| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
ગોવંડીમાં સાત વર્ષીય બાળકીના અપહરણ બાદ બળાત્કાર ગુજારાયો
|
| |
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૨૪
ગોવંડીમાં રવિવારે રાત્રે એક સાત વર્ષીય બાળકીનાં અપહરણ બાદ તેની પર થયેલા બળાત્કારના બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર જાગી છે. સોમવારે આ અજાણ્યો આરોપી બાળકીને તેના ઘર નજીક છોડીને ભાગી ગયો હતો. પોલીસે આ આરોપીનો સ્કેચ તૈયાર કરી રહી છે. ઉપરાંત ઘરે ઘરે જઈને આરોપી અંગે માહિતી મેળવી રહી છે. તે સિવાય પોલીસ મતદાર યાદીમાંના ફોટાને આધારે પણ આરોપીની તપાસ ચલાવી રહી છે.
આરોપી રેપ બાદ માસૂમને તેના ઘર પાસે છોડીને પલાયન
શરૃઆતમાં શિવાજી નગર પોલીસે અપહરણની ફરિયાદ નોંધી હતી. પરંતુ તબીબી તપાસમાં બાળકી પર બળાત્કાર ગુજારાયો હોવાનું બહાર આવતા પોલીસે બાદમાં બળાત્કારની કલમ ઉમેરી હતી.
શિવાજી નગર પોલીસ સ્ટેશનનાં સિનિયર પી.આઈ. આર.એસ. અગ્રવાલે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે ગોવંડીનાં બૈગનવાડી વિસ્તારમાં રહેતી અને મ્યુનિસિપલ સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતી આ બાળકી રવિવારે રાત્રે ગુમ થઈ ગઈ હતી.
આ બાળકી તેની ૪૫ વર્ષીય નાની સાથે સાર્વજનિક સિન્ટેક્સની પાણી ટાંકી પર પાણી ભરવા ગઈ હતી. દરમિયાન એક યુવકે બાળકીની નાનીને પૂછ્યું હતું કે તમે અહીં રહો છો? તેમણે હા પાડતા યુવકે પણ તે અહીં રહેતો હોવાનું કહ્યું હતું. આથી લાઈનમાં ઊભા રહેલા અન્ય લોકોને તેઓ એકબીજાને ઓળખતા હશે એમ માન્યું હતું, એમ અગ્રવાલે કહ્યું હતું.
દરમિયાન એક બાલદી ભરાઈ જતા બાળકીની નાની બીજી બાલટી લેવા ઘરે ગઈ હતી. જેનો લાભ લઈને આ અજાણ્યો શખસ બાળકીને લઈને ત્યાંથી રવાના થઈ ગયો હતો.
બાળકીનો પત્તો ન લાગતા તેની નાનીએ સ્થાનિક લોકોને પૂછતા તેમણે કોઈ અજાણ્યો શખસ બાળકી સાથે વાત કરતો હોવાનું જણાવ્યું હતું. આ શખસનો પણ પત્તો ન લાગતા અંતે શિવાજી નગર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જો કે સોમવારે આ બાળકી તેના ઘરે પાછી ફરી હતી. બાળકીને એટલો આપઘાત લાગ્યો હતો કે તે કંઈ જ બોલવાની હાલતમાં ન હતી. અંતે પોલીસે બાળકીને તબીબી તપાસ માટે મોલી આપી હતી, જેમાં તેની પર બળાત્કાર થયો હોવાનું બહાર આવ્યું હતું.
અગ્રવાલનાં જણાવ્યા મુજબ અમે બાળકીની નાનીએ કરેલા વર્ણનને આધારે આરોપીનો સ્કેચ તૈયાર કરી રહ્યા છીએ. તે સિવાય અમે આ વિસ્તારની મતદાર યાદી પણ મેળવી છે. જેથી તેમાં લગાવવામાં આવેલા ફોટાને આધારે આરોપીને શોધ કાઢવામાં સરળતા પડે.
તે સિવાય પોલીસે ત્રણ ટીમ તૈયાર કરી છે. જે આ વિસ્તારમાં લોકોના ઘેર ઘેર જઈને આરોપી અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
બાળકીનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાશી છે. તેના પિતા મજૂરી કામ કરે છે. બાળકીની માતાએ અઠવાડિયા પહેલા જ બે જોડિયા બાળકને જન્મ આપ્યો હતો, એમ પોલીસે કહ્યું હતું. |
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|