Last Update : 25-Jan-2012,Wednesday
 

બિનસાંપ્રદાયિકતા કે ફાસીવાદ?

ઇનસાઇડ સ્ટોરી - વીરેન્દ્ર કપૂર

 


કહેવાય છે કે દૂધ પાઈને ઉછેરેલા સાપ ક્યારેક તમને જ ડંખ મારે. આ વાત સાચી ઠરી છે. છેલ્લા છ દાયકાથી લધુમતિઓને ખાસ હક્કો અને વિશેષાધિકારો માત્ર મત મેળવવા માટે આપવામાં આવ્યા છે.
લધુમતિના કલ્યાણ માટેનો તેમાં હેતુ નથી. પરંતુ માત્ર મુસ્લીમોના મતથી થેલી ભરવાનો ઈરાદો છે. મુસ્લીમોની આર્થિક સમાજિક સમસ્યાઓ માટે કમિટિ ઉપર કમિટિ નિમાઈ છે. યુપીએ દ્વારા નિમાયેલી સાચર કમિટિએ પણ મુસ્લીમોના દુઃખ કર્ણવ્યા છે.
ઘણી બાબતો ખરેખર આંચકાજનક છે. શાળામાં ઓછી ભરતી, શાળો છોડી જવાના વઘુ કિસ્સા ગરીબી, ઉચ્ચ અધિકારી વર્ગમાં ઓછી નિમણુકો, ખાનગી ઉદ્યોગોમાં નજીવો ફાળો અને આરોગ્ય સુવિધા વિનાના વિસ્તારોમાં રહેઠાણો.
ખરી વાત એ છે કે વિકાસની બધી સુવિધા છતાંય મુસ્લીમો અન્ય કરતાં પછાત છે. મુસ્લીમ વિરોધી માનસ ધરાવતા લોકો તેમની સમસ્યા માટે સત્તાધારી વર્ગને દોષ આપે છે. જોકે આ વાત એક પગાલપણું છે. સરકારોમાં ગમે તે પક્ષ સત્તા પર હોય મુસ્લીમો પ્રત્યે વ્યવહારમાં કોઈ મતમતાંતર હોતાં નથી.
કેટલાંક પક્ષો મુસ્લીમોના મત મેળવવા તેમની સમસ્યાઓ માટે બીજા પક્ષ પર દોષ ઢોળે તે જુદી વાત છે.
કમનસીબે મુસ્લીમોની નેતાગીરીને વઘુ દોષ આપવો પડે. બની બેઠેલા મુસ્લીમ નેતાઓ, મૌલવીઓ અને મુલ્લાઓ મુસ્લીમોના શિક્ષણ અને નોકરી માટે સક્રીય થવાને બદલે નકામી બાબતોના મુદ્દા ઉછાળતાં હોય છે.
મસ્જીદ આધારીત નેતાઓ શરિયતના કાયદા માટે લડે છે પરંતુ મુસ્લીમ મહિલાઓના કલ્યાણ, હક કે સુખાકારી માટે કશું જ કરતાં નથી. તેઓ ધાર્મિક અભિમાન ઘવાય ત્યારે કોઈક પુસ્તકો ઉપર પ્રતિબંધની માગણી પણ કરે છે.
કોઈ પણ મુસ્લીમ નેતાએ તેમના સમાજ માટે ખાસ આઈઆઈએમ કે આઈઆઈટીની માગણી કરી નથી. વાંચવાની પરવા કર્યા વિના સલમાન રશ્દીના પુસ્તક સેતાનિક વર્સીસ પર પ્રતિબંધ એ મુસ્લીમ સમાજ માટે ઉચ્ચ સિઘ્ધિ હોય તેમ મનાય છે અમે મુસ્લીમ બાળાઓને શિક્ષણ આપવાની કોઈ પરવા કરતું નથી.
હાલમાં જ મતની ભૂખી કોંગ્રેસે સલમાન રશદીની જયપુર મુલાકાતનો વિરોધ કર્યો અને તે બીજી કોઈ બાબત કરતાં મોટ મુદ્દો બની ગયો. કમનસીબે આ મુદ્દે કોઈ મુસ્લીમ, શિક્ષિત વર્ગ કે મુસ્લીમ સમાજના કોઈ નેતાએ દેવબંદના ફતવાનો વિરોધ કરવાની હંિમત કરી નહીં.
પ્રશંસાને બદલે ટીકાપાત્ર ચૂકાદો
કોઈને ગમે કે ન ગમે પરંતુ એક વાત સાચી છે કે ન્યાયાધીશ પણ અંતે તો માણસ જ છે. દરેક વ્યક્તિને જે પૂર્વગ્રહો નડે તે તેમને પણ નડે.
ગુજરાત હાઈકોર્ટના જજ વી.એમ. સહાય અને જજ અકીલ કુરેશીના લોકાયુક્ત અંગેના ચૂકાદાને વાંચીએ તો તેમાં કંઈ આશ્ચર્યજનક નથી. જજ સહાએ એવી કડક ભાષામાં ચુકાદો આપ્યો કે વિરોધપક્ષવાળા પણ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુઘ્ધ કશું બોલી શકે નહીં. જજે ચુકાદામાં વાપરેલા નંિદાત્મક શબ્દો નોંધપાત્ર છે. તે ગુજરાત સરકારની અરજી કાઢી નાખવાના હુકમમાં છૂટથી વપરાયા છે. આ બધા શબ્દો તેમને મોદી અને ગુજરાત સરકાર સામે પૂર્વગ્રહ છતો કરે છે. આપણે આશા રાખીએ કે ચુકાદામાં જે લખ્યું છે તે તેઓ બરાબર સમજતાં હોય. જસ્ટીસ સહાયે પણ પોતાની જાતને અરીસામાં જોઈને ખાતરી કરવી જોઈએ કે આ શબ્દો તેમને લાગુ પડે કે નહીં કેમકે તેમની બદલી ટૂંકાગાળા માટે બીજી વાર શંકાસ્પદ સંજોગોમાં થઈ હતી.
અંગત પત્રકારની મર્યાદા
વડાપ્રધાન મનમોહન સંિહના મીડિયા મેનેજર તરીકે ટીવી એન્કર પંકજ પચોરીની અચાનક નિમણુકથી એક બાહોશ અનુભવી પત્રકાર ડેરીશ ખરેએ રાજીનામુ આપ્યું હતું. આ ઘટના એક સવાલ ઉભો કરે છે કે સારો મીડિયા મેનેજર બ્લેકને વ્હાઈટ કરી શકે?વડાપ્રધાનની ઓફિસના નવા બોસ પુલોક ચેટરજી માત્ર ગાંધી પરીવારની નીકટ હોવાથી જ આગળ આવ્યા છે. તમને કદાચ અનુભવી અને પીઢ ખરે કરતાં જુનિયર પચોરી સાથે વઘુ ફાવે. પરંતુ તેનાથી સરકારની છબી બદલાવાની નથી. હોંશિયાર સેલ્સમેન પણ સડેલો માલ વેચી શકે નહીં.
બિચારા ખરે, કેન્દ્ર સરકાર જ્યારે ભ્રષ્ટાચારના વિવાદમાં ગળાડૂબ અને મુશ્કેલીમાં જ હતી ત્યારે તેમની નિમણુક વડાપ્રધાનના મીડિયા એડવાઈઝર તરીકે થઈ તે કમનસીબી છે. તેઓ સરકારને ૨-જી સ્પેક્ટ્રમ કાંડ કે કોમનવેલ્થ કાંડમાંથી કેવી રીતે બચાવી શકે? વળી કૌભાંડની પ્રસિઘ્ધિ થાય તો નેતાઓ તેમને જ દોષ આપે.હવે હિન્દી ટીવી પર સફળ થયેલા પચોરી માટે કપરું કામ છે. તે ટ્‌વીટર કે જૂના સાથીઓની મદદથી સરકારની છબી સુધારવાનું વિચારતા હોય તો તેમની ભૂલ છે. જ્યાં સુધી મનમોહનસંિહ વડાપ્રધાન છે ત્યાં સુધી સરકારની છાપ બદલાવાની નથી. બીજી તરફ ખરેને તેમના સ્વતંત્ર પત્રકારત્વના જૂના પ્રેમ તરફ સ્વાગત છે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved