| Last Update : 24-Jan-2012,Tuesday |
|
|
| |
|
|
|
|
|
 |
|
| માતાનો પત્ર દીકરાને ના |
| |
આજે બપોરે અમે થોેડા મિત્રો ભેગાં થયાં હતાં. અત્યારે સાચું કહું તોે મારા બધાં જૂના મિત્રોેનો આ સારો સમય ચાલી રહ્યો છે. નોકરી ધંધા બરાબર છે. બાળકો મોટા થઈ ગયાં છે. ફેમિલી લગભગ સેટલ છે એટલે હવે જૂના મિત્રો બધાને યાદ આવે છે. એક બીજાને ફોન કરી કરીને શનિ રવિમાં મળવાનું ગોઠવાય છે. આજે અમે બધાં ભેગાં થયાં એટલે બાળકોની વાતો ચાલી.
મારી એક બહેનણી મને કહે કે ‘‘તે આટલે દૂર ખંજનને મોકલ્યો ખાસ તો ગુજરાત બહાર મોકલ્યો તો તને બીક નથી લાગતી? બહારની હોસ્ટેલમાં તો બઘું કેવું હોય છે? સાવ છાકટું વાતાવરણ હોય છે. છોકરાઓ સીગારેટ ફૂંકે, દારૂ વગેરે ય પીએ.... ત્યાં તો બઘું ખુલ્લેઆમ મળે જ છે. વળી છોકરાં ય આપણી નજર હેઠળ નહીં. તને નથી લાગતું કે એ બગડી જશે? અથવા તો આટલે દૂર છોકરો જતો રહે પછી એના પર આપણો અંકુશ જ રહે જ નહીં ને? એ હાથથી જતો રહે તો? મને એમ કહેવાનું મન તો થઈ જાય કે ખંજન હાથીનું નહીં માણસનું બચ્ચું છે એટલે મને અંકુશની જરૂર નથી પણ હું એમ બોલી નહીં. એના પ્રશ્નનો હાર્દ હું સમજું છું.
બેટા, હું જ્યારે નાની હતી ત્યારે અમે જે વાર્તાઓ સાંભળતા અથવા તો વાંચતા એમાં દર ચોથી પાંચમી વાર્તામાં ગરીબ બ્રાહ્મણ અથવા તો કોઈ એકલી રહેતી સ્ત્રીનો એકનો એક દિકરો દૂર દેશાવર વિદ્યા ભણવા અથવા તો પૈસા કમાવા જતો. પછી એને ત્યાં પડતી મુશ્કેલીઓ અથવા તો એના વિના એના કુટુંબને પડતી મુશ્કેલીઓની આસપાસ આખી વાર્તા વણાતી જતી. આપણી વાર્તાઓ એ આપણી પુરાણી સંસ્કૃતિનું પ્રતિબંિબ છે. એટલે આપણા દેશમાં તો પહેલેથી યુવાન છોકરાંઓ વિદ્યા ભણવા અથવા તો પૈસા કમાવા પરદેશ જાય છે જ. તારો કિસ્સો કાંઈ પહેલોે નથી. તારી લગભગ આખી ય કોલેજમાં બધાં ય છોકરાઓ બહારના રાજ્યમાંથી જ આવ્યા છે ને? બેટા, સવાલ એ નથી કે તારી અને મારી વચ્ચે કેટલું ભૌગોલિક અંતર છે? સવાલ એ છે કે આપણાં હૃદયના ધબકારના આરોહ અવરોહ એક છે નહીં? મારા મનની વાત તું આસાનીથી સમજી શકે છે કે નહીં? અથવા તો ફોેન પર તારો અવાજ સહેજ બદલાય તો મને ખબર પડે છે કે નહીં? અને સાચું કહું તો મને તું બગડી જઈશ... કે હાથથી જતો રહીશ એવી બધી ચંિતા થતી નથી. મેં કહ્યું એમ પેલી વાર્તાઓમાં જ્યારે સંતાન દેશાવર જાય ત્યારે તેની મા રસ્તામાં કામ આવે એ માટે તેને ભાથું બનાવીને તેની પોટલી સાથે આપતી. હું પણ તું જ્યારે ઘેરથી હોસ્ટેલ જવા ટ્રેનમાં નીકળે છે ત્યારે રસ્તામાં ખાવા માટે નાસ્તો બનાવીને આપું જ છું. પણ સાથે સાથે મેં તને એક બીજી પોટલી પણ આપી છે. સંસ્કારોની પોટલી. જેમ મને વિશ્વાસ છે કે મેં આપેલો નાસ્તો તું રસ્તામાં ખાઈશ તો એ નાસ્તો મેં એટલો ઘ્યાન દઈને બનાવ્યો છે કે તું માંદો નહીં પડે તે પ્રમાણે જ મને પેલી સંસ્કારોેની પોટલી પર પણ એટલો જ વિશ્વાસ છે કે જો એ તારી પાસે રહેશે તો તારું મન કદી માંદુ નહીં પડે. જીવનમાં ગમે તેવા પ્રલોભનો તારી સામે આવશે અથવા તો કોઈપણ મુશ્કેલી તને પડશે. તારું સંસ્કારોનું ભાથું હંમેશા તારી સાથે રહેશે. તને નવું બળ પૂરું પાડશે. તું હમેશાં સાચા અને ખોટાની પરખ કરી શકીશ અને ‘બગડી’ નહીં જાય. તું મારા હાથમાંથી જતો રહીશ એવો તો મને સહેજે ય ડર નથી કારણ કે સંતાનને હાથમાં રાખવામાં તો હું માનતી જ નથી. તું કાંઈ ચાવીવાળું રમકડું નથી. તું તો હમેશાં મારી સાથે રહ્યો છે અને હું હમેશા તારી સાથે... આપણા એ સાથની કંિમત ભલા તારા અને મારા સિવાય બીજું કોણ સમજી શકે?
અમે મિત્રો મળીએ એટલે આવી બધી ચર્ચા થતી રહે છે પણ આવી બધી વાતોથી વાતાવરણ ગંભીર બનતું નથી. ખરેખર તો ઘણા બધા સમય પછી એકબીજાને મળવાનો આનંદ અમે લૂંટી રહ્યા છીએ. જૂની જૂની વાતો યાદ કરીએ છીએ અને ખડખડાટ હસીએ છીએ. અમુક મિત્રોના જીવનમાં દુઃખદ પ્રસંગો ય બન્યા છે. એકાદ બેના ડિવોર્સ થઈ ગયાં છે તો કોઈકના જીવનસાથીનું અવસાન પણ થયું છે પણ કોઈના હૃદયમાં કોઈ ભાર નથી. બધા પોતાના દુઃખદ ભૂતકાળને ભૂલીને આગળ વધી ગયા છે. જીવન એ આગળ વધવાનું નામ છે એ સત્ય અમુક ઉંમરે સમજાઈ જ જાય છે. જેટલું વહેલું સમજાય એટલું વધારે સારું કેમ બરાબર ને?
તારી સાથે જ હંમેશા રહેતી તારી મમ્મી.... (ડૉ.રેણુકા પટેલ)
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|