અમેરિકા ગયેલા NRI પ્રધાન વ્યાલર રવિએ ટીપ્પણી સામે વાંધો ઉઠાવ્યો
વોશિંગ્ટન, તા. ૨૩
સુવર્ણ મંદિર અંગે અમેરિકાની એક લોકપ્રિય ટીવી ચેનલ ઉપર તેના હોલ્ટ જે બીનોએ કરેલી ટિપ્પણીનો ભારતે સખ્ત વિરોધ કર્યો છે અને તે ટીકાને દુર્ભાગ્યપૂર્ણ જણાવી છે.
અમેરિકામાં અતિ લોકપ્રિય બની રહેલા એનબીસી ચેનલ ઉપરના 'ધ ટુ નાઈટ શો' નામના કાર્યક્રમમાં સુવર્ણ મંદિરનું ચિત્ર (ફોટોગ્રાફ) દર્શાવવામાં આવ્યું હતું, જેમાં અમૃતસર સ્થિત શીખોનાં સૌથી પવિત્ર ધર્મસ્થાન સુવર્ણ મંદિરને રિપબ્લિકન પક્ષના પ્રમુખપદ માટેના ઉમેદવાર મિટ રોમ્નીનાં સંભવિત 'ગ્રીષ્મ-નિવાસસ્થાન' તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
આ અંગે અત્યારે અમેરિકાની મુલાકાતે ગયેલા એનઆરઆઈ બાબતોના પ્રધાન વાયલાર રવિએ ગઈકાલે આ ટિપ્પણી સામે સખત વિરોધ દર્શાવ્યો હતો અને અમેરિકા સ્થિત ભારતનાં રાજદુત નિરૃપમા રાવને આ અંગે અમેરિકાનાં વિદેશ મંત્રાલય સમક્ષ રજુઆત કરવા પણ જણાવ્યું હતું.
ભારતીય પત્રકારો સમક્ષ આ અંગે કહેતા રવિએ જણાવ્યું હતું કે, સુવર્ણ મંદિર શીખ સમાજનું સૌથી પવિત્ર સ્થળ છે. આપણા વડાપ્રધાન પણ ત્યાં નવ વર્ષે પ્રાર્થના કરવા ગયા હતા. મને લાગે છે કે જેણે તે દર્શાવ્યું હતું તે તદ્દન અજ્ઞાાન વ્યક્તિ હશે. પરંતુ અમેરિકાની સરકારે આવી ઘટનાઓ અંગે ધ્યાન રાખવું જ જોઈએ. તેમ પણ એનઆરઆઈ બાબતોના પ્રધાને જણાવ્યું હતું.
હું આશા રાખું છું કે આ પ્રકારની બાબતો અમેરિકામાં કોઈ મિડિયા દ્વારા પ્રસિદ્ધ કરાય નહીં. આ સાથે તેમણે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેમણે પોતે તે જોયું નથી, પરંતુ તેમણે શીખ સમાજ પાસેથી સાંભળ્યું છે તેમ પણ રવિએ જણાવ્યું હતું.
આ પૂર્વે બીબીસીએ પણ ભારત વિરૃદ્ધ કેટલીક હાસ્યાસ્પદ ટીકાઓ કરી હતી જે સામે પણ ભારતે વિરોધ નોંધાવ્યો હતો. |
|