ઘેલાણી જાણી જોઇને જૂઠું બોલ્યા હતા કે પરિવારના કોઇ વ્યક્તિએ ચોરી નથી કરી. અને એમના એ જુઠથી ગુનેગારના ચહેરા પરનો પરસેવો ઓછો પણ થયો હતો.
(મહાવીર સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહેતા મહેશભાઇ એક દિવસ દીકરીના લગ્ન માટે ત્રણ લાખના દાગીના લાવ્યા હોય છે. રાત્રે એમનો દીકરો એ દાગીના તિજોરીમાં મૂકે છે અને સવારે એ દાગીના નથી હોતા. ઈન્સપેકટર ઘેલાણી આવીને બધાની પૂછપરછ કરે છે. આખું ઘર ફેંદી મારે છે પણ સમજાતું નથી કે આખરે દાગીના ગયા ક્યાં? રાત્રે ઘરમાંથી કોઇ બહાર પણ નથી ગયું હોતું કે નથી કોઇ સોસાયટીની અંદર આવ્યું હોતું.)
ઈ. ઘેલાણી એમના કેટલાક ખબરીઓને પણ આ પરિવારના એકે એક સભ્યની જાણ રાખવાની સૂચના આપે છે. ખબરીઓ માહિતી એકઠી કરી આપે છે પછી ઘેલાણી ફરી મહેશભાઇના ઘરે જાય છે. પહેલા ધીરજને મળે છે. એની પત્નીની નાની બહેનના લગ્ન હોય છે અને એણે દાગીના લઇ દેવાનું વચન આપ્યું હોય છે એટલે એના પર શંકા જાય છે, સંજય પણ જુગારમાં દોઢ લાખ હારી ગયો હોય છે એટલે એના પર પણ શંકા જાય છે અને છેલ્લે જેના લગ્ન હતા એ છોકરી છાયા પણ અન્ય યુવકના પ્રેમમાં હોય છે અને એની સાથે ભાગી જવાની હોય છે એટલે એના પર પણ એટલો જ શક જાય છે. હવે જોઇએ આ બધામાંથી ગુનેગાર કોણ છે?)
મહેશભાઇના પરિવારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. જ્યારથી ઈન્સપેકટર ઘેલાણી અને નાથુ ધીરજ, સંજય અને છાયા પર શંકાની સૂઇ મૂકીને ગયા હતા ત્યારથી એમની ઉંઘ હરામ થઇ ગઇ હતી. એ વાતને આજે બે દિવસ થયા હતા. બે દિવસથી એ ઉંઘી નહોતા શક્યા. વારેઘડીયે પત્ની મંજુબહેનને કહેતા, ‘મંજુ, ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે મારું લોહી આવું હલકટ પાકશે?’
‘તમેય શું હજુ સાબિત થયા પહેલા બબડાટ કરવા માંડ્યા છો? બની શકે ઈન્સપેકટર ખોટા પણ હોય.’
‘એવું બની શકે પણ બનશે નહીં. જે રીતે એ વાત કરતા હતા એ પરથી લાગતું હતું કે આપણા ત્રણ કપાતરોમાંથી જ કોઇક હશે.’
‘તમે નાહક દુઃખી ના થાવ.
ઈન્સપેકટર જ્યાં સુધી નામ ના કહે ત્યાં સુધી કંઇ ના કહેવાય.’
‘ામ તો ગમે તે કહે. મને ક્યાં ફરક પડવાનો છે. ત્રણેય મારું લોહી જ છે ને...’
‘સારું, હવે બંધ થાવ... એ તો જેવી પ્રભુની ઈચ્છા... એણે લખ્યું હશે એ મિથ્યા નથી થવાનું. સૂઇ જાઓ શાંતિથી...’ મંજુબહેને વાત ટાળી દીધી.
* * *
રાતના સાડા અગિયાર થયા હતા. શિયાળો માઝા મુકીને વરસી રહ્યો હતો. અકોલી પોલીસ સ્ટેશનમાં અત્યારે માત્ર ઈન્સપેકટર ઘેલાણી અને નાથુ બે જ હાજર હતા. સાહેબ લગભગ કલાકથી કંઇક વિચારે ચડ્યા હતા. નાથુએ એમને ઢંઢોળતા પૂછ્યું, ‘સાહેબ, શું વિચારો છો? કશું બોલતા કેમ નથી?’
‘નાથુ, હું મહેશભાઇના કેસ વિશે વિચારું છું. હું કહીને તો આવી ગયો કે ચોર પકડી પાડીશ. મારા ખબરીઓ પણ ધુમી રહ્યાં છે. પણ કંઇ સુરાગ જડતો નથી.’
‘લો, બોલો! તમે એ કેસના વિચારમાં છો અને મને એમ કે ઘરે કંઇ કેસ બન્યો હશે. અને એક વાત કહું સાહેબ, આપણે તો આ રોજનું થયું. એમાં આટલું બઘું ટેન્શન ના લેવાનું હોય. ફિકર નોટ મૈં હું ના!’
‘ટેન્શન તો લેવું પડે નાથુ! નાગરિકોને પોલીસ પર એક અતૂટ વિશ્વાસ હોય છે અને વિશ્વાસ ટકાવી રાખવા જ આપણે ટેન્શન લેવું પડે.’
‘સાહેબ, હું તમારી મદદ કરું? બોલો તમને શું લાગે છે કોણ હશે?’
‘નાથુ, આ કેસમાં કોણ હશેથી વધારે મહત્વનું એ છે કે દાગીના બહાર કેવી રીતે ગયા? એક વાત તો નક્કી છે કે દાગીના ઘરમાં નથી. ઘરની જ કોઇ વ્યક્તિએ ઘરની આસપાસ એવી જગ્યાએ અથવા તો એવા વ્યક્તિ થુ્ર બહાર પહોંચાડી દીધા છે કે કોઇને કોઇ શક જ ના જાય.’
‘સાહેબ, મને તો લાગે છે કે પેલી છાયા જ હોવી જોઇએ.’ નાથુ બોલ્યો. ત્યાં જ એનો મોબાઇલ રણકી ઊઠ્યો. સ્ક્રિન પર નાથુના એક મિત્રનું નામ ઝળકી રહ્યું હતું. નાથુએ ફોન રિસિવ કર્યો, ‘હા, બોલ કિશન! જમીનના દસ્તાવેજો મળી ગયા કે નહીં?’
‘હા, મળી ગયા છે.’ સામેથી અવાજ આવ્યો. ‘આવીને આપી જાઉં?’
‘ના, હવે એના માટે આપવા આવવાની કોઇ જરૂર નથી. સરકારી પોસ્ટ ખાતું છે તો ખરું! મારે ફક્ત ઝેરોક્ષની જરૂર છે. કવરમાં પેક કરીને જરૂરી ટિકિટ લગાડીને ડબલામાં નાંખી દે ડબલામાં. બે દા’ડામાં મને મળી જશે સમજ્યો!’
નાથુ બોલ્યો ત્યાં જ ઘેલાણીના દિમાગમાં કડાકો થયો. મહેશભાઇના ઘરની બહાર લટકતું પોસ્ટનું ડબલું એમની નજર સામે તરવરવા લાગ્યું. એમણે આંખો મીંચી દીધી. એમના ખબરીએ આપેલી એક માહિતી પણ એમના દિમાગમાં ધુમરાઇ રહી હતી. અત્યાર સુધી ક્ષુલ્લક લાગતી એ માહિતી અત્યારે સુરાગની કડીઓ સાથે મેળ ખાઇ રહી હતી. એમણે તરત જ નાથુને કહ્યું, ‘તું સવારે દસ વાગ્યા પહેલાં ભવનાથ પોસ્ટ ઓફિસ પહોંચજે. આપણે એ ટપાલીની પૂછપરછ કરવાની છે, જે મહેશભાઇની સોસાયટીમાંથી ટપાલ લાવવા લઇ જવાનું કામ કરે છે.’ નાથુને સમજાઇ ગયું કે સાહેબના હાથમાં નક્કી ગુનેગારનો કોલર આવી ગયો છે. એટલે એણે માત્ર એટલું જ કહ્યું, ‘ઓ.કે સર! ફિકર નોટ! મૈં હું ના!’
* * *
અગિયાર વાગી રહ્યા હતા. ભવનાથ પોસ્ટ ઓફિસનો પોસ્ટમેન અકોલી પોલીસ સ્ટેશનમાં ઈન્સપેકટર ઘેલાણી સામે બેઠો હતો. ઘેલાણી એને સામાન્ય પૂછપરછનું બહાનું કરીને પોલીસ સ્ટેશનમાં લઇ આવ્યા ત્યારથી જ એને રૂંવે રૂંવેથી પરસેવો ફુટી રહ્યો હતો.
ઘેલાણીએ એને પૂછ્યું, ‘તારું નામ?’
‘નટવર પટેલ’
‘રહેવાનું?’
‘રાજદીપ સોસાયટી! નયનનગર, ચાંદખેડા.’
‘વતન કયું છે?’
‘ધંઘુકા, રાયપુરા ગામ!’
‘ભવનાથ ચોક વિસ્તારની મહાવીર સોસાયટીમાં પોસ્ટનું ડબલું છે ત્યાંથી ટપાલો લાવવાનું કામ તું જ કરે છે ને?’
‘હા, સાહેબ! પણ તમે મને આ બઘું શા માટે પૂછી રહ્યા છો?’ નટવરે ઘુ્રજતા ઘુ્રજતા પ્રતિપ્રશ્ન કર્યો.
‘એય... પૂછવાનું ફક્ત અમારે છે તારે નહીં સમજ્યો? છાનોમાનો સાહેબ પૂછે એના જવાબ આપ. નહીંતર!’ નાથુએ નટવરને ધમકાવ્યો એટલે એ ચપચપ બોલવા લાગ્યો, ‘સાહેબ, હું છ મહિનાથી આ સોસાયટી સંભાળું છું. પહેલા હું ગામડે જ નોકરી કરતો હતો. મારી બદલી અમદાવાદ થઇ ત્યારથી મહાવીર પાર્ક સોસાયટીનું કામ મારી પાસે છે!’ નટવર બરાબર બોલી નહોતો શકતો. એના શબ્દો તૂટી રહ્યા હતા.
ઘેલાણી મર્માળુ હસ્યા અને એને જવા દીધો, ‘ભાઇ, જા, તારી પૂછપરછ પતી ગઇ. આ તો મહાવીર સોસાયટીના એક રહીશને ત્યાં ચોરી થઇ હતી એની સામાન્ય પૂછપરછ હતી. હવે તું છૂટ્ટો.’
નટવર કતલખાનેથી છટકી ગયેલી બકરી જેમ ત્યાંથી બહાર ભાગ્યો. બહાર જઇને એણે સીધો જ એક મોબાઇલ નંબર ડાયલ કર્યો. એને ખબર નહોતી કે એ છટકી નહોતો ગયો પણ જાળમાં ફસાઇ ગયો હતો.
* * *
નટવર બહાર ગયો એ સાથે જ ઘેલાણીએ એમના એક હવાલદારને એની પાછળ મોકલ્યો અને એ ક્યાંય છટકી ના જાય એનું ઘ્યાન રાખવાની સૂચના આપી. એ હવાલદાર તરત જ એની ડ્યુટી પર લાગી ગયો. એ પછી ઘેલાણી નાથુ તરફ ફર્યા અને નટવરનો મોબાઇલ નંબર લખેલી ચબરખી હાથમાં આપતા બોલ્યા, ‘નાથુ, મને ઝડપથી આ સેલ નંબરની કોલ ડિટેઇલ્સ મંગાવી દે!’
કલાકમાં નાથુ નટવરના નંબરની કોલ ડિટેઇલ્સ લઇને ઘેલાણી સામે ઊભો હતો. એમાંથી એક નંબર એવો હતો જેમાં લગભગ રોજ રાત્રે સાડા બાર પછી કોલ કર્યા હતા. ઘેલાણીએ એમને પૂછપરછ માટે બોલાવ્યો અને છોડ્યો તરત જ એ નંબર પર કોલ થયેલા બતાવતા હતા. અને ઘટનાની રાત્રે પણ એ નંબર પરથી નટુના નંબર પર ઘણા બધા કોલ અને મેસેજ આવેલા હતા.
ઘેલાણીએ એ નંબર પર માર્કર પેનથી રાઉન્ડ કરતા કહ્યું, ‘નાથુ, આ નંબરનું લોકેશન મેળવ ઝડપથી.’
દસ જ મિનિટમાં લોકેશન મળી ગયું. સરનામું હતું ભવનાથ ચોક, મહાવીર પાર્ક સોસાયટીની આસપાસનો વિસ્તાર!
ઘેલાણી ઉત્સાહથી ઉછળી ઊઠ્યા, ‘યેસ, મારો અંદાજ સાચો પડ્યો. પકડી લાવ સાલા પેલા નટવરને. મહેશભાઇને ત્યાં ચોરી થઇ એમાં એનો જ હાથ છે.’
નાથુ નટવરની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઇ આવ્યો. થોડી વાર એણે આનાકાની કરી પછી એણે બધોય ગુનો કબુલ કરી લીધો. પણ એમાંથી જે વાત સામે આવી હતી એ હચમચાવી મુકે એવી હતી.
* * *
બપોરના અઢી વાગ્યા હતા. ઈન્સપેકટર ઘેલાણી અને નાથુ મહેશભાઇના ઘરમાં ઊભા હતા. એમના બંને દીકરાઓને પણ નોકરી પરથી પાછા બોલાવી લીધા હતા. આખો પરિવાર હાજર હતો. બધા એકીટશે ઘેલાણીને જોઇ રહ્યા હતા અને એક કાન થઇને સાંભળવા માટે આતુર થયા હતા. ઘેલાણીએ બોલવાનું શરૂ કર્યું, ‘મહેશભાઇ, હવે હળવા થઇ જાવ. તમારા ઘરમાંથી દાગીનાની ચોરી કરનાર વ્યક્તિ પકડાઇ ગયો છે.’
જેવું ઘેલાણી આ વાક્ય બોલ્યા કે તરત જ એક સિવાય બીજા બધાના મુખમાંથી ખુશીના ઉદ્ગારો સરી પડ્યા, ‘શું વાત કરો છો? તમે તો કમાલ કરી નાંખી? કોણ છે એ કાળમુખો?’
ઘેલાણી હસ્યા અને બોલ્યા, ‘બધું જ કહું છું. શાંતિ રાખો!’ ગુનેગારની વાત સાંભળી મહેશભાઇ થોડા બેચેન થઇ ગયા. ઘેલાણીએ એમની સામે જોયું અને બોલવાનું શરૂ કર્યું, ‘તમને હું ગુનેગારનું નામ તો પછી કહું છું, પણ પેલા રિઆલીટી શોમાં આવે છે એમ કઇ કઇ શંકાસ્પદ વ્યક્તિઓ ડેન્જર જોનની બહાર છે એ કહી દઉં.
મને પહેલો શક હતો ધીરજ અને એની પત્ની ઉપર. મમતાએ એની નાની બહેન માટે દાગીના ચોરી લીધા હોય એવું મને લાગતું હતું. પણ એ વાત ખોટી હતી. કારણ કે મેં ધીરજની ઓફિસમાં તપાસ કરી તો ખબર પડી કે ધીરજે ખરેખર લોન લીધી છે. વળી મને મળેલી મમતાની ભૂતકાળની વાતો પરથી એ બહુ સંસ્કારી છોકરી હોવાનું માલુમ પડ્યું હતું. એટલે એના પરથી શક હટી ગયો.
બીજો શક હતો સંજય પર. મને લાગતું હતું કે જુગારમાં હારેલા પૈસા ચુકવવા માટે જ એણે આ ચોરી કરી હશે. પણ એમાં એણે કહ્યું હતું એમ મુંબઇની ઓળખાણ કાઢીને પૈસા ચુકવવા માટે એણે લાંબી મહોલત લઇ લીધી હતી. વળી સંજયનું આ અંગત દેવું ચુકવવા એની પત્ની સુધાએ એના થોડાંક બચ્યાંકુચ્યાં ઘરેણા પણ વેચી દીધા છે એવી માહિતી મને મારા ખબરીએ આપી હતી.’
હવે રહી છાયા... છાયા એના પ્રેમી સાથે ભાગી જવાનો પ્લાન કરીને બેઠી હતી. પણ એ ઘરેણાં તો ના જ લઇ જાય. કારણ કે આ છોકરી જેના પ્રેમમાં પડી છે એ તો કરોડપતિ માણસ છે. એને સ્વાભાવિક જ આવા બે-ત્રણ લાખના ઘરેણામાં કોઇ રસ ના હોય.’
ઘેલાણી બોલી રહ્યા હતા ત્યાં જ નાથુ વચ્ચે બોલ્યો, ‘તેં ક્યાંથી હોય રસ! એને તો છાયાના કરોડો રૂપિયાના દિલમાં રસ હતો અને એ તો એણે ચોરી લીઘું હતું. શું કહેવું છે સાહેબ તમારું?’ નાથુ હસ્યો. પણ ઘેલાણી એના તરફ જોઇને લાલ આંખ કરી એટલે ચૂપ થઇ ગયો.
ઘેલાણીની વાત પરથી મહેશભાઇના ચહેરા પર થોડી રોનક આવી હતી. એમણે કહ્યું, ‘સાહેબ, એનો અર્થ એમ કે મારા ઘરના કોઇએ ચોરી નથી કરી! હું પહેલાથી જ કહેતો હતો કે મારા પરિવારનું લોહી આવું ના હોય. તમે જ નાહકના શંકા કરતા હતા.’
‘સાચી વાત છે મહેશભાઇ તમારી! ચોર તમારા પરિવારનો નથી! બહારનો જ છે! અમે એને પકડી પણ પાડ્યો છે. અને તમારા ઘરેણાં પણ પાછા મેળવી લીધાં છે.’ ઘેલાણી જાણી જોઇને જૂઠ બોલ્યા હતા કે પરિવારની કોઇ વ્યક્તિએ ચોરી નથી કરી. અને એમના એ જુઠથી ગુનેગારના ચહેરા પરનો પરસેવો ઓછો પણ થયો હતો.
ઘેલાણીએ થોડીવાર આડીઅવળી વાત કરી અને પછી નાથુને ઈશારો કર્યો. નાથુ બહાર પરસાળમાં ગયો. નટવરનો મોબાઇલ એની પાસે હતો એ મોબાઇલ પરથી એણે એક નંબર ડાયલ કર્યો.
ઘેલાણીની વાતો ચાલુ જ હતી. મંજુબહેને હાશકારો અનુભવતાં કહ્યું, ‘ચાલો, સારુ થયું! ઘરેણા પણ મળી ગયા અને ઈજ્જત પણ બચી.... તમે બેસો હું તમારા માટે ચા બનાવીને લાવું. પછી કહો કે ચોર છે કોણ?’
બોલતા બોલતા મંજુબહેન રસોડામાં ગયા. એ રસોડા તરફ ગયા. તરત જ નાથુ અંદર આવ્યો અને નટવરવાળો મોબાઇલ એમના હાથમાં મુકી દીધો, ‘સાહેબ, રીંગ વાગે છે!’
ઘેલાણી એ સેલ લઇને રસોડા તરફ ચાલ્યા. મહેશભાઇ, ધીરજ અને સંજય સહિત પરિવારના બધા સભ્યો ધારીધારીને એમની સામે જોઇ રહ્યા હતા. ઘેલાણી બધાને ચૂપનો ઈશારો કરતા આગળ વઘ્યા. મંજુબહેન રસોડામાં ગયા તરત જ બ્લાઉઝમાંથી વાઇબ્રેટ થઇ રહેલો મોબાઇલ કાઢ્યો અને હળવેકથી બોલ્યા, ‘નટવર, શું છે? અત્યારે મારા ઘરમાં પોલીસ ઊભી છે. તુંય ટાણે-કટાણે ફોન કરે છે!’
ત્યાં જ સામેથી ઘેલાણી ખડખડાટ હસતા બોલ્યા, ‘મંજુબહેન બહાર આવો. આ તમારો નટિયો નથી. તમારો બાપ છે. તમારા દાગીના બચી ગયા છે પણ ઈજ્જત નથી બચી.’
અને મંજુબહેનના માથે જાણે ઘણનો ઘા થયો. એમના હાથમાંથી મોબાઇલ પડી ગયો. અને એ પણ રસોડામાં જ ફસડાઇ પડ્યા.
* * *
મહેશભાઇ, ધીરજ, સંજય, છાયા અને એમની પુત્રવઘૂઓ બધા જ સ્તબ્ધ હતા. ધીરજ અને સંજયને વિશ્વાસ નહોતો પડતો કે આ આખો ગેઇમ પ્લાન કરનાર એમની સગી જનેતા હતા. મહેશભાઇ તો મોં ઊંચું કરીને જોઇ પણ નહોતા શકતા. મંજુબહેન પણ મુઠ મારેલા ઝાડ જેમ જડ બનીને ઊભા હતા રૂમમાં જ ઊભા હતા.
મહેશભાઇએ ભારે કડવાશથી પૂછ્યું, ‘મંજુ, શું આ વાત સાચી છે? આપણા ઘરમાંથી તેં જ ચોરી કરી હતી? એક વાર કહી દે કે આ વાત ખોટી છે!’
પણ મંજુબહેન કંઇ ના બોલ્યાં. એમને ધીરજ, સંજય, છાયા બધાએ પૂછ્યું, પણ એમણે કોઇને કોઇ જ જવાબ ના આપ્યો. જાણે એમની વાચા જ હણાઇ ગઇ હતી.
આખરે ધીરજે કહ્યું, ‘ઈન્સપેકટર સાહેબ, આ મારી જનેતાની જીભ ઝલાઇ ગઇ છે એ વાત સાબિતી પૂરે છે કે તમે સાચા છો. ચોરી એણે જ કરી લાગે છે. હવે તમે જ કહો કે એવી કઇ મજબૂરી હતી કે એણે આવું કર્યું?’
ઘેલાણીએ ખોંખારો ખાધો અને બોલવાનું શરૂ કર્યું, ‘ઘરેણાં ખોવાયા હતા, પણ ઘરમાં નહોતા. સોસાયટીમાં પણ રાત્રે કોઇ આવ્યું નહોતું. ધેટ મિન્સ કે ઘરેણા ઘરની આજુબાજુ જ હતા. વળી જ્યારે હું પહેલીવાર તારા ઘરે આવ્યો ત્યારથી જ મને તમારા ઘરની બહાર લટકતું પોસ્ટનું ડબલું મનમાં ખટકતું હતું. એને આજે સવારે નાથુએ જ્યારે એના મિત્ર સાથે પોસ્ટની વાત કરતો હતો ત્યારે મારા મનમાં અચાનક સ્ટ્રાઇક થયું કે માનો ના માનો તમારા ઘરેણાનું પેકેટ પોસ્ટના ડબલામાં જ નાંખવામાં આવ્યું છે.
પછી પોસ્ટ વિભાગમાં તપાસ કરીને અહીંથી ટપાલ લઇ જતા ટપાલીને બોલાવ્યો. એ ધંઘુકાના રાયપુરા ગામનો વતની હતો અને હમણાં છ મહિનાથી જ બદલી લઇને અમદાવાદ આવ્યો હતો. હવે થયું એવું કે મારા ખબરીઓ દ્વારા તમારા બધાના વતન, તમારી ઓફિસ, તમારા મિત્રો વગેરે વિશે મેં તપાસ કરાવી હતી. એ તપાસથી મને ખબર પડી હતી કે મંજુબહેન ધંઘુકાના જ રાયપુરા ગામના છે. અને ગામ દ્વારા ગામના યુવાન નટવર સાથેની એમની પ્રેમ કહાની પણ જાણવા મળી હતી.
નટવરની બદલી અમદાવાદ થઇ અને નસીબ જોગે અહીં જ એને જવાબદારી મળી. ફરીવાર મંજુ અને એનો ભેટો થયો અને પ્રેમકહાની ફરી દોડવા લાગી. મેં નટુને પકડીને એની પાસે બધી જ કબૂલાત કરાવી લીધી છે. એણે કબૂલી લીઘું છે કે મંજુબહેને જ ઘરેણાં ચોરવાનો આખો પ્લાન ઘડ્યો હતો. પ્લાન મુજબ ઘટનાની રાત્રે મંજુબહેને જ નટવરને ફોન કરીને કીઘું હતું કે એમણે ઘરેણાનું પેકેટ પોસ્ટના ડબ્બામાં નાંખી દીઘું છે. એ આવીને લઇ લે. નટવરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. એ હજુ પરણ્યો નહોતો એટલે મંજુબહેને આ દાગીના લઇને એની સાથે ભાગી જવાનું નક્કી કર્યું હતું, અને બીજા દિવસે નટવર સિફતપૂર્વક ટપાલીની આડમાં એ પેકેટ લઇ પણ ગયો. જે અમે એના ઘરેથી કબજે કર્યું છે.’
હવે રહી વાત સાબિત કરવાની અને મોબાઇલની. તો મેં નટુના મોબાઇલની કોલ ડિટેઇલ્સ મંગાવી. એમાંથી મને એક નંબર મળ્યો જેનું લોકેશન તમારું ઘર હતું. એ નંબર મંજુબહેન પાસે જ હતો. એ છુપાવીને રાખતા હતા અને નટવર સાથે વાત કરતા હતા. હમણાં નાથુએ મને એ જ નંબર ડાયલ કરીને આપ્યો. મોબાઇલ વાઇબ્રેટ થતા જ મંજુબહેન ચાનું બહાનું કરીને રસોડામાં ગયા અને કોલ રિસિવ કર્યો. બસ પછી એમનો ખેલ ખતમ થઇ ગયો. તમારા પરિવારના બાગમાં ઉછરી રહેલો આ કાંટો છતો થઇ ગયો.’
ઘેલાણીએ મંજુબહેન સામે હાથ દર્શાવતા કહ્યું. મંજુબહેન હજુ એકેય શબ્દ બોલ્યા નહોતા. પરિવાર સ્તબ્ધ હતો. હવે બધાની વાચા હણાઇ ગઇ હતી. સ્મશાનવત્ શાંતિ સ્થપાઇ ગઇ હતી ત્યાં જ અચાનક મંજુબહેન દોડ્યા અને ઘેલાણીની કમરે લટકતી રિવોલ્વર ખેંચી કાઢી અને કોઇ કંઇ વિચારે એ પહેલાં બે ગોળીઓ પોતાના લમણામાં ધરબી દીધી. બીજી જ ક્ષણે એ નિર્જિવ થઇને ફર્શ પર પછડાયા. પરિવાર ફરી ભાંગી પડ્યો.
બીજા દિવસની સવાર. ઘેલાણીને હજુ આ ઘટનાની કળ નહોતી વળી. એમની સામે બેઠેલો નાથુ એમને પૂછી રહ્યો હતો, ‘સાહેબ, આ ઉંમરે... દીકરી પરણાવવાની ઉંમરે કોઇ સ્ત્રી આવું કરે એ નવાઇ નથી લાગતી?’
ઘેલાણીએ જવાબ આપ્યો, ‘નાથુ, આ કડવી સચ્ચાઇ છે. જમાનો હવે એકસોને એંસીની ડિગ્રીએ કરવટ લઇ ચૂક્યો છે. બસ ફર્ક એટલો છે કે મંજુબહેન જેવી કેટલીક સ્ત્રીઓ પકડાઇ જાય છે અને કેટલીક...’
ત્યાં જ ફોન રણકી ઊઠ્યો. ઘેલાણીએ ફોન ઉઠાવ્યો, સામેથી કમિશ્નર પી.કે. પંડ્યા તાડુકી ઊઠ્યા, ‘અલ્યા, ઘેલાણી, તમે ડ્યુટી કરો છો કે જખ મારો છો? તમારી જ રીવોલ્વરથી કોઇ સ્ત્રી આત્મહત્યા કરી લે ત્યાં સુધી તમારું ઘ્યાન ક્યાં હોય છે?’
‘બટ, સર!...’
‘શું બટ સર! હું તમને પંદર દિવસ માટે સસ્પેન્ડ કરું છું. અત્યારે જ ઘરભેગા થઇ જાઓ... આઉટ!’ બોલીને કમિશ્નર સાહેબે ફોન કટ કરી દીધો. ઘેલાણી ફોન મૂકીને એમની ટોપી પહેરીને ઊભા થયા. નાથુએ પૂછ્યું, ‘શું થયું સર?’
‘કંઇ નહીં, હાથમાં અંકાયેલી અપજશની રેખાએ માથું ઊંચક્યું.’ અને એ બહાર નીકળી ગયા. (સમાપ્ત)

|
|