Last Update : 24-Jan-2012,Tuesday
 
સહિયર સમીક્ષા
 

હું ૨૧ વરસની છું અને મારે ૧૯ વરસના એક ખ્રિસ્તી યુવક સાથે લગ્ન કરવા છે. તો અમે કાયદેસર કેવી રીતે લગ્ન કરી શકીએ અને લગ્ન રજીસ્ટર કરાવી શકીએ?
એક યુવતી(મુંબઈ)

* આ યુવક ૨૧ વર્ષનો થાય ત્યાં સુધી તમે તેની સાથે લગ્ન કરી શકો તેમ નથી. એ પછી તમે કોર્ટમાં લગ્ન રજીસ્ટર કરાવી શકો છો. પરંતુ આ પૂર્વે તે છોકરો પગભર બને અને પરિવારની જવાબદારી ઉપાડવા તૈયાર થાય એ જરૂરી છે. અત્યારે તેની ઉંમર ઘણી નાની છે. શું તેણે અભ્યાસ પૂરો કરી લીધો છે? શું તે નોકરી કરે છે? તેની ઉંમર જોતા આ શક્ય લાગતું નથી. આથી લગ્નનો નિર્ણય લેતા પહેલા બધી બાજુઓનો વિચાર કરવો જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડે નહીં.
હું ૨૧ વરસની છું. એક યુવકે પ્રેમમાં મને દગો આપ્યા પછી હું બીજા યુવકના પ્રેમમાં પડી હતી જે હવે મને પરણવા માગે છે પરંતુ હવે ભૂતકાળનો મારો પ્રેમી પણ મારી પાસે પાછો ફરવા માગે છે તો મારે શું કરવું?
એક યુવતી(ગુજરાત)
* આ પ્રકારના પ્રશ્નોના સમાધાન માગતા પત્રો અવારનવાર અમારી પાસે આવે છે અને તમે એ પ્રશ્નો પર નજર ફેરવી હોત તો તમને આ મૂંઝવણમાં મૂકાવું પડતે નહીં. ખેર, તમારે તમારા ભૂતકાળના પ્રેમીને ભૂલી જવો જોઈએ. તે તમારે લાયક નથી. તેની માગણી માન્ય રાખતા નહીં. તે તમારી લાગણીઓ સાથે ચેડા કરી રહ્યો છે. આથી પાછું વળીને જોયા વગર તમારા વર્તમાન પ્રેમી સાથે લગ્ન કરવાનો વિચાર કરો એમ જ તમારી ભલાઈ છે.
હું ૩૦ વરસનો પરિણીત પુરુષ છું. મને બે સંતાન છે. લગ્ન પૂર્વે મને બે સ્ત્રીઓ સાથે સંતોષજનક જાતીય સંબંધ હતો. હવે સમસ્યા એ છે કે મારી પત્ની સેક્સ પ્રત્યે ઘણી ઉદાસીન છે આ બાબતે તેને ઘણી ગેરસમજો છે. નોકરીને કારણે હું સુંદર સ્ત્રીઓના સંપર્કમાં રહું છું. ત્યારે મારી લાગણીઓ પર કાબુ રાખવાનું કામ મારે માટે ઘણું મુશ્કેલ છે. મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.
એક ભાઈ(મુંબઈ)
* સુંદર સ્ત્રીઓ સાથે સંપર્ક ટાળવા માટેની સલાહ આપવાનો કોઈ અર્થ નથી કારણ કે, મને લાગે છે કે તમારે માટે તમારી લાગણીઓ પર કાબુ ધરાવવાનું કામ ઘણું મુશ્કેલ છે. તમારી પત્ની સાથે તમારે કોઈ મેરેજ કાઉન્સેલરની સલાહ લેવાની જરૂર છે. જેને કારણે તમારું લગ્નજીવન સુધરી શકે. ખૂબસૂરત સુંદરીઓમાંની કોઈ એક એક દિવસ તમારા લગ્નજીવન માટે જોખમ રૂપ બની શકે છે એ વાત ભૂલતા નહીં. આથી તમારા પરિણીત જીવનને જ સુધારવાનો પ્રયાસ કરો.
હું ૧૨મા ધોરણમાં ભણું છું. મારું નાક ઘણું પહોળું છે. જેને કારણે મારો ચહેરો બગડી ગયો છે. મારે પ્લાસ્ટિક સર્જરી કરાવવી છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી(જામનગર)
* મોટા શહેરોમાં આ પ્રકારની સર્જરી ઉપલબ્ધ છે. આ માટે તમારે કોઈ નિષ્ણાત સર્જનનો સંપર્ક કરવો જોઈએ. હવે તો કમ્પ્યુટરની મદદથી ઓપરેશન પછી તમે કેવા લાગશો એની જાણકારી મળી શકે છે. આ પછી તમારો ચહેરો સંપૂર્ણપણે બદલાઈ જશે એ માટે તૈયાર રહેજો. ડૉક્ટરો કમ્પ્યુટર પર તમને તમારો ચહેરો દેખાડશે આ પછી તમે યોગ્ય આકારની પસંદગી કરી શકો છો. તમારા શહેરમાં આ સુવિધા ઉપલબ્ધ હોય તો તમે પૂરતી તપાસ કર્યા પછી કોઈ કુશળ નિષ્ણાતનો સંપર્ક કરો. આજે આ પ્રકારના ઑપરેશનો સામાન્ય બની ગયા છે.
હું ૨૨ વરસનો છું. મારાથી મોટી ઉંમરની એક સ્ત્રી સાથે મને શારીરિક સંબંધ છે. પરંતુ હવે મને આ સંબંધવો કેટાળો આવી ગયો છે અને મારે એમાંથી બહાર નીકળવું છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક(વડોદરા)
* સૌ પ્રથમ તેની સાથે વાત કરો. હવે તમને તેના પ્રત્યે અગાઉ જેવી લાગણી નથી એ વાત તેને સ્પષ્ટ કરો. તે આ વાતને સહેલાઈથી સ્વીકારશે નહીં. કોઈ તરછોડે એ વાત કોઈ આસાનીથી પચાવી શકતુ નથી. આ પછી માત્ર મૈત્રી સંબંધ જ ચાલુ રાખવાનો પ્રસ્તાવ તેની સામે મૂકો. આશા છે કે સમય જતા તે આ વાત સ્વીકારી લેશે અને બીજુ, તમે દરેક સંબંધમાં થોડા સમય પછી કંટાળી જશો તો તમે જીવનમાં સ્થાયી કેવી રીતે થઈ શકશો? આથી તમારા ચંચળ મનને પણ કાબુમાં રાખવાનું શીખો.
નીના

 
 
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved