ઙ્ગ કોર્નફ્લોર ક્લિન્ઝંિગ માટે ઉઉતમ ગણાય છે. તે ત્વચા પરની વધારાની નમી શોષીલે છે. ઉતાવળમાં તે એક સારા સ્ક્રબની ગરજ સારે છે.તેમજ રેસિષ પર તે ફાયદાકારક છે.
ઙ્ગ તુલસીના ૨૦ પાન એક ગ્લાસ પાણીમાં ઉકાળવા અડઘુ ંપાણી રહે પછી તેમાં ખડા સાકર ભેળવી પીવાથી ફ્લૂથી રાહત તાય છે.
ઙ્ગ તુલસીના રસનો લેપ કરવાથી ખંજવાળમાં રાહત થાય છે.
ઙ્ગ બદામનું દૂધ, નારિયેળનું દૂધ અનેઅખરોટના તેલને સપ્રમાણ માત્રામાં ભેળવવાથી એક ઉત્તમ ક્લિન્ઝર બનશે.
ઙ્ગ કાચા દૂધમાં લીંબુનો રસ તથા મીઠું ભેળવીરૂના પૂમડાને તેમાં બોળી ધીરે-ધીરે ચહેરો તથા ગરદન સાફ કરવી. આ મિશ્રણ ત્વચાને સાફ તેમજ મુલાયમ કરે છે.
ઙ્ગ મેથીના સકરપારા ક્રિસ્પી બને માટે ઘઉંના લોટમાં મોણ સરખું નાખવું.
ઙ્ગ મેથીના તળેલા કડક મૂઠિયા બનાવવા લોટને થોડો થોડો બાંધી મૂઠિયા વાળી તળવા.
ઙ્ગ શિયાળામાં શરીરે કોપરેલ લગાડવાથી ત્વચાને નમી પ્રદાન થતાં ખંજવાળ નહીં આવે.
ઙ્ગ દૂધને ફટકડી નાખીને ફાડવાથી પનીર વઘુ માત્રામાં નીકળે છે.લાદી માર્બલ પરથી ચીકાશ દૂર કરવા ગરમ પાણીમાં મીઠું ભેળવી ધોવું.
ઙ્ગ રસોડાના પ્લેટફોર્મ પરથી તેલની ચિકાસ દૂર કરવા ઘઉંનો લોટ ભભરાવી લૂછી નાખવું.
ઙ્ગ કરીમાં મીઠું વધારે પડી ગયુ હોય તો મૂંઝાશો નહીં. ભાતને એક સ્વચ્છ મલમલના કપડામાં બાંધી ૧૦ મિનિટ કરીમાં રહેવા દેવાથી વધારાનું મીઠું શોષાઇ જશે.
મીનાક્ષી તિવારી |