|
|
| |
આજ નું પંચાગ |
તા. ૨૫-૧-૨૦૧૨ બુધવાર
માહ સુદ બીજ - પંચક
મુસલમાની રબી ઉલ અવ્વલ માસ શરૂ.
બ્રહ્મસમાજ દિન.
દિવસના ચોઘડિયા ઃ લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા ઃ ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૩ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૨૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૮ ક. ૧૧ મિ. (સૂ) ૮ ક. ૦૭ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- ધનિષ્ઠા બપોરના ૩ ક. ૫૯ મિ. સુધી પછી શતભિષા.
ગોચર ગ્રહ ઃ- સૂર્ય- મકર, મંગળ- સંિહ, બુધ- મકર, ગુરુ- મેષ, શુક્ર- કુંભ, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- કુંભ
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૩, ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮
ઉત્તરાયણ શિશિર ૠતુ રા.દિ. માઘ / ૫
માસ-તિથિ-વાર ઃ- માહ સુદ બીજને બુધવાર.
પંચક છે બ્રહ્મસમાજ દિન. વ્યતિપાત યોગ બપોરના ૨ ક. ૩૫ મિ. સુધી. મુસલમાની રબીઉલ અવલ માસ શરૂ.
બાલમુકુન્દજી (લાડુ બેટીજીનું મંદિર, મુંબઇ)નો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રબીઉલ અવલ માસનો પ્રથમ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ શહેરેવર માસનો દસમો રોજ આવાં |
| [Top] |
| |
|
આજ નું ભવિષ્ય |
| |
તા. ૨૫ જાન્યુઆરી
મેષ ઃ આપના નોકરી-ધંધામાં તેમજ રાજકીય, સરકારી, ખાતાકીય કામની વ્યસ્તતામાં રહેવું પડે. સંતાનનું કામ કરવું પડે.
વૃષભ ઃ આપના નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ભૂતકાળનાં સંસ્મરણો તાજા થાય. જુના સંબંધો, નવી ઓળખાણથી આનંદ.
મિથુન ઃ ચંિતા-વ્યથામાં હળવાશ થતી જાય. વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધામાં કામની જવાબદારી રહે.
કર્ક ઃ આકસ્મિક ચંિતા- ઉપાધિ- જવાબદારી જણાય. બહાર કે બહારગામ જવાનું થાય. ખાવાપીવામાં, વાહન ચલાવવામાં સંભાળવું પડે.
સંિહ ઃ આપના હૃદય-મનની પ્રસન્નતામાં વધારો થાય તેવું કામ થાય. પત્ની- સંતાન- પરિવારના, જાહેર સંસ્થાકીય કામમાં સાનુકૂળતા જણાય.
કન્યા ઃ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. નોકરી-ધંધાના સંબંધો તાજા થાય, ધર્મકાર્ય, શુભકાર્યથી આનંદ રહે.
તુલા ઃ હૃદય-મનની ચંિતા- વ્યગ્રતા ઓછી થાય. અન્યને મદદરૂપ થઇ શકો. નોકરી-ધંધાના, સગા સંબંધી- મિત્રવર્ગના સંબંધ તાજા થાય.
વૃશ્ચિક ઃ હરો ફરો, કામકાજ કરો પરંતુ હૃદય-મનની ચંિતા-ઉચાટ રહે. સગા સંબંધી- મિત્રવર્ગના, નોકરી-ધંધાના કે સરકારી કામમાં સંભાળવું પડે.
ધન ઃ ધર્મકાર્ય, શુભકાર્ય કે વ્યવહારિક, સામાજીક કામ અંગે, નોકરી-ધંધાના કામ અંગે યાત્રા પ્રવાસ- મુલાકાતનું આયોજન ગોઠવાય, સાનુકૂળતા રહે.
મકર ઃ આપના હૃદય-મનની પ્રસન્નતા છતાં નોકરી-ધંધાની સરકારી ખાતાકીય જવાબદારીવાળા કામમાં અન્યના કારણે ચંિતામાં મુકાવ.
કુંભ ઃ વિચારોની દ્વિધા- ચંિતામાં, નકારાત્મક વિચારોમાં અટવાયેલા રહો. વાણીમાં મીઠાસ અને વ્યવહારમાં નમ્રતા રાખવી પડે.
મીન ઃ નુકસાન- વિવાદ થાય તેવો કોઇ નિર્ણય કરવો નહીં. નોકરી-ધંધાના કામમાં, સરકારી આપત્તિવાળા કામમાં સાવધાની રાખવી.
- પ્રા. અગ્નિદત્ત પદમનાભ
જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૨૫ જાન્યુઆરી
આજની તારીખે શરૂ થઇ રહેલા જન્મવર્ષમાં આરોહ, અવરોહની પરિસ્થિતિ રહે પરંતુ જેમના જન્મના ગ્રહ બળવાન હશેેે તેમને આપત્તિ- મુશ્કેલીમાં સૂળીનો ઘા સોયથી ટળી જાય. નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં અન્યાય થવાના કારણે ફેરફારીના, સ્થળાંતરના સંજોગો ઊભા થાય. વિવાદમાં જીદ- મુમત- અહમ રાખ્યા વગર શાંતિથી સમય પસાર કરી લેવો હિતાવહ રહેશે.
- મકાન- જમીન- મીલ્કતના પ્રશ્નમાં, કુટુંબ, પરિવારના પ્રશ્નમાં આપને ચંિતા- ખર્ચ- મુંઝવણ- મુશ્કેલી રહે.
- વર્ષના ઉત્તરાર્ધમાં ભાગ્યોદય, પ્રગતિમાં રૂકાવટ જણાય. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે. તમારી આવક સચવાઇ રહે તે ઘ્યાનમાં રાખવું. ખર્ચ વધે.
- મસ્તકમાં, ખભામાં, આંખમાં દર્દપીડાથી સંભાળવું. લાંબા અંતરના યાત્રા પ્રવાસમાં આરોગ્યની કાળજી રાખવી પડે. પોતાની અગત્યની ચીજવસ્તુનું ઘ્યાન રાખવું પડે.
- સ્ત્રીવર્ગને ઘર- પરિવાર, મિત્રવર્ગના, માતૃપક્ષના પ્રશ્ને નાની- મોટી કોઇ ચંિતા- વ્યસ્તતા રહે.
- વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી ભણવામાં ઘ્યાન આપવું પડે.
|
|
| |
|
સુપ્રભાતમ્ |
- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક
|
| [Top] |
| |
|
| |
આજ નું ઔષધ |
રુચિવર્ધક ચટણી
આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.
આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.
કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.
આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર
|
| Top] |
|
| |
આજ ની જોક |
લલ્લુની પરીક્ષા ચાલી રહી હતી અને એના પિતા છગન એને પાસ થવા માટે સખત વાંચવા ઉપર ભાર આપતા હતા. એક દિવસ એણે પોતાની પ્રેમિકા લીલીને ફોન ઉપર કહ્યું, ‘‘ડાર્લંિગ, હું આ વર્ષે ફેલ થવા માંગું છું.’’
‘‘કેમ?’’ લીલી બોલી, ‘‘શા માટે?’’
‘‘જો ને,’’ લલ્લુએ કહ્યું, ‘‘જો હું ફર્સ્ટ ક્લાસ આવીશ તો પપ્પા મને વિજ્ઞાન પ્રવાહમાં મોકલીને ડોકટર બનાવશે અને ડોકટર બનતા પાંચ છ વર્ષ લાગશે અને સેકન્ડ ક્લાસ આવીશ તો પપ્પા મને કોમર્સ પ્રવાહમાં મોકલીને સાત આઠ વર્ષે હું સીએ થાવ એની રાહ જોશે... એ કરતાં જો હું નાપાસ થાઉં તો મને તરત જ તારી સાથે પરણાવી દેશે.’’ |
| [Top] |
| |
|
|
આજ ની રેસીપી |
|
| |
જૈન પુલાવ વીથ કબાબ
સામગ્રી ઃ (કબાબ માટે) ૧ કપ ચણાની દાળ, ૧૦૦ ગ્રામ જરદાળુ, પ્રમાણસર મીઠું, ૧/૪ ચમચી ખાવાનો સોડા, ૧ ચમચી મરચાની ચટણી, ૬ પાઉની સ્લાઈસ ( ખુણા કાપેલી), ૧/૨ કપ ખમણેલું નાળિયેર, ૧/૨ કપ બારીક કરેલી કોથમીર, ૨ ચમચા તેલ, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ધાણા અને ખસખસનો અધકચરો ભૂકો.
પુલાવ માટે ઃ ૨ કપ બાસમતી ચોખા,૧ નાળિયેરનું જાડું દૂધ, ૧ કપ બારીક કોથમીર, ૧ ચમચો સાકર, ૧/૨ કિલો ટામેટા, ૨ ચમચી ઘી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી મરચાની ચટણી, પ્રમાણસર મીઠું, ૧ ચમચી જીરું, ૧ ચમચી કોર્નફ્લોર, સુકો મસાલો, ૫ લવંિગ, ૧૦ મરીના દાણા, ૭ ઈલાયચી, ૪ તજના કટકા.
રીત ઃ (કબાબની) ચણાની દાળને સાત કલાક ઠંડા પાણીમાં પલાળો. પથ્થર પર વાટવી તેમાં જરદાળું સિવાય ઉપરનો બધો મસાલો નાખવો. પાઉં પાણીમાં પલાળી દબાવી નાખવા. જરદાળુને ૬ કલાક પાણીમાં પલાળવા. બહાર કાઢી લેવી. બદામને બારીક સમારી ભાત પર પાથરવી. દરેક જરદાળુના બે ભાગ કરવા.
ચણાની દાળનું પુરણ લઈ તેની હાથમાં નાની પુરી બનાવવી. તેમાં અડઘું જરદાળું મુકી બંધ કરવું. આ પ્રમાણે બધા કબાબ બનાવી ગરમ તેલમાં તળી બાજુ પર રાખવા.
પુલાવની રીત ઃ ટમેટાના બારીક ટુકડા કરી ઈલેક્ટ્રીક બ્લેન્ડરમાં ચર્ન કરી સૂપના સંચાની બારીક જાળીથી ગાળી લેવું.
૦ ચોખાને ૨ કલાક ભીંજવી છૂટો કરી જરા કડક ભાત બનાવો. તેમાં મીઠુ નાખી બાજુ પર મૂકી દેવું.
૦ નાળિયેરનું દૂધ અને ટમેટાનો રસ ભેગા કરી તેમાં કોર્નફ્લોર નાખી બરાબર હલાવવું. મીઠું, મરચું, મરચાની ચટણી અને સાકર નાળિયેરના દૂધમાં ભેગા કરી તે ગ્રેવી બાજુ પર રાખવી.
પુલાવ બનાવવા માટેના વાસણમાં ઘી ગરમ કરવા મુકવું. તેમાં જીરું નાખી બારીક કોથમીર નાખવી. નાળિયેરના દૂધની ગ્રેવી નાખી ભાત ઉમેરવો. સૂકો મસાલો ભેળવી વાસણ ઢાંકીને ધીમે તાપે ૧૦ મિનિટ ગેસ પર ચડવા દેવું.
૦ પીરસતી વખતે ભાત લાંબી પ્લેટમાં પાથરવો. તેના ઉપર તળેલા કબાબ ગોઠવવા. ઉપર બદામ ભભરાવવી.
ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.
|
| [Top] |
|
|
|
|
|