| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
|
 |
|
ડાયાબીટીસના દર્દીઓએ પ્રયોગ કરા જેવો છે
|
હેલ્થ ટીટબીટ્સ |
|
ગુજરાતને ડાયાબીટીસ સ્ટેટ ઓફ ઈન્ડિઆ આવું નામ મળ્યું છે કારણ અત્યારે ગુજરાતમાં દર દસ વ્યક્તિએ એક જણાને ડાયાબીટીસ છે તો તમારા ડાયાબીટીસને કાબુમાં રાખવા આપણા જુના આયુર્વેદગ્રંથોમાંથી જડેલા નીચેના પ્રયોગો કરવા જેવા છે. બધી જ જાતના નુસખા કુદરતી છે અને નુકસાન થવાનો સંભવ નથી.
૧. જાંબુ ઃ રોજ પાંચ જાંબુ ખાઓ. ઠળીયાને સુકવી ભુકો કરીને રોજ એક ચમચી સવારે એક ચમચી સાંજે જમ્યા પછી પાણી સાથે લો.
૨. કારેલા ઃ કારેલાને કાચા અથવા બાફીને રસ કાઢીને તેને ગાળી નાખીને રોજ કુલ ત્રણ ચમચા લેવાના છે.
૩. ઘઉંના જવારા ઃ રોજ એક કપ (૧૦૦ મીલી) એક મહિના સુધી ઘઉંના જ્વારાનો રસ પીવાનો છે.
૪. મેથી ઃ રોજ ૪૦ દાણા મેથીના રાત્રે પાણીમાં પલાડી સવારે તેને ચાવીને પાણી સાથે પી જાઓ. ૨૦ દાણા મેથીનો પાવડર દિવસમાં બે વખત પાણી સાથે પીઓ.
૫. ગાજર ઃ રોજ એક ગ્લાસ ગાજરનો રસ ત્રણ મહિના સુધી પીવાથી ડાયાબીટીસમાં ફાયદો થશે. લોહી પણ સુધરશે.
૬. પાલક ઃ રોજ એક ગ્લાસ પાલખનો રસ અથવા સુપ પીવાથી હિમોગ્લોબીન સુધરશે. ડાયાબીટીસમાં ફાયદો થશે.
૭. કાકડી ઃ જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે ૧૫૦ ગ્રામ જેટલી કાકડી ડાયાબીટીસવાળા દર્દી ખાશે તો તેમને ગળ્યું ખાવાની ઈચ્છા નહીં થાય. આ રીતે ડાયાબીટીસ કાબુમાં રહેશે.
૮. લીંબું ઃ ડાયાબીટીસના દર્દીને વારેવારે તરસ લાગે છે. લીંબુંનું પાણી દિવસમાં બે વખત લેવાથી તેમને તરસ ઓછી લાગશે.
(૨) તમારા આરોગ્યને નુકસાન કરનારી આટલી ટેવોને સુધારો
છ. તમારૂ ટુથબ્રશ અવારનવાર બદલો
આપણે સૌ ટુથબ્રશના બ્રીસલ્સ (દાંતા) વાંકા થઈ જાય અથવા તો થોડાક નીકળી જાય ત્યાં સુધી બસ વાપર્યા જ કરીએ છીએ. આવી તમારી ટેવ તમારા આરોગ્યને ખાસ કરીને દાંતને નુકસાન કરનારી છે. ઘસાઈ ગયેલા અને વળી ગએલા બ્રિસલ્સ વાળુ બ્રશ પહેલુ તો તમારા દાંત ઉપરના એનેમલને ઉખાડી નાખશે અને તમારા અવાળાને ઈજા કરશે. દાંતની વચ્ચેની જગ્યા સાફ નહીં થાય એટલે તમે ખાધેલા ખોરાકના કણો અને ચિકાશ ત્યાંને ત્યાં રહેશે એટલે ત્યાં (દાંતની પાછળ) રહેલા બેકટેરીઆ એસીડ ઉત્પન્ન કરશે અને તેને લીધે દાંતમાં કેવીટી પડશે. મૂળ સુધી બેકટેરીઆ પહોંચી જશે અને છેલ્લે દાંત સડી જશે. નબળા થઈ પડી જશે. તમારે મોડાવહેલા દાંતનું ચોકઠુ પહેરવાનો સમય આવશે. તમે યુવાનીમાં જ ઘરડા લાગશો. આટલું જ નહીં પણ ખુલ્લા દિલે હસી પણ નહીં શકો. ચોકઠું બહાર નીકળી જવાનો ડર લાગશે. આટલું બઘું ફક્ત બ્રશ નહીં બદલવાની આળસને જ કારણેને ? હંમેશાં સોફ્ટ બ્રશ વાપરો. અવારનવાર ખરાબ થઈ જાય તે પેહલાં બદલો બ્રશ કર્યા પહેલાં અને બ્રશ કર્યા પછી સાબુથી દાંતા ધોઈ નાખી ડબીમાં મૂકી દો. બ્રશ બદલવાની ટેવ રાખો.
મ્. સવારે નાસ્તો કરવાનું ભૂલશો નહીં
યાદ રાખો તમે સવારે ઊઠો છો ત્યારે તમારૂ પેટ ૧૦થી ૧૨ કલાકથી ખાલી હોય. આ સમયે તમારા શરીરને શક્તિ માટે ખોરાક જોઈએ. જો આવખતે તમે નાસ્તો નહીં કરો અને સાથે ચા/કોફી/દૂધ અથવા લીંબુનું પાણી નહીં પીઓ તો તમને ૧૦થી ૧૧ વાગ્યામાં સુસ્તી લાગશ. થાક લાગશે અને ઉંઘ કે ઝોકાં આવશે. તમને ખબર નહીં હોય પણ તમારા મગજમાં એક ‘એપેટાઈટ સેન્ટર’ છે જે તમારા બાથરૂમના ‘ગીઝર’ની માફક કામ કરે છે. પાણી ઠંડુ થાય તો ગીઝર ‘ઓન’ થાય. ગરમ થઈ જાય તો ‘ઓફ’ થાય. આજ રીતે પેટ ખાલી થઈ જાય તો એપેટાઈટ સેન્ટર ‘ઓન’ થાય એટલે કે સખત ભૂખ લાગે અને પેટ ભરાઈ જાય તો એપેટાઈટ સેન્ટર ‘ઓફ’ થાય એટલે કે ભૂખ જતી રહે. હવે તમે સવારે ઘેર હો ત્યારે નાસ્તો ના કરો કે કાંઈ પીઓ નહીં તો અર્ધા કલાક પછી તમને એટલી જોરદાર ભૂખલાગશે કે જ્યાં હશો ત્યાં જેવું હશે તેવું એટલે કે તમારા આરોગ્યને નુકસાન કરે તેવું ‘તીખું’, ‘વધારે તળેલું’, ‘વધારે ચરબીબાળું’ કે વધારે ગળ્યું કે વધારે ખારૂં તમને ગમે તેવું ખાવનું વધારે પડતું ખઆઈ જશો અને સરવાળે ડાયાબીટીસ- બી.પી., એસીડીટી કે કેન્સરના ભોગ બનશો. આજથી નક્કીકરો કો નાસ્તો ચોક્કસ કરવાનો. દૂધ + દાળીઆ + એક કાકડી કે ટમેટું ખાઓ મઝા આવશે.
ભ કસરત કરવાનું મન થતું નથી - આમ ના ચાલે ફક્ત ૪૦ મિનિટની ને ગમે તેવી કસરત કરો
આપણને બધાને ખબર છે કે કસરત કરવાથી ફાયદો થાય છે. પરમેશ્વરે હાથ અને પગ હલાવવાને ચલાવવા આપ્યા છે એ પણ ખબર છે. આમ છતાં તમને કસરત કરવાનું મન થતું નથી. આ સારી ટેવ નથી. જો તમારે આજીવન તંદુરસ્ત રહેવું હોય તો, નાના મોટો રોગના ભોગ બનવું ના હોય, તારીખ પ્રમાણે તમારી ઉંમર હોય તેના કરતાં નાના દેખાવું હોય, અકાળે ઘરડા ના થવું હોય. ચામડીની ચુસ્તી અને આંખોની ચમક અકબંધ રાખવી હોય. સામાન્ય માણસમાં ના હોય તેવી શક્તિ મેળવવી હોય અને સૌથી અગત્યની બે વાતો અનુભવવી હોય એટલે કે તમારી ઈમ્યુનીટી વધારવી હોય અને તમારી જીવન પ્રત્યેની દ્રષ્ટિ ‘હકારાત્મક’ (પોઝીટીવ એટીટયુડ) બનાવવી હોય તો અવશ્ય ૪૦ મિનિટની તમને ગમતી રોજ બદલી શકો તેવી કસરત કરો. કોઈ દિવસ ચાલવા જાઓ. કોઈ વખત સ્વિમંિગ કરો. (સગવડ હોય તો) કોઈ વખત નજીકની લાફીંગ ક્લબમાં જાઓ. કોઈવાર આખા દિવસમાં ગમે ત્યારે દાદરનું એક જ પગથીયું પડવા ઉતરવાની કસરત કરો. આમાં આળસ નહીં ચાલે. નિયમિત કરો અને તમારા કુટુંબના બધા જ સભ્યો નાના મોટા સૌને કસરત કરવાની ટેવ પાડો.
- મુકુન્દ મહેતા
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|