Last Update : 25-Jan-2012,Wednesday
 

બચપણમાં હું સાયકલ કેમ શીખ્યો ?

જેની લાઠી તેની ભેંસ - મધુસૂદન પારેખ


સાયકલના પેડલ પર પગ મુકવા જતાં જ સાયકલ પૂરા પ્રેમથી અમને ભેટવા માંડે
આજે તો અમે કાર સુધી પહોંચ્યા છીએ, છતાં જૂની યાદગીરીને ભૂલી જવાની નથી. અમે સ્કૂલમાં હતા ત્યારથી સાયકલનો મહાવરો શરૂ કર્યો હતો. ભાડાની સાયકલ એક કલાકના ચાર પૈસા આપીને લાવતા. પડતા આખડતા સાયકલ શીખવા માંડ્યું પણ સાયકલના પેડલ પર પગ મુકવા જતાં જ સાયકલ પૂરા પ્રેમથી અમને ભેટવા માંડે એનું પ્રેમ આક્રમણ અમને ભારે પડી જતું.
સાયકલ અમને સહકાર જ ના આપે. એકવાર તો સાયકલ પર - એના પેડલ પર જબરદસ્તીથી પગ મૂકીને ગવર્નર પકડ્યું તો અમે ધરતી પર અને સાયકાલ અમારા પર.
સાત-સાત આઠ-આઠ વરસના છોકરાઓ (એ જમાનામાં છોકરીઓને વાહનની કશી છૂટ નહોતી. આજે તો સાયકલને બદલે બાઈક પર કિશોરીઓ હવાઈ જહાજ પર ઊડતી હોય તેમ બાઈક હાંકીને જે આવે તેને ઝપટમાં લે છે. છોકરીની બાઈક સવારીથી જેટલા મીટર દૂર તેટલી સલામતી.) પણ સાયકલ દોડાવતા અમે જોતા. અમને એ જોઈને પાનો ચડતો પણ પેડલ પર પગ મુકતાં જ સાયકલ વંકાઈ જતી.
અમારી પોળમાં (એ વખતે પોળોનો જમાનો હતો.) એક નોકર એકબે ઠેકાણે ઘરકામ કરતો હતો. મને સાયકલ સાથે રોજ કુસ્તી કરતો જોઈને મારી પાસે આવ્યો. મને કહે ઃ ‘‘બાબા! સાયકલ ચલાવવી બહુ સહેલી છે. તને શીખવું ?’’
હું તો ગુરુની શોધમાં જ હતો. મેં તરત શિષ્યપદ સ્વીકારી લીઘું. નોકરે મને ગવર્નર બરાબર પકડીને શરીર સમતોલ રાખીને પેડલ પર પગ કેમ મૂકવો એની તરકીબ શીખવવા માંડી. હું ઠોઠ નિશાળિયો પણ ચાર-પાંચ ટ્રાયલ પછી એની પરીક્ષામાં પાસ થયો ખરો. એણે મને સીટ પર બેસાડી સાયકલને દોરવા માંડી. મને સાયકલનું ગવર્નર બરાબર સમતોલ રાખવાની રીત બતાવી. અને એમ કરતાં મારો વિશ્વાસ પાકો થયો.
ગુરુએ મારી પરીક્ષા લેવા માટે મને સીટ પર ચડાવ્યો. ગવર્નર બરાબર પકડાવ્યું. મને કહે ઃ ‘સામી નજર રાખવી. આમતેમ જોવું નહિ. બરાબર બેઠો?’
મેં ઓ.કે. ના કહ્યું (એ જમાનામાં ઓ.કે.નો પગપેસારો નહોત.)
મેં કહ્યું ઃ ‘બરાબર.’
નોકરે મને સાયકલ પર ફીટ કરીને થોડે સુધી મારી સાથે સાથે સાયકલ પર ચાલ્યા પછી મને કહે ઃ ‘હવે પેડલ માર.’
મેં પેડલ માર્યા એટલે એણે સાયકલ છોડી દીધી. આમ અચાનક જવાબદારી માટે મારી તૈયારી નહોતી. ઘૂ્રજતા હાથે ગવર્નરને ઘુ્રજાવતા મેં પેડલ માર્યા. પણ હાય નસીબ!
મારી સાયકલ ગતિમાં હતી. રસ્તામાં એક વાછરડું ઊભું હતું. સાયકલને વાછરડું ગમી ગયું હશે એટલે સાયકલ એની તરફ દોડી. મને બ્રેક મારવાનું યાદ જ ના આવ્યું. મને એવી ટેવ જ છે કે અણીને વખતે જ મહત્ત્વનું કામ ભૂલી જઉં છું. પરીક્ષા આપવા જતાં કાપલીમાં કોપી કરી હોય. હોલમાં લઈ જવાની હોય, પણ સ્કૂલે જતાં જ કાપલી ઘેર ટેબલ પર રહી ગઈ હોય.
સાયકલને બ્રેક વાગી નહિ એટલે નિરંકુશ બનીને એ વાછરડીને ભેટી પડી. વાછરડી આમે ય સ્વભાવથી ચંચળ. અમથી અમથી ય નાના બાળકની જેમ ઠેકડા માર્યા કરે અને સહેજ તકલીફ થતાં જ ચારેકોર કૂદાકૂદ કરે.
વાછરડી ઠેકડા મારતી, ચારે પગે ઊછળતી દોડી. માટલા ભરેલી એક લારી જતી હતી. એ માટલાવાળા સાથે અથડાઈ. માટલાવાળો ગભરાયો. અને વાછરડીના ધક્કાથી બચવા ખસી ગયો. વાછરડી લારી સાથે ભટકાઈ એટલે લારીને ગતિ આપી. એ નિર્જીવ લારી પણ જાણે સ્પર્ધામાં ઊતરી હોય તેમ વાછરડીના ધક્કાથી જોરમાં આવી.
એક શાકવાળો શાક ટોપલામાં ભરીને શાકની બૂમો પાડતો જતો હતો. લારી પાછળથી તેની સાથે અથડાઈ. શાકવાળો ભડક્યો. એના પગે જરા જંપ કર્યો તે સાથે જ ટોપલામાંથી શાકભાજીએ બહાર આવવા કૂદા કૂદ કરી મૂકી. ટોપલામાંથી રીંગણા બટાકા, ટામેટાં વેરવિખેર થઈને રસ્તા પર પડ્યું. વાછરડી તો કૂદાકડા મારતી ભાગી. પણ રસ્તા પર શાકભાજી જોઈને એક ગાયની દાઢ સળકી. એણે ઝડપથી રસ્તા પરના શાકભાજી તરફ દોટ મૂકી.
ગાયને લીધે આખો ટ્રાફિક જામ થઈ ગયો. એ જમાનામાં વાહનો બહુ ઓછાં સ્કૂટર તો ભાગ્યે જ જોવા મળે. મોટેભાગે સાયકલ કે ગાડાં હોય, રિક્ષા ય નહિ.
બધાનું તો જે થવાનું હતું તે થયું, પણ હું સાયકલ પરથી ગબડીને ફૂટપાથની પાસે પડ્યો.
ગભરાટમાં મને કશું સૂઝ્‌યું નહિ. અણીને વખતે શું કરવું તે મને ક્યારેય સૂઝતું નથી.
પેલો શાકવાળો, માટલાવાળો બધા ગરમાગરમ હતા. એક પોલીસ પણ ક્યાંક રખડતો હશે તે આવી ચડ્યો. મારા છક્કા છૂટી ગયા. પોલીસ જો મને ચોકી પર લઈ જશે તો?
પણ અપવાદરૂપે એ ભલો નીકળ્યો. તેણે મને સધિયારો આપ્યો. શિખામણ પણ આપી. સાયકલ મને પકડાવી. મને કહે ઃ ‘સાયકલને દોરીને લઈ જા. ઉપર બેસીને ચલાવીશ નહિ.’
હું હારેલા યોદ્ધા જેવો સાયકલનાં શીંગડાં પકડી ઘર તરફ વળ્યો.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved