એફ.ડબલ્યુ.આઇ.સી.ઇ.એ મૂકેલા પ્રતિબંધ બાબતે પણ નિર્માતા ચાબખા વીંઝે છે
મુંબઇ, તા.૨૦
૨૦૧૦ની સાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'વીર'માં સલમાન ખાનને તેના કામ માટે રૃા. ૧૫ કરોડ ચૂકવ્યા નહોવાનો નિર્માતા વિજય ગાલાની પર કથિત આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મામલો ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ' (એફ.ડબલ્યુ.આઇ.સી.ઇ.) પાસે લઇ જવાનો સલમાને નિર્ણય કર્યો હતો. આના એક પગલા રૃપે એફ.ડબલ્યુ.આઇ.સી.ઇ.એ ગાલાની વિરુદ્ધ અસહકારની સૂચના આપી હતી. આનો આર્થ એ થાય છે કે સલમાન સાથેના આ કિસ્સાનું નિરાકરણ આવે નહીં ત્યાં સુધી ગાલાની બોલીવૂડમાં બીજી કોઇ પણ ફિલ્મ બનાવી શકે નહીં. આ સૂચના પછી છેવટે ગાલાનીએ પોતાનું મૌન તોડીને પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
ગાલાનીએ જણાવ્યા પ્રમાણે, ''સલમાન ખાનને પૈસા નહીં આપવાનો લોકો મારા પર બિનજરૃરી આરોપ લગાડી રહ્યા છે. મારે સલમાનને કાણી કોડી પણ આપવાની નથી હું નિર્દોષ છું. હું જે કહી રહ્યો છું એ હું સમજી- વિચારીને જ કહી રહ્યો છું. લાંબા સમય સુધી હું ચૂપ રહ્યો હતો, પરંતુ, હવે હું ચૂપ રહેવાનો નથી.''
ગાલાનીએ જણાવ્યા પ્રમાણે, ''ફિલ્મની રિલીઝ પછી સાતથી આઠ વાર સલમાન સાથે તેની મુલાકાત થઇ હતી પરંતુ, તે વખતે સલમાને તેની સામે આ વિષય કાઢયો જ નહોતો.'' તેને કોઇ સમસ્યા હોય તો એ બાબતે સલમાને મારી સાથે સ્પષ્ટતા કેમ કરી નહોતી. ભૂતકાળમાં હું એને સાતથી આઠ વાર મળ્યો હતો પરંતુ 'વીર' માટે બાકી રહેલી રકમ વિશે એણે મારી સમક્ષ એક હરફ પણ ઉચ્ચાર્યો નહોતો એફ.ડબલ્યુ.આઇ.સી.આઇ.માં તેણે મારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું હું જાણું છું. એમા શું વળવાનું છે? મેં તેને પૈસા આપ્યા નથી એ બાબતે તેની પાસે કોઇ લેખિત પુરાવો નથી.'' એમ ગાલાનીએ ઉમેર્યું હતું.
સલમાનના આ પાયાવિહોણા દાવા વિશે ખુલાસો કરવા ઉપરાંત ગાલાની પોતાની વિરુદ્ધ એફ.ડબલ્યુ.આઇ.સી.ઇ.એ આપેલી અસહકારની સૂચનાથી પણ નારાજ છે. એસોસિયેશન ઓફ મોશન પિક્ચર્સ પ્રોડયુસર્સ એસોસિએશન (એ.એમ.ટી.પી.પી.)ના સભ્ય હોય એની વિરુદ્ધ જ અસહકારની સૂચના પસાર કરવાનો એફ.ડબલ્યુ. વિરુદ્ધ જ અસહકારની સૂચના પસાર કરવાનો અફ.ડબલ્યુ.આઇ.સી.ઇ.ને અધિકાર છે. અને મારા કિસ્સામાં હું એએનટીપીપીનો સભ્ય નથી.'' એમ ગાલાનીએ ઉમેર્યું હતું.
એફ.ડબલ્યુ.આઇ.સી.ઇ.ના પ્રમુખ ધર્મેશ તિવારી આ મામલામાં કોઇ પણ પ્રકારની કોમેન્ટ કરવા તૈયાર નથી. |