| Last Update : 25-Jan-2012,Wednesday |
|
|
| |
|
|
|
|
| જિલ્લા રજિસ્ટ્રાર એન.આઈ. પટેલને ગુજરાત સરકારે સસ્પેન્ડ કર્યા |
|
| |
પાટીદાર સોસાયટીના રેકર્ડ સાથે ચેડાં બદલ
ન્યાયમૂર્તિ એસ.આર.બ્રહ્મભટ્ટના આદેશનો સરકારે આખરે અમલ કરવો પડયો
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
પંચવટીની પાટીદાર સોસાયટીના રૅકોર્ડ સાથે ચેડાં કરવાના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રાર એન.આઈ. પટેલને આખરે ગુજરાત સરકારે સસ્પેન્ડ કરવા પડયા છે. હાઈકોર્ટ જજ એસ.આર. બ્રહ્મભટ્ટે એન.આઈ. પટેલને સસ્પેન્ડ કરવાના કરેલા હુકમના આ સાથે જ સરકારે પાલન કરવાની ફરજ પડી છે. આજે ગુજરાત સરકારવતીથી ગવર્મેન્ટ પ્લીડર પ્રકાશ જાનીએ એન.આઈ. પટેલને સસ્પેન્ડ કરતો સરકારી ઓર્ડર કોર્ટમાં રજૂ કર્યો હતો.
ગુજરાત સરકારે ન્યાયમૂર્તિ એસ.આર. બ્રહ્મભટ્ટના ઓર્ડરને ન્યાયમૂર્તિ આર.આર. ત્રિપાઠી અને જસ્ટિસ જી.બી.શાહની ડિવિઝન બૅન્ચમાં પડકાર્યો હતો. સિવિલ એપ્લિકેશનનો સ્કોપ મર્યાદિત હોવાથી તેમાં કરવામાં આવેલા ઓબ્ઝર્વેશન ઉચિત નથી. સિવિલ એપ્લિકેશનમાં સંબંધિત અધિકારી સામે કન્ટેમ્પ્ટનો આદેશ કરવા રજૂઆત કરાઈ હતી.
જોકે ન્યા. એસ.આર. બ્રહ્મભટ્ટના આદેશમાં છ જાન્યુઆરી સુધીમાં તેમને સસ્પેન્ડ કરી દેવા જણાવાયું હતું.
આજે આ કેસ બેન્ચ સમક્ષ આવતા ગવર્મેન્ટ પ્લીડર પ્રકાશ જાનીએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ પ્રમાણે એન.આઈ. પટેલને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|