Last Update : 24-Jan-2012,Tuesday
 

વાર્તા-વારસદાર

હું તે દિવસોમાં પરીક્ષા પૂર્વેની તૈયારીમાં વ્યસ્ત હતો. કોલેજનાં લેકચર પૂરા થઈ ગયા હતા. ૬ઠ્ઠી ડિસેમ્બરથી યુનિવર્સિટી પરીક્ષાઓ શરૂ થઈ હતી. કેનેડામાં યુનિવર્સિટીની પરીક્ષાઓ લેકચર પૂરા થયાના બીજા દિવસે લેવાતી હોય છે.
પપ્પા કહેતા કે તેમના જમાનામાં ભારતમાં વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને બે-ત્રણ અઠવાડિયાનો સમય મળી જતો હતો. પણ કેનેડામાં એવું નથી. કાશ, અહીં પણ એવું હોત તો.... મમ્મી અને પપ્પા સપ્તાહના અંતમાં ફરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યાં હતાં. યુનિવર્સિટીનું આ પ્રથમ વર્ષ હતું તેથી પરીક્ષા માટે મને જરા વધારે ગભરામણ થતી હતી.
કેનેડામાં કોલેજ શિક્ષણને ઝાઝું મહત્ત્વ નથી અપાતું. કોલેજમાંથી યુનિવર્સિટીમાં આવ્યા પછી લાગે છે કે શિક્ષણ લેવું ઘણું કપરું છે. સ્કૂલ-કોલેજમાં ભણતાં બાળકોના માતાપિતા વઘુ તકેદારી રાખતાં હોય છે. દરેક સ્કૂલ-કોલેજમાં પેરેન્ટ ટીચર એસોસિયેશન હોય છે. એવું લાગે છે કે યુનિવર્સિટીમાં આવ્યા પછી બાળકો જલદી જુવાન થઈ જાય છે તેથી માતાપિતાની જવાબદારી ઓછી થતી જાય છે.
કેનેડામાં સ્કૂલ-કોલેજના પ્રોફેસર વિદ્યાર્થીઓને ખૂબ મદદ કરતા હોય છે. પ્રોફેસર અઠવાડિયામાં બેથી ત્રણ કલાક વિદ્યાર્થીઓ માટે સમય ફાળવે છે તે સમયમાં વિદ્યાર્થીઓ પ્રોફેસરનું ગાઈડન્સ લઈ શકે છે. પણ સમય પૂરો થયા પછી તેમને મળવાની એપોઈન્ટમેન્ટ લેવી પડતી હોય છે. કેનેડામાં મોટાભાગની યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ યુનિવર્સિટી ઘરની નજીક હોય તો પણ ઘરમાં રહેવાનું પસંદ નથી કરતા અને ૧૮-૨૦ વર્ષની ઉંમર થતાં ઘર છોડીને હોસ્ટેલમાં રહેવા ચાલ્યા જાય છે અને આઝાદીથી રહે છે. આની કંિમત પાર્ટટાઈમ નોકરી કરીને ચૂકવવી પડે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતીય બાળકોમાં પણ આ શોખ વઘ્યો છે. ફરક માત્ર એટલો જ છે કે તેઓનો હોસ્ટેલનો ખર્ચ માતાપિતા ઉપાડે છે. પાર્ટટાઈમ નોકરી કરીને તેઓ પોતાનો ખર્ચો કાઢી શકતા નથી. બસ, ભારતીય બાળકોમાં બાપના પૈસે તાગડધિન્ના કરવાની આદત હોય છે.
શુક્રવારની ઢળતી સાંજ હતી. હું ઘરે પહોંચ્યો ત્યારે મમ્મી પપ્પા હતાં નહીં. તેઓ સપ્તાહના અંતની રજાઓ ગાળવા ટોરેન્ટો ઉપડી ગયા હતાં. તેઓ લંચ લેવા ઘરે આવ્યા હશે અને લંચ કરીને નીકળી ગયા હશે. મોન્ટ્રીયલથી ટોરેન્ટો કારમાં જતાં પાંચ કલાક થાય છે. મમ્મી પપ્પા સાંજ સુધીમાં પહોંચી જવા જોઈએ. મમ્મી મારું ખાવાનું ફ્રિજમાં મૂકીને ગઈ હતી બસ, મારે ઓવનમાં જમવાનું ગરમ કરવાનું હતું. મમ્મી મારે માટે ટોરેન્ટોનો ફોન નંબર ટેબલ પર છોડીને ગઈ હતી.
ટોરેન્ટોથી મમ્મી પપ્પા મને ફોન કરવાના ન હતા. ફોનની જરૂર પડે તો મારે જ કરવાનો હતો. હું વિચારવા લાગ્યો મને કશી જાણ કર્યા વિના મમ્મી પપ્પા આમ એકલા ટોરેન્ટો કેમ ઉપડી ગયા! કદાચ, મમ્મીએ વાત કરી હોય, પણ છેલ્લા કેટલાક સપ્તાહથી હું ભણવામાં વ્યસ્ત હતો. મમ્મીએ અણસાર આપ્યો હશે પણ મારા ઘ્યાન બહાર ગયું હોય એમ પણ બની શકે છે.
સાત થવા આવ્યા હતા. બહાર બરફનો વરસાદ શરૂ થયો હતો. મમ્મી પપ્પા હવે ટોરેન્ટો પહોંચવામાં જ હશે - ટોરેન્ટોની મોસમ શિયાળામાં મોન્ટ્રીયલથી વઘુ ખુશનુમા હોય છે.
મને કકડીને ભૂખ લાગી હતી. ખાવાનું કાઢી ઓવનમાં ગરમ કરવા મૂકયું. જમ્યા પછી ટીવી જોવા બેઠો થયું કે લાવ ટોરેન્ટો ફોન જોડું મમ્મી પપ્પાને ટોરેન્ટો પહોંચ્યાને થોડીક મિનિટો થઈ હશે ત્યાં મેં ફોન કર્યો.
મેં નંબર ડાયલ કર્યો ત્યાં હું ચોંકી ઊઠયો મમ્મી એ કહ્યું કે અમે મુકેશઅંકલને ત્યાં રોકાયા છીએ મમ્મી સાથે ઘણી લાંબી વાતો કરી. મમ્મીએ તેમનું ત્યાં ઊતરવાનું કારણ આપતા કહ્યું કે, મુકેશઅંકલને ત્યાં દીકરાનો જન્મ થયોે છે. તેની ખુશીમાં ટોરેન્ટોમાં તેમણે પ્રીતિ ભોજનનું આયોજન કર્યું છે. રવિવારની રાત સુધીમાં અમે આવી પહોંચીશું. કાર્યક્રમ ચાર વાગ્યાની આસપાસ પૂરો થશે. સામેથી મમ્મીએ ફોન મૂકી દીધો. હું તો સુરેખાઆન્ટી પ્રેગનન્ટ હતા તેનાથી સાવ અજાણ હતો!
મુકેશ અને સુરેખાઆન્ટી સાથે વર્ષોથી સંબંધ હતો તેઓ મોન્ટ્રીલયમાં અમારા ઘરથી એક કિ.મી. દૂર રહેતાં હતાં. મુકેશઅંકલ અને પપ્પા બંને ગાઢ મિત્રો હતા. મોન્ટ્રીયલમાં બંને એક કંપનીમાં કામ કરતા હતા. કંપનીમાં અલગઅલગ ડિપાર્ટમેન્ટ હોવાથી તેઓ મળી શકતા નહોતા, પરંતુ અઠવાડિયામાં સાંજના બે કલાક એક જ કલબમાં બેડમંિગ્ટન રમવા બંને જરૂર જતા.
પપ્પા શરૂઆતથી બેડમંિગ્ટનના ભારે શોખીન હતા. હું દસ વર્ષનો થયો ત્યારથી મને પણ તેમની સાથે કલબ લઈ જવા લાગ્યા. મેં ધીમે ધીમે આ રમત શીખી લીધી. શરૂઆતમાં પપ્પા સાથે રમતાં હું હંમેશા હારી જતો. હવે અઠંગ ખેલાડી બની ગયો છું તેથી છેલ્લાં કેટલાંક વર્ષોથી પપ્પા હરી જાય છે.
તે વખતે અમને સુરેખાઆન્ટીનો બહુ પરિચય નહોતો. અવારનવાર મુકેશઅંકલ સાથે ભારતીય ઉત્સવમાં મુલાકાત થતી રહેતી. ખૂબી એ હતી કે મમ્મી અને આન્ટી ક્યારેય સાહેલીઓ બની શકયા નહીં. મમ્મીનો સ્વભાવ તો મિલનસાર છે, પરંતુ સુરેખાઅન્ટીથી દૂર ભાગતી હતી મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરે સુરેખાઆન્ટી કે મુકેશઅંકલ ક્યારેય લંચ પર આવ્યા નથી અને તેમણે પણ અમને તેમના ઘરે બોલાવ્યા હોય તેવું બન્યું નથી.
અમે તેમને પપ્પાના મિત્રના નાતે ઓળખતા હતા. અમારા ઘરમાં મમ્મીની સાહેલીઓ અને સંબંધઓની અવરજવર વઘુ રહેતી હોય છે. તો પછી પપ્પાના દોસ્તો અને સંબંધીઓનો ભાવ પૂછવાની વાત જ ક્યાં રહી?
જાન્યુઆરીનો મહિનો હતો. એક સાંજે મુકેશઅંકલ ઘણા વ્યથિત જણાતા હતા. પપ્પા તેમને સહાનુભૂતિ આપતા હતા. વાત પરથી લાગતું હતું કે કંપની કર્મચારીઓને છૂટા કરી રહી છે. કર્મચારીઓને એક મહિનાની નોટિસ પણ આપવામાં આવી હતી. તેમાં મુકેશઅંકલનું નામ પણ હતું. વર્ષોની નોકરી હતી એટલે મહેનતાણું તો મળવાનું હતું, પરંતુ ૩૦-૪૦ હજાર ડોલરથી વઘુ મળવાની આશા નહોતી. વળી, નોકરીમાંથી છૂટા થયા પછી સરકાર પાસેથી એક વર્ષ સુધી બેરોજગારીનું ભથ્થું મળવાનું હતું પણ પછી શું? સવાલ ત્યાં આવીને ઊભો હતો.
મુકેશઅંકલે ભારતમાંથી એન્જિનિયરંિગની ડિગ્રી મેળવી હતી. અહીં આવ્યા પછી તેમને આ કંપનીમાં નોકરી મળી હતી. નોકરી બહુ સારી નહોતી છતાં સંતુષ્ટ હતા. તેમણે અહીં આવીને પહેલું કામ વઘુ ડિગ્રી મેળવવાનું કર્યું હોત તો તેમને આટલી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડત નહીં.
ખૂબ મથામણ કર્યા પછી ટોરેન્ટોમાંથી ત્રણ પોસ્ટ માટેના ઈન્ટરવ્યૂની જાહેરાત આવી હતી ત્રણે પોસ્ટના ઈન્ટરવ્યૂ એક સમયે જ હતા, પરંતુ મુકેશઅંકલ સુરેખાઆન્ટીને લઈને પરેશાન હતા.
સુરેખાઆન્ટી પરદેશમાં ક્યારેય એકલા રહ્યાં નહોતાં. મુકેશઅંકલને ડર હતો સુરેખા ક્યાંક એકલી ગભરાઈ ન જાય. તેમણે સંકોચથી પપ્પાને કહ્યું કે જો હું અઠવાડિયું રાત્રે તેમના ઘરે રોકાવા જાઉં તો ઘણો મોટો ઉપકાર થશે.
પપ્પાને તો કોઈ વાંધો નહોતો, પરંતુ મેં એક શરત મૂકી હું રાત્રે તેમના ઘરે રોકાવા જાઉં તો મને એક સપ્તાહ માટે તેમની કાર ચલાવવા આપે હું કાંતિલ ઠંડીમાં મુકેશઅંકલના ઘરે રાત્રે પગપાળા ન જઈ શકું કે સવારના વહેલો આવી પણ ન શકું.
મુકેશઅંકલે સંમતિ આપી. પપ્પાએ મમ્મીને હું મુકેશઅંકલના ઘરે રાત્રે રોકાવાનો છું તે વિશે વાત કરી તો મમ્મીને થોડું અટપટું તો લાગ્યું.
‘‘૩૦ વર્ષની ઉંમર ધરાવતી સ્ત્રીને રાત્રે ઘરમાં સૂતા ડર કેવો લાગે? આજકાલની સ્ત્રીઓનું તો શું કહેવું?’’ મમ્મીએ કહ્યું.
મુકેશઅંકલ રવિવારની રાત્રે ટોરેન્ટો જવા નીકળી ગયા હું અને સુરેખાઆન્ટી તેમને મૂકવા રેલવે સ્ટેશન ગયા હતાં. પાછા ફરતા આન્ટી કારની પાછલી સીટમાં બેસવાને બદલે મારી જોડેની સીટ પર આવીને બેઠા. તેમને ઘરે મૂકીને હું મારા ઘરે ગયો. હજુ સાત વાગ્યા હતા. હું આન્ટીના ઘરે એક વાગ્યાની આસપાસ જવાનો હતો. એક બેગમાં રાતના પહેરવાના કપડાંની જોડ મૂકી.
મમ્મી પપ્પાને ગુડનાઈટ કહીને મુકેશઅંકલની કાર લઈને નીકળી ગયો. મમ્મીનો ચહેરો એકદમ ઉતરી ગયો હતો.
સુરેખાઆન્ટી તેમના ઘરે મારી રાહ જોઈ રહ્યાં હતાં. તેમણે નાઈટગાઉન પહેર્યું હતું. ગાઉનમાંથી અંદરની ‘નાઈટી’ થોડીક બહાર દેખાતી હતી.
મેં વિચાર્યું, ‘આન્ટી તો હમણાં ઊંધી જશે.’
‘‘મુકેશને ટોરેન્ટો પહોંચવામાં હજુ વાર હશે. તેઓ ત્યાં પહોંચીને મને જરૂરથી રંિગ કરશે તેમનો ફોન આવ્યા પછી હું નિરાંતે ઊંઘી શકીશ.’’ આન્ટી બોલ્યા.
આન્ટીએ મને મારો ગેસ્ટ રૂમ બતાવ્યો. બેડ પર સુંદર ચાદર બિછાવેલી હતી. એક ડેસ્ક પર ટેબલ લેમ્પ અને એલાર્મ ઘડિયાળ મૂકી હતી. મેં છ વાગ્યાનો એલાર્મ મૂકયો. સવારે આઠ વાગ્યાની કોલેજ હતી. મેં વિચાર્યું કે ૧૨ વાગ્યે હું ઊંઘી જઈશ. હું પુસ્તક વાંચવા બેઠો.
રાત્રે ૧૧ વાગ્યે ટોરેન્ટોથી અંકલનો ફોન આવ્યો. ફોન મૂકયા પછી આન્ટી તેમના બેડરૂમમાં ગયાં. મારું વાંચવામાં ચિત્ત ચોટંતું નહોતું. ઊંઘ પણ વેરણ થઈ ગઈ હતી. વારંવાર પાસાં બદલવાં કરતાં હું લિવંિગ રૂમમાં ગયો અને ટીવી ઓન કરી સોફા પર બેઠો.
થોડીવાર થઈ હશે ત્યાં આન્ટી બેડરૂમમાંથી બહાર આવ્યાં. તેમના શરીર પર ફક્ત નાઈટી જ હતી અને નાઈટીમાંથી તેમનાં શરીરનાં લચીલાં અંગો બહાર દેખાતા હતાં. મમ્મી પણ આવાં કપડામાં ક્યારેય મારી સામે આવી નથી. કદાચ હું પાંચથી સાત વર્ષનો હતો ત્યારે મેં આવાં વસ્ત્રોેમાં તેને એકવાર જોઈ હશે!
‘‘ઊંઘ નથી આવતી? ગરમ દૂધ લેવું છે? એક વાર ઊંઘ ઊડી જાય પછી બહુ મુશ્કેલીથી આવે છે તારે સવારે વહેલા કોલેજ પણ જવાનું હશે.’’ વાત કરતાં આન્ટી મારી અડોઅડ સોફા પર ગોઠવાઈ ગયાં. પણ હૂં ચૂપ હતો.
‘‘ઊંઘનો ઈલાજ તો તારા અંકલ પાસે બહુ સરસ છે જ્યારે પણ તેમની ઊંઘ ઊડી જાય ત્યારે તેઓ વીડિયો પર તેમની મનગમતી ફિલ્મ જોવા બેસી જશે. જોવી છે અંકલની પ્રિય ફિલ્મ? આન્ટીએ પૂછયું.’’
આન્ટીએ મારા જવાબની પરવા કર્યા વિના સોફા પરથી ઊભા થઈ કબાટમાંથી એક કેસેટ કાઢી. વી.સી.આર.માં ભરાવી.
ફિલ્મ જોતાં વેંત હું ચોકી ઊઠયો આન્ટીએ બલ્યૂ ફિલ્મ મૂકી હતી. મમ્મીથી છાનાછપના ઘરના ભોંયરામાં દોસ્તો સાથે એવી ફિલ્મો ઘણીવાર જોઈ હતી. લગભગ મઘ્યરાત્રિનો સમય હતો અને મારી સાથે આમ એકલા આવી ફિલ્મ જોવામાં આન્ટીને ક્ષોભ નથી થતો! મન ચકડોળે ચઢયું.
આન્ટી ફિલ્મ શરૂ થયાના અડધા કલાકમાં સોફામાં ઊંઘી ગયા હતા. ફિલ્મ પૂરી થઈ હું વીડિયોે અને લાઈટ ઓફ કરી મારા ગેસ્ટ રૂમમાં સૂવા ગયો.
લગભગ ચાર વાગ્યા હશે. બાથરૂમ જવા મારી આંખ ખૂલી ત્યારે મારા બેડ પર આન્ટી મારી સાથે સૂતા હતાં. મને આશ્ચર્ય થયું. મેં તેમના તરફ નજર નાખી. તેમની નાઈટી અસ્તવ્યસ્ત હતી મારો પાયજામો નીચે ઉતરેલો હતો.
સવારે છ વાગ્યાનો એલાર્મ રણકયો. હું ઊઠીને બ્રશ કરવા પણ ન રોકાયો. પૂરપાટ સ્પીડે ગાડી ઘર તરફ હંકારી મૂકી હું નીકળ્યો ત્યાં સુધી આન્ટી ગેસ્ટ રૂમના બેડ પર સૂતેલાં હતાં.
આખો દિવસ વિચારોએ મને જકડી રાખ્યો. હું યાદ કરવાની મથામણમાં પડયો. આન્ટી ક્યારે મારા ગેસ્ટ રૂમમાં આવ્યાં અને મારો પાયજામો કેવી રીતે ઉતરી ગયો! શું રાત્રે આન્ટીએ બરફીમાં ઘેન ભેળવીને ખવડાવી દીઘું હશે કે પછી હું સપનાંની દુનિયામાં ઊડી રહ્યો હતો! હવે હું આતુરતાથી સાંજની પ્રતીક્ષા કરતો હતો કે ક્યારે દસ વાગે અને ક્યારે હું મુકેશઅંકલના ઘરે જાઉં. રાત્રિના દસ વાગ્યે હું આન્ટીના ઘરે પહોંચ્યો. આન્ટી મારી સાથે ખૂબ સ્વાભાવિકતાથી બોલતાં હતાં. તે દિવસ પછી અમારે ક્યારેય બ્લ્યૂ ફિલ્મ જોવી પડી નથી. હું અને આન્ટી ૧૧ વાગ્યે બેડરૂમમાં જતાં અને છ વાગ્યે હું ઊઠીને ઘરે આવતો. આ અમારો નિત્યક્રમ બની ગયો. મારું તનમન રોમાંચિત થઈ ગયું હતું. મુકેશઅંકલના ઘરે જે સુખદ રાત્રિઓ પસાર કરી તેને હું જંિદગીભર ભૂલી નહીં શકું. એક ક્ષણિક અનુભવે મને પાંચ દિવસમાં કિશોરમાંથી પુખ્ત પુરુષ બનાવી દીધો.
રોમાંચિત અઠવાડિયું પસાર થઈ ગયું. અંકલ ટોરેન્ટોથી આવી ગયા હતા. અંકલે પપ્પાને શનિવારે ફોન કરીને કહ્યું કે તેમને ટોરેન્ટોમાં નોકરી મળી ગઈ છે. ૧૫મી માર્ચે તે અને સુરેખા ટોરેન્ટો જવા નીકળશે. ૧૨મી માર્ચે ચાલુ કંપનીમાં તેમનો અંતિમ દિવસ હતો. અંકલ નોકરીમાંથી છૂટા થવાના બહાને મોન્ટ્રીયલ છોડીને ટોરેન્ટો જવાના હોવાથી ઘણા પ્રફુલ્લિત હતા.
મોન્ટ્રીયલ કયૂબેક પ્રાંતમાં આવેલું છે. ભારતીયોને આ શહેર બહુ અનુકૂળ આવતું નથી. અહીં વસવા માટે ફ્રેન્ચ ભાષાનું જ્ઞાન ખૂબ જરૂરી છે ઘણા ભારતીયો કોશિશ કરે છે પણ સફળ થતા નથી.મુશેકઅંકલને ટોરેન્ટો જવા આડે હવે ગણતરીના દિવસો હતા. તેમણે મકાન વેચવા પ્રોપર્ટી ડીલરને સાઘ્યા હતા. તેમનો સામાન મોન્ટ્રીયલથી ટોરેન્ટો લઈ જવા કંપનીએ ગોઠવણ કરી હતી. આખરે એ દિવસ આવી ગયો અને અંકલ-આન્ટી ટોરેન્ટો જતાં રહ્યાં. મને અંકલની સામે આન્ટીને મળતા ક્ષોભ થતો હતો એટલે તેમને મળવાનું માંડી વાળ્યું.
ટોરેન્ટોથી આવતા ટ્રાફિક નહોતો. પણ ખરાબ રસ્તાને કારણે મમ્મી પપ્પાને ઘરે પહોંચતા દસ વાગી ગયા. મમ્મી અને પપ્પા ચંિતામાં લાગતા હતા. એવી શું વાત હતી કે સુરેખાઆન્ટીને મળીને મમ્મી ખુશ હતી? મમ્મીને આન્ટી બહુ ભોળા લાગ્યા. સુરેખાઆન્ટી મોન્ક્રિયલમાં હતાં ત્યારે તો મમ્મી તેમનાથી દૂર ભાગતી હતી આજે કેમ તેનું વર્તન બદલાઈ ગયું લાગે છે?
સુરેખાઆન્ટીએ મમ્મી પપ્પા સાથે મીઠાઈનું એક બોક્સ મોકલાવ્યું હતું. તેની સાથે અંકલે મારા માટે સુંદર ભેટ મોકલી આપી હતી. મુકેશઅંકલે મારો આભાર માનતો એક પત્ર પણ લખ્યો હતો.
મમ્મીને મુકેશઅંકલનો દીકરો ઘણો ગમતો હતો. તે તેની સાથે બહુ ભળી ગયો હતો. મારા કેમેરાથી પાડેલો એક ગુ્રપ ફોટો પણ મમ્મીએ મને બતાવ્યો હતો. મુકેશઅંકલ અને સુરેખાઆન્ટી તેમના દીકરાને હેતપૂર્વક નિહાળી રહ્યા હતાં. ફલેશ બરાબર ન પડવાથી ફોટો ઝાંખો લાગતો હતો. જો ફોટો ક્લિન હોત તો મમ્મી જરૂર શંકા કરત. કઈ દાદી પોતાના વારસદારને ઓળખવામાં ભૂલ કરે?

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved