Last Update : 25-Jan-2012,Wednesday
 

મહાનુભાવોનાં પૂતળાં વચ્ચે મોબાઇલ વાર્તાલાપ

બોલ્યુંચાલ્યું માફ - ઉર્વીશ કોઠારી

 


ભારતવર્ષમાં માણસ કરતાં પૂતળાં વધારે પૂજાય છે. કારણ કે પૂતળાં ઉપદેશ આપતાં નથી, પૂતળાં સવાલ પૂછતાં નથી, પૂતળાં જવાબ માગતાં નથી, પૂતળાં સામે બોલતાં નથી, પૂતળાં બે આંખની શરમ ભરાવતાં નથી, પૂતળાં નાસીને ક્યાંય જઇ શકતાં નથી (સિવાય કે તેમને સરકારી રાહે ઉપાડીને બીજે ખસેડવામાં આવે), પૂતળાં ચાહે તો પણ છુપાઇ કે સંતાઇ શકતાં નથી (સિવાય કે ચૂંટણીપંચ ચૂંટણી ટાણે તેમની પર ઢાંકપિછોડો કરીને તેમને અદૃશ્ય બનાવી દે). ભાવુક લોકો કહે છે કે મહાપુરૂષો અને મહાસ્ત્રીઓનાં પૂતળાં આવનારી પેઢીને પ્રેરણા આપે છે. સચ્ચાઇ એ છે કે પૂતળાં સાથે કેવું વર્તન કરવું તેની પ્રેરણા આવનારી પેઢી મોટે ભાગે માણસો પાસેથી નહીં, પણ પક્ષીઓ પાસેથી ગ્રહણ કરે છે.
ટાઢ-તડકો-વરસાદ-ફૂલના, સુતરના અને જૂતાંના હારતોરા- જૂઠાં આદરમાન આ બઘું ચૂપચાપ અને સમાન ભાવે સહન કરતાં પૂતળાં ટેકનોલોજીની કોઇ તરકીબથી મોબાઇલ વાપરતાં થઇ જાય અને જીવંત મનુષ્યો સાથે ભલે નહીં, પણ એકમેક સાથે વાત કરી શકે-એકમેકની વાત સાંભળી શકે (કોન્ફરન્સંિગ કરી શકે) તો?
***
ગાંધીજીઃ (હાથમાં પકડેલી લાકડી નીચે મૂકતાં) હાશ..
સરદારઃ શું થયું બાપુ? ફોન પર કેમ હાશકારો નીકળી ગયો?
ગાંધીજીઃ વર્ષોથી મને લાકડી પકડાવીને ઊભો કરી દીધો છે. દરેક ગાંધીજયંતિએ મને ઇચ્છા થાય છે કે સુતરની આંટી લઇને આવનારા નેતાઓને લાકડીનો સ્વાદ ચખાડું પણ...
ડો.આંબેડકરઃ આ બાબતે હું તમારી સાથે સંમત છું, ગાંધીજી. હું તમારા જેવો શાંત નથી. મારી તિથી પર લોકો મને હાર ચડાવવા આવે ત્યારે દરેક વખતે હું આંગળી ચીંધી ચીંધીને કહું છે કે આ જ લોકોએ મારા ને તમારા સ્વપ્નને રોળી નાખ્યું છે. પણ મારા આંગળીચીંધામણને લોકો પૂતળાની મુદ્રા ગણી લે છે.
માયાવતીઃ ડાક્ટરસા’બ, તમારો અવાજ સાંભળીને હું એટલી બધી રાજી થઇ છું કે શું કરવું સૂઝતું નથી. મને લાગે છે કે હું હજાર-બે હજાર કરોડના ખર્ચે મારાં ને તમારાં ને માન્યવર કાંશીરામજીનાં બીજાં પાંચ-પચીસ પૂતળાં ઊભાં કરાવું.
રાણી લક્ષ્મીબાઇઃ (બેકગ્રાઉન્ડમાં ઘોડાની હણહણાટી સંભળાય છે) બે હાથે તલવાર ચલાવવી એક વાત છે. એ મને ફાવે, પણ એક હાથમાં ઘોડાની લગામ ને બીજા હાથમાં મોબાઇલ પકડવાનું બહુ ફાવતું નથી.
ભગતસંિઘઃ તો ઘોડાની નીચે ઉતરી જાવ.
લક્ષ્મીબાઇઃ પણ ઘોડાની નીચે ઉતરું તો પછી મને ઓળખે કોણ?
ભગતસંિઘઃ હા, એ વાત ખરી. મને પણ એ પ્રોબ્લેમ નડે છે. એટલે તો હું કદી હેટ કાઢતો નથી. લોકોને મન ભગતસંિઘ એટલે હેટ ને મૂછો. આપણે કોના માટે, શાના માટે મોતને ભેટ્યા એ જાણવાની કોને પરવા છે રાણીજી?
સાવરકરઃ એમ નિરાશ ન થશો. મેં ૧૮૫૭ના સંગ્રામ વિસે આખું પુસ્તક લખ્યું છે.
ઇન્દુલાલ યાજ્ઞિકઃ પણ એ પુસ્તક ‘વાંચે ગુજરાત’ની યાદીમાં હતું? જો ના, તો તમારું પુસ્તક એળે ગયું.
સાવરકરઃ એ તો મને ખ્યાલ જ ન આવ્યો. નહીંતર મને હારતોરા કરવા નેતાઓ આવ્યા ત્યારે મેં સહેજ ઇશારો કર્યો હોત તો પણ કામ થઇ જાત.
સરદારઃ સાવરકર, તમે ક્યાં કોંગ્રેસમાં છો? અત્યારના ગુજરાતમાં તો ફક્ત કોંગ્રેસીઓનાં કામ થાય છે. (ખડખડાટ હસે છે)
સાવરકરઃ (ઘૂંધવાઇને) આના કરતાં તો હું આંદામાનમાં સારો હતો. દેખવું નહીં ને દાઝવું પણ નહીં.
ગાંધીજીઃ આપણી વચ્ચે વિચારભેદ હોવા છતાં મારે કહેવું જોઇએ કે દેશને તમારા પૂતળાની જરૂર છે.
સાવરકરઃ (હજુ ખીજ ઉતરી ન હોય એવા અંદાજમાં) હા, પક્ષીઓ બિચારાં ક્યાં જાય? મારા માથે છે એવી સરસ મજાની ગોળાકાર ટોપી બીજે ક્યાં મળવાની?
સ્વામી વિવેકાનંદઃ માય ઇન્ડિયન બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ...
ગાંધીજીઃ ઓહો, આ તો સ્વામી વિવેકાનંદ. દરિદ્રનારાયણનો મહિમા કરનાર..
વિવેકાનંદઃ ગાંધી, એ વિવેકાનંદ બીજો કોઇ હશે. આ પૂતળાસ્વરૂપ વિવેકાનંદ તો દરિદ્રનારાયણના નહીં, નગદનારાયણના મહિમાનું પ્રતીક બની ગયો છે. જુઓને, મારી દોઢસોમી જન્મજયંતિ પણ કેટલી ધામઘૂમથી ઉજવાઇ રહી છે. સરકાર આ નિમિત્તે એટલાં બધાં નાણાં આપવાની છે કે સંસ્થાઓ એટલો ખર્ચ એક વર્ષમાં કરી શકે એમ નથી. એટલે મારા જન્મની દોઢશતાબ્દિ ચાર વર્ષ સુધી ઉજવાશે.
સરદારઃ ઉઠો, સફાળા જાગો અને બધા રૂપિયાનો ઘુમાડો ન થાય ત્યાં સુધી અવિરત મંડ્યા રહો. બરાબર ને જવાહર?
નેહરુઃ એમાં હું શું કહી શકું? મારી જન્મશતાબ્દિ વખતે મારા પોતરાએ પણ ગામ માથે લીઘું હતું. મારા પ્રેમીઓ ને અભ્યાસીઓ મારાથી ઉબાઇ જાય, એટલો મારો પ્રચાર કર્યો હતો.
જગજીવનરામઃ અને બાકી હતું તે તમારી દીકરીએ પૂરું કર્યું.
આંબેડકરઃ અરે વાહ, જગજીવનરામ. તમારો અવાજ સાંભળીને આનંદ થયો. તમને બોલતાં આવડે છે?
ઇંદિરા ગાંધીઃ એ તો હું પૂતળું બની ગઇ એટલે. બાકી મજાલ છે કોઇની હરફ સુદ્ધાં ઉચ્ચારે? હું જીવતી હતી ત્યારે આ બધાંને મેં જીવતેજીવ પૂતળાં બનાવી દીધાં હતાં. ખાતરી ન થતી હોય તો પૂછો મોરારજીભાઇને...પણ એક મિનીટ..મોરારજીભાઇનું પૂતળું જ નહીં હોય. જવા દો. એમાં પૂછવાની શી જરૂર છે? હું કટોકટી સિવાય જૂઠું બોલતી નથી અથવા જૂઠું બોલું ત્યારે કટોકટી આવે છે, પણ અત્યારે એવી કોઇ ચંિતા રાખવાની જરૂર નથી.
સયાજીરાવ ગાયકવાડઃ અમારે મઝા છે. આઝાદી આવી ગઇ તો પણ પૂરા રજવાડી પોશાકમાં પ્રજા સામે રહેવા મળે અને અમારા વારસદારો સંપત્તિ માટે કેવાં ઝઘડે છે એ જોવા પણ મળે.
સરદારઃ (હસતાં હસતાં) સારું થયું ને તમારાં રજવાડાં ભારતમાં ભેળવી દીધાં. નહીંતર તમારા વારસદારોની ઝઘડાઝઘડી અને ભાગબટાઇને કારણે ભારતમાં રજવાડાંની સંખ્યા સાડી પાંચસોથી વધીને સાડા પાંચ હજાર થઇ ગઇ હોત.
ઇંદિરા ગાંધીઃ હા અને મારે સાડા પાંચ હજાર રજવાડાંનાં સાલિયાણાં નાબૂદ કરવાં પડત. સાડા પાંચસોમાં આટલો કકળાટ થયો, તો એનાથી દસ ગણા વધારેમાં કેટલો કકળાટ થાય?
નેહરુઃ બેટા પ્રિયદર્શિની, તારા સવાલનો જવાબ મળી શકે એમ નથી. કારણ કે આપણા દેશમાં ગણિતશાસ્ત્રીઓનાં કે વિજ્ઞાનશાસ્ત્રીઓનાં પૂતળાં ઊભાં કરવાનો રિવાજ નથી.
રાજીવ ગાંધીઃ કદાચ લાલબહાદુર શાસ્ત્રીનું પૂતળું મળી જાય.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

ફેસબુકનો અજાણ્યો ફેસ અંગત આશિક પણ...
સેલેબ્સની પ્લાસ્ટિક સ્માઈલ પર આફરીન અમદાવાદીઓ
બચ્ચનની ખુશ્બુનો જાદુ લોથલમાં કેમ નહીં?
યુદ્ધ કેદીઓ માટે લડતો સાયકલવીર
પરીક્ષાની તૈયારીમાં આવી ભૂલો ન કરો
શરદીમાં ખૂબ ખાઓ, તાવમાં નહીં...
યુવાઓને પસંદ છે બોડી પેઈન્ટંિગ
ફેસ સીરમ શું છે અને તેને કેવી રીતે વાપરશો?
  More Stories
 
 

વર્ષ-2012ના એવોર્ડઝ, જુઓ Latetst Updates...

   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved