Last Update : 24-Jan-2012,Tuesday
 

શિયાળા માં સ્કીન કેર

 


પ્રખર સૂર્યપ્રકાશથી ત્વચાનું રક્ષણ કરવા માટે યોગ્ય સુરક્ષાકવચ હોવું જરૂરી છે. સૂર્યના આકરાં કિરણોને કારણે ટેનંિગ તથા સનબર્નની સમસ્યા ઉદ્‌ભવે છે. એકવાર સનબર્ન થાય કે ત્વચા લાંબા સમય સુધી શ્યામ થઈ જાય છે અથવા તો કરમાઈ જાય છે. તેથી આવી તકલીફો ઉદ્‌ભવે જ નહિ તેવા ઉપાયો પહેલેથી અજમાવવાથી ફાયદાકારક નીવડે છે.
સૂર્યપ્રકાશમાંથી બે પ્રકારનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે જે આપણા સુધી પહોંચે છે. પહેલાં યુવીએ કિરણો જે ત્વચાની અંદર સુધી જાય છે અને ત્વચામાં કસાવ લાવતા કોલેજન ફાઈબરને તોડી નાખે છે. પરિણામે ત્વચા લબડી પડે છે અને તેમાં કરચલીઓ પડવા માંડે છે. બીજા પ્રકારનાં યૂવીબી કિરણો ત્વચાના ઉપરના પડ એટલે કે એપિડર્મિસમાં શોષાય છે જેને લીધે ત્વચાની અસંખ્ય કોશિકાઓ નાશ પામે છે અને ત્વચા સોજી જાય છે. તેમાં બળતરા થવા લાગે છે અને તે લાલ થઈ જાય છે જે સનબર્નની નિશાની છે.
ત્વચા નિષ્ણાતોના મત અનુસાર એવું કોઈ ક્રીમ નથી જે તડકામાં ત્વચાને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરી શકે. એસપીએસ ૫૦ થી ૮૦ ધરાવતું સનસ્ક્રીન પણ ત્વચાને યૂવીબી કિરણોથી બચાવી શકતું નથી. એક વિદેશી ડર્મેટોલોજિસ્ટના જણાવ્યા મુજબ એક વખત સનબર્ન થાય તો બીજી વખત થવાની શક્યતા વધી જાય છે. કારણ કે ત્વચામાં રહેલી કોશિકાઓ રિપેર થવામાં ઘણો સમય લાગે છે અને એ દરમિયાન જો તડકામાં જવાનું થાય તો સનબર્ન ઝડપથી થઈ જાય છે. સનબર્નના ઈલાજ તરીકે તેઓ કુદરતી અને ઘરગથ્થુ ઉપચાર અપનાવવાની સલાહ આપે છે.
* સૂર્યનાં કિરણોથી દાઝી ગયેલી ત્વચા પર એલોવેરા જેલ અથવા વિનેગાર લગાવવાથી બળતરા અને દરદમાં રાહત થશે.
* આ સમયે બેન્ઝોકેઈન, લીડોકેઈન અને પેટ્રોલિયમ જેલીમાંથી બનેલાં પ્રસાધનો વાપરવાં નહિ.
* તડકાથી દાઝેલી ત્વચા પર હળવે હાથે રાઈનું તેલ લગાવો અને તેને સૂકાવા દો. એનાથી ત્વચાની બધી જ ગરમી બહાર નીકળી જશે.
* સનબર્ન થયેલી ત્વચા પર કાકડીનાં પૈતાં રગડવાથી ઠંડક મળે છે.
* નહાવાના પાણીમાં થોડો બેકંિગ પાઉડર નાખીને નહાવાથી ત્વચા મુલાયમ થશે.
* પાણીમાં લેવેન્ડર અથવા પીપરમીન્ટ ઓઈલ ભેળવીને નહાવાથી સનબર્નમાં રાહત થાય છે.
* એક કાચું બટેટું ખમણીને ત્વચા પર લગાવવાથી તેમાં રહેલું સ્ટાર્ચ દાઝેલી ત્વચાને કોમળ બનાવશે.
* બે ચમચી ઓટમીલ, બે ટીપાં મધ અને અડધો કપ પાકા પપૈયાનો ગર ભેળવીને ત્વચા પર લગાવવો. વીસ મિનિટ બાદ ધોઈ નાખવું.
* બે ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ મેળવીને લગાવવાથી પણ ત્વચાને સનબર્નથી રાહત મળશે.
* એક ચપટી હળદરમાં થોડું દહીં ભેળવીને ચહેરા, ગરદન અને હાથ-પગ પર લગાડી અડધો કલાક રહેવા દેવું. દરરોજ આ પ્રયોગ કરવાથી ત્વચાને સનબર્નથી બચાવી શકાય છે.
* કાકડી અને લીંબુનો રસ સરખા ભાગે લઈ મિક્સ કરી હાથ-પગ અને ચહેરા પર લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે.
* કાચી કેરીના જ્યુસમાં સાકર અને મીઠું નાખી પીવાથી શરીરની આંતરિક ગરમી ઓછી થાય છે.
* સનબર્નથી દાઝેલી ત્વચા પર ચંદનની પેસ્ટ લગાવવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે.
* ટમેટાંનો રસ અને છાશ મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકાય.
* વિટામીન ‘ઈ’ અને ‘સી’ સનબર્નના ઈલાજ માટે ખૂબ જ સારા એન્ટિઓક્સિડેન્ટ્‌સ સાબિત થયા છે. તેથી આ બંને સત્વ ધરાવતા ખાદ્યાપદાર્થો જરૂર ખાવા જોઈએ. દા.ત. ટમેટાં, સંતરા, વગેરે.
* દિવસ દરમિયાન ઘરની બહાર નીકળો ત્યારે સારી ગુણવત્તાના સનગ્લાસ પહેરો અને ચહેરા તથા હાથ-પગ પર ૩૦ કરતા વઘુ એસપીએફ ધરાવતું સારી ક્વોલિટીનું સનસ્ક્રીન લોશન લગાવવું.
* તડકામાં બહાર જવાનું થાય ત્યારે આછા રંગના સુતરાઉ કપડાં પહેરવા વઘુ લાભદાયક છે.
* સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી હોઠનું રક્ષણ કરવા માટે સારું લિપ બામ લગાડવું. હવે તો બજારમાં એસપીએફ ધરાવતાં લિપ બામ પણ મળે છે.
રેખા કાનાણી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved