Last Update : 24-Jan-2012,Tuesday
 
મૂંઝવણ
 

પ્ર.ઃ હું મારા પતિની બીજી પત્ની છું. અમારાં લગ્નને બે વર્ષ થઈ ગયાં છે. ૫ાંચ વર્ષ પૂર્વે એક અકસ્માતમાં એમનાં પ્રથમ પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું. તેઓ હજુ સુધી એને ભૂલી શક્યા નથી. તેઓ એને ખૂબ પ્રેમ કરતા હતા. એમણે પોતાની પ્રથમ પત્નીથી થયેલા એક માત્ર સંતાનને એક સારી માતા આપવા માટે મારી સાથે લગ્ન કર્યાં. તેઓ સારા સ્વભાવની એક સરસ વ્યક્તિ છે. તેઓ મને સુંદરતા, કાર્યકુશળતા અને બુદ્ધિમાં પોતાની પ્રથમ પત્ની જેવી જ માને છે, પણ સેક્સ બાબતે નહીં. એમના મતે આ બાબતે હું થોડી કઠોર છું. એટલે તેઓ બેડ પર મારી સાથે અનુકૂળતા નથી અનુભવતા. તેઓ માને છે કે એમની સેક્સુઆલિટિ એમની પ્રથમ પત્ની સાથે જ ખતમ થઈ ગઈ.
એક પત્ની(અમદાવાદ)
ઉ.ઃ તમારા પતિએ ખુલ્લા મનથી એ સમજવાની જરૂર છે કે એમની પ્રથમ પત્ની અને તમે બે જુદી જુદી સ્ત્રી છો, જેમની પસંદ અને ક્ષમતામાં ફરક છે. એ તો તમારા પતિ તમારામાંની એ ક્ષમતાઓને શોધી કાઢે જેના દ્વારા તેઓ તમારી સાથે હોય ત્યારે એટલા બધા સંતુષ્ટ થઈ શકે જેટલા તેઓ પોતાની પ્રથમ પત્ની સાથે પણ ક્યારેય થયા ન હોય.
તમે એક એવા પુરુષની બીજી પત્ની છો જે પોતાની પ્રથમ પત્ની ગુમાવી ચૂક્યા છે. બનવા જોગ છે કે અંતરંગ પળોમાં તમે થોડાં ખચકાતાં હો પણ એ તમારા પતિના હાથમાં છે કે એ સમયે પણ તમે કમ્ફર્ટેબલ અનુભવ કરી શકો. પોતાની પ્રથમ પત્ની સાથે તમારી સરખામણી કરવાને બદલે તમારા પતિએ તમારી સાથે પોતાની સેકસ્યુઅલ લાઈફ સંતોષકારક બનાવવાના પ્રયાસ કરવા જોઈએ. સમસ્યાની વાત તો ત્યારે થાય છે જ્યારે તેમને ઉદાસીનતા જેવી સેકસ્યુઅલ તકલીફ હોય. જો એવું કશું જ ન હોય તો ચંિતા કરવાની વાત જ નથી. જંિદગીનો આનંદ માણો.
પ્ર.ઃ હું ૧૫ વર્ષની છોકરી છું અને મારા પાડોશમાં રહેતા એક છોકરાને પ્રેમ કરું છું. મને ખાતરી છે કે એ પણ મને પ્રેમ કરે છે. હું એની સાથે ગાઢ અફેર બાંધવા ઇચ્છું છું પણ પોતાની ભાવના વ્યક્ત નથી કરી શકતી. મને મદદ કરો.
એક કન્યા (ભરૂચ)
ઉ.ઃ હજુ તમારી ઉંમર અત્યંત નાની છે એટલે અલબત્ત તમને એવી ખાતરી છે કે તમે તમારા પ્રેમી સાથે પ્રેમસંબંધ જાળવી શકશો, પરંતુ એ નક્કી નથી કે તમારો આ સંબંધ કેટલો મજબૂત બનશે અને કેટલો આગળ વધશે. તમે પપ્પી લવના દોરમાંથી પસાર થઈ રહ્યાં છો અને સેકસ્યુઅલ રિલેશનશિપ એમાં યોગ્ય નથી. અને જો તમારો પાડોશી તમને ખરેખર ખૂબ ચાહતો હશે તો એ સેકસ્યુઅલ રિલેશનશિપ થવા જ નહીં દે અને આમેય આવા સંબંધ માટે તમે હજુ ખૂબ નાનાં છો.
તમારે એ પણ સમજી લેવાની જરૂર છે કે આ એ એક અત્યંત નિર્ભય અને મોટંુ પગલું છે, જે આપણા સમાજના જુનવાણી માપદંડ પર ભારે આઘાત સમાન બની શકે. સામાન્ય રીતે છોકરો જ પહેલ કરે છે. માત્ર એને ખુશ કરવા માટે સંબંધ બાંધવા રાજી થઈ જવા કરતાં તો બહેતર છે એની સાથેના સંબંધો જ તોડી નાખો.

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ

 

Gujarat Samachar Plus

નોન ફૂડ આઈટમ્સથી થતો ઈટંિગ ડિસઓર્ડર ઃ પિકા
શંખ વગાડો અને રોગને ભગાડો
કડવી મેથીમાં છુપાયું છે સ્વાસ્થ્યનું રહસ્ય
 

Gujarat Samachar Plus

૨૦૦ કરોડનો બેફામ ટ્યૂશન કારોબાર, વિદ્યાર્થીઓ લાચાર
એમ્પાયરીંગને કરિયર તરીકે જોતા યુવાનો
યંગસ્ટર્સમાં બાઇક મોડીફાઇડ કરાવવાની ‘ઘૂમ’ મચી છે
ચાંલ્લા નહીં સ્વીકારવાની ચેરીટી પણ એક ટ્રેન્ડ
સાબરમતી-મહી વચ્ચે આવેલા અનોખા વિકેન્ડ ડેસ્ટ
વાળ ખરતાં અટકાવવા માટે શું કરશો?
પરીક્ષામાં સફળ થવાનો મંત્રઃ ટાઈમ મેનેજમેન્ટ
  More Stories
 
 
   

પાંચ રાજ્યોમાં ચૂંટણી ....

Gujarat Samachar POLL

શાકોત્સવ @ સાળંગપુર હનુમાન

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved