છે. હસ્તી ટકાવી રાખવા માટે મુલ્ક એની અસલીયતની કુરબાની ન આપી શકે. પાકિસ્તાન માટે અમ્રિકા જ એક માત્ર ઓપ્શન છે. પાક ખુદ્દારી ડોલર આગે ટાંયટાંયફિસ્સ થઈ ગઈ છે. તવારીખ ગવાહ છે કે અમેરિકા સાથેના સીધા એવમ્ આડા સંબંધોમાં અનેક ચડાવ-ઉતાર આવ્યા છે. નામાકુલ એમ ચાચુના નાપાક દબાણ આગે પાક ફોજ અનેકવાર ઝૂકી ચૂકી છે. ચુંકી ‘જો ઝુક ગયા, સમજો જીત ગયા’ ડાયલોગ હંિદી ફિલ્મો પુરતો જ મર્યાદિત નથી. પાક ફોજને ઝુકવાનો અમિતાભી અભ્યાસ છે. સિકંદર કંઈ અમસ્તુ નથી થવાતું. ખુદા સચ ન બુલાવે. તીસમાર ખાંને જીહજુરી કરવાની આદત પડી ગઈ છે. પાક લશ્કરી મથક પર અમ્રિકાએ આ કંઈ પહેલી દફા હમલો નથી કર્યો. અફઘાનિસ્તાનમાં સીઆઈએ અને પાક ફોજ બીચ ઘણાં ફ્રેન્ડલી જંગો ખેલાયા છે. અલબત્ત ટંગડી હંમેશ તીસમાર ખાંની જ અઘ્ધર રહી છે. અંકલ સેમના હિસ્સે હાર જ આવી છે. શાયદ એટલે જ મીંયા-શયતાનની જોડી ટકી ગઈ! અમ્રિકાએ જબરજસ્તી ઠસાવી દીઘું છે કે તાલીબાનને અંકુશમાં રાખવામાં નહીં આવે તો મુલ્ક તબાહ થઈ જશે. - અને તાલીબાનને એવી બત્તી પકડાવી દીધી છે કે પાક ફોજ એકલે હાથે ઈરાનનો મુકાબલો કરી શકે તેમ નથી. અમ્રિકા ખુલ્લેઆમ પાક ફોજ અને તાલીબાનની ગરજનો ફાયદો ઉઠાવી રહ્યું છે. બન્નેને એની પુરી જાનકારી છે. મગર મજબુરી કા નામ મહમદઅલી ઝીણા કહીને ચલાવે રાખે છે. જેથી મોકો આવે ત્યારે ફુંફાડો મારી શકાય. - અને રહેમદિલ (!) અમ્રિકા મોકો આપવામાં દિલચોરી કરતું નથી. આંબાટાબાદની ચીલ ઝપટ પછી તરત જ પાક લશ્કરી મથક પર હુમલો કરીને અમ્રિકાએ પાક ફોજને કેચ કરવાની પ્રેકટિસ આપી છે. મોકો ઝડપવાની જ સ્તો! બસ ઈત્તીસી બાત હય. અમરિકામાં રહીને એની જ મેથી મારવામાં પવલાઓ ઉસ્તાદ છે. સાલે અપનેવાલે બી કંઈ ઓછા નથી. ડબલ રોટી (બ્રેડ, યાર)ની કઈ સાીડ પર મસ્કો છે એવું તો નર્યા (નિતાંત) સ્વાર્થી અમેરિકનો જોવે. ખુદાના બંદા બ્રેડની સ્લાઈસની બન્ને બાજુ બટર પ્રીફર (પસંદ) કરે. જનાબ ગુલામ નબી ફાઈ એક અમિતાભી અર્સાથી એ જ કરી રહ્યા હતા. અમેરિકાનું થોબડું અને એનું જ થૂંક! ડબડ રોટીની એક સાઈડ પર ગર અમરિકાનું બટર હતું તો બીજી બાજુ આઈએસઆઈનું. મગર જનાબેઆલીએ સિર્ફ અમેરિકાનું જ બુરું કર્યું. આખરે વફાદારી બી પાક આઈટમ છે. હવે બહાર આવ્યું છે કે વોશંિગ્ટન સ્થિત કાશ્મીરી અમેરિકન કાઉન્સીલમાં તાલીબાની ત્વો ધુસી ગયા છે. બલ્કે અલ કાયદાએ મજકુર ડંિડવાણાનુમા સંસ્થા પર કબજો જમાવ્યો છે. નતીજન સીઆઈએને ચોંકી ઉઠવાની પાક ફરજ બજાવવી પડી. વાયા આઈએસઆઈ ત્રાસવાદીઓ વોશંિગ્ટનમાં શું ખેલ પાડી રહ્યા છે ! કશ્મીરમાં નાપાક કરતૂકો નજરઅંદાજ કરતું અમેરિકા ઘર આંગણે આઈએસઆઈ માર્કાની નમકહરામી બર્દાસ્ત કરે જ નહીં. નતીજન જનાબ ગુલામ નબી ફાઈના કારનામા રોશનદાર થયા. આને પાક અણુ વિજ્ઞાની (!) ડૉ. અબ્દુલકાદર ખાનની ખતરનાક હેરાફેરી પરત્વે અમરિકાએ આંખ આડા કાન કર્યા હતા. આજે પાક અણુ શસ્ત્રો અમેરિકા માટે માથાનો દુઃખાવો બન્યા છે. પાક અણુ બમના અબ્બા હજુરના લાભાર્થીઓમાં ઈરાનનો બી સમાવેશ થાય છે! પછી સઉદી અરેબિયાને જ્યાં લાગવી હોય ત્યાં જ મીર્ચી લાગે ને !
પાક ખયાલ
ગરીબીની એક જ અહેમીયત છે. - અને તે છે એની અમૂલ્યતા! તમે સાવ મફતના ભાવમાં ગરીબ રહી શકો છો.
- સિરાજ શીશાવાલા
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|