| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
|
 |
|
તામિલનાડુના રશિયન બનાવટના કુદમકુલમ પ્લાન્ટની જડબેસલાક સલામતી કેવી રીતે ?
|
| ડિસ્કવરી- ડો. વિહારી છાયા |
|

સૌર ઊર્જા અને પવન ઊર્જાની નિશ્ચિતતા કેટલી ?
છ દાયકામાં થયેલા ન્યૂકિલઅર પ્લાન્ટના ચાર મોટા અકસ્માતો
ન્યૂકિલઅર પ્લાન્ટની સલામતી માટે સૌથી અગત્યના ચાર પાસા કયા કયા છે ?
થા
ડા વખત પહેલા મહારાષ્ટ્રના ચેતાપુર ન્યૂકિલયર પાવર પ્લાન્ટની સ્થાપના સામે વિરોધનો જુવાળ ઉઠયો હતો. અત્યારે તામીલનાડુમાં કુદમ કુલમ ન્યૂકિલયર પાવર પ્લાન્ટ સામે જબરજસ્ત જુવાળ ઉઠયો છે. ત્યાં રશિયાના બે રીએકટરો વીવીઇઆર - ૧૦૦૦ ટેકનોલોજીના સ્થાપિત થવાની તૈયારીમાં છે અને બીજા છ રીએકટરો સ્થાપવાની યોજના છે. આમ કુલ ૨૦૦૦ + ૬૦૦૦ એમ ૮૦૦૦ મેગાવોટનો ન્યૂકિલયર પાર્ક સ્થાપિત થવાની યોજના છે.
આ વિરોધને સમજવા અને ન્યૂકિલયર વિદ્યુત ઊર્જા ની આઘુનિકતમ ટેકનોલોજીની સુરક્ષિતતા સમજાવવા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીસ્ટ અબ્દુલ કલામે ૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ મુલાકાત લીધી હતી અને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો.
તેમણે ન્યૂકિલયર વિદ્યુત ઊર્જા મથકની સલામતિના મહત્વના ચાર પાસાની છણાવટ કરી છે.
એક તો એ કે વિદ્યુત મથકની માળખુ અત્યંત ઉચ્ચ કક્ષાના સલામતિના ધોરણો અનુસાર બનાવવામાં આવેલ છે. તેમાં જે કંઇ છે તેને સમાવિષ્ટ કરી પકડી રાખવાની બમણી વ્યવસ્થા છે અને હવાની અંદર અવર જવર પણ ન થઇ શકે તે રીતે અવાતી સીલ કરી ભૂકંપ સામે તેને સલામત કરવામાં આવેલ છે. ત્સુનામી અને વાવાઝોડાના કોઇપણ જોખમને પહોંચી વળવા તે વિદ્યુત મથકને (પંપ હાઉસ)ને જમીનથી છ મીટર ઉંચે લઇ જવામાં આવેલી છે. આમ થતાં ત્સુનામીના પાણી તેમાં ધૂસવાની શકયતા નથી. જાપાનમાં ફુકુશિમા-ડાઇસિ પ્લાન્ટમાં સમુદ્રનાં મોજાં તેમાં ધૂસી જતા પંપ બંધ પડી ગયા હતા. આ પંપ રીએકટરના હાર્દમાં શીતક ધકેલતા હોય છે જે અંદરની ગરમીનું શોષણ કરે છે. પરંતુ પંપ બંધ પડે તો આ વ્યવસ્થા પડી ભાંગે છે અને અંદર ગરમી વધતી ચાલે છે. આ ઉપરાંત વધારાના સહાયક ડીઝલી સેટ ૯.૩ મીટર ઉંચાઇએ રાખવામાં આવ્યા છે. આથી ડીઝલ જનરેટરમાં ચાર ગણી અતિરિકતતા (અતિશયતા) મળે છે. પંપ હાઉસને મળતી વિદ્યુત ઊર્જા બંધ પડે અને શીતકનું પંપીંગ બંધ પડે કે તત જ ડીઝલ સેટ ચાલુ થઇ જાય છે. ફુકુશિયા ડાઇચિ પ્લાન્ટમાં તેનું માળખુ તૂટી પડવા પાળના પ્રાથમિક કારણો પૈકી એક હાઇડ્રોજનના વિસ્ફોટ છે. આ હાઈડ્રોજન નિયંત્રણની બહાર થઇ ગયો હતો. હાઈડ્રોજન બહાર જતાં તેનું હવામાંના ઓકિસજન સાથે સંયોજન થતાં તેમાં ઊર્જા ઉત્પન્ન થયા છે તેથી મોટા મોટા વિસ્ફોટ થયા હતા. તેનાથી માળખુ તુટી પડયું હતું. કુદમ કુલમ પ્લાન્ટમાં ઠેર ઠેર ૧૫૪ હાઈડ્રોજન રીકમ્બાઇનર્સ (પુનર્યોજકો) છે. તે જે કંઇ હાઈડ્રોજન લીક થાય છે તેને શોષી લે છે અને માળખાને થતાં કોઇપણ નુકસાનને અટકાવે છે.
બીજી સલામતિની વ્યવસ્થા સૌથી એડવાન્સ્ડ છે. કુદમકુલમ પ્લાન્ટમાં પેસિવ હીટ રીમુવલ સિસ્ટમ (પીએચઆરએસ૦ એટલે કે ગરમી દૂર કરવા માટેનું નિષ્ક્રિય તંત્ર છે. આપણે ફુફુસિયા અકસ્માતમાં જોયું કે રીએકટરમાં હાર્દમાં જે પ્રક્રિયા થાય છે તે ગરમી ઉત્પન્ન કરવા માટેની છે. તે ગરમી સતત શોષાતી રહે તે માટે પાણઈ (સીશતક) તેમાં ધકેલાય છે. પાણી ધકેલતા પંપોને મળતી વિદ્યુત બંધ થઇ અને સ્ટેન્ડ બાય તરીકે ગોઠવેલા ડીઝલ જનરેટીંગ સેટ પણ બંધ પડયા એટલે રીએકટરના હાર્દમાં ગરમી વધતી ચાલી અને ખાના ખરાબી સર્જાઇ. પરંતુ આ વ્યવસ્થા તંત્ર ચલાવવા માટે વિદ્યુતની જરૂર પડે એટલે આ વ્યવસ્થા તંત્ર એકિટવ અથવા તો સક્રિયક હતી. અહીં કુદમકુલમમાં તંત્ર પેસિવ એટલે કે નિષ્ક્રિય છે. તેને વિદ્યુતની જરૂર નથી. તેની ટેકનોલોજી સૌથી આઘુનિક છે. તેમાં ખૂબ જ ઝડપથી રીએકટરનું શીતન થયા છે. પીએચઆરએસ અનન્ય તંત્ર છે તેમાં વરાળનું પુનઃ પરિવહન કરતું તંત્ર છે. વિદ્યુત ઊર્જા રૂપે એ.સી. પાવર નિષ્ફળ જાય ત્યારે તે પ્લાન્ટને ઠંડો રાખવાનું કામ સતત ચાલુ રાખે છે. ખરાબમાં ખરાબ પરિસ્થિતિ તો એ છે કે શીતક બિનકારગત નીવડેલ હોય ત્યારે પણ પ્લાન્ટને ઠંડો રાખવાનું કામ સતત ચાલુ રહે છે અને તે પણ કોઇપણ વિકિરણને વાતાવરણમાં જવા દીધા વિના થાય છે. એવી પણ યંત્રણા છે જે તાકીદની પરિસ્થિતિમાં રીએકટરને ઝડપથી ઠંડુ પાડી દે છે. જેમાં ઝીણવટથી કાળજી પૂર્વક તૈયારકરેલ ફુવારાઓના જટીલ તંત્ર જેને પ્લાન્ટની આરપાર અતિશય પ્રમાણમાં સ્થાપિત કરેલ છે. આ તો કદમ કુલમ ન્યૂકિલયર પ્લાન્ટમાં અકસ્માત થાય તો પ્લાન્ટમાં ગરમી વધી ન જાય અને ઠંડો રાખવામાં આવે તે માટે શકય તમામ કાળજી રાખવામાં આવી છે.
ત્રીજી સલામતીની વ્યવસ્થા પણ સમજવા જેવી છે. આપણે જાણીયે છીએ કે ન્યૂકિલયર રીએકટરના હાર્દમાં યૂરેનિયમ ઇંધણના સળિયા રાખેલા હોય છે. તે શીતકમાં ડૂબેલા હોય છે. યૂરેનિયમ પરમાણુની નાભિ એટલે કે ન્યૂકિલયસમાં ન્યુટ્રો નદાખલ થાય એટલે ન્યૂકિલયસ અસ્થિર થઇ જાય છે અને તેના બે ફાડચાં થઇ જાય છે. તેને વિખંડન કહે છે. તે વખતે ઊર્જા ઉત્પન્ન થાય છે અને બેથી ચાર ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. ઇંધણના જથ્થામાં તો કાંઇ એક પરમાણુ હોતુ નથી. અબજો પરમાણુઓ હોય છે. તેથી એક વિખંડનમાં જે ન્યુટ્રોનો ઉત્પન્ન થાય તે બીજા ન્યૂકિલયસો ના વિખંડન કરે છે. તે દરેકમાં ઉર્જા અને બે ચાર ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા આગળ વધે છે. તેને શૃંખલા પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયામાં વઘુ અને વઘુ ઊર્જા ઉત્પન્ન થતી જાય છે અને વઘુ અને વઘુ ન્યુટ્રોન ઉત્પન્ન થતા જાય છે. જેમ વધારે ન્યુટ્રોન ઉત્પન્ન થાય તેમ વધારે વિખંડનો થાય છે. અતિશય સંખ્યામાં વિખંડનો થવા લાગે તો અતિશય ઉર્જા ઉત્પન્ન થાય અને રીએકટરનું હાર્દ તેની ગરમીથી પીગળી જાય. આવું ન થયા તે માટે શૃંખલા પ્રક્રિયા દરમ્યાન જે ન્યુટ્રોન ઉત્પન્ન થયા છે તેની સંખ્યા અંકુશમાં રાખવી જોઈએ તે માટે રીએકટરમાં આપો આપ ઉતરી જાય તેવા નિયંત્રણ સળિયા (કન્ટ્રોલ રોડ) હોય છે. તે હાર્દમાં ઉતરી ન્યુટ્રોનને બ્લોટીંગ પેપરની જેમ શોષી લે છે. કોઇપણ ન્યૂકિલયર પ્લાન્ટમાં ન્યુટ્રોનના ઉત્પાદનને નિયંત્રણમાં લેવાની ક્ષમતા ગુમાવવી તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હોય છે. કુદમ કુલમમાં આ ક્ષેત્રમાં છેલ્લામાં છેલ્લી ટેકનોલોજી અનન્ય રીતે અમલમાં મૂકી છે. આ ટેકનોલોજીને કોર કેચર કહે છે. તે મૂળભૂત રીતે એક અન્ડર લાઇન (અધશાયી) ગેડોલિયમ ઓકસાઇડ સાથેની સંરચના હોય છે. બિલકુલ અસંભવિત કહી શકાય તેવી નિગલન (મેલ્ટ ડાઉન)ની સ્થિતિ સર્જાય તો તે ન્યુટ્રોનને પકડી લેેે. કોર કેચર એ છેવટની સુરક્ષા છે તે માટે કોઇ માણસની દરમિયાનગીરીની જરૂર પડતી નથી. કોઇ બહારથી ઊર્જાના પૂરવઠાની જરૂર પડતી નથી. તે સિવાય પણ તે ઇંધણ અને રીએકટરને ઠંડા પાડી દે છે.
ચોથી સલામતીની જે બાબતને ઘ્યાનમાં રાખવામાં આવી છે. તે અણુ કચરાના પ્રબંધનની છે. તેને ન્યૂકિલયર વેસ્ટ મેનેજમેન્ટ કહે છે. લોકોમાં પ્રવર્તતી દંત કથા પ્રમાણે અણુ કચરાને મહાસાગરમાં ઠાલવવામાં આવે છે. ત્યાં દરિયાઇ જીવ સૃષ્ટિને ખતમ કરે છે. આ સંપૂર્ણ ખોટું છે. એ વાત સાચી છે કે ઘણા દાયકા પહેલાં કેટલાક રાષ્ટ્રો અણુ કચરાને માનવ વસ્તીથી દૂર મહાસાગરમાં ઉંડાઇએ ઠાલવતા હતા. પણ તે પઘ્ધતિ હવે બંધ થઇ છે. હવે તો કલોઝડ લૂપ સાયકલ (બંધ પારાચક્ર)ના કારણે ૧૦૦૦ મેગાવોટના પ્લાન્ટમાંથી દર વર્ષે ઉત્પન્ન થતો અણુ કચરો ત્રણ ટકાથી પણ ઓછો હોય છે અને તે પણ વિટ્રિફિકેશન (કાચ બનાવાની ક્રિયા) તે અંદાજે છ ઘનમીટરથી વધારે જગ્યા રોકે નહીં.
બીજી દલીલ એ કરવામાં આવે છે કે ન્યૂકિલયર અકસ્માતો અને વિકિરણના ફેલાવો માત્ર પ્રભાવિત પેઢીને હાનિ પહોંચાડે છે. ઉરાંત આવનારી પેઢીઓને પણ અસર પહોંચાડતી રહે છે. ૧૯૪૫માં હિરોશીમા અને નાગાસાકી પર ન્યૂકિલયર બોંબ ઝીંકાયા પછી અમેરિકાની સરકારે એટમિક બોમ્બીંગ કેજયુઆલ્ટી કમીશન (એબીસીસી) ની ૧૯૪૬માં સ્થાપના કરી. ૧૯૭૪માં તેને અમેરિકા અને જાપાનના સંયુકત સાહસ રૂપે પુનર્ઘટિત કરવામાં આવ્યું. તેનું નવું નામ રેડિયેશન ઇફેકટ રિસર્ચ ફાઉન્ડેશન (આરઇઆરએફ) એટલે વિકિરણની અસરોના સંશોધન માટેનું સંસ્થાન રાખવામાં આવ્યું. એબીસીસી અને આરઇઆરએફ એ છ દાયકાઓ સુધી પેઢી દર પેઢી વિકિરણ અને ન્યૂકિલયર આફતોની લાંબાગાળાની અસરોનો વિસ્તૃત અભ્યાસ કર્યો છે. જાહેર માન્યતાની વિરૂઘ્ધમાં તારણો સ્પષ્ટ રીતે કહે છે. આવા પ્રભાવની અસરો જે પેઢી પ્રભાવી થઇ હોય તેવા પૂરતી માત્ર મર્યાદિત હોય છે.
તાજેતરના ફુકુશિયા - ડાઇચિને આઘાત પહોંચાડનાર કુદરતી આફતને પગલે આપણી બે ચંિતાઓ એમાં બે પ્રમુખ છે. પ્રથમ તો પ્લાન્ટની આફત વખતે સલામતી અને બીજી પર્યાવરણ પર થનારી અસરો સાથે અને અણુ કચરો જે પ્લાન્ટ ઉત્પન્ન કરે છે તેના સાથે સંબંધિત છે.
પ્રથમ આપણે પર્યાવરણ પર થનારી અસરો અને અણુ કચરાને સંબંધિત ચંિતા વિષે વિચારીએ.
ન્યૂકિલયર ઊર્જાથી સદંતર દૂર રહેવું એટલે કે તેનો ત્યાગ કરવો તે તાર્કિક વિકલ્પ વિના અપૂર્ણ પ્રતિભાવ છે. આપણી ભાવિ જરૂરિયાતનો થોડોક જ ભાગ સૌર અને પવન ઊર્જાના સ્ત્રોતો ઘમી જ અનિશ્ચિતતાઓ સાથે આપી શકે. કેટલોક ભાગ જળ વિદ્યુત આપી શકે. તેમ છતાં સરવાળે આપણે આપણી જરૂરિયાતો માટે ફોસિલ ઇંધણ આધારિત વિદ્યુત ઊર્જા ઉત્પાદન પઘ્ધતિઓ પર આપણો આધાર વધારવાનું ચાલુ રાખવું પડે. હવે દર વર્ષે માનવ પ્રવૃત્તિઓને કારણે વાતાવરણમાં ૩૦ અબજ ટન કાર્બન ડાયોકસાઇડ ઉમેરીએ છીએ. ઇન્ટરનેશનલ પેનલ ફોર કલાઇમેટ ચેન્જ (આઇપીસીસી) એટલે આબોહવા બદલાવ માટેની આંતરરાષ્ટ્રીય પેનલ ના ્દાઝ પ્રમાણે આ વાયુ પ્રદૂષણના ૨૬ ટકા (લગભગ ૭.૬ અબજ ટન) સીઘુ વિદ્યુત ઊત્પાદનનું પરિણામ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુ એચઓ) ના અંદાજ પ્રમાણે તેર લાખ લોકો શહેરોના જાહેર વાયુ પ્રદુષણના માત્ર કારણે દર વર્ષે પોતાના જાન ગૂમાવે છે અને લગભગ ૧૪૦૦૦૦ લોકો આબોવા બદલાવ સાથે અનુકૂલન નહીં સાધવાના કારણે ભોગ બને છે. આમ વિદ્યુત ઊર્જા ઉત્પાદન પ્રવૃત્તિ અને તેની સાથે સંકળાયેલ આબોહવા બદલાવ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે દર વર્ષે ૪૮૧૦૦૦ મૃત્યુ માટે જવાબદાર છે. તેની સરખામણીમાં યર્નોવિલની હજુ સુધીની સૌથી ખરાબ ન્યૂકિલયર આફતના કિસ્સામાં યૂનાઇટેડ નેશન્સ સાયન્ટિફિક કમીટી ઓન ઇફેકટસ ઓફ એટમિક રેડિયેશન (યુએનએસસીઇએઆર) એ ૪૦૦૦ જેટલા કેન્સરના કિસ્સા (રોગમુકત થઇ શકે તેવા પણ) અકસ્માતને કારણે માલૂમ પડેલા. ઉપરાંત ૫૭ લોકોનો સીધો ભોગ લેવાયો હતો. આમ વિચારવાનું એ છે કે કાર્બન ડાયોકસાઇડથી થતા મૃત્યુની સરખામણી ન્યૂકિલયર અકસ્માતથી થયેલા મૃત્યુ તો સદંતર ઓછા છે. તો જોખમી શું વધારે ?
હવે ન્યૂકિલયર પ્લાન્ટની આફત સામે સલામતિનો મુદ્દો જોઈએ. ન્યૂકિલયર વિદ્યુત ઊર્જા ઉત્પાદનના સંપૂર્ણ ઇતિહાસમાં પ્લાન્ટમાં નિષ્ફળતા સર્જાવાના ચાર મોટા અકસ્માતો થયા છે. ૧૯૫૭માં કીસ્ટીનનો ઇંધણનો પુનઃ પ્રક્રિયા પ્લાન્ટ (ફયુઅલ રીપ્રોસેસીંગ પ્લાન્ટ) માં અકસ્માત, અમેરિકામાં પ્રમાણમાં નાના થ્રીમાઇલ આઇલેન્ડ પ્લાન્ટમાં મેલ્ટડાઉન, સોવિએત સંઘમાં ૧૯૮૬માં ઘણો મોટો ચર્નોબિલ અકસ્માત અને તાજેતરમાં જાપાનમાં ફુકુસિયા અકસ્માત. તેમાં પહેલો અકસ્માત બિલકુલ નિમ્ન વિકસિત ટેકનોલોજી કારણે અને તે પછીના બીજી બે આફતોને માનવીય ક્ષતિના કારણે માનવામાં આવે છે. ૨૦૧૧માં ફુફુસીયાની આફતમાં પણ, અસાધારણ કુદરતી બળોે કામ કર્યું છે, ભાગ્યે જ ઘટે તેવો ભૂકંપનો અતિશય તણાવનો બોજો અને તે સાથે અભૂતપૂર્વ ત્સુનામીના વિરૂપણનો બોજો. છ દાયકામાં ચાર નિષ્ફળતાઓ ઘટનાને કારણે એવો કેસો ઉભો કરી ન શકાય જે ટેકનોલોજીને સંપૂર્ણ જાકારો આપે.
હવાઈ જહાજો અને જેટ વિમાનના અકસ્માતોના કારણે હવાઈ મુસાફરીને જાકારો ન આપી શકાય. ઇસરોના કવચિત રોકેટોની નિષ્ફળતાઓના કારણે ભારતના દુનિયાના શ્રેષ્ઠ અવકાશી કાર્યક્રમોની હરોળમાં ગણાતા આપણા અવકાશી કાર્યક્રમને જાકારો ન આપી શકાય. પાણીનો વ્યય થવાના આક્ષેપો થાય અને ટીકાઓનો મારો થાય તેનાથી આપણને આપણા સ્વપ્ના સંકલી ન લઈએ. અનેક વિરોધો અને દહેશત વચ્ચે તે વખતના ભારતના કૃષિ પ્રધાન સી. સુબ્રમન્યમ અને મહાન કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ. એસ. સ્વામિનાથનના અથાક પ્રયત્નોથી ભારતના ખેડૂતો ઘઉંના વાવેતરમાં સંકર બિયારણ અપનાવતા ૧૯૬૦ના દાયકામાં અન્નનું જે ઉત્પાદન જે વાર્ષિક પાંચ કરોડ હતું તે વધીને ૨૩ કરોડ ૫૦ લાખ થતાં જે હરિયાળી ક્રાંતિ થઇ તેણે આપણાં શિર ઉંચા કરી દીધો.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|