
ગમે તેવા ‘જાતીય અભાવ’ના ગાળામાંથી બહાર આવી શકાય છે એવું વિચારવું જરૂરી છે. તે માટે પ્રયત્નશીલ થવાનો સંકલ્પ કરવો જરૂરી છે. અને પછી ખરેખર પ્રયત્નશીલ થવું જરૂરી છે.
એક મઘ્યમ વયની સ્ત્રી છે. ૩૦ વર્ષથી લગ્નજીવન ભોગવી રહી છે પણ તેનું જાતીય જીવન શુષ્ક છે.
તેને બેડરૂમ એક્ટીવીટીઝમાં કોઈ પણ પ્રકારના ઉત્સાહ કે ઉમળકો જણાતા નથી.
જાણે કોઈ ભાર વેંઢારતી હોય એ રીતે તે પતિને કામસંબંધ બાંધવા દે છે. તેને મન સવારે ઊઠીને બ્રશ કે કોગળા કરવા જેવું જ રૂટીન કામ સેક્સસંબંધ બાંધવાનું છે.
તેને ક્યારેક તો ખૂબ કંટાળો પણ આવે છે. પણ પતિનું મન તૂટી ન જાય એટલા માટે તે યૌનકર્મમાં સહયોગ આપતી રહે છે.
આ સ્ત્રીની ઊંમર તો હજુ વયસ્કની કેટેગરીમાં આવે છે. પણ એક યુવાન કંપની એક્ઝીક્યુટીવની વાત સાંભળો તો નવાઈ લાગે. તે તો હજુ માંડ બત્રીસ વર્ષનો છે.
લગ્નનો હજુ આઠ જ વર્ષ થયા છે, તેમ છતાં તેના જીવનમાંથી સેક્સનો ઉમંગ ઓસરી ગયો છે. હવે ‘પત્નીને શું લાગશે ?’
એવા વિચારથી જ તે મહિને દહાડે માંડ એકાદ વાર સેક્સમાં પ્રવૃત્ત થાય છે, અને તે પણ પરાણે. તેને જ્યારે તેના મિત્રો ઉત્તેજક વાતો કરે, મેસેજ મોકલે યા ફિલ્મ જોવા ઘસડી જાય ત્યારે ખૂબ જ નવાઈ અને કંટાળાની મિશ્ર લાગણીઓ થાય.
આ બંને કિસ્સા ‘સેક્સ્યુઅલ બર્ન આઉટ’ પ્રકારના કિસ્સા ગણાય. વહેલા કે મોડા, કેટલાક લોકો રોજીંદી સેક્સ લાઈફથી રીતસરના ઓચાઈ જાય છે. તેમનામાં રહેલી કામુકતાનું જાણે બાળમરણ થઈ જાય છે.
(અથવા કહો ‘યુવામરણ’). આવા કિસ્સા સમાજમાં ઠેર ઠેર જોવા મળશે. શ્રમિકો ગરીબો અને શ્રમના અતિરેકને કારણે વ્યસનીઓ વ્યસનકર્તા કેફી પદાર્થની આડઅસરને કારણે, કેટલાક યુગલો દામ્પત્યજીવનની કડવાશ યા કટુતાને કારણે, કેટલીક વ્યક્તિઓ માનસિક બિમારીઓને લીધે કેટલાક ધાર્મિક-આઘ્યાત્મિક સત્યાગ્રહોને લીધે યા કેટલાક અન્ય સમજી ન શકાય એવા અગમ્ય કારણોને લીધે અકાળ કામશુષ્ક થઈ જતાં જણાય છે.
આ બધા લોકોને અકાળે આવેલા ‘કાલનિર્વાણ’નો કોઈ રામબાણ ઇલાજ ખરો કે નહીં !
તેમને સેક્સ્યુઅલી રીચાર્જ કરે એવો કોઈ રીજુવીનેટીંગ અકસીર ઉપાય હોવો જરૂરી છે.
જો આવા કોઈ કાલ્પનિક ઉપાયની રૂપરેખા ઘડીએ તો તેમાં નિમ્નસૂચિત બાબતોનો સમાવેશ કરી શકાય. ‘સેક્સ્યુઅલ રીજુવીનેશન’ની વિભાવના નવી નથી, પણ તે અંતર્ગત આજમાઈશ થનાર નુસખાઓ અચૂક નવા હશે.
‘સેક્સ્યુઅલ રીજુવીનેશન’ માટે સૌ પ્રથમ તો વ્યક્તિએ તેની મેડીકલ ઇલનેસીસ ટ્રીટ કરી નાખવી જોઈએ. હાઈપરટેન્શન, ડાયાબીટીસ, હાઈપરલીપીડેમીયા, હાઈપોથાઈરોઈડીઝમ, આથ્રાઈટીસ જેવી અનેક બિમારીઓ લાંબા ગાળાની હોવા છતાં તેને કાબૂમાં લાવવાથી ‘કામપુનરૂત્થાન’ની દિશામાં પ્રથમ ડગ માંડી શકાય છે.
વળી વ્યક્તિએ હાનિકર્તા વ્યસનોનો તત્કાળ ત્યાગ કરવો જરૂરી છે. કેમકે વ્યસનો ચાલુ રહે તો કામજીવનનું નવનિર્માણ અઘરૂં બની જાય છે.
વ્યક્તિ યા પાર્ટનરને જો કોઈ માનસિક રોગ યા સાઈકોલોજીકલ ડિસઓર્ડર હોય તો તેની અસરકારક સારવાર તત્કાળ કરાવી લેવી જોઈએ. ડીપ્રેશન, એન્કઝાઈટી, ફોબિયા, ઓ.સી.ડી., પેનિક, સાઈકોસિસ જેવી અનેક મનોવૈજ્ઞાનિક બિમારીઓમાં સેક્સ્યુઅલ બર્ન આઉટ, એક્ઝોશન, એવોઈડન્સ, વીડ્રોઅલ વગેરે સંભવે છે. આવે વખતે ‘રીજુવીનેશન’ના પ્રયત્નો કરતાં પહેલા જે તે બિમારીઓની સાઈકીઆટ્રિક ટ્રીટમેન્ટ જરૂરી બની રહે છે.
આ સાથે જ ‘કામપુનરૂત્થાન’ માટે જાતીય સમસ્યાઓ હોય તો તેને ય ટ્રીટ કરી લેવી જરૂરી છે. ઈરેકટાઈલ ડીસફંકશન, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન, રીટાર્ડેડ ઇજેક્યુલેશન, લો ડીઝાયર, ઓર્ગેઝિમિક ડીસ્ફંક્શન, વજાઈનિસ્મસ વગેરે ઘણી બિમારીઓ સાયલન્ટ ગણાય છે પણ ગમે ત્યારે પીડાકારક બની જઈ શકે છે. સેક્સ્યુઅલ ડીસ્ફંક્શનની ટ્રીટમેન્ટ વગર રીજુવીનેશન શક્ય બનતું નથી.
‘સેક્સ્યુઅલ રીજુવીનેશન’ માટે સૌ પ્રથમ જરૂરી છે વ્યક્તિએ તેની જનરલ લાઈફ સ્ટાઈલને વ્યવસ્થિત કરી દેવી. નિયમિત ઊંઘ, આહાર, વોકીંગ-જોગીંગ યા વર્કઆઉટ જરૂરી માત્રામાં કરવાથી ઘણો ફરક પડી જાય છે.
કસરતી, તંદુરસ્ત શરીર રીજુવીનેશનમાં મદદરૂપ થાય છે. કામ-આરામ-ઊંઘ વગેરે બેલેન્સ્ડ, સંતુલિત માત્રામાં રાખવાથી રીજુવીનેશન માટેનો માર્ગ મોકળો બને છે.
પરંતુ સેક્સ્યુઅલ રીજુવીનેશન માટેની ટીપ્સ જાણી જેવી જરૂરી છે.
પ્રથમ પગથિયું એ છે કે જાતીય પુનરૂત્થાન સંભવિત છે, એ વાત સ્વીકારવી જોઈએ.
ગમે તેવા ‘જાતીય અભાવ’ના ગાળામાંથી બહાર આવી શકાય છે એવું વિચારવું જરૂરી છે.
તે માટે પ્રયત્નશીલ થવાનો સંકલ્પ કરવો જરૂરી છે. અને પછી ખરેખર પ્રયત્નશીલ થવું જરૂરી છે.
પોતાના જનનાંગોને નીરખવા, એને સ્પર્શવા, એને સહેલાવવાથી શરૂઆત કરી શકાય.
જનનાંગો જ શું કામ ? શરીરના જનનેતર અવયવોને ઇરોટિક સ્વસ્પર્શ દ્વારા આનંદ આપવાથી સુષુપ્ત કામેચ્છાઓ પુનઃજાગૃત થઈ શકે છે.
અરીસામાં શરીરનું સ્વદર્શન પણ મૃતપ્રાય કામેચ્છાને પુનર્જીવીત કરવાની શરૂઆત કરવામાં મદદરૂપ થઈ શકે છે.
પાર્ટનર સાથેના સંબંધો નવપલ્લવિત કરી જોવા, કામાકર્ષક વાતાવરણ બનાવવું, નવું વાતાવરણ પ્રયોજી જોવું, પોતાના સ્વભાવમાં બદલાવ લાવી જોવો, વઘુ સઘન એકાંત તથા પ્રાયવસી સર્જવા, કામપ્રચૂર સાહિત્ય યા સામગ્રીનો ઉપયોગ કરવો, પરસ્પર સાન્નિઘ્યની પળોમાં વધારો કરવો વગેરે અનેક વાતો કામજીવનને રીજુવીનેટ કરી શકે છે.
ક્યારેક ‘સેકન્ડ હનીમૂન’ની સહેલગાહ સેક્સ્યુઆલીટીથી રસાયેલું શાબ્દિક કોમ્યુનિકેશન, કામપ્રચૂર ફેન્ટસી તથા ગેઈમ્સનો ઉપયોગ જેવા પ્રયોગો પણ રીજુવીનેશનને સંભવિત બનાવવામાં ઉપકારક નીવડે છે.
એક સાથે ઘણા ઉપાયોની આજમાઈશ વધારે કારગત નીવડી શકે છે.
નેટ, વીડીયો, મૂવીઝ, બેડશીટ્સ, કામયંત્રો, વસ્ત્રો જેવા પેરાફેનેલિયાનું મહત્વ પણ ઓછું નથી.
તે જ રીતે કામનિયંત્રણ, ઇરોટિક મસાજ વગેરે પણ સહાયક પાઠ ભજવે છે.
‘સેક્સ્યુઅલ રીજુવીનેશન’ માટે તબીબી સલાહ હોય તો ક્યારેક માઈનોર શસ્ત્રક્રિયાઓની આજમાઈશ પણ જરૂરી બને છે.
પણ તે ચોક્કસ બિમારીઓના ઇલાજ પૂરતી જ. બાકી મન, તન, વચન અને સંવનન મળીને રીજુવીનેશનને ચાહે તેવો ઓપ આપી શકે છે.
|