| Last Update : 24-Jan-2012,Tuesday |
|
|
| |
|
|
|
|
| ટેકનોલોજીના ફૂટપ્રીન્ટસ મહોત્સવમાં ધૂરંધર વૈજ્ઞાાનિકો વિદ્યાર્થીઓને સંબોધશે |
|
| અદ્રશ્ય માનવી તરીકે જાણીતા પ્રો.ફીલીપ્સ અને નોબલ પ્રાઈઝ વિજેતા સર હેરોલ્ડનુ વક્તવ્ય
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
એમ.એસ.યુનિવર્સીટીની ટેકનોલોજી ફેકલ્ટી દ્વારા યોજાતો એન્જીનયરીંગના વિદ્યાર્થીઓ માટે ગુજરાતનો સૌથી મોટો ટેકનીકલ મહોત્સવ ફૂટ પ્રીન્ટ આ વખતે યાદગાર બની રહે તેમ લાગે છે.ખાસ કરીને એન્જીનયરીંગના વિદ્યાર્થીઓને તો વિશ્વના ધુરંધર કહેવાતા વૈજ્ઞાાનિકોને આ વખતે સાંભળવાનો મોકો મળે તેવી સંભાવનાઓ છે.
નેનો પાર્ટીકલ્સને અદ્રશ્ય કરવાના વિષય પર સંશોધન કરી રહેલા પ્રો.ફીલીપ્સ આ પ્રયોગની સમજ આપશેઃપ્રો સુગાતા મીત્રા,પ્રો પ્રદિપ શ્રીવાસ્તવનુ પણ વક્તવ્ય
આ વખતે ફૂટ પ્રીન્ટ મહોત્સવ ૨૪,૨૫,૨૬ ફેબુ્રઆરી દરમ્યાન યોજાનાર છે.આ ત્રણે દિવસ દરમ્યાન ખ્યાતનામ વૈજ્ઞાાનિકોના પ્રવચનનુ આયોજન કરાયુ છે.તા ૨૫મીએ વિશ્વમાં ઈન્વીઝીબલ મેન એટેલે કે અદ્રશ્ય માનવી તરીકે જાણીતા પ્રોફેસર ક્રીસ ફીલીપ્સ વિદ્યાર્થીઓને સંબોધન કરવાના છે.વિશ્વવિખ્યાત ઈમ્પીરીયલ કોલેજના નેચરલ સાયન્સ વિભાગના ડીન અને ઓપ્ટોઈલેક્ટ્રોનીક્સ વિભાગના હેડ પ્રો.ફીલીપ્સ હાલમાં નેનોટેકનોલોજીમાં નેનો પાર્ટીકલ્સને અદ્રશ્ય કરવાના પ્રયાસો કરી રહ્યા છે.તેઓ ફૂટપ્રીન્ટ્સમાં લેસર વડે સજ્જ વોટર પીસ્તોલનુ નિર્દેશન તો કરશે જ તેની સાથે સાથે એડેપ્ટીવ કેમોફ્લાજ ટેકનોલોજી વડે ઓપ્ટિકલ ફીઝીક્સના સિધ્ધાંતોનો ઉપયોગ કરીને પોતાને અદ્રશ્ય કરવાના પ્રયાસનુ પણ નિર્દેશન કરશે.
આ જ દિવસે નોબલ પ્રાઈઝ વિજેતા અને મશહૂર વૈજ્ઞાાનિક સર હેરોલ્ડ ક્રોટો વીડીયો લીન્ક મારફતે વિદ્યાર્થીઓ સમક્ષ વક્તવ્ય રજુ કરશે.સર ક્રોટો નેનો ટેકનોલોજીના પિતા તરીકે જાણીતા છે.તેમણે અને અન્ય બે વૈજ્ઞાાનિકોએ શોધેલા કાર્બન ૬૦ નામના નેનો પાર્ટીકલ્સને કેમેસ્ટ્રીનુ નોબલ પ્રાઈઝ મળ્યું હતું.વિદ્યાર્થીઓ સર ક્રોટોને નેનો ટેકનોલોજીના પ્રશ્નો પણ પૂછી શકશે.જ્યારે તા ૨૪ના રોજ ભારતીય મૂળના વૈજ્ઞાાનિક અને ન્યૂ કેસલ યુનિવર્સીટીના પ્રોફેસર સુગાતા મિત્રા તેમના જાણીતા પ્રોજેક્ટ હોલ ઈન ધ વોલને વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરશે.જ્યારે લખનૌ સ્થિત સેન્ટ્રલ ડ્રગ રીસર્ચ ઈન્સ્ટીટયુટના એસોસીયેટ ડાયરેક્ટર પ્રોફેસર પ્રદિપકુમાર શ્રીવાસ્તવ તા ૨૬મીએ વ્યાખ્યાન આપનારા છે.પ્રો.શ્રીવાસ્ત સાયન્સટૂનિક્સ નામના નવતર પ્રયોગના જન્મદાતા છે.તેઓ આ પ્રયોગના ભાગરૃપે વિજ્ઞાાનના કંટાળાજનક લાગતા સિધ્ધાંતોને કાર્ટૂન સ્વરૃપે અત્યંત રસપ્રદ રીતે રજુ કરી શકે છે.તેઓ ડીએનએ ટેકનોલોજીને કાર્ટૂનનો ઉપયોગ કરીને સમજાવવાના છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|