જાન્યુઆરી વાયદામાં રૃપિયો યુરો સામે ૧ પૈસો, પાઉન્ડ સામે ૧૨ પૈસા, યેન સામે ૪૨ પૈસા અને ડોલર સામે ૯ પૈસા મજબૂત
મુંબઈ, તા.૨૪
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૧૦૨૮૨૨ સોદામાં રૃ.૧૩,૪૧૫.૫૯ કરોડનાં ૨૬૫૩૩૭૩ લોટનું કામકાજ થયું હતું. કુલ ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૧૫૬૦૦૪ લોટનો હતો.
રૃપી-યુરોના જાન્યુઆરી વાયદામાં ૬૦૮૯ સોદામાં રૃ.૨૪૦.૬૨ કરોડનાં ૩૬૯૩૭ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૩૫૭૬ લોટનો હતો. જાન્યુઆરી વાયદો રૃ.૬૫.૧૪૫૦ ખૂલી, ઊપરમાં રૃ.૬૫.૭૬૫૦ અને નીચામાં રૃ.૬૫.૦૦૦૦ રહ્યા બાદ બંધમાં રૃ.૬૫.૧૪૦૦ રહ્યો હતો. રૃપિયો યુરો સામે જાન્યુઆરી વાયદામાં ૧ પૈસા વધ્યો હતો.
રૃપી-પાઉન્ડના જાન્યુઆરી વાયદામાં ૨૧૮૨ સોદામાં રૃ.૬૬.૬૬ કરોડનાં ૮૫૬૨ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૮૦૪૪ લોટનો હતો. જાન્યુઆરી વાયદો રૃ.૭૭.૯૦૭૫ ખૂલી, ઊંચામાં રૃ.૭૮.૧૫૦૦ અને નીચામાં રૃ.૭૭.૭૧૨૫ રહી રૃ.૭૭.૯૫૨૫ના સ્તરે બંધ થયો હતો. પાઉન્ડ સામે રૃપિયામાં જાન્યુઆરી વાયદામાં ૧૨ પૈસાનો સુધારો હતો.
રૃપી-યેનના જાન્યુઆરી વાયદામાં ૧૯૮૫ સોદામાં રૃ.૭૮.૮૧ કરોડનાં ૧૨૧૩૫ લોટનાં કામકાજ સાથે ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧૫૧૨૭ લોટનો હતો. જાન્યુઆરી વાયદો રૃ.૬૫.૦૮૭૫ ખૂલી, ઊપરમાં રૃ.૬૫.૧૧૭૫ અને નીચામાં રૃ.૬૪.૭૪૦૦ રહી બંધમાં રૃ.૬૪.૮૪૨૫ રહ્યો હતો. રૃપિયો યેન સામે જાન્યુઆરી વાયદામાં ૪૨ પૈસા મજબૂત હતો.
રૃપી-ડોલરના જાન્યુઆરી વાયદામાં ૮૦૪૩૪ સોદામાં રૃ.૧૧,૧૫૯.૨૮ કરોડનાં ૨૨૨૮૮૭૯ લોટના વેપાર થયા હતા. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૪૮૨૫૩૭ લોટનો હતો. જાન્યુઆરી વાયદો રૃ.૫૦.૦૫૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૦.૧૮૦૦ અને નીચામાં રૃ.૪૯.૯૭૨૫ રહ્યા બાદ બંધમાં રૃ.૫૦.૦૮૭૫ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો જાન્યુઆરી વાયદામાં ૯ પૈસા વધ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૨૪ જાન્યુઆરીને મંગળવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૪૯.૯૬૭૩ (ગયા સોમવારે રૃ.૫૦.૨૪૩૫)નો જાહેર કર્યેે હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૫.૦૮૮૭ (ગયા સોમવારે રૃ.૬૪.૭૮૭૬), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૭૭.૭૪૪૧ (ગયા સોમવારે રૃ.૭૮.૧૨૮૬) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૬૪.૯૦૦૦ (ગયા સોમવારે રૃ.૬૫.૨૪૦૦) જાહેર કર્યા હતા. |
|