| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
|
 |
|
લોકવિચાર |
| |
કૃત્રિમ રીતે પકવાતાં ફળો
બજારમાં મળતાં કૃત્રિમ રીતે કેમીકલ્સ દ્વારા પકવેલા ફળફળાદિ આરોગનારના સ્વાસ્થ્ય માટે છેતરપીંડી છે. સરકારી હેલ્થ ખાતાં શું ઉંઘે છે? બજારમાં/લારીઓમાં વેચાણ થઈ રહેલા ફળો કૃત્રિમ રીતે અમુક શરીરને હાની પહોંચે એવા કેમીકલ્સ દ્વારા વેચાતા હોય છે! આવી રીતે પકવેલા ફળો ખાવાથી તેના કેમીકલ્સની આડઅસર થયા વગર રહે નહિ! તેનાથી ઝાડા ઉલ્ટી થાય છે. તેમજ શરીર પર ખંજવાળ નીકળી આવે છે અને ચાઠાં પણ પડી જતા હોય છે! આજે લીલી છાલવાળા કેળાં મળતાં નથી. પરંતુ કૃત્રિમ રીતે પકવેલા પીળા કેળા મળે છે! બારે મહિના સીઝન વગરના તરબૂચ મળે છે. તેમજ સફરજન પર ચમક લાવવા કેમીકલ્સ લગાડવામાં આવે છે. પપૈયા હવે વિલાયતી મળે છે. દેશી બીયાં ધરાવતા પપૈયા મળતા જ નથી! તાઈવાનની ટેટીની બોલબાલા છે. પ્રશ્ન એ છે કે અમદાવાદ મ્યુની. ખાતાનું હેલ્થખાતુ આ બાબતમાં કેમ કાંઈ કરતું નથી? રેલ્વે સ્ટેશનો-પ્લેટફોર્મ પર લારીઓમાં વેચાતા આવા ફળો અંગે રેલ્વે ખાતાની જવાબદારી હોવી જોઈએ. આમ આવા ફળો ખાનારાઓના આરોગ્યને જે નુકશાન થઈ રહ્યું છે તેની જવાબદારી કોની? આરોગ્યને સંબંધ ધરાવતી આ બાબતને ન્યાયતંત્ર સમક્ષ ન લઈ જઈ શકાય? જવાબ આપો?
(અમદાવાદ-૨૨) ફિરોઝ ડી. ગાડ
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|