Last Update : 25-Jan-2012,Wednesday
 

આથમી ગયેલું અજવાળું કોડિયાને નિરાશ કરે છે?

ઓફબીટ - અંકિત ત્રિવેદી

પ્રત્યેક પળ નવા અનુભવ સાથે જીવાડે છે. પ્રત્યેક નવો અનુભવ ‘હવેથી નહીં છેતરાવાય’ - એવી સાંત્વના આપીને ચાલી જાય છે. હકાર મને ગમે છે. સ્વીકાર મને સૌથી વધારે ગમે છે. પરીવર્તન દુનિયાનો, ઉંમરનો અને સંબંધોનો નિયમ છે. બઘું નિયમ પ્રમાણે થયા કરે છે. એમાંથી વચગાળાની રાહત જેવું સુખ શોધવામાં દિવસ પસાર થતા રહે છે. રાબેતામુજબનું પણ ક્યારેક સમયસૂચકતા વાપરીને ઐતિહાસિક બની જતું હોય છે. ઘણા બધા પ્રશ્નો પૂછતા હોય છે કે તમારી પાસે જે હકારાત્મકતા છે, જે કંઇ સામે છે- તેને સ્વીકારવાની કળા છે તે ક્યાંથી લાવો છો? તમને સાંભળીએ છીએ પછી નવું જોમ જીંદગીમાં ઊમેરાય છે એવું કેવી રીતે બને છે? મારે એ બધાને એટલું જ કહેવું છે કે આ બઘું જ પ્રયત્નો કરવાથી નથી આવતું. એક રસ્તો આંખ સામે ન હોય- એ બની શકે છે. એનો મતલબ એવો નથી કે સામે રસ્તો નહીં જ હોય. આથમી ગયેલું અજવાળું કોડિયાને ક્યારેય નિરાશ કરે છે? દિવો ફરીથી પ્રગટાવવાની જરૂરીયાત નવા અજવાળાને આગળ કરે છે. મને હકાર ગમે છે. ઊમાશંકર જોશી કહેતા કે...
‘‘વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી
પશુ છે, પક્ષી છે, ફૂલોની છે વનસ્પતિ...’’
અહીંયા કેટલા બધા ‘છે’ એનો મહિમા કવિએ ગાયો છે. માણસ તો આ બધાની પચી આવ્યો. પહેલાં તો આ બધા છે અને પછી માણસ છે. આપણી દુનિયામાં આપણે જેમ મસ્ત હોઇએ છીએ. એમ એમની દુનિયામાં એ લોકો મસ્ત જ હોય છે! એમને પણ માણસનો વિચાર કરવાનો સમય નથી મળતો! આપણે ગ્લોબલ વોર્મંિગના જમાનામાં લાગણીનો ઓડકાર ખાનારા અર્વાચીન માણસો છીએ. આપણને આપણું સપનું યાદ નથી રહેતું એ તો બરાબર છે ક્યારેક તો આપણે આપણને ભૂલી જઇએ છીએ! મને બધામાંતી સારું શોધવાની આદત છે. આ આદત એટલી હદ સુધી વકરી છે કે એને કારણે ન ગમતા માણસોનો સ્વીકાર કરવો પણ ગમે છે. કોઇની ઉપર આપણા વિચારો થોપી દેવા એના કરતા એના વિચારોને સ્વતંત્રતા આપીને આપણા વિચારોને મોકળા કરવા મને વધારે ગમે છે. મને ગમે છે એનું લિસ્ટ બહુ લંાબુ છે. જેમ કે કોઇને શાંતિથી સાંભળીને એને મારા આનંદમાં સહભાગી કરવો મને ગમે છે, એના દુઃખને કારણે રાતભરની ઉંઘ મારા ઊજાગરાઓને સોંપીને એના સપનાઓ માટે પ્રાર્થના કરવી ગમે છે, બે વિખૂટા પડેલા રસ્તાઓને ભેગા કરીને રાજમાર્ગ બનાવવાનું ગમે છે, સામી દિશાના પવનને સમજાવીને સૌની દિશાનો કરવાની મારી ગમતી પ્રવૃત્તિ છે, સાંજ અને રાત વચ્ચેના સમયે પડછાયો મારા દિવસનો જન્મદિવસ ઊજવે છે દરરોજ. મને મુલાકાત આપવાના સમયે બધામાં વેરાઇ જાઉં છું. મને ખોટું લાગે છે ત્યારે એકલો પડીને મારા અજંપાને વેઠું છું. મને રોમાંચ થાય છે મારી ભાષાનો, હું અવાજથી એને સ્પર્શીને મને પંપાળતો હોઉં છું. મને ગમે છે પાંખડીની નજાકતતી શરમાઇ જવાનું. મને ગમે છે મારી અદાથી સૌના આકાશમાં વરસી પડવાનું. મને હકાર અને સ્વીકાર ગમે છે કારણકે મને પીડાઓએ જાતને સાચવતા જાતે જ શીખવાડી દીઘું છે. હું એકલતાનો નહીં એકાંતનો એકલવ્ય છું. અને મારો અંગુઠો જે ગયા ભવમાં કપાઇ ગયો હતો એ કવિતાએ જાતે જ લગાડી આપ્યો છે. મને મારી આસપાસની હવા જોડે આપલે કરતાં કરતાં વિચારો વિણવાની ચાહત છે. મારા માળામાં એવું આકાશ છે જ્યાં ચાંદો અને સૂરજ સાથે સંપીને ઊગે છે. મારો ભરોસો મારી પાંખો છે. મને સ્થિર રહીને ઊડવામાં એ મદદ કરે છે.
વાત આત્મવિશ્વાસની છે. જે આપણે ખોઈ નથી બેઠા, પણ આપણાથી ક્યાંક ડાબા હાથે મુકાઇ ગયો છે. એને શોધીએ છીએ ત્યારે આપણે ખોવાઇ ગયા હોઇએ છીએ! આ સંગીતખુરશીની રમત નથી, જીવવાની મમત છે. આ મમતમાંથી જ આત્મકથાને અનુભવના નહીં લખેલા પ્રકરણોનો ભેટો થતો હોય છે. હું મને પહેરીને ફરું છું, નદીઓના ખળખળ વહેતા પાણીમાં મારી ઉદાસી હોડીની જેમ તરે છે, કોઇ આને કવિતા માને તો ભલે! મને એટલી જ ખબર છે કે પ્રત્યેક જન્મ એક કવિતા છે. બાળપણ એનું મુખડું છે, યુવાની એની ઘુ્રવપંક્તિ છે, સંબંધો એના સહજ અવતરેલા પ્રાસ છે, ઘડપણ એના અંદરના અંતરમાં રમમાણ એવો સૂક્ષ્મ આનંદ છે અને મૃત્યુ એ ક્યારેય નહીં પૂરી થયેલી કવિતાનું વિસ્મય છે.
મને સાંભળતા સાંભળતા આ કાગળને કરેલી વાત તમને કહી નાંખી! ઓફબીટનો આનાથી વધારે બીજો અર્થ કયો હોય? સાંજનો લાલ થઇ ગયેલો સૂરજ ઠંડીના કારણે થીજેલો તડકો પહોંચાડે છે બાલ્કીનીમાં! બાલ્કનીને કિરણોનો છોડ ઊગ્યો હોય એમ ખાલીને મને સંવારે છે. મારો હકાર, મારી હકારાત્મકતા એવી સભાનતામાંથી નથી આવી જે ટાઈમટેબલ સાથે જીવે છે. પૈસાદાર બનવાથી તમે સુખી બની શકો છો, પણ સંતોષી બનવાથી તમે આનંદી અને નિજાનંદી બની શકશો. જીવનમાં નથી જોઇતું એનું લીસ્ટ બહુ મોટું છે, અને જોઇએ છે એ બઘું જ ઍટલીસ્ટ થઇ જતું હોય છે! મને ઓળંગીને જવાના રસ્તા પર નકશો મારું સરનામું શોધે છે...
ઑન ધ બીટસ્‌
બાળપણમાંથી જવાની, ને જવાનીથી જરા
જંિદગીના વસ્ત્રને બદલાવતો ચાલ્યો ગયો
કોઇ જો સમજ્યો નહીં તો દોષ છે એનો ‘સગીર’,
હું ઈશારામાં ઘણું સમજાવતો ચાલ્યો ગયો.
- સગીર

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved