Last Update : 24-Jan-2012,Tuesday
 

વાચકની કલમે

 


ભીંજાયેલાં નયનો
આવજો કહી ન શકયા એ,
પણ ભીંજાયેલા નયનો એમનાં,
ક્યારે મળીશું? એમ પુછતા ગયા,
સાંભળી ગયા ઘુ્રસકું,
પણ સંભાળીને ચાલ્યા ગયા,
કંઈક પડવાનો અવાજ થતા,
જીવતો જોઈ સરકી ગયા,
ફરી નયનો ભીંજાયાં,
એમાં ‘‘દિલીપ’’ વહી ગયા.
દિલીપ જે.વૈદ્ય (કામરેજ/સુરત)
મન
બહુ સમજાવ્યું તોયે મન ના માને
કેમ કરી મનાવું મન
વિચારું હું ભુલી જાવ પણ
કેમ કરી મનાવું મન
રહું લાખ જોજન દૂર છતાએ તે જ
કેમ કરી મનાવું મન
રાખ્યું છે સદાયે હંમેશ માટે મૌન છતા
કેમ કરી મનાવું મન
ખુદને પુછું ક્યાં છે મન ફરી એ જ જવાબ
કેમ કરી મનાવું મન
અણસમજ મનને સમજનાર ન કોઈ છતા
કેમ કરી સમજાવું મન.
સ્કલ્પચર (સાવરકુંડલા)
છૂટી ગયા
આંસુઓના બંધ તો તૂટી ગયા,
આંખમાંથી આંસુઓ ખૂટી ગયા.
સાફ ચહેરા હવે કયાં દેખાય છે?
જંિદગીના દર્પણો ફૂટી ગયા.
આવવાનું કહીને આવ્યા નહીં,
ભાગ્ય મારાં એટલા ફૂટી ગયાં.
શું વીતે એ સન્મુખ આવે તો,
સપનમાં આવી મને લૂંટી ગયા.
શ્વાસમાં પણ નામ ધૂંટાયા કર્યું,
મોત આવ્યું ને અમે ચાલ્યા ગયા,
જંિદગીનાં બંધનો છૂટી ગયા.
ગાયત્રી અરવંિદ પાંચાલ (થલતેજ, અમદાવાદ)
મુલાકાત
ભર શિયાળે અને આછા અજવાળે એકદી’,
થઈ હતી મારી મુલાકાત એની સાથે.
આંખ મળી ને હોઠ મલક્યા ગુલાબી,
વાતચીત ગુલાબી થઈ હતી એની સાથે.
ઘુમ્મસમાં ઘુ્રજતી-ઘુ્રજતી એક સવારે,
ચાલ્યો હતો હુંફથી હાથ પકડી એની સાથે.
ચાલતા ચાલતા રસ્તો ભૂલ્યો ને હું,
લઈ ગઈ હતી કેવા મલકમાં! મને એની સાથે.
કડકડતી ટાઢે, નિરવ મોડી મધરાતે,
તાપણા કરીને કેવો જાગતો! મને એની સાથે.
સમયની સાથે સાથે બદલાઈ ગઈ સૃષ્ટિ,
‘પાગલ’ થઈ રહી ગયો ત્યાં નો ત્યાં જ.... એની સાથે.
ડૉ.પ્રણવ ઠાકર ‘પાગલ’ (વઢવાણ)
૦ ૦ ૦
ગમ લાગે છે
પ્રણયમાં હશે આવી કસોટી ખબર નહી
નયન ઉઠાવું છું. ને તારો આભાસ લાગે છે.
ભૂલાવ્યા તમને એ દિન કંઈ ખાસ હશે,
વિતેલી ક્ષણો અને સમયનો અહેસાસ લાગે છે.
પ્રેમમાં તજવું એ જગતની રીત હશે કદાચ
હા, પ્રેમમાં સમજોતો કંઈક સારાંશ લાગે છે.
હૃદયની વેદનાને સમજનારા ક્યાં મળે છે ‘અનામ’
મળે છે કોઈક જ્યારે એમને પણ ગમ લાગે છે.
વિનોદ સોલંકી ‘અનામ’ (ગાંધીવાસ, સાબરમતી)
સમાવી લેતા હોય છે
ક્યારેક હૃદય પણ આપણને,
એવા ફસાવી દેતા હોય છે.
જે નથી બન્યા આપણા, એના
બનાવી દેતા હોય છે.
જે દર્દો નિત્ય મળે છે
પોતાનાઓ પાસથી,
એ ઘાવો હૃદય મહીં,
સમાવી લેતા હોય છે.
અમુક લોકો ઉમ્ર આખી
રાહ જોતા હોય છે.
અમુક તો બીચ રાહે જ
તરછોડી દેતા હોય છે.
ડુબે નહીં, ડુબાડે કોઈ તો
એમાં દરિયાનો વાંક શું?
મોજાં તો લાશ ને ય
કિનારે છોડી દેતા હોય છે.
આખરે તો કંઈ જ પણ
બાકી નથી હવે રહી જતું.
એટલે જ તો લાશ ને ય
સળગાવી દેતા હોય છે.
જે બધા એ જીંદગી આખી
રડાવ્યા હોય છે.
મોત પર બે આંસુઓ
વહાવી દેતા હોય છે.
લીનાબા એ. પરમાર (ગોંડલ)
તો બને
રાજ સામે રાજ મૂકે તો બને,
જાત સામે જાત મૂકે તો બને.
આખરી અંજામ કેવો આવશે?
દોસ્ત માથે હાથ મૂકે તો બને.
થાય પીળાં પાન ખરવાના સમે,
યાદની લીલાશ મૂકે તો બને.
ચાંદનીનું રૂપ કાયમ, તો નથી,
આ અમાસો રાત મૂકે તો બને.
એમ ‘ગુણ’ મેદાન છોડી ના શકે.
લોક આવી વાત મૂકે તો બને.
ગુણવંત જોષી (ઉપલેટા)
તારી યાદમાં
તને હું યાદ કરું છું
તને હું પ્યાર કરું છું
આવી જા મારી સજની
દઈજા પ્રેમની પ્યાલી.
પ્રથમ મિલન એ સુંદર મિલન
અમૃત સમું સુંદર હતું
તારું મારું પ્રેમ ભર્યું જીવન
સ્વર્ગ સમું ભવ્ય હતું
આજ એ સ્વપ્ન બન્યું
તેને હું યાદ કરું છું.
ક્યારે થશે એવું મિલન
ક્યારે ગાશે મસ્ત પંખીઓ
ક્યારે ખિલશે પુષ્પ મઝાના
ક્યારે મહેકશે આ ચમન.
બનશે શું સ્વપ્ન સત્ય
જેને હું જોયા કરું છું
તને હું યાદ કરું છું
તને હું પ્યાર કરું છું.
પુષ્પકુમાર પુરોહિત (રાજકોટ)
રીસામણાં મનામણાં
નાની શી વાતમાં તે લીધા રીસામણાં,
કેમ કરી હું કરું તારા મનામણાં.
મન મારું તડપે છે તને મનાવવાને,
લાગે છે તું પણ તૈયાર છે માની જવાને.
પણ અહ તને ય નડે અને અહં મને ય નડે,
બંને વિચારીએ પહેલું મૌન કોણ તોડે.
પ્રેમ ભરી વીતેલી યાદ કરીએ પળો,
ભુલી જઈએ આપણે તકરારની પળો.
પ્રેમ ભરેલા હૃદયમાંથી કાઢીને અહમને,
હું બોલાવું છું તને હવે માની જાને.
ભુલીને તકરારને, મને માફ કરી દે,
કાઢીને અહંને, દિલને સાફ કરી દે.
હસમુખ એચ.શાહ ‘રાહી’ (ગોરેગામ-મુંબઈ)
અસ્તિત્વ ટકાવી રહ્યો છું
અરે.... પ્રેમના શબ્દોને થોડું સમજાવી રહ્યો છું,
હૃદયમાં જડેલી યાદોને ફરી યાદ કરી રહ્યો છું.
તરસ્યા નયનોને તારા સ્મિત વડે જગાડી રહ્યો છું,
સમયના ઝરણાને હું ક્યારેય
રોકી ના શક્યો.... પણ
મારા અવિરત વિશ્વાસને લાગણીના તાતણે ટકાવી રહ્યો છું,
ન હતી ખબર સ્વાર્થી દુનિયાના રિવાજની મને.... છતાં
પ્રેમમાં ખુટતા શબ્દોને હૃદયથી જકડી રહ્યો છું,
જીંદગીની અઘૂરપ આંસુથી લૂછી રહ્યો છું.
લાખો નિરાશામાં પ્રેમની વ્યાખ્યા બનાવી રહ્યો છું,
તારી દુનિયાને શોભાવવું એ જ મારો હૃદયમંત્ર બની રહ્યો છે.
આ કલમથી આજ સુધી ઘણું સમજાવતો રહ્યો છું,
અરે.... તારો મારો સંબંધ શબ્દ પૂરતો ન હતો.
એ જણાવવા આજ સુધી અસ્તિત્વ ટકાવી રહ્યો છું
‘‘ખ્વાહીશ’’ પ્રજાપતિ રાકેશ (પાનોલ, ઈડર)

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved