Last Update : 24-Jan-2012,Tuesday
 
સેક્સલાઈફમાં સંતોષ મેળવવા માટે બંનેની સજ્જતા અનિવાર્ય
 

બેડરૂમનાં વાતાવરણમાં નીરવ શાંતિ પથરાયેલી છે. સીલીંગ ફેન ફરે છે. તેનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. પત્ની ઓશીકામાં મોં દબાવી ઊંધી સૂતી છે. સામ ેપતિ આરામ ખુરશીમાં આંખો બંધ કરી ઊંઘી ગયાનો ડોળ કરી રહ્યો છે. આવા વાતાવરણ પરથી શું સ્પષ્ટ થાય છે? ઘર-કંકાસ? ના.... આ તો એવી સ્થિતિનો પર્યાય છે. જેનાથી લજ્જિત થઈને પતિ ઊંઘવાની તૈયારી કરી રહ્યો છે. જો એક જ રૂમમાં પતિ-પત્ની બંને એકબીજા તરફ પીઠ ફેરવીને સૂતાં હોય તો એનાથી સ્પષ્ટ થાય છે કે બંને વચ્ચે કંઈક મનભેદ છે. આ મનભેદનું કોઈપણ કારણ હોઈ શકે. પરંતુ ઉપર જણાવ્યા મુજબની પરિસ્થિતિમાં પત્ની રડતી નથી, જે દર્શાવાય છે કે બંને વચ્ચે કંઈક અનિચ્છનીય બન્યું છે.
અહીં પ્રશ્ન એ ઉદ્‌ભવે છે કે , શું સેક્સ જીવન માટે અનિવાર્ય છે? આનો જવાબ ‘હા’ અને ‘ના’ બંનેમાં આવી શકે. ‘હા’ એટલા માટે કે આજનો જમાનો આદમયુગ કરતાં ખૂબ આગળ વધી સભ્ય બની ગયો છે. આજે સેક્સને જબરજસ્તી નિભાવવામાં આવતી ઉત્સાહહીન ક્રિયા ગણવામાં આવતી નથી. આજે સેક્સ પતિ-પત્ની વચ્ચેની અનિવાર્યતા છે. એક યુવાન યુવતી માટે પણ. આજે સેક્સ એક દબાયેલી ભાવના હોવાની સાથે સાથે ખુલ્લા આકાશમાં મુક્ત મને ઊંડતા પંખી સમાન છે.
પતિ-પત્ની વચ્ચે સેક્સ જરૂરી છે. આપણા પ્રાચીન ગ્રંથો, મુખ્યત્વે મનુસ્મૃતિમાં જણાવ્યા અનુસાર લગ્ન સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવતાં હતાં. પરંતુ આજે સમય બદલાયો છે. આજે પતિ-પત્ની પાસેથી પૂર્ણ સુખ મેળવવાની આશા રાખે છે. તો પત્ની પણ પતિ પાસેથી પૂર્ણ સંતુષ્ટિ ઈચ્છે છે. પરંતુ એનો અર્થ એવો નથી થતો કે પોતાની પૂર્ણ સંતુષ્ટિ માટે એ પતિ માટે માનસિક તાણનું કારણ બને.
મોટાભાગના પુરુષોનાં મનમાં લગ્ન પહેલાં એમ શંકા રહેતી હોય છે કે, તેઓ લગ્ન બાદ પત્નીને પૂરતું સુખ આપી શકશે કે નહીં, અશ્લીલ ફિલ્મો તથા સડકછાપ સસ્તી ચોપડીઓમાંથી માહિતી મેળવીને તેઓ સેક્સની સંપૂર્ણ જાણકારીથી વંચિત રહી જાય છે અને આવા અધકચરા જ્ઞાનને લીધે તેઓ ગેરમાર્ગે દોરવાઈને ખોટાં સાધનોના ઉપયોગથી જાતીય સંતોષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. કિશોરાવસ્થાથી યૌવન પ્રવેશ દરમિયાનનો સમય જ યુવાનોને અવળે માર્ગે વાળી દે છે, પરિણામે જ્યારે તેઓ લગ્ન કરવાની વયે પહોેંચે છે, ત્યારે શારીરિક રીતે અશક્ત બની ગયા હોય છે. અથવા તો જાતિય જ્ઞાનથી અજાણ રહે છે.
સિનેમા અથવા ચોપડીઓમાં જણાવાયેલી માહિતી હકીકતથી એકદમ દૂર હોય છે. એનો નાયક કામદેવ સમાન હોય છે તો નાયિકા રતિ સમાન સુંદર. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજના સમયમાં કોઈપણ વ્યક્તિ દરેક બાબતમાં પૂર્ણ નથી હોતી. એમાં ક્યાંક પણ કોઈ ખામી તો અવશ્ય હોય જ છે, ભલે એ ખામી રૂપરંગમાં હોય કે નોકરીમાં હોય કે સ્વભાવમાં. આ કારણસર પતિ-પત્ની વચ્ચે સમન્વય હોય તે જરૂરી છે.
આવો સમન્વય ન હોય, પતિ-પત્ની એકબીજાને સમજવામાં ભૂલ કરે ત્યારે કેવા ખટરાગ થાય છે તેનો કિસ્સો નીચે આપ્યો છે.
રમેશ મિત્રો સાથે બેઠાં બેઠાં એક પછી એક ગ્લાસ ખાલી કરતો જતો હતો. આખરે રાતનો એક વાગ્યો ત્યારે એક હિતેચ્છુએ ટકોર કરી, ‘રમેશ, હવે ઘરે જા. ભાભી રાહ જોતાં હશે.’
‘રાહ જુએ અને તે પણ મારી? ના રોહિત, એ શા માટે મારી રાહ જુએ? એને તો રાતે મારી જરૂર જ નથી. સાવ ઠંડી સ્ત્રી છે.’
રમેશે કેટલી સહેલાઈથી મિત્રો સમક્ષ જાહેર કરી દીઘું કે, એની પત્ની ઠંડી છે, પણ એણે એ વાત જાણવા પ્રયત્ન કર્યો, કે પત્નીને સેક્સમાં રુચિ ન રહેવા પાછળ કયું કારણ જવાબદાર છે? કદાચ તે પોતે જ એ માટે જવાબદાર હોય, એમ પણ બને. તેની પ્રેમ કરવાની રીત ખોટી હોય. કહેવાય છે કે ભોેજનને ગરમાગરમ નહીં સહેજ હુંફાળું ખાવું જોઈએ. એ જ રીતે લગ્નજીવનની શરૂઆતમાં સેક્સનો ગરમ ભોજનની માફક ઉપયોગ કરવાને બદલે હળવે હળવે એક એક ડગલું આગળ વધીને સમર્પણની દિશામાં અગ્રેસર બનો.
પત્નીની ઉદાસીનતા એટલે કે કામેચ્છાના અભાવ પાછળ કોઈપણ કારણ હોઈ શકે. કદાચ શક્ય છે કે પત્ની થોડા સમય પહેલાં જ માતા બની હોય. પ્રસૂતિ બાદ પત્નીની સેક્સમાં રુચિ ઓછી થઈ જાય છે. અને જેમ જેમ બાળક મોટું થતું જાય, તેમ તેમ પત્નીનું ઘ્યાન બાળક તરફ વઘુ કેન્દ્રિત થતું જાય છે. આથી પતિ પોતાને ઉપેક્ષિત થયેલો અનુભવે છે. આ કારણે આવી સ્થિતિમાં પત્નીને કામમાં મદદગાર બનીને તથા નવીન પરિસ્થિતિ સર્જીને પતિ જ પત્નીને સેક્સમાં રુચિ લેતી કરી શકે છે.
પત્ની ઠંડી હોય એ કારણસર જ છૂટાછેડા લેવાની તૈયારીઓ ન કરી લેવી જોઈએ. આપણા રૂઢિચુસ્ત સમાજની રૂપરેખા જ એવી છે કે, જેમાં અત્યારે પણ મોટા ભાગની છોકરીઓને સેક્સ વિશે કોઈ જ માહિતી આપવામાં આવતી નથી. પ્રથમ મિલનમાં પતિ સાથે સંભોગ જરૂરી છે. પત્નીને પૂર્ણપણે પામવી એ પતિનો અધિકાર છે. વૃઘ્ધ સ્ત્રીઓ દ્વારા આપવામાં આવતી આવી શિખામણ યુવતીઓ જીવનભર પોતાના મનમાં સંગ્રહી રાખે છે. એમના મનમાંથી આ વાતો માત્ર પતિના પ્રેમ તેમજ પોતાપણાની ભાવનાથી જ દૂર કરી શકાય છે.
બીજો દાખલો જોઈએ. જો પતિ અશક્ત હોય, તો ...? શાંતિ ખૂબ અકળાયેલી હતી. સંકોચને કારણે એ કોઈને કંઈ કહી શકે તેમ પણ નહોતી. એ કાયમ રીતે અનુભવતી કે પતિ એની પાસે આવતાં જ એની સાથે થોેડા ગપ્પા મારી પછી તું થાકી ગઈ હોઈશ, સૂઈ જા.’ કહી પીઠ ફેરવીને સૂઈ જતો. લગ્નના પ્રારંભિક જીવનમાં પતિનું આવું વલણ તેને સમજાતું નહીં.
ઘણો સમય વીતી ગયો. એક દિવસ શાંતિએ જાતજાતના શણગાર સજી પતિને ખુશ કર્યો. પરંતુ રતિક્રિયા પહેલા જ પતિ કમજોર જણાયો. હવે શાંતિને આખી સ્થિતિ સમજાઈ ગઈ. એણે પ્રેમથી પતિનો વિશ્વાસ જીતી લીધો. જેથી એને જાણવા મળ્યું કે નાનપણમાં કુટેવોનો ભોગ બનવાથી પતિ સહવાસને લાયક જ રહ્યો નહોતો. શાંતિએ દ્રઢતાપૂર્વક અને નિષ્ઠાથી પતિમાં પુનઃ આત્મવિશ્વાસ જાગૃત કરવામાં એને સંપૂર્ણ સાથ અને સહયોગ આપ્યો. સહવાસ સમયે જો પતિ નિષ્ફળ જતો હોય, તો પત્નીએ પતિનું ઘ્યાન બીજી તરફ વાળી દેવું જોઈએ. જરૂર હોય તો કોઈ હળવું ધીમું સંગીત પણ સાંભળી શકાય. આછા વાદળી રંગના પ્રકાશમાં સફેદ પથારીમાં સફેદ વસ્ત્રો પહેરી સૂતેલી પત્ની પતિની કામવાસનાને જાગૃત કરી શકે છે. લાલ વસ્ત્રો શીઘ્ર ઉત્તેજના જાગૃત કરે છે. જ્યારે સફેદ વસ્ત્રોથી ધીમે ધીમે કામભાવના જાગે છે. જો યોગ્ય લાગે તો એકવાર પાણીથી શરીર સ્વચ્છ પણ કરી શકાય. મઘુર વાતચીતની સાથે પ્રેમપંથે આગળ વધો. પતિનું ઘ્યાન તમારી તરફ જ રહે એમ કરો, જેથી એ પોતાની અસફળતા વિશે ભૂલી જાય.
શાંતિએ પણ આ પ્રમાણે જ કર્યું અને તેનું સુખદ પરિણામ પણ માણ્યું. એના પતિએ ગુમાવેલી હંિમત અને આત્મવિશ્વાસ પુનઃપ્રાપ્ત કર્યાં. શાંતિનો પતિ શાંતિને અનહદ પ્રેમ કરે છે. શાંતિ આવી સ્ત્રી છે, જેણે પતિને નાજુક સમયે છોડી જવાને બદલે સંપૂર્ણ સાથ આપ્યો.
એક વાત યાદ રાખો. આ નિષ્ફળતાની કોઈ દવા નથી. જાહેરાતો કે ઊંટવૈદો દ્વારા ભરમાઈ તમે તમારો સમય તેમજ પૈસા બંને વેડફશો.
પતિ કે પત્નીની નિષ્ફળતાને સાથી જ પોતાના પ્રેમ તથા પોતાપણાની ભાવનાથી દૂર કરી શકે છે. પતિ-પત્ની વચ્ચે સેક્સની બાબતમાં કંઈ જ રહસ્ય ન રહેવું જોઈએ. મુક્ત મને એકબીજા સાથે વાત થવી જોઈએ.
અલબત્ત, સેક્સ જીવન માટે જરૂરી છે, છતાં એમ નથી કે સેક્સના અભાવે પતિ-પત્ની એકબીજાથી જુદાં પડે કે છુટાછેડા લે, જો રમેશ પોતાની પત્નીની મુશ્કેલીને સમજી લે, તો એ જ ઠંડી પત્ની એને ગરમ રેતી જેવી ઉષ્માભરી લાગશે. જો શાંતિએ સમજદારીપૂર્વક વર્તન ન કર્યું હોત તો કદાચ એનો પતિ મારઝૂડ કરત અથવા તેણે આત્મહત્યા કરી લીધી હોત. કદાચ એમ પણ બન્યું હોત કે શાંતિ બીજા કોઈ સાથે અનૈતિક સંબંધ બાંધી લેત, પરંતુ એની સમજદારીપૂર્વકની વર્તણૂકથી લગ્નજીવન સુખી થયું. આજે એને એક વર્ષનો પુત્ર પણ છે.
પતિ-પત્નીએ બીજી પણ એક વાત ઘ્યાનમાં રાખવી જોઈએ કે, ક્યારેય પોતાના સાથીની નબળાઈની મિત્રવૃંદમાં ચર્ચા ન કરવી જોઈએ. કોને ખબર કોઈ વ્યક્તિ સહાનુભૂતિનો ઢોંગ કરી તેની આડમાં તમારા સાથીના પ્રેમપ્રવાહને પોતાની તરફ પણ વાળી લે. આથી તમારી મુશ્કેલી, મુંઝવણો તમારા સુધી અને તમારા જીવનસાથી સુધી જ સીમિત રાખો.
સેક્સને હાઉ ન માનો, કે કોઈ ફાવે ત્યારે મમળાવવાની ચોકલેટ ન ગણો. સેક્સને મધ સમાન ગણી પોતાના લગ્નજીવનમાં આજીવન સંયમપૂર્ણ થોડો થોડો સ્વાદ માણતાં રહેશો, તો એની મીઠાશ આજીવન ટકી રહેશે.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved