| Last Update : 24-Jan-2012,Tuesday |
|
|
| |
|
|
|
|
|
 |
|
ત્વચાને મુલાયમ રાખવા નવા વરસના નવા સંકલ્પો |
|
નવો ટ્રેન્ડ, નવી-નવી સ્ટાઇલ નવું વરસ...નવા વરસને શુભેચ્છાઓ સાથે દરેકે આવકાર્યું છે. સુંદરતાની કાળજી માટે નિયમિત રહેવું જરૂરી છે. અહીં આપેલ ઘરગથ્થુ ટિપ્સને અનુસરીને ત્વચાને ચમકતી મુલાયમ બનાવો.
દિવસ દરમિયાન ૧૦-૧૫ ગ્લાસ પાણી પીવાની આદત પાડો જેથી શરીરમાંનું ઝેર બહાર નીકળશે.
સારો આહાર લો. રોજંિદા આહારમાં સલાડની માત્રા વધારો, પાંદડાયુક્ત ભાજીને રોજંિદા આહારમાં સ્થાન આપો.
ફેશિયલ ક્રિમ્સ અને માસ્કને નિયમિત ન બનાવતાં ત્વચાને શ્વાસ લેવા દો.
તાણમુક્ત રહેવા માટે પૂરતી નિદ્રા લો.
વઘુ પડતું સૂર્ય પ્રકાશમાં રહેવાનું ટાળો.
નશીલા પદાર્થો, દારૂ તથા સિગારેટના સેવનથી દૂર રહો.આ પ્રકારના પદાર્થો ત્વચાને હાનિ પહોંચાડે છે.
ક્લિન્ઝંિગ, ટોનંિગ અને મોઇશ્ચરાઇઝંિગને રૂટિન બનાવી દો. જેથી ત્વચા મુલાયમ તેમજ સખત રહે.
ત્વચાને ચમકીલી બનાવવા ત્વચાના પ્રકાર અનુસાર સ્ક્રબનો ઉપયોગ કરો.
દિજીતા
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|