Last Update : 24-Jan-2012,Tuesday
 
સૌંદર્ય સમસ્યા
 

હું ૨૨ વરસની યુવતી છું. મારા વાળ સીધા-લીસા છે. તેની સંભાળ લેવાની યોગ્ય જાણકારી આપશો.
એક યુવતી (અમદાવાદ)
* સામાન્ય રીતે સ્ટ્રેટ હેરને વઘુ કાળજીની જરૂર નથી હોતી. છતાં વાળની સુરક્ષા કાજે તમે-
વઘુ સમય વાળમાં તેલ રાખવું નહીં.
સીધાવાળને લેયર્સમાં કાપવા નહીં.
ઊચ્ચગુણવત્તા ધરાવતું શેમ્પૂ તથા કંડિશનર વાપરવું.
કોપરેલ અને લીંબુનો રસના થોડા-થોડા ટીપા ભેળવી વાળમાં લગાડવું અડધા કલાક બાદ વાળ શેમ્પૂથી ધોઇ નાખવા કંડિશનર કરવું.
હું ૨૪ વરસની યુવતી છું. મારી નવી નોકરીમાં બહારના પ્રોફેશનલ લોકો સાથે મળવાનું થાય છે. તેથી વ્યવસ્થિત દેખાવું જરૂરી બની ગયું છે. લિપસ્ટિક લગાડતા તો આવડે છે પરંતુ યોગ્ય રીત જાણતી નથી તેથી મને યોગ્ય માહિતી આપશો.
એક યુવતી (વડોદરા)
* તમારા હોઠને બરાબર નિરિક્ષણ કરો. તે ૅશુષ્ક હોય કે તેમાં તિરાડ પડેલી હોય તો મોઇશ્ચરાઇઝર કે ક્રીમ લગાડી હોઠને મુલાયમ કરવા. હોઠ પર પોપડી બાઝી ગઇ હોય તો ફેશિયલ સ્ક્રબથી ઉખાડી ત્વચા ચીકણી કરી લિપસ્ટિક લગાડવી. ઉપરના હોઠ પર રેખા બનાવી તેમાં લિપસ્ટિક ભરી પછી નીચેના હોઠ પર લગાડવી. લિપબ્રશથી લિપસ્ટિક એકસાર કરવી. એક કોટ લગાડ્યા બાદ ટિશ્યૂ પેપરથી લિપસ્ટિક શોષાઇ જાય પછી બીજો કોટ લગાડવો.
હું ૩૩ વરસની ગૃહિણી છું. મને આંખની આસપાસ કાળા કુંડાળા તથા પફી આંખ થઇ ગઇ છે. મારી આ સમસ્યાનું નિવારણ કરશો.
એક મહિલા (મુંબઇ)
* રાત્રે પૂરતી ઊંઘ ન લીધી હોવાથી કાળા કુંડાળા થઇ શકે છે. તેમજ પફી આય થવાનું કારણ રક્તભ્રમણ બરાબર ન થવું, રોજંિદા આહારમાં વઘુ પડતું મીઠ, સાકર અને મેંદો છે. કાળા કુંડાળા પણ રક્તમાં આર્યનની કમીને સાબિત કરે છે.
રોજંિદા આહારમાં ફલ તથા શાકનું પ્રમાણ વધારો. ખાસ કરીને કોબી, પાલક તેમજ અન્ય પાંદડાયુક્ત ભાજી લેવી.
તલ,મશરૂમ,બારલી,કાજુ યોગ્ય પ્રમામમાં ખાવાથી કાળા કુંડાળામાં રાહત થાય છે.
કાર્બોહાઇડ્રેટ ખોરાક રાતના લેવો નહીં તેમજ મીઠાનું પ્રમાણ ઓછું કરવું. સાકર પણ નહીંવત લેવી.
રોજ ચાલવા જળાથી રક્તભ્રમણ બારબર થાય છે જેથી પફીનેસ તેમજ રૂક્ષતા ઓછી થાય છે. રોજ ૮-૧૦ ગ્લાસ પાણી પીવું જેેથી ડિહાઇડ્રેશન દૂર થાય. કાળા કંડાળા થવાનું એક કારણ ડિહાઇડ્રેશન પણ છે.
હું ૨૧ વરસની યુવતી છું. મને જરા અમથી ગરમીથી હોઠની આસપાસ પરસેવો વળે છે.અને ચહેરો ચીકણો થઇ જાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરશો.
એક યુવતી (રાજકોટ)
* ચહેરા પર થોડો બરફ રગડી એસ્ટ્રોજન્ટ લોશન લગાડવું. ચહેરા પર ચીકાશ પડતો મેકઅપ લગાડવો નહીં. ચહેરાને વારંવાર પાણીથી ધોવો. ગુલાબજળ પાણીમાં ભેળવી રેફ્રિજરેટરમાં ઠંડુ કરી તેમાં કોટન બોલી દિવસમાં ચાર-પાંચ વખત ચહેરો લૂછવાથી ચહેરા પરન ીચીકાસ દૂર થશે.
હું ૪૮ વરસની ગૃહિણી છું. મારા પગમાં ચીરા પડી જાય છે. શિયાળામાં તો આ તકલીફખાસ સતાવે છે. મારી આ સમસ્યાનું નિવારણ જણાવશો.
એક મહિલા (જામનગર)
* પગની એડીની ત્વચાની બરાબર સફાઇ ન થતી હોય તો આ પ્રકારની તકલીફ થાય છે. તમે હમણાં થોડા દિવસ સવાર-સાંજ બે વખત પગને હુંફાળા પાણીમાં થોડુ ંશેમ્પૂ ભેળવીને પગને ડૂબાડો. અને પગને એક જાડા ટૂવાલ પર રાખી સ્ક્રબરથી મૃત ત્વચા દૂર કરો. રાતન ાસૂતી વખતે એડી પર શુદ્ધ ઘી લગાડો અથવા તો ફૂટલોશન લગાડશો.
સુરેખા મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved